________________
૧૧૬
પિરમાગમસાર-૨૨૦] મુઠ્ઠીભર માણસો હોય છે. સામે લોકો મોટી સંખ્યામાં હોય છે. પણ જોર એનું ઘણું હોય છે, તેથી એને બળવો છે એમ કહેવામાં આવે છે. બળ ઉપરથી એને બળવો કહે છે. મૂળ તો એનામાં બળ ઘણું છે. કહે છે કે એ જગતના જીવોમાં અનેક જીવોને ફરવું પડે છે. બળવામાં ઊભેલા છે એમાંથી એકેય ફરતો નથી. જે કાંઈ નુકસાન થાય છે એ વધારે સંખ્યાવાળાને થાય છે. ઓછી સંખ્યાવાળાને ક્યાંય નુકસાન નથી થતું. આ એની વિશેષતા
કહે છે કે આ માપ છે એની અંદર મોટામાં મોટું કોઈ નુકસાન હોય તો આ છે, કે તે પ્રસિદ્ધપણે . પ્રગટપણે સાબિત કરવું ન પડે એ રીતે, પ્રગટપણેનો અર્થ એ છે કે એને હવે સાબિત કરવાની જરૂર નથી કે એણે ભગવાનને જ જડ માન્યો છે ! એણે આત્માને - નિજ સ્વરૂપને . ભગવાનને એણે શરીરરૂપે માન્યો છે, એને જડરૂપે માન્યો છે. આત્માને જ દેહ-સ્વરૂપે માન્યો છે. આમ લીધું છે. દેહને આત્મા માને છે. એમ છે, આત્માને જ એણે દેહ-સ્વરૂપે માન્યો છે... પોતાને જ. એણે દેહ-સ્વરૂપે માન્યો છે.
સમજાય એવો વિષય છે. ન્યાય કાંઈ એટલો અઘરો નથી કે બુદ્ધિગોચર ન થાય. પણ એની Practice કરવામાં આ ન્યાય બહુ કામનો છે. બુદ્ધિમાં તો સમજાવો એટલો અઘરો નથી એટલે એમ લાગે કે બરાબર છે, આ તો સમજાઈ ગયું ચાલો ! એમ સંતોષ પકડવા જેવો નથી. પણ જ્યાં જ્યાં એને અગવડતાનો અણગમો થાય અને જ્યાં જ્યાં એને સગવડતામાં ગમો થાય, ગમવું–ગમવાપણું થાય, ત્યાં એને એકદમ જાગૃતિ અને સાવધાની આ ન્યાય અનુસાર આવવી જોઈએ. કે આમાં તો ભગવાનને જ શરીરરૂપે માનવાની મોટી ભૂલ ઊભી થાય છે અને આ પ્રયોગ એ ક્ષણે-ક્ષણે, પ્રસંગે. પ્રસંગે કરે, અને એમાં આ ન્યાય અને કામમાં આવે એવો આ વિષય છે. એનું મહત્ત્વ અહીંયા છે.
બુદ્ધિમત્તાની દૃષ્ટિએ એવી કોઈ વિશિષ્ટ વાત ભલે ન દેખાતી હોય, કે બહારની અગવડતાને અગવડતા ન માનવી જોઈએ, સગવડતાને સગવડતા ન માનવી જોઈએ ! (વાત) તો ઠીક છે, (પણ) એમ નહિ. જ્યારે એને ગમે છે, ઇષ્ટ લાગે છે, અનિષ્ટ લાગે છે, એ બધું ઇષ્ટ–અનિષ્ટપણે એને દૃષ્ટિના વ્યામોહથી થાય છે, અને એ દૃષ્ટિના વ્યામોહની ચોખ્ખી વાત એ