SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ કહાન રત્ન સરિતા માટે પ્રયત્ન કર ! આમ કહેનાર, પોતાના ઘણાં અનુભવના નિચોડથી કહે છે. પહેલાં તો એ વિચારવું ઘટે છે કે, આ જે કહેનાર છે, એ ઘણાં જ અનુભવપૂર્ણપણે આ વાતને રજુ કરે છે. આ વાત પ્રસ્તુત વિષય છે, એ ઘણા અનુભવથી મૂકાયેલી વાત છે. નહિતર આ ભવમાં જુઓ તો ગુરુદેવશ્રીએ પણ સ્થાનકવાસીની દીક્ષા અંગીકાર કરેલી. શું ? દીક્ષા અંગીકાર કરી હતી. પંચ મહાવ્રતની પ્રતિજ્ઞા બધું એની અંદર આવે. એ કેટલું બધું મંથન ચાલ્યું હશે ! આપણે તો પ્રત્યક્ષ પરિચય છે. એમ કહેતાં કે અમે તો માથાબૂડ હતાં. મુમુક્ષુ - સ્થાનકવાસીમાં પંચ મહાવ્રત હોય? પૂજ્ય ભાઈશ્રી - હા, જ્યારે, દીક્ષા અંગીકાર કરે ત્યારે તો બધું આવે જ ને ! વિધિમાં તો બધું આવે. પછી ભલે વિધિમાં થોડો ફેરફાર કર્યો હોય. મુમુક્ષુ - સર્વવિરતી લેવી પડે. પૂજ્ય ભાઈશ્રી :- સર્વવિરતી હોયને, એટલે એ બધું આવેને. અહિંસા (આદિ) જે પાંચ મહાવ્રત) છે ને ? મુમુક્ષુ - હા, પાંચ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ હોય છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, જૂઠું, ચોરી, પરિગ્રહનો ત્યાગ અને અબ્રહ્મનો ત્યાગ (હોય છે). દેશવ્રત અને મહાવ્રત છે). એ લોકો દેશવ્રત અને મહાવ્રત જ કહે છે ને ? શ્વેતાંબરમાં દેશવ્રત અને મહાવ્રત જ કહેવાય છે. શ્રાવક માટે દેશવ્રત. મુનિ(માટે મહાવ્રત હોય છે). " મુમુક્ષુ - ૨૮ મૂલગુણનો વિષય છે ? પૂજ્ય ભાઈશ્રી : ૨૮ મૂલગુણનો વિષય નથી. પણ પંચમહાવ્રત છે. પછી બાકીના જે ઉત્તરવ્રતો છે, એમાં ઘણો બધો ફેરફાર છે અને છૂટછાટો ઘણી છે. મુમુક્ષુ - ૨૭ છે એમાં. પૂજ્ય ભાઈશ્રી :- ૨૭ છે ? ઠીક ! ૨૭ છે. એટલે એવું છે. એ હોય, થોડો ઘણો ફેરફાર કરે. મૂળ તો જે પરંપરા ચાલી આવે છે એમાં જુદાં પડે ત્યારે શું કરે ? કે થોડો ફેરફાર કરે કે ભાઈ, અમારું આટલું જુદું
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy