________________
૨૦૮
[પરમાગમસા૨-૨૪૮]
લક્ષ છૂટે તો આત્માનું લક્ષ તે જ કાળે થાય. જે કાળે આત્માનું લક્ષ થાય જ કાળે એને સંયોગનું લક્ષ છૂટી જાય છે, આમ છે.
મનુષ્યભવમાં બીજાં સંયોગો કરતાં પણ માનની વિશેષતા - માન કષાયની વિશેષતા વિશેષ પ્રકારે જીવોને પ્રવર્તે છે. પૈસા ન હોય તો માણસને ચાલે. પણ જો માન મળતું હોય તો ભૂખ્યો રહેવાં પણ તૈયાર (છે) ! પછી એનું ગૌરવ લે કે ભલે એની પાસે કોઈ બીજાં સંયોગો નથી પણ એનું માન તો જુઓ ! એને કેટલું માન મળે છે ! કહે છે કે એ પણ સંયોગનું લક્ષ છે. બીજાંઓ આમ કહે છે એવાં સંયોગોનું એમાં લક્ષ છે અને એ સંયોગનું લક્ષ છે ત્યાં સુધી આત્માનું લક્ષ નથી. આત્માના લક્ષનો એમાં અભાવ છે, એવું આ સંયોગનું લક્ષ છે. એ છૂટી જાય છે, આત્માનું લક્ષ થતાં એ છૂટી જાય છે. બીજો એનો કોઈ ઉપાય નથી.
(કહે છે કે) ‘...સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.' લ્યો ! આમ ત્યાગ છે. કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, (પણ) જ્ઞાન થાય હોં ! ખબર પડે. એની અવસ્થામાં છે ને ! (એટલે એનું જ્ઞાન થાય). એટલે કષાય તીવ્ર થાય, કષાય મંદ થાય (પરંતુ) રસ તીવ્ર ન થાય. જેને સ્વરૂપનું લક્ષ હોય અને આ સંયોગનું લક્ષ છૂટી ગયું હોય, એને સ્વરૂપના રસના કારણે ચૈતન્યરસ પેદા થયો છે ઉત્પન્ન થયો છે. એના કારણે વિરુદ્ધ એવો જે કષાય રસ એ તીવ્ર નથી થતો. પણ કદાચિત્ કષાય તીવ્ર થાય છે, કષાય મંદ થાય છે, એમ તીવ્ર, મંદ - તીવ્ર, મંદ કષાયમાં થાય કરે છે તો એનું પણ લક્ષ છૂટી જાય, એ ગૌણ થઈ જાય. એ મંદ થયો એટલે એમાં શું (થાય છે કે) (જે) તીવ્ર કષાય હતો ને મંદ થયો. (કષાય) હોય (ખરો) પણ એના ઉપર એનું વજન જતું નથી.
કષાય તો મંદ થયો ને ! કષાય તીવ્ર તો ન થયો ને ! આટલું નુકસાન થયું તો પણ દુ:ખ તો ઓછું થયું ને ! આ સમજ્યાં માટે એટલું દુ:ખ ઓછું થયું ને ! એટલો સમજણનો પ્રભાવ તો ખરો ને ! એમ કષાય ઉપર લક્ષ રાખવાનું નથી, એમ કહે છે. એ લક્ષનોં વિષય નથી. ખ્યાલ આવે, પણ એના ઉપર વજન જાય કે એનું લક્ષ થાય તો એ પદ્ધતિ ખોટી છે.