________________
૨૦૬
[પરમાગમસા૨-૨૪૮]
આનંદમાં તરબોળ (હોય), આત્મા આનંદના સાગરમાં ડૂબ્યો હોય ! હિલોળા લેતો હોય ! અને આ બાજુ શરીર છૂટું પડવાની તૈયા૨ી થતી હોય, છેલ્લી ક્ષણો ચાલતી હોય ! એને શું દુઃખ છે ? જો શરીરના છૂટવારૂપ મૃત્યુથી દુઃખ હોય તો એ કાળે એને પણ એટલું દુ:ખ થવું જોઈતું હતું.
તને તો હજી બીજાનાં મૃત્યુથી દુ:ખ થાય છે કે અરેરે...! મારા ફલાણાં... મારા ફલાણાં... મારા ફલાણાં... પણ અહીં તો કહે છે કે તારા શરીરના
છૂટવાથી પણ તને દુઃખ નથી, હાલ ! બીજાનાં શરીરનાં છૂટવાથી તો દુઃખ નથી, પણ તારા શરીરના છૂટવાથી વિયોગથી પણ તને દુઃખ થાય, એમ ખરેખર નથી. પછી બીજાં દુઃખના પ્રસંગોથી દુઃખ છે એ વાત તો (રહેતી નથી). એનું તો સમાધાન કરવાનું શીખડાવવાનું રહેતું નથી. બહુ અમૂલ્ય વચનો છે ! જો જીવ એની રીત ને વિધિ શીખી જાય (અને) ભેદજ્ઞાનની અવલોકન પદ્ધતિમાં આવે તો ન્યાલ થઈ જાય એવી વાત છે !! ભેદજ્ઞાન કરવું એટલે તું તપાસ - જો તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? તું તપાસીશ તો તને માલૂમ પડશે કે મારી પર્યાયમાં કાંઈ ફેર પડતો નથી. જાણનાર એવો હું અને જાણનાર એવી જે મારી જ્ઞાનની પર્યાય એમાંથી તો કાંઈ ગયું નથી. એ જાણવાનું તો એટલું ને એટલું ચાલુ છે. જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. જાણનાર એવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં ઓછપ થઈ ગઈ અને જ્ઞાન ”ઘટી ગયું એવો પર્યાયમાં કોઈ ફેરફાર થયો નથી, એટલું ને એટલું જ્ઞાન છે. કાંઈ ફેરફાર થયો નથી. એમ અંદરમાં પોતે જુદો છે એમ અવલોકન કરવું તે ભેદજ્ઞાનનું કાર્ય છે. એમ કહેવું છે. શું ફેર પડ્યો તારામાં ? કે કાંઈ ફેર પડ્યો નથી. બહારમાં ઓછા-વત્તા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. જો આ રીતે એ અંદરમાં ભેદશાન કરતો રહે એટલે પોતે જુદો છે એમ તપાસીને જાણતો રહે તો એને સંયોગોનું ઓછા-વત્તાપણાનું લક્ષ છૂટી જાય કે અરેરે ! મને હીણા સંયોગ છે ને ફલાણાંને વધારે સંયોગ છે.
અહીં તો સંસારી પ્રાણીને એવું થાય છે કે સગા ભાઈને ત્યાં સંયોગ જ્યાં વધે ને ! ત્યાં એને અંદરમાં એમ થાય કે અરેરે..! હું વાંહે (પાછળ) રહી ગયો ને આ આગળ નીકળી ગયો. આને ઘણું આવે છે ને ઘણું મળે છે ને મારી કાંઈ એટલી આવક નથી. અરેરે! હું નાનો ને એ મોટો થઈ ગયો. સંયોગ વધતાં એ મોટો થઈ ગયો ને હું નાનો રહી ગયો. એ