________________
કહાન રત્ન સરિતા
કહે) આપણને ફાવે એવું નથી. આ તો અનાદિથી એને અસત્યનો અભિપ્રાય ઘર કરી ગયો છે અને એને કાઢવો છે. એ ફેરવતા એને જીવન બદલવાનો વારો આવ્યો હોય એમ લાગે) છે.
પણ જેણે એમ નિશ્ચય કર્યો છે, જે કૃતનિશ્ચયી છે કે મારે મારું જીવન બદલવું છે. જે જીવન જે રીતે ચાલી રહ્યું છે તે રીતે જીવવું નથી, પણ કોઈ એવી રીતે જીવવું છે કે જેના ફળમાં જન્મ-મરણ મટે અને જેના ફળમાં આત્માની અનંત શાંતિ સદાય રહે, શાશ્વત રહે, એવું જીવન જીવવું છે. એના માટે જેણે નિર્ણય કરી નાખ્યો છે, દૃઢ સંકલ્પ કરી નાખ્યો છે, દૃઢ નિશ્ચય કરી નાખ્યો છે, એને એ અભિપ્રાય બદલવો પણ એટલો અઘરો નથી. એ સહેલાઈથી અભિપ્રાયને બદલી શકે છે. એક ન્યાયે અભિપ્રાય બદલવો અઘરો છે તોપણ એક ન્યાયે તો અભિપ્રાય બદલવો સહેલો પણ છે. બન્ને વાત છે.
62
જ્યારે એ એમાંથી ખસવા માગતો નથી, જે અભિપ્રાય એણે નક્કી કર્યો એ અભિપ્રાય એને બદલવાનો અભિપ્રાય નથી, અભિપ્રાયને બદલવાનો અભિપ્રાય નથી, ત્યાં એ એમ બહાનું પકડશે કે આ બદલી નહિ શકાય. આ ન થઈ શકે. આ ભવમાં તો આમ કાંઈ આવો ફેરફાર હવે થઈ શકે એવું નથી. એને પોતાની અશક્તિ મુખ્ય થઈ જાય છે. મારી શક્તિની બહારની વાત છે, (એમ લાગે છે).
જેણે નિશ્ચય કર્યો કે, આ ભવમાં જન્મ-મરણનો અભાવ કરવાનું કારણ - માર્ગ મને મળી જ જવો જોઈએ. નહિતર ચારગતિમાં ક્યાંય પણ જીવને જન્મ-મ૨ણનું કારણ ટાળવાનો એટલો અવકાશ નથી, એટલી સુવિધા નથી, એટલી શક્યતા નથી, એટલી સંભવિતતા નથી જેટલી અહીંયા છે. તો આ મળેલી તક છે. જેમ વેપારમાં મળેલી તકને વિચક્ષણ વેપા૨ી જવા દેતો નથી. ભૂલે ? લાગ આવે ને એ કાંઈ ભૂલે ? ભૂલે નહિ. તક ન ભૂલે. ત્યાં તો એ પૂરેપૂરો ટિંગાઈ જાય છે. રાત-દિ' ઊજાગરા, ખાવું-પીવું બધું છોડીને લાગી જાય છે. એમ આ મનુષ્યપણું છે એ એક તક છે. જન્મ-મરણ ટાળવાં હોય અને ૫૨મ સત્યને અંગીકાર કરવું હોય અને અભિપ્રાયમાં પલટો મારવો હોય (તેને) વિચારણા કરવાં માટે બુદ્ધિની મધ્યસ્થતા, જ્ઞાનની મધ્યસ્થતા અને રાગ-દ્વેષના પ્રવાહની ઓછપ આ (મનુષ્ય) ગતિની અંદર હોવાથી અહીંયા