SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પિરમાગમસાર-૯૯] બધાં જીવો અગૃહીત મિથ્યાદૃષ્ટિ છે. એ બધાંય અગૃહિતમાં છે. એને કોઈને ગૃહીત લાગું પડતું નથી. જ્યારે આ જીવ મનુષ્ય થયો, સંજ્ઞી પંચેન્દ્રિય થયો અને ગૃહીત મિથ્યાત્વમાં આવે છે ! એને લાભ થવાના સ્થાનમાં જ્યાં સંજ્ઞી પંચન્દ્રિયને સમ્યફદર્શનનો લાભ થવાનો અવકાશ છે . એમાં એ સમ્યક્દર્શનનો જો પ્રયત્ન ન કરે, તો એ ઊંધે માર્ગે ગયા વિના રહે નહિ. ગૃહીતમાં ચાલ્યો જાય છે. એટલે તો અનુભવ-પ્રકાશમાં સાધ્ય-સાધકના બોલ લીધાં છે એમાં એક એવી વાત લીધી છે કે, અગૃહીત સાધક છે અને ગૃહીત સાધ્ય છે. શું કહ્યું ? અગૃહીત-મિથ્યાત્વ સાધક છે અને ગૃહીત મિથ્યાત્વ સાધ્ય છે. એટલે અનાદિનું અગૃહીત તો છે જ એ અગૃહીત તો ગ્રહ્યા વિનાનું જ છે. એમાંથી એ જો અગૃહીતનો અભાવ કરીને સમ્યક્દર્શનને પ્રાપ્ત ન કરે, તો એ ગૃહીત - મિથ્યાદર્શનને પ્રાપ્ત કરશે. એ બુદ્ધિપૂર્વક ઉન્માર્ગે જશે. બુદ્ધિપૂર્વક એ અન્યમાર્ગને ગ્રહણ કરશે. એને જ ગૃહીત મિથ્યાદર્શન અથવા અન્યમત કહેવામાં આવે છે. મુમુક્ષુ :- આમ ઉપરટપકે જોવા જઈએ તો ખોટા દેવ-શાસ્ત્ર-ગુરુને આપણે માનતા નથી. એટલે ગૃહીત નથી. પણ સૂક્ષ્મપણે ગૃહીત મિથ્યાત્વ કેવી રીતે થાય છે ? પૂજ્ય ભાઈશ્રી - એમાં શું થાય છે ? ગૃહીત ત્યાં કેવી રીતે થાય છે કે ખોટા દેવ-ગુરુ-શાસ્ત્રને માને એ તો ચોખ્ખું ગૃહીત છે. પણ એવું નથી કે બહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માને એટલે બધાં જ ગૃહીત (મિથ્યાત્વમાં) નથી, એવાં નથી. ગૃહીત અને અગૃહીત . એવાં બે ભેદ એમાં પણ પડે છે. એમાં પહેલાં તો જે જીવોએ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના સ્વરૂપને ઓળખ્યા વિના પદ્ધતિ વડે, પરંપરા વડે વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રને માને છે તે બધાં ગૃહીતમાં છે. એને (પણ) ગૃહીત લાગુ પડે છે. (કેમકે) ઓધે માને છે. (તેમના) સ્વરૂપની ઓળખાણ કરતાં નથી. એના સ્વરૂપનો વિચાર કરતા નથી. કે એ શા માટે વીતરાગ છે ? કેવી રીતે વીતરાગ છે ? તો એને ગૃહીત લાગુ પડે છે. એક (વાત). એટલે હવે તમે સંપ્રદાયમાં ગૃહીત મિથ્યાદૃષ્ટિ કેટલા તેની ટકાવારી મૂકી દેજો. બીજું, કે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યાં પછી હવે જ્યારે એ વિચારના વિષયમાં પ્રવેશ્યા કે દેવનું સ્વરૂપ આવે, ગુરુનું સ્વરૂપ આવું, શાસ્ત્રનું સ્વરૂપ આવું, એમાં પછી જે તત્ત્વજ્ઞાનના વિષયમાં
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy