________________
“ગાય, ભેંસ, વગેરે પશુની વિષ્ટાના પોદળા (છાણ) મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી ખુશી થઈ જાય છે. અને ધન વૈભવ મળતા શેઠીયાઓ ખુશી ખુશી થઈ જાય છે, પણ વિષ્ટાના પોદલા અને ધનાદિમાં કાંઈ જ ફેર નથી. એક વાર આત્માના નિધાનને દેખે તો બહારના નિધાનોની નિર્માલ્યતા ભાસે.’’ ૧૦૦.
પ્રવચન.૫, તા. ૭-૧૧-૧૯૮૨
ગાય, ભેંસ, વગેરે પશુની વિષ્ટાના પોદળા (છાણ) મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી ખુશી થઈ જાય છે.' આ છાણાં જે બાળે છે (એ) વેચાતાં ન લેવાં પડે, પૈસાથી ખર્ચ ન કરવો પડે (એટલે) છાણ વિણવા નીકળે છે, પોદળા વિણવા નીકળે છે. ગામડાંમાં ઉછર્યા હોય એને તો ખબર હોય અને જે
આ ભરવાડ, રબારી લોકો છાણાંનો ધંધો કરતાં હોય એને તો એ કમાણીનું સાધન છે. તો શું કહે છે ? કે એ છાણ શું છે ? કે તિર્યંચની વિષ્ટા છે. છાણ શું ચીજ છે ? કે તિર્યંચની વિષ્ટા છે, પશુની વ્રિષ્ટા છે. વિષ્ટા મળતાં પણ મનુષ્ય પ્રાણી (ખુશ થાય છે). આ જે સ્ત્રીઓ છે એ તો મનુષ્ય છે ને, પર્યાયે મનુષ્ય છે. એની સ્થિતિ (પશુ કરતાં) ઊંચી છે. એમાં શું સરખામણી લેવી છે ? કે મનુષ્ય છે એ તિર્યંચ કરતાં ઊંચાં સ્થાને છે, છતાં એ તિર્યંચની વિષ્ટા મળતાં ખુશી થાય છે ! જુઓ ! આ દિનતા શું