________________
પુણ્ય-પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. મિથ્યાત્વભાવ તે જ કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું જ
છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડ્યા છે. ર૫૦.
પ્રવચન-૨૩, તા. ૨૪-૫-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૬. ૨૫૦ (બોલ). પુણ્ય–પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. શું કહે છે ? અજ્ઞાનભાવે જીવને પુણ્યની મહત્તા છે. ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી, વીતરાગી ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી પુણ્યને જ ધર્મ માનનારા પુણ્યની મહત્તા કરે છે અને પુણ્ય પરિણામ કરે છે ત્યારે એ પુણ્ય કર્યાનો સંતોષ પકડે છે અથવા આત્મકલ્યાણ કર્યું હોય, એમ માને છે - એમ શ્રદ્ધ છે અને એ એને રુચે છે.
વાસ્તવિકતા એ છે કે આત્મા જે વીતરાગ સ્વરૂપ છે, એ વીતરાગી તત્ત્વથી રાગાદિ પુણ્ય ભાવ છે તે અન્ય તત્ત્વ છે. મિથ્યાત્વનું સ્વરૂપ એ