Page #1
--------------------------------------------------------------------------
________________
જેન ઉમં નિન
રામ રામ
- તરૂખભાઈ માલવણયા -
છક
Page #2
--------------------------------------------------------------------------
________________
વિદ્યા વિકાસ ફંડ, ગ્રંથાંક-૭
શ્રેષ્ઠી. ક. લા. સ્મા નિધિ, ગ્રંથાંક-પ
જેન ધર્મ ચિંતન
લેખક : દલસુખ માલવણિયા
સંપાદક : સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રકાશક :
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ
અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક: હૈ. કે. આર. ચન્દ્રા માનદ મંત્રી, પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ ૩૭૫, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી અમદાવાદ-૩૮૦ ૦૧૫
પ્રત: ૧૦૦૦, આવૃત્તિ બીજી ઈ. સ. ૧૯૯૧
મૂલ્ય : રૂ. ૪૦-૦૦
મુખ્ય વિતરક : પ્રાર્શ્વ પ્રકાશન નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રેડ અમદાવાદ૩૮૦ ૦૦૧
મુદ્રક : હરજીભાઈ એન. પટેલ ક્રિશ્ના પ્રિન્ટરી ૯૬૬, નારણપુરા જુના ગામ, અમદાવાદ-૧૩ ફોન : ૪૮૪૩૯૩
Page #4
--------------------------------------------------------------------------
________________
આભાર
આ ગ્રંથનું પ્રકાશન ખર્ચ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ (બી-૧૧, ન્યૂ કલોથ માર્કેટ, અમદાવાદ-૨)
દ્વારા પ્રાપ્ત થયું છે. એ ટ્રસ્ટના સૌ ઉદારમના ટ્રસ્ટીઓ
શ્રી અરવિન્દભાઈ નરોત્તમભાઈ શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરિયા
શ્રી સંવેગભાઈ અરવિન્દભાઈ શ્રી કલ્યાણભાઈ પુરુષોત્તમદાસ ફડિયા
શ્રી રમેશભાઈ પુરુષોત્તદાસ શાહ પ્રત્યે અમે હાર્દિક આભાર વ્યકત કરીએ છીએ.
– પ્રકાશક
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
For
po
مواد
Acla મમતાના
Page #8
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
(૧૮૯૪–૧૯૮૦)
સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યને પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલ હતો, અમદાવાદ સ્થપાયું તેની પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેને લગભગ છેલ્લો કહી શકાય તે સ્તંભ કસ્તૂરભાઈ હતા. તે પરંપરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિકતા પર મંડાયેલ વેપારને આદર્શ પૂરા પાડ્યો હતો. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવનાર અગ્રણીઓમાં તેમની ગણના થયેલી છે. ઉદ્યોગમાં મેડનઈઝેશનની હવા ફેંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસંખ્ય ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીઓના સહકારથી ભારતમાં રંગ-રસાયણના ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનોખી આવડતથી ભારતીય અર્થનીતિના આધારસ્તંભ બન્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીઓને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવનાર નિષ્ણાત અને વિચક્ષણ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના ઈતિહાસમાં તેમનું નામ અને કામ સુવર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની સેવા હતી.
ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દષ્ટિ પ્રગતિશીલ હતી. રાણપુર અને દેલવાડાનાં શિલ્પ-સ્થાપત્ય, અટીરા, પી. આર. એલ. અને આઈ. આઈ. એમ. જેવી સંસ્થાઓ તેમની પ્રગતિઅભિમુખ વિચારશ્રેણીનાં ચિરંજીવ દષ્ટા છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલ સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે.
ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતા પણ જરૂર લાગે ત્યાં લાખ રૂપિયાનું ખર્ચ લેકકલ્યાણ અથે દાન રૂપે કરવામાં સંકેચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણસને નીમ્યા પછી સારમાં પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભર્યું વતન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણ તેઓ કરકસર કરતા,
Page #9
--------------------------------------------------------------------------
________________
નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું મુશ્કેલ છે. એ ત્રણે બાબતોને ચખે અને ચોક્કસ હિસાબ રાખવામાં તેમને આગ્રહ રહે. આ બધું તેઓ કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુઘડતાથી કરતા. શિસ્ત ને સંયમના તેઓ ચાહક હતા. વજ જેવા દેખાતા તેમના હદયની નીચે સ્વજને, સ્વધર્મીઓ અને સ્વદેશવાસીઓ માટે પ્રેમ કરો વહેતો. તેમની જાહેર સેવા પ્રવૃત્તિ ૧૯૧૮માં ગુજરાત રેલસંકટના રાહતકાર્યથી શરૂ થયેલી તે મેરબીની હોનારત સુધીનાં રાહતકાર્યો સુધી ચાલેલી. જોકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે કરેલા કાનને પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જેન તીર્થો અને ધર્મસ્થાનને કલાદષ્ટિપૂર્વકને જીર્ણોદ્ધાર થયું છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સંલગ્ન વિવિધ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થયેલ છે અને ગ્રામ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન (બિઝનેસ મેનેજમેન્ટ)ના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે.
આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ.
કરભાઈને જન્મ ઈ. સ. ૧૮૯૪ના ડિસેમ્બરની ૧૯ મી તારીખે અમદાવાદમાં થયો હતો. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધનોપાર્જનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં કામમાં તેમને અગ્રહિસ્સો રહે. નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ તેમને સોપાયું હતું. લોર્ડ કર્ઝને માઉન્ટ આબુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરે સરકારી પુરાતત્વ ખાતાને સંપવાનો પ્રસ્તાવ મૂકેલે, ત્યારે લાલભાઈ શેઠે તેને વિરોધ કરેલો, અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મંદિરોમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩ થી ૧૯૦૮ સુધી જેન વેતાંબર કેન્ફરન્સના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી બંગલા બાંધવાની સરકારે મંજૂરી આપેલી તેની સામે વિરોધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને
Page #10
--------------------------------------------------------------------------
________________
લાલાભાઈ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેઓ ગુજરાત કેલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓના પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સેવાઓની કદર રૂપે તેમને સરદારને ખિતાબ આપે હતું. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયેલું.
લાલભાઈને સાત સંતાન હતાં. ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ, કસ્તૂરભાઈની પહેલાં બે બહેને, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નરોત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન, પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાત સંતાનો ઉછેર થયા હતા.
કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં. ૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઇસ્કૂલમાંથી તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં બીજા વર્ગમાં ઊંચે નંબરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઈસ્કૂલના હેડમાસ્તર કોન્ટેકટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલ. સ્વ. બલુભાઈ ઠાકર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હિલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામું આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચોથા ધોરણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેઓ ગુજરાત કેલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારું તેમને ભણતર છોડવું પડયું.
મઝિયારું વહેચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલનો વહીવટ કાકાની નિગેહબાની નીચે શરૂઆતમાં ચાલતો હતો. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની,
સ્ટોરકીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાં બજાવતાં કાપડઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપસૂઝ અને કુનેહથી મિલને વહીવટ એવી સુંદર રીતે કર્યો કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તો અશોક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદમિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રોડકટ્રસ (૧૯૪૪) અને એ સૌના શિરમોર જે અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગને ઉત્તરોત્તર વિકાસ થતો ગયો અને ‘લાલભાઈ ગ્રુપની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહોમાં થઈ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામોમાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધો હતે. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલાં. તેમના કહેવાથી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ને ડિસેંબરમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મોતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયો, ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની
સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકેએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂક્યું હતું કે સરકાર તરફથી અનેક વિદનો આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મોતીલાલજીએ “સવાઈ સ્વરજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧ માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકે વચ્ચે બોનસ અંગે ઝઘડો થયેલો; ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરોની વેતનધારાની માંગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલ. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કેઈની સેહમાં તણાયા વગર પોતાને સ્વતંત્ર અભિપ્રાય આપેલ. પણ આ મતભેદને કારણે તેમણે કેઈના તરફ રાગદ્વેષનું વલણ દાખવ્યું નહોતું.
સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોને પ્રતિનિધિ તરીકે (૧૯૨૯) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજુર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણુક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઈજિપ્ત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેકસ્ટાઈલ મશીનરી મેન્યુફેકચરસ સાથે (૧૯૪૬) વાટાઘાટો કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારના પ્રતિનિધિમંડળોની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પિતાની વાત તેમને ગળે ઉતારી હતી.
કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લેકહિતની પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન
Page #12
--------------------------------------------------------------------------
________________
७
સાસાયટીની સ્થાપના થઈ. તેનુ આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે છસો એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખચી'ને સપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિ`ટીનું ભવ્ય તે વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શકયુ` છે. તેમના પરિવાર તરફથી આર્ટ્સ કૅલેજ, એન્જિનિયરિંગ કૉલેજ તથા પ્રાચ્યવિદ્યામ'દિરને માટે મોટાં દાન અપાયાં. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોંમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પોણા ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહો તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જો તેમ ન હેાત તેા અટીરા, પી. આર. એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ આફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન અને વિક્રમ સારાભાઈ કમ્યૂનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભા થઈ શકી હાત કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ અને જુવાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે.
કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી ખીજી એક સ`સ્થા તે યુનિવર્સિ`ટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગોટ આકારના રૂપકડા સ્થાપત્યરૂપે ઊભેલું લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૦માં તેની સ્થાપના થયેલી. તેનુ ઉદ્ઘાટન વાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતા અને ૭૦૦૦ પુખ્તકાની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આ સસ્થા પાસે ૭૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતાની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતાની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સશોધનગ્રંથા પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતાની માઈક્રોફિલ્મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સૌંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનેા તરફથી ભેટ મળેલી સૌંખ્યાબંધ પુરાવસ્તુ તેમાં સધરાયેલી છે. સુંદર ચિત્ર, શિલ્પા, આભૂષણા, ગૃહોાભાની વસ્તુઓ, પાથી અને ખારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતા મળીને આશર ચારસા નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સ ંસ્કૃતિની માહક ઝલક પૂરી પાડે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
કસ્તૂરભાઈની ક્લાદષ્ટિને જૂના પ્રેમાભાઈ હોલની બાંધણી ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે ભેજના કરી, રૂા. ૫૫,૭૦,૦૦૦ ના ખર્ચે પ્રેમાભાઈ હેલની નવરચના થઈ તેમાં રૂ. ૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તુરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રુપના ઉદ્યોગગૃહએ આપેલું. - વિખ્યાત સ્થપતિ સૂઈ કહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાત દેખરેખ નીચે રાણપુર, દેલવાડા, શંત્રુજય અને તારંગા તીર્થનાં મંદિરોના શિલ્પ-સ્થાપત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીથ મંદિરની રોનક સુધારવાની યોજના ઘડી, ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણપુર તીર્થ પુનરુદ્ધાર પામતાં નવી રોનક ધારણ કરી છે. કસ્તૂરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કતરણું જ્યાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કોતરણી અને ભાત કારીગર પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા. તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાના આરસના કુળનો આરસ દાંતના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારને ખર્ચ શિ૯પીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસે રૂપિયા થયેલે માલૂમ પડ્યો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયા, શંત્રુજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે.
ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજો વિસ્તાર થાય છે તેવું જીર્ણોદ્ધાર પામેલાં આ ધર્મસ્થાને જેનારને લાગવાને સંભવ છે.
એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને, પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તે..”
મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈ કહ્યું. પણ પછી શું ? . પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” તમારું શું થશે તેને વિચાર આવે છે ખરે ?
Page #14
--------------------------------------------------------------------------
________________
હું પુનર્જન્મમાં માનું છું.” એટલે ?”
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પર્યત પહોંચી શકું છું. તેને અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમેક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.” “તે સ્થિતિએ શી રીતે પહોંચી શકાય ?
, “તે પણ અમારા ધર્મમાં બતાવ્યું છે. સત્ય બોલવું, ધનને પરિગ્રહ ન રાખ, હિંસા ન કરવી, વગેરે. આ કહ્યા તેનાથી ઊંચા સિદ્ધાન્ત બીજે ભાગ્યે જ જોવા મળશે.” કે “જૈન ધર્મ એટલે શું ?”
“ખરું પૂછો તે જૈન ધર્મ તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહોંચી શકાય છે.”
જૈન ધર્મમાં ધનને સંચય ન કરવાનું કહ્યું છે ખરું ?” “ના, તેમાં એમ કહ્યું છે કે નકકી કરેલી મર્યાદાથી અધિક સંપત્તિ ન રાખવી.” “તમે એનું વ્રત લીધું છે ખરું ?”
ના, પોતે મેળવેલ ધનને અમુક ભાગ સાર્વજનિક કલ્યાણ અથે ખર્ચ એવો મારે નિયમ છે ખરે.”
તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦, કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડ્યા. ડેકટરે તેમની નાજુક તબિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. મને એક વાર અમદાવાદ ભેગો કરો. પછી ત્યાં આરામ લઈશ.” કસ્તૂરભાઈએ કહ્યું. ડોકટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી, પણ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અત સાધ્યું હતું કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની બેચેની જોઈને ડોકટરે છેવટે તેમને અમદાવાદ જવાની સંમતિ આપી. વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયો. એબ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા, બીજે દિવસે સવારે અમદાવાદ પહોંચ્યા ત્યારે મન પ્રફરલ થયું અને સર્વ દઈ જાણે અદૃશ્ય થઈ ગયું. તે પછી, ૨૯મી જાન્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
આરીએ તેમની પ્રિય કમભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનુ' તેડું આવ્યું, જેના તેમણે શાન્તિ ને સ ંતાષની સ્વીકાર કર્યાં.
કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનુ ઉત્પાદન અટકવુ નહી' જોઈએ. ખરી અંજલિ તા તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શાકમાં એકે મિલ બંધ ન રહેવી જોઈએ. તેમના પુત્રાએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગ્રુપનો નવે મિલાના કારીગરાને પહોંચાડી. મજૂરા શેઠની અદબ જાળવીને કામ પર ચઢી ગયા. આખા અમદાવાદમાં જેમના શાકમાં હડતાળ હતી, તેમની જ મિલા એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય ! દેશના કાઈ નેતાના અવસાન વખતે નહેતુ બન્યુ, તે કસ્તૂરભાઈના અવસાન વખતે બન્યુ.
ધીરુભાઈ ઠાકર
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડનું આ સાતમું પુસ્તક જૈનધર્મચિંતન પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે. આમાં ખ્યાતનામ વિદર્ય પં. શ્રી દલસુખભાઈના જૈન તત્વદર્શન, જૈન ઇતિહાસ અને જે સંસ્કૃતિ વિષેના લેખોને સંગ્રહ તે છે જ પણ સાથે સાથે અન્ય ધર્મો સાથે તુલના પણ કરેલી છે જે જૈનો અને જૈનેતર બને માટે વિશેષ ઉપયોગી છે. પુસ્તકના પ્રારંભમાં લખાયેલ વિવિધ પ્રસાદી, લેખકનું નિવેદન” અને વિદ્યા વિનદનો અવસર વાંચતા ખ્યાલ આવશે કે આ પુસ્તક સામાન્ય લોકો માટે પણ કેટલું માહિતીપૂર્ણ અને મહત્ત્વનું છે, પં. દલસુખભાઈએ તેમના પુસ્તકની આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવા માટે અમને અવસર આવે તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈ સ્મારક નિધિ' એ પૂરેપૂરી આર્થિક સહાયતા કરી છે તે બદલ તેમના બધાં જ ટ્રસ્ટીઓ અને વિશેષ સહકાર માટે ટ્રસ્ટી શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરિયાનો અમે આભાર માનીએ છીએ,
અમારી સંસ્થાની વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવણિયા, અને ડો. શ્રી હરિવલ્લભ ભાયાણને સહયોગ અનવરત મળી રહ્યો છે તે બદલ તેમને આભાર માનીએ છીએ.
અમારી સંસ્થાના ઉત્સાહી પ્રમુખ શ્રી બખ્તારમલજી બોલરના સંપૂર્ણ રોગ માટે એમને પણ અહિંયા યાદ કરીએ છીએ.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિના પ્રિન્ટરીના માલિક શ્રી હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગર ભાઈઓના આભારી છીએ. અમદાવાદ
કે. આર. ચન્દ્ર
માનદમંત્રી ૪-૧૨–૯૧
પ્રા. જે. વિ. વિ. ફંડ
Page #17
--------------------------------------------------------------------------
________________
લેખકનુ નિવેદન
જૈનધમ ચિન્તન'ને નામે મારાં વ્યાખ્યાને અને લેખાના સંગ્રહ ચૂંટીને તૈયાર કરવાનું શ્રેય મારા પરમ મિત્ર શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈને છે. તેમણે માત્ર લેખેાની ચૂંટણી જ નથી કરી, પણ વાકચરચના અને ભાવપ્રકટનની જે કચાશ હતી તે પ્રતિ પણ મારુ ધ્યાન દોરીને તેને માર્યાં છે. વળી, જે કેટલાક લેખા હિન્દીમાં હતા તેનું ગુજરાતી ભાષાંતર પણ તેમણે જ કર્યુ” છે. અંતે છેવટે મુદ્રણની જવાબદારી પણ તેમણે જ ઉપાડીને આ બાબતમાં મારા ઉપર જરા પણ ભાર નાખ્યા નથી, છતાં આભાર માનવાની હિંમત નથી; તે એટલા બધા નિકટ છે કે આટલા નિર્દેશ જ બસ થશે.
આમાંનાં ઘણાખરાં લખાણા માટે શ્રી પરમાનંદભાઈ કાપડિયા અને તેમણે મુંબઈમાં યેાજેલ પÖષણ વ્યાખ્યાનમાળા નિમિત્ત છે. આથી આ પ્રસંગે, મને આગ્રહ કરી લખતેા ફરવા બદલ, તેમને આભાર માનવા જરૂરી છે. આમાંના ઘણાખરાં લખાણો ‘પ્રબુદ્ધ જીવનમાં છપાયાં હતાં; તે માટે પણ તેના તંત્રી શ્રી પરમાનંદભાઈ ધન્યવાદને પાત્ર છે.
આ સંગ્રહને તેના સ`પાદકે ‘ચિંતન'નુ ભારેખમ નામ આપ્યુ છે, પણ્ બે આમાં ચિંતન' જેવું કેાઈને કંઈ દેખાય તે! તેનુ' શ્રેય હું લેવા માગતા નથી. આ પ્રકારનું ચિ`તન મને પૂ. પંડિત શ્રી સુખલાલજી પાસેથી વારસામાં મળ્યું છે. એટલે એને હું મારું તો કહી શકું' તેમ નથી, અનેક વષૅના સતત સંપ`ને લઈને તેમના ચિંતનને જ મેટે ભાગે મે' મારા શબ્દોમાં મૂકી આપ્યું છે; અને ઘણી વાર એમ પણ બન્યુ હશે કે ભાષા પણ અજાણતાં તેમની જ આવી ગઈ હોય. આ માટે તેમને આભાર કયા શબ્દોમાં માનવા એ મને સૂઝતુ નથી, પણ આ પ્રકારે ગુરુઋણ થોડું પણ ચૂકવી શકાય તો તે તેમને વિશેષ ગમે એમ માનું છું.
આ સંગ્રહની મર્યાદા એ છે કે તે જુદે જુદે પ્રસંગે અપાયેલાં વ્યાખ્યાના અને લેખાન સંગ્રહ છે, એટલે આમાં પુનરુક્તિને દોષ રહેવાના જ. વળી, જૈનધર્મના આવશ્યક બધાં અંગેાનું નિરૂપણ આમાં મળવાનું નહિ. છતાં પણ જૈનધમ અને દાન વિષે, અન્ય હિન્દુ અને બૌદ્ધધર્મીની તુલનામાં, વાચકને નવું કાંઈક જાણવા મળશે એમ ધારી પ્રને પ્રકાશનને અ લે છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧ ૩
આ પ્રસંગે મારા મિત્ર શ્રી કાંતિભાઈ કોરાનો આભાર માનવો જરૂરી છે, કે તેમણે તેમના સ્વર્ગસ્થ ભાઈ શ્રી જગમોહનદાસ કોરાની સ્મૃતિમાં શરૂ કરેલી ગ્રંથમાળામાં આ નાનકડા સંગ્રહને સ્થાન આપ્યું અને છાપાંની ફાઈલમાં અન્યથા ખોવાઈ જાત એવા આ લેખનો આ રીતે ઉદ્ધાર કરવાનો અવસર આપ્યો. લેખો ક્યાંથી લેવામાં આવ્યા છે તેને નિર્દેશ દરેક લેખને અંતે કરવામાં આવ્યો જ છે. તેમાં જણાવેલ અન્ય પ્રકાશકો–સંપાદકોને પણ આભાર માની લઉં છું. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૯
દલસુખ માલવણિયા રક્ષાબંધન પર્વ, વિ. સં. ૨૦૨ ૩
બીજી આવૃત્તિવેળા
જૈનધર્મચિંતનની આ બીજી આવૃત્તિ ડો. કે. આર. ચન્દ્રના પ્રયાસથી થાય છે તે બદલ તેમને અત્યંત આભારી છે. આ આવૃત્તિ છાપવાની મંજૂરી પ્રથમ આવૃત્તિના પ્રકાશક શ્રી અશોકભાઈ કેરાએ આપી તે બદલ તેમને પણ આભારી છું. વિશેષે આ પ્રકાશનમાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈ સ્મારક નિધિ તરફથી જે આર્થિક સહાય મળી છે તે બદલ તેમના ટ્રસ્ટીઓનો આભારી છું. આમાં કશો ફેરફાર કર્યો નથી તેની વાચકે નોંધ લે. આ પૂર્વે આ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર Jaininm નામે પ્રકાશિત થઈ ગયું છે. તે મારે માટે આનંદને વિષય છે.
