________________
૧૨૬
[પરમાગમસા૨-૨૨૮]
તો સાવ પ્રવૃત્તિ છોડી છે, રાજા હોય અને રાજપાટ (ત્યાગ) કર્યા હોય— એનો અર્થ શું ? કે જેનો શુદ્ધાત્મામાં પ્રવેશ નથી અને એ સ્વરૂપલીનતા પૂર્વક જેણે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર પ્રગટ કર્યા નથી, એ ખરેખર બહારથી નિવૃત્ત થયો હોય તોપણ ખરેખર નિવૃત્ત થયો નથી. (દ્રવ્યલિંગી મુનિનું તો ઉત્કૃષ્ટ - સમર્થ દૃષ્ટાંત છે. પછી બીજાને તો સમજી લેવાની વાત છે - ત્યાગ કર્યો હોય તો એણે શું ગણવું જોઈએ ! એમાં કાંઈ ગણતરી કરવાનો પ્રસંગ રહેતો નથી.
પૈસામાં સુખ નથી એમ ‘ભાસવું’ જોઈએ, પુણ્ય-પાપના પરિણામમાં સુખ નથી એમ અંતરમાં ‘ભાસવું જોઈએ. પુણ્યના મંદરાગમાં એને આકુળતા ઓછી થાય ત્યારે સુખ લાગે, શાતા વેદાય અથવા ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં તે વિષયનાં ભોગવટામાં એને મઝા છે, સુખ છે, આનંદ છે, ખુશી છે, રાજીપો છે (એમ જો લાગે છે તો) એ પાપના પરિણામમાં એણે સુખ માન્યું છે.
કષાયની મંદતામાં થતાં જે મંદ કષાયનાં, મંદરાગનાં પરિણામમાં શાતા ઊપજે - તેણે પુણ્યનાં પરિણામમાં સુખ માન્યું છે. ભોગ-ઉપભોગના પરિણામમાં સુખ, આનંદ ને મઝા માનવાવાળાએ પાપના પરિણામમાં સુખ માન્યું છે અને બહારમાં જે કાંઈ પૈસો એટલે ધન, વૈભવ કીર્તિ, આબરૂ, બધુંય એની અંદર લઈ લેવું, (એ બધાંમાં તને એમ લાગતું હોય કે) ‘એ છે એટલે મને ઠીક છે અને વાંધો નથી ને અનુકૂળતા છે ને હવે કોઈની સાડીબાર નથી’ (અહીંયા) કહે છે કે એ બધુ તને આત્મામાં નહિ જવા દે, એ તને આત્માનાં દર્શન કરવા દેશે નહિ, કેમકે ‘ભાસવું' એ જ્ઞાનમાં બને છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ ભાસે છે એનો અર્થ એ છે કે ભ્રાંતિએ કરીને એ સુખ ભાસે છે. શેનાથી ભાસે છે એ ? (ભ્રાંતિથી) ! એવી આ જીવને ભ્રમણા થઈ છે. એ ભ્રમણાને લઈને એને સુખ ભાસે છે. છે નહિ ને ભાસે એનો અર્થ શું ? કે એને ભ્રમણા થઈ ગઈ છે.
-
જે જડ પદાર્થોમાં સુખ તો નથી સુખની ગંધ પણ નથી, એમાં તને ભરપૂર સુખ લાગે છે, એની તને હૂંફ રહે છે, એ છે એટલે મને ઠીક છે, એવા એની હયાતીના સભાનપણાના તારા પરિણામ છે ને! (એ તને આત્મામાં નહિ જવા દે). મૂડી કોઈ ગણવા નથી બેસતું કે સવારમાં ઊઠીને માળા ગણી લ્યો ! પાંચમાળા મૂડીની ગણો ! આપણી મૂડી કેટલી ? ઉઘરાણીમાં