________________
૧૮૮
[પરમાગમસાર-૨૪૩]
શકાય એટલે બહુ Lightly - હળવાશથી વાત લઈએ છીએ. બને એટલાં શબ્દ પ્રયોગ પણ ચાલુ લઈએ છીએ અને એકદમ ઊંચા Level માં (સ્તરમાં) તત્ત્વજ્ઞાનને નહિ લેતાં થોડી હળવી શૈલીથી લઈએ છીએ.
આત્મામાં આત્મબુદ્ધિ કરવી એટલે આત્મા સ્વરૂપે (અર્થાત્) પોતે જીવ સ્વરૂપે છે . છે' એમ માનવું છે. જે શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થઈ
છે એ કલ્પનાને છોડી દેવી છે.
મુમુક્ષુ :- શરીર તો મારું છે એને તમે કલ્પના કહો છો !
પૂજ્ય ભાઈશ્રી :- મારું હોય તો કાયમ સાથે રહેવું જોઈએ. જો શરીર આ જીવનું હોય (તો કાયમ સાથે રહેવું જોઈએ). ભલે કહેવાય છે કે તમારા જીવનું આ શરીર અને મારા જીવનું આ શરીર, આના જીવનું આ શરીર - એમ કહેવાય છે. પણ એ તો શરીર - શરીર વચ્ચેનો તફાવત બતાવવા માટેની વાત છે. પણ ખરેખર કોઈ જીવનું કોઈ શ૨ી૨ નથી. કોઈ જીવનું કોઈ શરી૨ કેમ નથી ? કે, જીવ એક ચૈતન્યપદાર્થ છે અને શરીર છે એ અનેક ૨જકણોના સંયોગનો બનેલો એક સમૂહ (છે) - સંયોગિક પદાર્થ,છે. જેને ‘શરીર’ એવું નામ દેવામાં આવે છે. પણ ઘણાં રજકણોનો એ સમૂહ છે. રોજ એમાં પ્રતિક્ષણ અનેક રજકણોનું આવાગમન થાય છે. નવા રજકણો એમાં ચોંટે છે. અને જૂના રજકણો - કેટલાંક રજકણો એમાંથી છૂટા પડે છે. આ મળ-મૂત્રથી છૂટા પડે છે. પસીનાથી છૂટા પડે છે, અનેક પ્રકારે દૂબળો થાય છે, જાડો થાય છે, એમ અનેક પ્રકારનાં રજકણોનું ભળવું અને રજકણોનું જાવું શરીરમાં કાયમ થયાં જ કરે છે. આત્મામાં એક રજકણ ચોંટતો નથી, ભળતો નથી કે કોઈ રજકણ એમાંથી જતો નથી, કેમકે એ રજકણવાળું તત્ત્વ નથી. એ પદાર્થ છે એ ચૈતન્યપદાર્થ છે અખંડ, અભેદ પદાર્થ છે (માટે) એમાંથી આવવું - વું કાંઈ થતું નથી.
વળી, એ બન્ને જુદી જુદી જાતના પદાર્થો છે. ચૈતન્યપદાર્થની જાત ચેતનારૂપ જુદી છે. જેમાં જ્ઞાન-બુદ્ધિ, સુખ વગેરે અનેક પ્રકારનાં ભાવો અનુભવગોચર થાય છે. સુખ-દુઃખની લાગણી, બુદ્ધિ - જ્ઞાન વગેરે અનુભવગોચર થાય છે અને એ રજકણની અંદર - જડ રજકણની અંદર એનો અનુભવ થતો નથી. જડને સુખ નથી, જડને દુઃખ નથી, જડને જ્ઞાન નથી. તેથી કોઈ જીવનું જડ નથી અને જડનો કોઈ જીવ નથી. એ વિજ્ઞાન