SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા ૧૨૧ બદલાય. સાદિ અનંત કાળ પર્યત નહિ બદલાય. એ પરિસ્થિતિ ઊભી થાય એટલે આત્માને આત્માપણે માનવામાં અને જડને જડ માનવામાં (વીતરાગતા પ્રગટે છે). જડ અને ચૈતન્ય ભિન્ન છે. તેથી તે કોઈ અનુકૂળપ્રતિકૂળ નથી. કોઈ જડ ચૈતન્યને અનુકૂળ-પ્રતિકૂળ નથી અને બીજાં ચૈતન્ય પદાર્થો - જીવો - આત્માઓ પણ આ ચૈતન્ય પદાર્થ આત્માથી સર્વથા ભિન્ન હોવાથી, તેઓ પણ અનુકૂળ-પ્રતિકૂળ નથી, એમ અનુભવીને વીતરાગ થવું રહ્યું. જે સ્વરૂપે પોતે છે એ સ્વરૂપે રહેવું રહ્યું. એ સ્વરૂ૫ છોડીને વિપરીત પણે, સ્વરૂપથી વિરુદ્ધ જઈને પરિણમતા પરિણામમાં દુઃખ થાય છે અને બહારમાં પરિભ્રમણ ચાલુ રહે છે. (આ) ૨૨૦ નંબરનો બોલ છે એ પ્રયોગની દૃષ્ટિએ છોડવા જેવો નથી! સમજીને છોડી દે છે એ શુષ્ક ધારણામાં ચાલ્યા જાય છે (કે) સમજાઈ ગયું. ચાલો ! આમાં કાંઈ નથી સમજાતું એવું નથી. ન્યાયસંપન્ન વાત છે. વળી, પરમાગમોમાં આ વાત કહેલી છે એટલે આગમ જેનો આધાર છે એવી આ વાત છે, પરંતુ એમ નહિ. એ મારા અનુભવમાં હું કેવી રીતે લાગુ કરું છું ? અને વારંવાર એનું લાગુ કરવાપણું ચાલુ રહે છે ? કે એક વખત વિચાર આવ્યો કે ક્યાંક એક વખત પ્રયોગ કર્યો અને પાછું છૂટી ગયું, ને તે છે ? આ આખો ભેદજ્ઞાનનો વિષય છે. અગવડતા અને સગવડતાને અગવડતા–સગવડતા ન માનવી, એ જગતનો કહેવા માત્ર વ્યવહાર છે, પરમાર્થ માર્ગમાં એવું કાંઈ નથી, દુનિયાનો વ્યવહાર ભલે દુનિયાદારીની રીતે ચાલતો હોય પણ પરમાર્થ માર્ગમાં ખરેખર એવું કાંઈ જ નથી, એ વાત મૂળમાં એને પકડાવી જોઈએ, તો એ અનુભવ સુધી પહોંચે. નહિતર ખાલી સમજી લેવાથી કાંઈ અનુભવ ન થઈ જાય). હું માનું છું. હું એમ માનું છું, સમજું છું અને માનું છું. પણ માનું છું, એ વાત ક્યાં રહી ? અનુકૂળતાને તો અનુકૂળતા માની લીધી, ઠીકપણું વેદી લીધું ! પ્રતિકૂળતાને પ્રતિકૂળતા માની લીધી, અઠીકપણે ત્યાં વેદી લીધું. અણગમો વેદી લીધો અને એકત્વબુદ્ધિએ વેદી લીધો ! ત્યાં એ અનુકૂળતા નથી એવી જરાપણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, પ્રતિકૂળતા નથી એવી જરાપણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, તો એણે માની લીધું છે એ વાત ખોટી છે. ભલે
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy