________________
કહાન રત્ન સરિતા . અજેન, કહેવાતાં જૈન કે અજૈન, એ ચારિત્રદોષ ટાળવાનો પ્રયત્ન કરે છે. એવું પ્રસિદ્ધપણે જોવામાં આવે છે. ભાઈ આમ કરે છે કે નહીં ? આટલું, આમ કરે છે કે નહીં ? આ ક્રિયા કરે છે કે નહિ ? ફલાણું કરે છે કે નહીં ? રોજ ભગવાનના દર્શન કરે છે કે નહિ ? પૂજા કરે છે કે નહિ? ત્યાંથી માંડીને આટલું છોડ્યું છે કે નહિ ? આટલો તો ત્યાગ છે કે નહિ ? એ વગેરે અનેક પ્રકારે રાગ કેટલો છે અને કેટલો નથી ? ક્યો થાય છે અને ક્યો નથી થતો ? અશુભ કેટલો થાય છે અને નથી થતો ? શુભ કેટલો થાય છે અને નથી થતો ? એમ ચારિત્રના દોષ ઉપર જ્યાં સુધી દષ્ટિ છે અથવા ચારિત્રના પરિણામ ઉપર દૃષ્ટિ છે, એના સભાવ કે અભાવ ઉપર (દષ્ટિ છે). (તો ત્યાં સુધી) એને એનાથી રહિત એવું જે શુદ્ધાત્મસ્વરૂપ છે, એનું શ્રદ્ધાન ક્યાંથી થાય? અને એ દર્શનશુદ્ધિનો પ્રયત્ન ન કરે, એ - પ્રકારનો પ્રયત્ન ન કરે, દર્શનશુદ્ધિ થાય એટલે શુદ્ધ શ્રદ્ધાન થાય - આત્મ -શ્રદ્ધાન થાય, એ પ્રકારનો પ્રયત્ન જ ન કરે, (તો) એ સિવાયનો) પ્રયત્ન " અન્યથા પ્રયત્ન છે. એ માર્ગ છે તે અન્યથા માર્ગ છે અથવા ઉન્માર્ગ છે
અથવા એને અન્યમત કહેવામાં આવે છે. અન્ય મત કહો, ઉન્માર્ગ કહો, - અન્યમાર્ગ કહો, બધું એકાર્ય છે.
મુમુક્ષુ :- અશુભથી બચે એટલો લાભ નહિ એમાં ?
પૂજ્ય ભાઈશ્રી :- પણ અશુભથી બચે છે અને રાગને શ્રદ્ધે છે એનું નુકસાન કેમ નથી જોતાં? અશુભથી બચવાનો લાભ જોવાનું મન થાય છે, પણ રાગનું શ્રદ્ધાન તીવ્ર થાય છે, એવું જે મોટું નુકસાન થાય છે, એ કેમ નથી દેખાતું? આ અમારો પ્રશ્ન છે.
મુમુક્ષુ :- દર્શનશુદ્ધિ કરવા જાય ત્યારે સહચર રાગ ક્યો હોય શકે અને કેટલો હોય છે ?
પૂજ્ય ભાઈશ્રી - સહજ પ્રકારનો રાગ ? એ જોવું જ નથી. (અહીંયા તો) દર્શનશુદ્ધિનો પ્રયત્ન કરવો છે.
મુમુક્ષુ :- આ તો મારો સ્વાભાવિક પ્રશ્ન છે, કે હું માંસ નથી ખાતો એમ સ્વાભાવિક સહચર રાગ શું હોઈ શકે ? વ્રત-નિયમ-તપ ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ, સામાન્ય રીતે સ્વભાવિક સહચર રાગ તો તત્ત્વજ્ઞાનના વિચાર વિષયક રાગનું પરિણમન હોય છે. સામાન્ય ગણિયે