________________
પ્રવચન-૨૨, તા. ૨૨-૫-૧૯૮૩
(પરમાગમસાર) પાનું ૬૫. ૨૪૮ (બોલ). ભેદજ્ઞાનનો પ્રયોગ કઈ રીતે કરવો ? એની શું રીત છે ? એ વિષય ઉપર અહીંયા પ્રકાશ પાડ્યો છે ૐ, ભેદજ્ઞાન કેમ કરવું ? (તો) કહે છે કે, અવસ્થામાં અનેકવિધ પ્રકારના મિશ્રિત ભાવો છે. અનેક ભાવો થાય છે. મુખ્યપણે સુખ–દુઃખના પ્રયોજનથી વિચારીએ તો હરખ-શોકના પરિણામ થાય છે અને જ્ઞાનાદિ ભાવ પણ થાય છે. જ્ઞાનપર્યાય પણ ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષમાં હરખ-શોકના પર્યાય પણ ઉત્પન્ન થાય છે.
અહીંયા એમ કહે છે કે, બહારમાં સંયોગને લક્ષ-ઇષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ (થતાં) એમાં રાગ થાય છે. અનિષ્ટનો વિયોગ થાય ત્યારે પણ સારું લાગે, ઇષ્ટનો સંયોગ થાય ત્યારે પણ સારું લાગે. ઇષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય ત્યારે અણગમો થાય. કહે છે કે, એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? તારી પર્યાય એટલે અહીંયા હરખ-શોકની પર્યાય નહિ, પણ તારી જ્ઞાનની પર્યાયમાં શું ફેર પડ્યો ? એમ કહે છે. જે જ્ઞાન જાણવાપણે પરિણમી રહ્યું છે એમાં શું ફેર પડ્યો ? કે એમાં કોઈ ફેર પડતો નથી. જ્ઞાન જાણવાપણે કાર્ય કરે જ છે. એ ઇષ્ટ સંયોગ કે ઇષ્ટ વિયોગ થાય તોપણ જાણવાપણે તો જ્ઞાનનું કાર્ય જેમ થાય છે તેમ થાય જ છે. જો જ્ઞાનમાં ફેર નથી પડતો એટલે કે જ્ઞાનમાં લાભ-નુકસાન નથી થતું. ફેર (પડવાનો અર્થ એ છે કે તને–તારી જ્ઞાનની પર્યાયમાં લાભ-નુકસાન શું થયું ? કે જ્ઞાનની પર્યાયમાં તો જાણવાનું એમને એમ રહ્યું, એમાં કાંઈ લાભ-નુકસાન ન થયું.
એથી એ વાત સ્પષ્ટ થઈ કે, એ ઇષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગનો જે કાંઈ ફેરફાર થયો એ તારાથી જુદાં છે, એ કાર્યો તારી સાથે સંબંધ ધરાવતાં નથી. તને લાભ-નુકસાન થતું નથી એનો અર્થ કે, એનું જુદાપણું છે તેથી તને લાભ-નુકસાનનો પ્રસંગ નથી.
આખી દુનિયામાં અનેક જીવો અને અનેક પરમાણુઓ-અનંત જીવો, અનંત