SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પિરમાગમસાર-૨૪૨]. મીઠાશ છે એ એના દુઃખનું મૂળ કારણ છે. એ વાત અહીંયા સમજાવે છે. જગતમાં આ વિષય અજાણ્યો છે. કેમકે (લોકો) એમ કહે છે કે, “લગ્ન ટાણે મરસિયા ન હોય !” એટલે એનો અર્થ એ છે કે હરખના ટાણે - સંયોગના કાળે વિયોગની વાત ન હોય, ગુરુદેવશ્રી કહેતાં કે, બાળક જન્મે છે (ત્યારે) એની માતા અને ગોદમાં લે છે. જમ્યા પછી એને ગોદમાં લે છે ત્યારે તે પુત્રાદિનો સંયોગ થયો એમ કહેવાય છે. પણ એ બાળકને એ માતાનો સંયોગ થયો અને માતાની ગોદમાં એ ગયું એ પહેલાં જ એ વિયોગની ગોદમાં ગયેલું છે. માતાની ગોદમાં ગયાં પહેલાં જ એ વિયોગની ગોદમાં ગયેલું જ છે, કેમકે મર્યાદિત કાળનું આયુષ્ય લઈને આવેલો જીવ છે. કોઈપણ પર્યાયમાં . ચારે ગતિમાં - દેવ થાય, મનુષ્ય થાય, ઢોર-પશુપક્ષી તિર્યંચ થાય કે નરકમાં જાય . એની મુદત નક્કી થયેલી હોય છે. આગળના (પૂર્વના) ભવમાં એ મુદત નક્કી થાય છે, પછી એનો અમલ થાય છે, એ તો એનો નિર્ણય થઈ ગયા પછી થાય છે. આવતા ભવનું આયુષ્ય અહીંયા નિશ્ચિત થાય છે પછી મરણ થાય છે પછી બીજા ભવમાં) એ આયુષ્ય ભોગવવાનો અમલ શરૂ થાય છે. (માટે અહીંયા) કહે છે કે, એ સંયોગોનો વિયોગ સાથે જ ભાવ્યો છે, એટલે પૂર્વકર્મ અનુસાર સંયોગ થયો - શરીરનો સંયોગ થયો, પૈસાનો સંયોગ થયો, મકાનનો સંયોગ થયો ત્યારે એના હરખને નહિ વેદતાં એમ કહે છે. એના હરખને નહિ વેદતાં એના વિયોગનું જ્ઞાન સાથે રાખવું, ભાન સાથે રાખવું. નહિતર હરખ વેડ્યા વિના રહેશે નહિ. ઇષ્ટ સંયોગ થાય અને હરખ કોને ન થાય ? એમ કહે છે. એ હરખ ન થાય . એ જ્ઞાનીને ન થાય. જગતના સામાન્ય પામર પ્રાણીઓને તો હરખ થાય છે પણ જ્ઞાનીઓને એવો હરખ થતો નથી, તેથી વિયોગના કાળમાં તે દુઃખી પણ થતાં નથી. આમ હરખમાં છલકાતા નથી તો આમ વિયોગમાં) દુઃખી પણ થતાં નથી અને જે હરખમાં) છલકાય છે એ દુઃખી થયા વિના રહી શકતાં નથી . આ પરિસ્થિતિ છે. જે હરખને વેદ એ દુઃખને વેડ્યા વિના રહી શકે નહિ. એનું દુઃખનું વેદવું અનિવાર્ય છે. નિવારી ન શકાય એવું છે. એ નિવારણ અહીંથી છે. કોઈ એમ કહે કે, આ તો એવી Term - એવી Condition તમે મૂકો
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy