SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ [પરમાગમસાર-૨૪૩] તોફાન થાય છે. ને અહીંયા તો પહેલેથી જ આ વાત છે કે, ભગવાન એમ કહે છે કે, તને દેહાત્મદ્રષ્ટિ છૂટી... ધન્ય છે તને !! તેં અનંત કાળથી નહિ કરેલું એવું અપૂર્વ પરાક્રમ કર્યું ! શાબાશ છે તને !! હવે તું અમારી Line માં (હરોળમાં આવ્યો ! જિન થયો ! ચોથા ગુણસ્થાન પહેલાં કરણ લબ્ધિમાં (આવે તે જીવને) “જિન” કહ્યો છે ! ધવલ' (શાસ્ત્રમાં) “વીરસેન સ્વામી’ એ કરણ લબ્ધિમાં આવેલાં જીવને એમ કહ્યો કે, “સમ્યક્ પ્રકારે” દર્શનમોહ જેવા મહાન વિકાર ઉપર એણે વિજય પ્રાપ્ત કર્યો છે; બીજાં બધાં વિકાર જીતવા સહેલાં છે, દર્શનમોહને જીતવો અઘરો છે, . એના ઉપર એણે વિજય મેળવ્યો છે (માટે) આ તો “જિન” થયો છે !! ભાવિ નગમનયે પણ એ જિન છે ! કેમકે એ જિન થશે. કરણલબ્ધિમાં આવેલો જીવ અસંખ્ય સમયમાં, અનંત સમય નહિ, (પણ) અસંખ્ય સમયમાં પરિપૂર્ણ જિન થશે, તેથી ભાવિ નિગમનયે પણ તે જિન' છે. અને અત્યારે ... સમઅભિરૂઢ નયે, “અત્યારે ને સમઅભિરૂઢનય કહે છે, - દર્શનમોહ જેવા મહાવિકાર ઉપર વિજય મેળવ્યો હોવાથી એને જિન” કહેવામાં આવે છે. “જીતે તે જિન”. એટલી વાત છે. સમ્યક્ પ્રકારે આત્માની સન્મુખ થઈને - આત્માનો આધાર લઈને જે જીત મેળવે (એટલે કે નિર્વિકાર પરિણામમાં આવે તેને “જિન” કહેવામાં આવે છે. એમાં એક ‘અપૂર્વ કરણ' છે. ત્રણ કરણ કરે છે એમાં એક ‘અપૂર્વ કરણ' છે. (અહીંયા) કહે છે કે, આ તો શૂરવીરના ખેલ છે. અંતર પરાક્રમનો આ વિષય છે. શ્રીમદ્જીએ તો એવી ઉપમાઓ દીધી છે કે, દસ હજાર સુભટને એકલે હાથે જીતે અને ભૂજાએ કરીને સ્વયંભૂરમણ સમુદ્ર તરી જાય, તેના કરતાં પણ દર્શનમોહને જીતનાર સુભટ છે, શૂરવીર છે ! એમ લીધું છે. મોટું પરાક્રમ ! એ ૨૪૩ થયો.
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy