________________
૨૦૨
પિરમાગમસાર-૨૪૮] સંયોગનો અભાવ થયો, સંયોગનો ત્યાગ થયો તો તારા જ્ઞાનની અવસ્થામાંથી શું ઓછું થયું ?
સોનીને ત્યાં સોનું (આપ્યાં પછી) પાંચ તોલામાંથી દસ ટકા ઓછું થયુંનેવું ટકા રહ્યું, બરાબર છે. અહીંયા કહે છે કે તારી જાણવારૂપ જે જ્ઞાનની પર્યાય (છે) એમાં કેટલા ટકા ઘટ્યાં ? સંયોગ ઘટ્યો એમાં તારી અવસ્થામાંથી શું ઘટ્યું ? કહે છે, તારી અવસ્થામાં કાંઈ ફેર પડતો નથી. એ તો અવસ્થા છે કે જે સંયોગ અને વિયોગ ને જાણવામાં નિમિત્ત છે એવી જ્ઞાનની અવસ્થા છે.
જેને જાણવાનો સંબંધ છે. એવા જ્ઞાનમાંથી પણ કાંઈ ઘટતું નથી. તો જેને સંબંધ નથી એવો જે પરમ પારિણામિક ભાવ એને તો કોઈની સાથે કાંઈ સંબંધ નથી. આ તો નોકર્મ છે, જેમાં સંયોગનો વિયોગ થાય છે એ તો નોકર્મ છે, પણ પરિણામિક ભાવને તો કર્મના ઉદય સાથે પણ સંબંધ નથી અને ચારે પ્રકારની અવસ્થા . ઉપશમ, ક્ષયોપશમ, (સાયિક) ને ઓદયિકભાવ સાથે પણ એને સંબંધ નથી. ચારેથી જુદો છે. એ રૂપ જે તારું મૂળ સ્વરૂપ છે, પરમ પરિણામિક ભાવ કે જે તારું મૂળ સ્વરૂપ છે, જે સિદ્ધપદરૂપ છે, સદાય સિદ્ધપદરૂપ છે . એમાં શું ફેર પડ્યો? પરિપૂર્ણ સ્વરૂપમાં કાઈ અપૂર્ણતા થતી નથી. કોઈપણ પ્રકારના સંયોગનો વિયોગ થતાં આ પૂર્ણ સિદ્ધપદમાં કાંઈપણ ઊણપ થતી નથી. કાંઈપણ અપૂર્ણતા થતી નથી, આમ છે. (અહીંયા) કહે છે કે તારી જ્ઞાનની અવસ્થામાં પણ) ફેર પડતો નથી તો અંદરમાં જે પૂર્ણ સ્વરૂપ ત્રિકાળ સામાન્યરૂપ રહે છે એ તો એનાથી ઘણું દૂર છે. - નિયમસારમાં ૩૦મી ગાથા પછીનો જે (૫૪ નંબરનો) કળશ છે એમાં એ વાત લીધી છે કે સર્વ તત્ત્વોમાં સાર છે એવો આ પરમપરિણામિક ભાવ કારણ પરમાત્મા એ નાશ પામવા યોગ્ય એવા સર્વ ભાવોથી દૂર છે, એમ લીધું છે. દૂર છે ! આવે છે ? “દૂર' એમ આવે છે. નાશ પામવા યોગ્ય એટલે ચારે પ્રકારના ભાવો લઈ લેવા.
સર્વ તત્વોમાં જે એક સાર છે....” “નયતિ સમયસાર કારણ પરમાત્માને અહીંયા સમયસાર કહ્યો છે. “નયતિ સમયસર: સર્વત સાર સર્વ તત્ત્વોમાં એક સાર રૂપ છે અને જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે,