SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા ૭૯ એ વિચાર કરતો નથી (તો) એ સંકુચિત વિચાર છે. જૈનદર્શનની વિશાળતા એનાથી અનંતગુણી છે. લાખ-હજાર-કરોડ-અબજ ગુણી નથી પણ અનંતગુણી છે. એવા વિશાળ સિદ્ધાંતો જેમાં રહ્યાં છે એવા જૈનદર્શનના સંપ્રદાયમાં તમે છો (અને) તમે એમ વિચાર કરો છો કે આ ગુરુદેવની જન્મજયંતી કેટલી વિશાળતાથી ઉજવાય છે ! તો આ જૈનદર્શનના સિદ્ધાંતના પ્રણેતાની જન્મજયંતી કેટલા વિશાળ પ્રમાણમાં ઉજવાવી જોઈએ !! એ વિચારણીય વિષય છે. (અહીંયા) કહે છે કે એ (બધાં જે) માપ છે એ આખું અજ્ઞાનતાથી ઊભું થયેલું, જડ ૨જકણમાં સુખની હયાતીનો સ્વીકાર કરનાર ‘અંધશ્રદ્ધાળુઓનું છે !! ઠીક ! જગતમાં કહેવાતાં ‘ડાહ્યાં’ અહીંયા ‘અંધશ્રદ્ધાળુ’ માં ખતવાય એવું છે ! કોઈને પૂછવામાં આવે કે તમે તો કાંઈક ગણનાપાત્ર માણસ છો. શ્રીમદ્ભુ લખે છે ને એક જગ્યાએ - અતિ મેઘાવીને જગત પણ સ્વીકારે છે. જે ઘણો બુદ્ધિશાળી હોય એને તો જગત પણ સન્માન આપે છે કે નહિ ભાઈ, આ કોઈ બુદ્ધિશાળી માણસ છે. એની બુદ્ધિમાં વાત આવે તો કાંઈક સમજવા યોગ્ય, વિચારવા યોગ્ય હોય છે. (હવે) એને એમ પૂછવામાં આવે કે આ જડ રજકણ એટલે અનુકૂળતા અને સંપદામાં સુખ છે, એવું તમારી બુદ્ધિથી તમે નક્કી કર્યું, એમાં સત્ય કેટલું છે ? કે એમાં અંધશ્રદ્ધા છે ? જો એને સીધો અંધશ્રદ્ધાળુ કહો તો એને ચોંટ લાગે એવું છે કે અરે..! હું વિચારક માણસ, વિચાર્યા વિના કાંઈ સ્વીકારું નહિ. પણ આ જન્મ થયો ત્યારથી જ શાતામાં સુખ, અનુકૂળતામાં સુખ (માનું છું) ! જીવનો ઉછેર જ, મનુષ્ય પર્યાય ઉત્પન્ન થાય તો ત્યાંથી ઉછે૨ જ એ રીતે છે. કેમકે અનાદિના સંસ્કાર લઈને આવ્યો છે. અનાદિથી ચાર સંજ્ઞા તો નિગોદના જીવને છે. મુમુક્ષુ :- આહાર, ભય, મૈથુન, પરિગ્રહ પૂજ્ય ભાઈશ્રી :- હા, એ ચારેય સંજ્ઞા, સંજ્ઞા નામ ઇચ્છા. એ ચારેય પ્રકારની ઇચ્છાઓમાં બીજી બધી ઇચ્છાઓનો સમાવેશ થઈ જાય છે. એ ઇચ્છાની અનુકૂળતા થતાં એને સુખ થાય છે, એવો જે એનો અનુભવ છે. એવો જે એને મંદ આકુળતાને સુખ કહેવાનો, સુખ માનવાનો, સુખ અનુભવવાનો જે અનુભવ છે, એ આખી વાતને અહીંયા મૂળથી ઊથલાવે છે ! વાક્ય તો આટલું જ છે પણ અંદર વાત ઘણી છે. બહારની વિપદા
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy