SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા ૧૭૭ છો કે તમે હરખ ન ભોગવો તો તમને દુઃખ ભોગવવાનું ન મળે. એટલે દુઃખ ન ભોગવવા માટે અત્યારથી અમારે અમારાં સુખનો ભોગ દેવો ! આ જરા આકરી શરત છે કે સુખનો પ્રસંગ હોય અને સુખનો અનુભવ ન કરવો ? કેમકે નહિતર દુ:ખનો અનુભવ અનિવાર્ય થઈ પડશે ! આ કઈ જાતની વાત છે ? જરા હળવેથી લઈએ છીએ. તત્ત્વજ્ઞાનનો એટલો ઊંચો વિષય નથી. સમજી શકાય એવો (છે). આપણાં રોજિંદા જીવનમાં જે પ્રક્રિયા બની રહી છે એના ઉપ૨નો કુદરતી જ હળવો વિષય છે. બીજાં તત્ત્વજ્ઞાનનાં ઊંચા વિષય આમાં ઘણાં છે. પણ અહીંયા તો એમ કહે છે કે, ભાઈ ! તારે આખરમાં સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે - એવી તારી શરત છે ! સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું - એ અમારી શરત છે. અહીંયા ગુરુદેવશ્રીનાં વચનમાં એ વાત છે કે તું સંયોગનું સુખ ભોગવીશ તો તને વિયોગનું દુઃખ ઉત્પન્ન થયાં વિના નહિ રહે. તેથી દુઃખ ન ભોગવવું હોય તો સંયોગના સુખનો તારે ભોગ દેવો પડશે, ઠીક ! એ વાત કરવી કે ન કરવી, એ જરા વિચારવા જેવી હતી. ભાઈ ! અમે તને સુખનો એક રસ્તો બતાવીએ છીએ. તને સંયોગના કા૨ણે ઉપજતું જે સુખ છે એ સુખથી પણ તને સારું - સુંદર સુખ મળે, એવો આ ઉપાય છે. સંયોગનું સુખ તો આકુળતાવાળું છે. કેમકે એમાં બીજાં કાર્યો કરવાની ઉપાધિ સાથે સાથે હોય છે. ઘરે અનેક હરખના પ્રસંગો આવે છે પછી એનો થાક લાગે છે એ શું બતાવે છે ? કે, શારીરિક પરિશ્રમ કોઈએ કર્યો હોય કે માનસિક પરિશ્રમ કર્યો હોય, માનસિક પરિશ્રમની સાથે પણ શારીરિક પરિશ્રમ તો કરવો જ પડે છે. કોઈનું સ્વાસ્થ્ય શારીરિક પરિશ્રમ કરે એવું ન હોય તો એ માનસિક પરિશ્રમ, પોતાના ધણીપણાને કારણે ઉપાધિ ઊભી કરે છે અથવા ઉપાધિ સહિત એ પ્રસંગમાં તે પસાર થાય છે, ત્યારે એને પ્રસંગ પૂરો થયા પછી ‘હાશ' થાય છે ! કે, હાશ, બધું હેમખેમ પાર પડી ગયું !! ઘરે દીકરીનાં લગ્ન હતાં ને જાન આવી હતી ને મોટા-મોટા માણસો જાનમાં આવ્યાં હતાં પણ સારું થયું કે કાંઈ અઘટિત બનાવ બન્યો નહિ, બધું હેમખેમ પાર પડી ગયું. એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને Tension બોજો રહે છે. ૨હે છે કે નહિ ? ·
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy