________________
કહાન રત્ન સરિતા
૨૧૩ વાતો છે, ચરણાનુયોગની છે, દ્રવ્યાનુયોગની વાતો છે, અધ્યાત્મનો વિષય ઘણો છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં આસવ અધિકારમાં યોગ પર્યત બંધનું કારણ લીધું
_મિથ્યાત્વ તો અનંત સંસારમાં રખડાવનારો બંધભાવ છે. પણ યોગ જે જિનેન્દ્રને તેરમે ગુણસ્થાને છે, એ પણ એક સમયના બંધનું કારણ છે. એટલે એક સમયનો આસવ છે. એમ ત્યાં સુધી વાત લીધી છે. પછી તો બીજી વાત ક્યાં ચર્ચવાની રહી ? એ બધી ગડબડ છે.
દિગંબરમાં પૂર્વ આચાર્યોના શાસ્ત્રો તો સત્ય સ્વરૂપને નિરૂપણ કરનારાં મહાન પરમાગમો વિદ્યમાન છે. પણ દૃષ્ટિ મળ્યા વિના અને ગુરુગમ મળ્યા વિના એનું અર્થઘટન આત્માના હિતમાં થાય એ બનતું નથી, પછી જીવોને કલ્પના થાય છે. ત્યાગી હોય કે ગૃહસ્થી હોય પણ એ કલ્પના કરે છે. ગૃહસ્થી કોઈ વિદ્વાન–પંડિત હોય, ત્યાગી મુનિ હોય પણ એ કલ્પના કરે છે કે, આનો અર્થ આમ થાય, આ આમ ગણવું, આ આમ કરવું. અથવા પોતાને અનુકૂળ હોય, અનુકૂળ લાગે એવાં અપસિદ્ધાંતો–વિરૂદ્ધ સિદ્ધાંતોની, ગુરુગમ વિનાના જીવો કલ્પના કરીને સ્થાપના કરે છે. એથી પોતાને પણ અહિત થાય છે અને બીજાઓને પણ અહિત થવાનું નિમિત્ત થાય છે. એ પ્રકારનાં સિદ્ધાંતોનું સ્થાપન સ્વ-પર ઘાતક છે. એને સ્વપર ઘાતક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
આ થોડો વિચાર ચાલ્યો હતો એટલે ફરીને લીધું. કાલે વાંચ્યા પછી દિવસ દરમ્યાન એના થોડા વિચારો આવતાં હતાં. આ બોલમાં ભેદજ્ઞાનનું સ્વરૂપ બહુ સરસ લીધું છે. તે શરૂઆત કઈ રીતે કરીશ ? જ્યારે ભેદજ્ઞાનની સહજ પરિણતિ તને ઉત્પન્ન થઈ નથી અને ભેદજ્ઞાન કરવું જોઈએ, એમ તને બુદ્ધિગોચર થયું, બુદ્ધિગમ્ય થયું, તો તું ભેદજ્ઞાન કરવાની શરૂઆત કઈ રીતે કરીશ ? કે, તપાસ તારી જ્ઞાનની પર્યાયમાં કે સંયોગનો ત્યાગ થતાં તને શું નુકસાન થયું ? | (દા. ત.) સોનું ચોરાઈ ગયું. લ્યો સોનું, હીરા કિમતી વસ્તુ કહેવાય છે ને ? (કે) પૈસા ચોરાઈ ગયા, ધંધામાં નુકસાન ગયું, કોઈને કોઈ પ્રકારે એનો ત્યાગ થયો. ત્યાગ થયો એટલે સંયોગ છૂટ્યો હતો) તારામાં શું ફેર પડ્યો ? આમ તું જો ! એમ કહે છે. વિચાર કર, એમ નહિ. આ વાત