________________
: દ
પ
+ +
કહાન રત્ન સરિતા
૧૧૫ બહારની અનુકૂળતા - પ્રતિકૂળતાને સમજે છે, એણે પોતાના ભગવાન આત્માને એટલે પોતાને જ શરીરરૂપે માન્યો છે. કેમકે એ અનુકૂળતા - પ્રતિકૂળતા શરીર આશ્રિત પરિણામથી મપાય છે. શરીરને શું અનુકૂળ છે ? શરીરને શું પ્રતિકૂળ છે ? એટલે મને એટલે શરીરને, એમ ત્યાં પરિણમન છે. મિને શું અનુકૂળ છે ? એટલે મને એટલે શરીરને શું અનુકૂળ છે ? શરીરને શું પ્રતિકૂળ છે ? એ રીતે પરિણમનાર જીવ ભગવાનને શરીર સ્વરૂપ માને છે. ચૈતન્યને જડસ્વરૂપ માને છે. અંદરથી આ ન્યાય કાઢ્યો છે !
જુઓ ! કેટલી વિચક્ષણતાથી આ વિષય બહાર આવ્યો છે ! કે આખા જગતથી આ વિરુદ્ધ વિચાર છે અને વિરુદ્ધ જાય છે. જગતમાં નાનામાં નાના ક્ષેત્રમાં ઘર્ષણ છે, ત્યાંથી માંડીને મહાસત્તાઓ વચ્ચેનું જે ઘર્ષણ છે, એ તમામ આ એક વિપરીતતાને લઈને છે કે બહારની અનુકૂળતા તે અનુકૂળતા અને બહારની પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા. આ સિવાય બીજું શું છે ? અને એ બધાંનું માધ્યમ “પૈસો’ છે. પછી એ પૈસો રૂપિયા-આના-પાઈમાં હોય કે પાઉન્ડ, સ્ટર્લિંગમાં હોય કે અમેરિકાના ડૉલરમાં હોય પણ એ બધાં સાધનોની ખરીદી અથવા અદલા-બદલીનું સાધન નાણું છે, જેને નાણું કહેવામાં આવે છે. પછી જ્યાં જે ચલણ હોય તેનું, જેનું ચલણ હોય તેનું (નાણું કહેવાય છે). એ તો એક વ્યવહારનું બહાનું છે. એ બધી માથાકૂટ એના માટે થાય છે. જેટલી થાય છે (એ) એના માટે થાય છે. ધર્મના ક્ષેત્રમાં ઝઘડાં તો પૈસાને માટે ! ક્યાં હાલત, દશા થઈ છે ! ભાઈઓ–ભાઈઓ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે ત્યાંથી માંડીને પાડોશીથી માંડીને ગામ, એક ગામને બીજાં ગામને, એક State ને બીજા state, ક્યો સદ્ધર છે ને, ગરીબ છે ને, કોની પાસે પુરાંત છે ને, કોની પાસે ખાધ છે, ક્યો દેશ, ત્યાંથી માંડીને બધે, જેટલું કોઈ માપદંડ છે એ બધો માપદંડ, બહારની અગવડતાઓ અને સગવડતાઓના આધારે જોવામાં આવે છે. પશ્ચિમના દેશો સુખી છે કેમકે ત્યાં વધારે સગવડતાઓ છે. બીજા દુઃખી છે કેમકે ત્યાં અગવડતાઓ છે. આખા જગતનો એ માપદંડ છે, એ ખોટો છે, અહીં તો એમ કહે છે. જગતની સામે આ બળવો છે !
ગુરુદેવશ્રી કહેતાં કે દુનિયાની સામે આ એક બળવો છે ! બળવો કરનાર થોડાં હોય છે. બળવો એટલાં માટે કહેવામાં આવે છે કે બળવો કરનાર