________________
८८
[પરમાગમસાર-૧૯૧]
સ્મૃતિ કરતાં વધારે મજબૂત પર્યાય છે, વધારે તાકાતવાળી પર્યાય છે. એ તો મુખ્ય ત્રણ ગુણ છે એટલે એમ કહેવાય છે. ભગવાનને જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે એની અંદર ચારિત્ર તો સાધકદશાનો ભેદ હોવાથી, ચારિત્રને ફેરવીને સુખમાં નાખ્યું છે. ભગવાનને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે એમ લીધું છે. અનંત ચતુષ્ટયમાં અનંત ચારિત્ર છે, એમ નથી કહેવાતું અને ચોથું અનંત વીર્ય લીધું છે. એ પણ મુખ્ય ગુણ છે. એમ (અહીંયા ધર્મીને) ભાનમાં પણ અનંત પુરુષાર્થ છે. આત્માના સ્વરૂપ ભાનમાં અનંતો પુરુષાર્થ છે. એમ એ વાત સાથે છે. (માટે) ચારગુણ લેવા જોઈએ.
જેને અહીંયા સ્મરણ કહ્યું છે કે “ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.’ તો એ ચૈતન્યની સંપત્તિમાં સમ્યક્દર્શનની પર્યાય છે, સમ્યક્ત્તાનની પર્યાય છે, સમ્યક્ચારિત્રની પર્યાય છે એટલે સમ્યક્ સુખની પર્યાય છે અને સમ્યપુરુષાર્થની પર્યાય છે—ચારેય છે, એની અંદર ચતુષ્ટય છે તેથી તે સાચી સંપદા છે. જીવની જે ગુણ સંપત્તિ છે એ ગુણ નિધાનમાંથી ઉત્પન્ન થયેલું એ પરિણમન છે. જીવનું એ પરિણમન તો ગુણના નિધાનમાંથી ઉત્પન્ન થયેલું ગુણવાન પરિણમન છે. નિર્દોષ અને પવિત્ર પરિણમન છે. એ જીવની સાચી સંપત્તિ છે. એને સંપદા કહેવામાં આવી છે. પછી ભલે તે એકાકી હોય, નિર્ધન હોય, બહારમાં એને કોઈ ઓળખતું ન હોય, કોઈ બોલાવતું ન હોય, અરે...! કોઈ હડહડ કરીને કાઢતું હોય, તોપણ તે સાચી સંપાવાળો છે. શ્રીમદ્જીએ એક જગ્યાએ લખ્યું છે, જેની જીંદગીનો ધ્રુવકાંટો લોકદૃષ્ટિમાં છે, એમ કરીને વાત લીધી છે ને...! કેટલાંક ટુકડાં તો બહુ સાસ એ લખે છે ! લોકસંજ્ઞા ! લોકદષ્ટિ નહિ પણ લોકસંજ્ઞા છે. લખાણની ગંભીરતા બહુ છે !!
લોકસંજ્ઞા એટલે શું ? કે બીજાં લોકોની નજરમાં હું અમુક પ્રકારે (દેખાઉં), મારું અમુક ગણતરીવાળું (સ્થાન હોય), હું મને જેવો દેખાડવા માગું છું એવું ધોરણ બીજાની નજરમાં સચવાઈ રહે તો સારું, એને લોકસંજ્ઞા કહે છે. પછી પૈસાવાળો પૈસાની ગણતરી મૂકે છે, માનવાળો માનની ગણતરી મૂકે છે, શિષ્યવાળો ગુરુની ગણતરી મૂકે છે કે હું ગુરુપદે રહું તો ઠીક. એમ જે તે (પ્રકાર) એનું સ્થાન એણે લોકોની વચમાં કહ્યું છે. તેવી દૃષ્ટિ રહ્યાં કરવી. એટલે તે સ્થાન સાચવવાનો સર્વ પ્રકારે એનો જાણ્યે - અજાણ્યે પ્રયત્ન