________________
૧૬૦
[પરમાગમસાર-૨૩૮]
હશે તો તે નહીં છૂટે...' અને જેણે આત્માની કિંમત કરી હશે એને મરણ થવાં છતાં એ કિંમત નહિ છૂટે. એ, એ બાજુ જ ઢળશે. જેની કિંમત આપી હશે એ બાજુ જ ઢળશે. એનાં પરિણામ બીજે ઢળશે નહિ.
વેદના ઊપડી હોય, લ્યો ! મરણ વખતે પ્રાણ છૂટવાનો કાળ હોય ને ત્યારે વેદના વિશેષ ઊપડે છે. પછી કોઈને વધારે ચાલે, કોઈને છેલ્લી ક્ષણોમાં હોય, એ બીજી વાત છે. પણ પ્રાણ છૂટે ત્યારે વેદના ઘણી થાય. ત્યારે પણ જેની કિંમત આપી હશે એ નહિ છૂટે. એમ વાત છે. (સ્વરૂપ) ઓળખવું, ભાન થવું, અનુભવ થવો એ તો બહુ જ ચમત્કારીક વિષય છે. એની શક્તિની તો મહિમા કરીએ એટલી ઓછી છે. (પણ સ્મરણ માત્ર થાય તો પણ તેની કિંમત છે). ‘કઈ તકે’ (થયું) એની કિંમત છે. ‘તકે’ એની કિંમત છે. એની કિંમત તક ઉપર છે. બહુ મોટી વાત છે. કિંમત આપવી, મરણ પ્રસંગે પણ એ યાદ આવવું એ મોટી વાત છે. ક્યાંથી (યાદ) આવ્યું ? બુદ્ધિપૂર્વક લાવ્યાં ? બુદ્ધિ દોડાવી હતી એ વખતે ? (ત્યાં) બુદ્ધિ ન કામ આવે. ત્યાં આ વિચારવાનો પ્રસંગ જ નથી. આવી ગયું ક્યાંથી ? એમ વાત છે. કે કિંમત આપી હોય તો આવે, નહિતર ન આવે. એમ વાત છે. કિંમત આપવી જોઈએ.
ઓથે ઓથે પણ આની જ કિંમત લેવી અને ઓળખીને પણ આની જ કિંમત કરવી. વિષય ફેરવવો નહિ. કિંમત આપવાનો જ્યાં સવાલ છે ત્યાં સત્ની - આત્માની એકની જ કિંમત આપવી ને બીજાની કિંમત ન આપવી. એ વિષય ફેરવવો નહિ, વિષય ન ફ૨વો જોઈએ. પોતાના આત્માની કિંમત કરી હશે તો તે નહિ છૂટે ને જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહિ, હાજર થશે. હાજર થશે એ કેટલું કામ કરશે ? કે એની કિંમત રૂપિયા - આના - પાઈમાં થાતી નથી. રૂપિયા - આના પાઈમાં કે જગતના કોઈ પદાર્થથી એની કિંમત થતી નથી. એની બરાબરી થઈ શકે એવું નથી.
એ બહુ મુદ્દાનો વિષય છે કે કિંમત કરવી તો એક આત્માની જ કરવી, સત્ની જ કરવી ને બીજાં કોઈની કિંમત કરવા જેવું નથી: મહત્ત્વનો વિષય છે. ફરી ફરીને અંતરમંથનથી વિચારણીય છે, વિચારવા યોગ્ય છે અને એકવાર વિચારીને આ વાત ઘર કરી જાય તો એને એની કિંમત આવી છે એમ કાંઈક અંશે કહી શકાય. નહિતર બધું વ્યર્થ જાય એવું છે. (સમય પૂરો થયો છે).
-