SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ [પરમાગમ સાર-૨૫૦] કાર્યો પુણ્ય બંધનાં કારણ છે એમ જાણજો ! અને એને તમે કદી ધર્મ માનશો નહિ. નહિતર તમે ગૃહીત મિથ્યાત્વમાં ફસાઈ જશો. એમ એને સ્પષ્ટ સમજણ આપે. પણ એને ધર્મ માનીને, મનાવીને કે અનુમોદીને એ પ્રકારે પ્રવૃત્તિ કરે નહિ. એમ છે. મુમુક્ષુ - સાવ ભેળસેળ ચાલે છે ! પૂજ્ય ભાઈશ્રી :- ભેળસેળ છે એનું નામ જ બધી ગડબડ છે. નામ જૈન દર્શન અને અંદર ભેળસેળ ! ચોખ્ખા ઘીના વેપારમાં વેજીટેબલ ભેળવી દે. એનાં કરતાં વેજીટેબલનું ચોખ્ખું પાટિયું મૂકીને બેઠો હોય તે સારો કે એને છેતરાવાનું તો નહિ ! કે માણસ અહીંયા સમજીને આવે છે ! ભેળસેળવાળું કામ કરે એ તો કાંઈ યોગ્ય નથી. ચોર છે એ શરાફની દુકાનનું પાટિયું લગાવીને બેસે અને લોકો છેતરાઈ જાય એ તો ખોટું જ છે ને ! એમ ભગવાનનું - અરિહંતનું - વીતરાગદેવનું - જિનેન્દ્રદેવનું તીર્થકરનું નામ લેવું અને તીર્થકરે કહ્યું એ માર્ગથી ઊંધે ચાલવું, પોતે છેતરાઈ જવું ને બીજાને છેતરાવામાં મોઢા આગળ થવું, મુખ્યતા કરવી, એ તો આત્માને ઘણાં નુકસાનનું કારણ છે ! એ ૨૫૦ થયો. જિજ્ઞાસા – આત્મસ્વભાવનું ગ્રહણ થવા અર્થે પ્રગટ પ્રમાણ શું છે ? - સમાધાન - જ્ઞાન-વેદન, જ્ઞાનનું સાતત્ય, જ્ઞાનનું ઉદ્ઘત્વપ્રત્યક્ષતા આદિ નિર્મળતા – નિર્લેપતા) પ્રગટપણે સ્વભાવ ગ્રહણ થવાનાં પ્રમાણ છે. જો જીવ શુદ્ધ ભાવનાથી અંતર અવલોકન કરે તો તેને સહજમાત્રમાં અનુભવાશે પ્રતિત થવા યોગ્ય છે. -પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૧૩૦૫)
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy