________________
૨૪
[પરમાગમસાર-૯૯]
તો (આવું હોય, બાકી) વિશેષપણે તો જેને જેવો ઉદય. ભિન્ન-ભિન્ન જીવોને, જેને જેવો ઉદય હોય (તેને) તે-તે પ્રકારનો શુભાશુભ ૨ાગ હોય છે. કેમકે કર્મનો ઉદય અને એને અનુસરવું એ તો અનાદિથી સહજ છે. પણ જે જીવ દર્શનશુદ્ધિ બાજું વળે, એને અંદરમાં તત્ત્વ-વિષયક જે વિચારણા છે, એ પ્રકારનું જે તત્ત્વજ્ઞાનના રાગનું - વિકલ્પનું ઉત્પન્ન થવું છે, એ સામાન્ય છે. દર્શનશુદ્ધિ થવાની સાથે સાથે આ દરેકને હોય.
મુમુક્ષુ :- અભક્ષ્યથી છૂટેલા હોય એવો નિયમ નથી ?
પૂજ્ય ભાઈશ્રી ::- ના, એવો કાંઈ નિયમ નહિ. હવે એક સામાન્ય (નિયમ) લેવો છે ને ! (એટલે) ચારેય ગતિના જીવો લેવાં પડશે. ચારેય ગતિના જીવો લઈએ, તો ભગવાન મહાવીરસ્વામી દસમાં સિંહ (ના) ભવમાં હ૨ણને મારીને ખાવાની વૃત્તિમાં તત્પર હતાં. શું હતું ? આ ચિત્ર છે ને ? દસમાં ભવમાં સમ્યક્દર્શન થયું, એ પહેલાંની ક્ષણો જો એમની જોઈએ, તો અભક્ષ્ય ક્યારે છોડ્યું હતું એમણે ? કે છોડ્યું જ નહોતું. જ્યારે એમને ભૂખ લાગી અને હરણને જોયું (પછી) હરણને માર્યું, મારી નાખ્યું ત્યાં સુધી તો ખાવાની વૃત્તિ હતી. પછી જ્યાં ઉ૫૨થી મુનિઓ ઉતરે છે ત્યારે આશ્ચર્ય થાય છે. સિંહનો જીવ છે ને ? એટલો પહેલાં તો આશ્ચર્ય થાય છે કે, અરે ! મનુષ્ય આદિ પ્રાણીઓ, મારા જેવાં ક્રૂર પ્રાણી(થી), મને જોઈને તો દૂર ભાગે છે, અને આ મનુષ્યો સામે ચાલ્યા આવે છે, આ શું ?...!! વળી, સામાન્ય રીતે એણે મનુષ્યને જમીન ઉપર ચાલતાં જોયા છે. (અને) આ ચારણમુનિ (કે, જે) ચારણઋદ્ધિધારી છે, આકાશગામીની વિદ્યા સાધ્ય છે, એટલે જે આકાશમાં વિહાર કરે છે, (એમને) આકાશમાંથી ઉતરતા જોવે છે. એટલે થોડું વિશેષ કુતૂહલ થાય છે. બે પ્રકારનાં કુતૂહલ (થાય) છે. એટલે એનો (સિંહનો) જે હરણને મારીને ખાવાનો તીવ્ર કષાય હતો એ ત્યાં મંદ કષાય થઈ ગયો. કુતૂહલવશ - જિજ્ઞાસાવશ - જેને જિજ્ઞાસા કહીએ, કુતૂહલ કહીએ (એનાથી જ કષાય મંદ પડી ગયો). પણ સંકલ્પ ફરી ગયો હતો અને વિકલ્પ આવ્યો હતો કે આ ન ખાવું એવું તો કાંઈ બુદ્ધિપૂર્વક બન્યું નહોતું. ખાલી એના રાગની એક દિશા બદલાણી કે અરે ! આ શું ? મનુષ્યો ! અને તે સામે ચાલ્યા આવે છે અને તે પણ આમ ઉ૫૨થી આવે છે ! આ તે શું ?! જ્યારે એમની દેશનાની શરૂઆત થાય છે ત્યારે પરિણામ બદલે છે. ત્યારે એને