SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા. ૧૦૫ જે જ્ઞાનનો વિપર્યાસ (છે, તે) વસ્તુની અન્યથા ધારણ કરે છે, અન્યથા કલ્પના કરી લે છે. પરિસ્થિતિ થોડી એવી છે. એક સાવ દરિદ્ર માણસ હોય, એ કરોડપતિ ક્યાંથી થાય જલ્દી ? આંગળી ફાટીને થાંભલો થાય કેમ ? એમ કહે છે કે નહિ ? લૌકિકમાં એવું કહે છે. ભાઈ, સાવ તદ્દન નિરાધાર માણસ છે, કોઈ એને આધાર નથી, એને એટલી દરિદ્રતા છે એ કરોડપતિ કેમ થાય ? તો કહે છે કે એ જો પહેલો પરિશ્રમ કરીને ૧૦-૨૦ હજાર કમાય પછી એને કરોડ રૂપિયા મેળવવાનું સાહસ કરવું હોય તો કાંઈક એને ઠીક પડે છે, કાંઈક આધાર મળે છે. સાવ ખાલી માણસ કેવી રીતે મોટું સાહસ કરે ? આ એની Practical side છે કે જે થોડી શક્તિ આવી - ૧૦-૨૦ હજાર કમાણો, પછી એ હરણફાળ ભરે છે. એમ અહીંયા જીવ અનાદિનો વિપરીત ચાલે છે. રાગની એકત્વબુદ્ધિ અને શરીરની - દેહની એકત્વબુદ્ધિ એટલી બધી પડી છે અને એનું જ્ઞાન જે તે યોમાં જાય છે એમાં વિપરીતતા ધારણ કરે છે. ઇષ્ટ–અનિષ્ટપણું જ કહ્યું છે. જાણતાં જ ઠીક છે કે અઠીક છે, ઠીક છે કે, અઠીક છે . એમ થઈ આવે છે. ત્યારે એને તત્ત્વના વિષયમાં પ્રવેશ કરતાં પણ, એ અયથાર્થ ધારણા નહિ કરે, અન્યથા કલ્પના નહિ કરે, અને જેવો પદાર્થ કહેવા ધારે છે એવો જ કહેનારનો આશય પકડીને બરાબર યથાર્થ સમજણ કરશે. એવી સ્થિતિ ક્યારે એની આવે ? કે કાં તો એ કોઈ સરુષનાં શરણમાં રહે, કાં તો એ કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી આ વિષયને, પૂરી લગનીથી સમજવા તૈયાર થાય ત્યારે. ત્યારે એ અનાદિના જ્ઞાનના વિપર્યાસમાં થોડુંક હળવાપણું આવે છે. જ્ઞાનમાં શક્તિ બહુ છે. જ્ઞાનમાં એટલી બધી શક્તિ છે કે એનું રોજિંદા વ્યવહારમાં પૃથ્થકરણ કરે તોપણ એને ખ્યાલ આવે કે જ્ઞાનમાં ઘણી શક્તિ છે. એ (જ્ઞાન) થોડુંક જ્યાં ઊંધાં અભિપ્રાયની પકડમાંથી હળવું થયું; દબાઈ ગયું છે એકદમ, એમાં એનું દબાણ જ્યાં ઘટ્યુ. - વિપરીતતાનું દબાણ ઓછું થાય છે, તોપણ જ્ઞાન નિજહિત સમજવામાં, નિજપ્રયોજન સમજવામાં ઠીક ઠીક પ્રકારમાં અથવા પર્યાપ્ત પ્રકારમાં સમર્થ થઈ જાય છે. પર્યાપ્ત પ્રકારે ત્યાં એને પોતાનું પ્રયોજન પકડવામાં સમર્થતા અને યોગ્યતા આવે છે. એટલે
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy