SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા . ૧૧૯ રહેવાની એકદમ આવશ્યકતા છે કે હું આત્મા - જાણનાર માત્ર છું, ઇષ્ટઅનિષ્ટપણું થાય છે એ વ્યામોહ છે, ભ્રમ છે. વસ્તુ ક્યાં ઇષ્ટ–અનિષ્ટ છે ! જો વસ્તુ ઇષ્ટ અનિષ્ટ હોય, ખરેખર એમ હોય તો કોઈ વીતરાગ ન થઈ શકે ! જો ખરેખર જગતના કોઈ પદાર્થ ઇષ્ટ–અનિષ્ટ હોય તો કોઈ વીતરાગ ન થઈ શકે. પણ વીતરાગ થનારા જીવો ગમે તે પ્રકારના સંયોગમાં વીતરાગ થયા છે. એને વીતરાગ થવા માટે કોઈ સંયોગ નડ્યો છે, (એમ બન્યું નથી). ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય નડ્યું નથી અને દરિદ્રીમાં દરિદ્રી જીવને એની દરિદ્રતા નડી નથી, એને આડી નથી આવી. ન તો કહેવાતી અનુકૂળતા એને નડે છે કે ન તો કહેવાતી પ્રતિકૂળતા નડે છે. શરીરમાં ભયંકરમાં ભયંકર રોગ થયો હોય; આત્માને નથી થતો - તોપણ એને એ વીતરાગતામાં નિમિત્ત થાય છે. એના જ્ઞાન કરીને એ વીતરાગતામાં પરિણમે છે, અને અનુકૂળતાના ગંજ હોય તોપણ એ એને વીતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. ઉપાદાન જે જોર કરે છે એ એને વીતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. અંદરનું એને ભાન થવું જોઈએ. જેવું અહીંયા ભાન થયું છે એની તમામ • આખી સૃષ્ટિ બદલાય જાય છે ! દૃષ્ટિ બદલાય છે એટલે સૃષ્ટિ બદલાય જાય છે. એ જીવને જગતમાં કોઈ અનુકૂળ નથી, જગતમાં કોઈ પ્રતિકૂળ નથી. સર્વાગ સમાધાન વર્તે છે, ત્યાં આમ કેમ ? એની આકુળતાનો પ્રશ્ન એને મૂળમાં નથી. ઉપરછલ્લો થાય તો એનો નિષેધ આવે છે. એ સમજે છે કે આ, આટલું પણ ખોટું છે અને ટાળવા જેવું છે. ચારિત્રમોહનો રાગ-દ્વેષ-મોહ થાય તો તરત (જાગૃત થાય), (કેમકે) એનું જ્ઞાન જાગૃતિમાં છે. એટલે એના પરિણામ “જ્ઞાનમય છે . એમ કહેવામાં આવે છે. જુઓ ! એ ન્યાય Practice કરવા માટેનો છે. ન્યાય સમજીને મૂકી દેવા માટેનો નથી પણ આ ન્યાય જરા Practice કરવાનો ન્યાય છે. અગવડતા અને સગવડતાનું અર્થઘટન આ રીતે જો જ્ઞાની કરતા હોય, કે આ તો ભગવાનને જ શરીર સ્વરૂપે માનવા જેવું થયું ! ચૈતન્યદેવને જડેશ્વર માનવા જેવું થયું ! જડ માનવા જેવું થયું, મોટી ભૂલ પડે છે આ તો ! (તો) એ નાનો ગુનો નથી પણ મોટો ગુનો છે. કહે છે કે ઇષ્ટ-અનિષ્ટપણું થાય ત્યાં એને જ્ઞાતા રહેવાનો પ્રયત્ન કરવો
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy