________________
૨૨
[પરમાગમસાર-૯૯] નિયમ છે, વ્રત છે, સંયમ છે, તેથી તેવો રાગ મને નથી અથવા એ ત્યાગ કરતાં એવા રાગ(નો) મને અભાવ થઈ જશે. એ પદ્ધતિ આખી ઊલટી - વિપરીત છે. ઊંધી પદ્ધતિ છે. ખરેખર એ રીતે રાગનો અભાવ થતો નથી.
પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવો છે કે સ્વરૂપ સ્થિરતા થયા પહેલાં, વ્રતનિયમ-સંયમ અંગીકાર ન કરવાં? આ પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે. ભાઈ ! શુભરાગ તને સહજ આવે, તો સહજ આવતાં શુભરાગને ન કરવો, એ પ્રશ્ન નથી, કેમકે કરવો એ પ્રશ્ન પણ નથી. જ્યાં “કરવાનો પ્રશ્ન નથી ત્યાં ન કરવાનો પણ પ્રશ્ન આપોઆપ નથી જ. જે શુભરાગ સહજ આવે તો ભલે સહજ આવે, પણ તેમાં એ શુભરાગ આવ્યો કે આટલું મારે વ્રત લેવું, આટલો મારે નિયમ પાળવો, આટલો સંયમ પાળવો, તેથી તે કોઈ માર્ગ છે, એમ વિચારવા યોગ્ય નથી કે એમ માનવા યોગ્ય નથી. સ્પષ્ટીકરણ એટલું છે.
એટલે આમ લીધું છે કે, ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે. તે કરતાં, દર્શનશુદ્ધિનો પ્રયત્ન તું પહેલાં કર. (તેમાં) હેતુ આવી જાય છે. ચારિત્રદોષ એટલે રાગાદિ ભાવ, એને ટાળવાનો તું પ્રયત્ન કરે છે અને તે પણ દર્શનશુદ્ધિ થયા પહેલાં એ પ્રયત્ન કરે છો, તો એ તો પદ્ધતિ નથી. તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર. જે દૃષ્ટિ ચોખ્ખી થવી જોઈએ અથવા શ્રદ્ધાનને જે સ્વરૂપનો વિષય મળવો જોઈએ, (એના બદલે) એ શ્રદ્ધા સ્વરૂપને ગ્રહે નહીં, શ્રદ્ધા તો રાગને ગ્રહે (તો) શું પરિસ્થિતિ થાય છે ? કે જે શ્રદ્ધાનમાં સ્વરૂપનું ગ્રહણ નથી, તે શ્રદ્ધાનમાં રાગાદિ અન્ય તત્ત્વનું ગ્રહણ છે. શ્રદ્ધાએ તો રાગને ગ્રહણ કર્યો હોય અને રાગને છોડવો છે એ વાત કઈ રીતે બનશે ? ચારિત્રદોષ ટાળવો છે એટલે રાગ ટાળવો છે, અને શ્રદ્ધામાં રાગને ગ્રહણ કર્યો છે, તો એ રાગ ટળવાનો કોઈ અવસર ખરો ? કોઈ પ્રસંગ ખરો ? કે રાગ કોઈ રીતે ટળી શકે નહિ.
જેનદર્શનમાં જ આ પદ્ધતિ છે કે આત્મા જે છે - વસ્તુ - એનું વિજ્ઞાન જ એવું છે કે પ્રથમ એને દર્શનશુદ્ધિ થાય, તો જ એને વાસ્તવિક શદ્ધિની શરૂઆત થઈ અને પૂર્ણશુદ્ધિ સુધીની એની અવસ્થા થાય. આ તો વસ્તુના વિજ્ઞાન અનુસાર છે. હવે એ દર્શનશુદ્ધિનો આખો વિષય જ એટલો સૂક્ષ્મ અને અનુભવગમ્ય છે કે, દર્શનશુદ્ધિમાં આવ્યા વિના, પ્રાયે જીવ જૈન કે