SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા . પુરુષાર્થનો વ્યય કર મા. તારી સર્વ શક્તિ અને સર્વ ઉદ્યમથી, એક શ્રદ્ધાન શુદ્ધ થાય, એ પ્રયત્ન જો તું કર, તો તું સન્માર્ગ છો, સમ્યક્ માર્ગ છો. બસ ! સમ્યક્ માર્ગ છો એટલે પૂર્ણવિરામ થઈ ગયું. એમાં પછી બીજા વિકલ્પનું સ્થાન નથી, શું ? સમદષ્ટિ તિર્યંચ બળદના ભવમાં ઊભો લીલો ચારો ચરે, પાંચમાં ગુણસ્થાનવર્તી ! કેટલાં? ચોથું નહિ, પાંચમાં ગુણસ્થાનવર્તી ! હવે એને તમે જૈન-નામધારી કેવી રીતે કહેશો ? એક મિથ્યાષ્ટિ હોય તો સામાન્ય રીતે વિચાર આવે કે ભાઈ! અમુક મોટા દિવસો છે કે તિથિના દિવસો છે (તો) આપણે લીલોતરી ન લઈએ. હવે આ તો પાંચમે ગુણસ્થાને (છે), લીલોતરી સિવાય બીજો એનો આહાર નથી. શું? એ પંચમ ગુણસ્થાને હોય છે, એને જૈન-નામધારી નથી એમ કહેશો? મુમુક્ષુ - એ જ જૈન છે ખરો. પૂજ્ય ભાઈશ્રી :- ખરો જૈન જ - શ્રાવક જ સાચો એ છે. નામધારી શ્રાવક તે ખરેખર શ્રાવક નથી. એમ છે. સાચો શ્રાવક જ એ છે. ભગવાનના જ્ઞાનમાં એ સાચો શ્રાવક છે) અને ભગવાન એને સાચા શ્રાવકનું Certificate આપે છે, નામધારીને નહિ. એમ છે. મુમુક્ષુ - ગુરુદેવનો આ શબ્દો પાછળ આશય શું હતો ? પૂજ્ય ભાઈશ્રી - આશય એ છે કે સમાજની અંદર લોકો સ્વચ્છંદે ચડવાનો ઘણો સંભવ છે. આ વર્તમાન કાળ, વર્તમાન આચાર-વિચાર, ધંધા-વેપાર અને સંયોગોનો પ્રકાર એવો છે. પાંચ ઇન્દ્રિયના વિષયોના સાધનોની વિપુલતા (એટલી છે) કે લોકો સાચું સમજવા જતાં (વાતની મર્યાદા ન સમજે તો) સ્વચ્છેદ કરતાં વાર લાગે નહીં. એટલે સાથે સાથે બધી વાત આવે, પણ એની મર્યાદા પરમાર્થે શું છે ? એ સમજવી જોઈએ. પકડ કરવા માટે કોઈ વાત કરી નથી. મુમુક્ષુ :- બળદ પાંચમાં ગુણસ્થાને કઈ રીતે છે ? પૂજ્ય ભાઈશ્રી - એને સ્વરૂપ-સ્થિરતા એટલી આવે છે. તિર્યંચ સંશી પંચેન્દ્રિય સમ્યક્દર્શન પ્રાપ્ત કરે, એને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યા પછી કોઈ વિશેષ સ્વરૂપ-સ્થિરતામાં આવે, તો એ સ્વરૂપ-સ્થિરતા (છે) એ પંચમ ગુણસ્થાન છે. એ ભગવાનના જ્ઞાનમાં આવેલી) તિર્યંચ ગતિના સાધકની ઉત્કૃષ્ટ મર્યાદા
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy