________________
કહાન રત્ન સરિતા -
૮૩
છે. એ એને ત્યારે સંમજાય છે. એ (સમજવાનો) એને અવસર આવે છે. એ નિમિત્તે અવસર આવે છે.
બાકી તો અનુકૂળતાની કલ્પના જીવને એટલી હદે છે કે અનુકૂળતાઓના એવડા મોટા જબરજસ્ત ચણતરમાં એક ઈંટ એને આઘી-પાછી પોસાતી નથી ! અને એ અનુકૂળતાના મહેલમાં એક ખીલી પણ એને આડી-અવળી લાગવી જોઈએ નહિ–આ જીવની ઇચ્છા છે. એમાં અનંત અનુબંધનાં ચારેય કષાય રહેલાં છે—અનંતાનુબંધીના ચારેય કષાય રહેલાં છે. જે કોઈ સંપદાની વાંછા છે એમાં અનંતાનુબંધીના ચારેય કષાય સમાય છે. એકેય કષાય બાદ રહેતો નથી.
અહીંયા ગુરુદેવશ્રી કહે છે કે, ભાઈ ! એ (બહારની) વિપદા તે ખરેખર વિપદા નથી અને (બહારની) સંપદા તે ખરેખર સંપદા નથી. તો એ (સંપદા અને વિપદા) છે શું ? આ એક પ્રશ્ન થાય એવો છે. આ તો નથી’ એમ કહ્યું. નાસ્તિ અર્પિત કરી છે એમાંથી અનર્પિત શું છે ? આ કાઢવું જોઈએ કે નહિ ? અર્પિતપણે નાસ્તિ મૂકી છે કે આમ નથી, આમ નથી, આમ નથી. આમ નથી તો છે શું ? (તો કહે છે) કે જે કોઈ પ્રકારો અનુકૂળતાઓના છે અને જે કોઈ પ્રકારો પ્રતિકૂળતાઓના છે, તે તમામ જ્ઞાનનું જ્ઞેય છે. વીતરાગભાવમાં એટલે કે સામ્યભાવમાં બન્ને સ૨ખા જણાય છે. સરખા જણાય તેને સામ્ય કહે છે ને ? અત્યારે તો મોટો જબરજસ્ત આખો સામ્યવાદ દુનિયાનો ઊભો છે ! સામ્યવાદનો તો ઝઘડો છે.
સામ્યવાદી લોકો એમ કહે છે કે આ ધર્મની અંધશ્રદ્ધાએ - એટલે કે જેને ધર્મ Religion કહેવામાં આવે છે, એણે દુનિયાનો સર્વનાશ કર્યો છે ! ધર્મિષ્ઠ લોકોએ દુનિયાનો સર્વનાશ નોતર્યો છે ! Moscow ની દિવાલ ઉપર બહુ મોટા અક્ષરે એ વાત લખી છે. Moscow માંથી નીકળ્યું છે ને એ ? કેમકે એની અંદર એ લોકો એમ વિચારે છે કે ભાઈ, કોઈ ઊંચાનીચા હોય તો પૂર્વ પુણ્યને લઈને છે. પૈસાવાળા એના પૂર્વ પુણ્યને લઈને પૈસાવાળા છે. (ઊંચ-નીચું) એવું બિલકુલ ન ચાલે. બધાં જ સરખા જોઈએ. બધાંની સંપત્તિ સરખી જોઈએ. બધાના સંયોગો સરખા જોઈએ. બધાંના મોઢાં પણ સરખા જોઈએ, એવું નહિ ? બધાંના દીકરાં-દીકરી, કુટુંબ-પરિવાર સરખાં જોઈએ, એવું કાંઈ નહિ ?! એકલા પૈસા જ સરખા જોઈએ તે જ સામ્યપણું
·