૮, ઓપેરા સોસાયટી અમદાવાદ-૭ તા. ૧-૧૨-૯
દલસુખ માલવણિયા
Page #19
--------------------------------------------------------------------------
________________
વિવિધ પ્રસાદી
પ્રસ્તુત લેખસંગ્રહમાં શ્રીયુત દલસુખભાઈના અનેક લેખને સંગ્રહ છે. એમાંથી કેટલાક મૂળ હિન્દીમાં લખાયેલા છે. પણ ગુજરાતી જાણનાર સમક્ષ આ લેખસંગ્રહ અનેક ભાતની જ્ઞાનસામગ્રીની પ્રસાદી રજૂ કરે છે. એનું હાદ વાચકે પિતાપિતાની કક્ષા પ્રમાણે પકડી શકશે. આમાંના કેટલાક લેખો ઐતિહાસિક દષ્ટિને મુખ્ય રાખી લખાયેલા છે; જ્યારે બીજા કેટલાક તત્વદષ્ટિને પ્રધાન રાખી લખાયેલા છે. તેથી આ સંગ્રહની સામગ્રી ઈતિહાસરસિકે અને તત્વજિજ્ઞાસુઓ બંનેને એકસરખી ઉપયોગી થઈ પડશે.
પં. શ્રી દલસુખભાઈ સાથે મારો પરિચય છેક સને ૧૯૩૫ થી આજ સુધી અખંડ રહ્યો છે. અને તે ઉત્તરોત્તર વધારે વ્યાપક અને ઊંડે થયેલ મને ભાસે છે. અમારા બે વચ્ચેનો સંબંધ માત્ર વિદ્યામૂલક શરૂ થયેલ, પણ ધીરે ધીરે એ સંબંધ જીવનના બીજ પ્રદેશ સુધી વિસ્તર્યો છે. આ દૃષ્ટિએ હું શ્રી દલસુખભાઈ વિષે કાંઈક લખું તો એમને ન જાણનાર અથવા ઓછું કે ઉપરછલ્લું જાણનારને લાભપ્રદ નીવડશે એમ ધારી ટ્રકમાં એમનાં આંતર અને બાહ્ય વલણે વિષે સુચવવાનું યોગ્ય લેખું છું.
શ્રી દલસુખભાઈ નથી મેટ્રિક કે નથી કોઈ ઉચચ કક્ષાની શાસ્ત્રીય પદવીના ધારક; પણ એમને વિદ્યાવ્યાસંગ એટલે બધે વિશાળ, ઊંડો અને વિવિધ વિષયસ્પર્શી પહેલેથી આજ સુધી અખંડપણે ચાલતો મેં નિહાળ્યો છે કે, એમ કહી શકાય કે, એને પરિણામે જ તેઓ અનેક ઉચ્ચ વિદ્યા સ્થાનને અલંકૃત કરતા આવ્યા છે. કાશી વિશ્વવિદ્યાલયમાં તેઓ લગભગ ૨૫ વર્ષ વિદ્યાની સાધના કરતા રહ્યા. તેઓ જૈન આગમ, જૈન દર્શન અને બૌદ્ધ-પાલિ તથા સંસ્કૃત ગ્રંથોના અધ્યાપક પણ રહ્યા; એટલું જ નહીં, તેમણે ત્યાં રહી અનેક મહત્ત્વ. પૂર્ણ જેન–બૌદ્ધ દાર્શનિક ગ્રંથોનું સંપાદન પણ કર્યું છે. તેને લીધે તેમની વિદ્યાકીર્તિ કલકત્તા અને બિહાર જેવા વિદ્વસ્ત્રધાન પ્રદેશમાં અને વિશ્વવિદ્યાલયોમાં પણ વિસ્તરી છે. છેલ્લાં પાંચેક વર્ષ થયાં તેઓ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર નામક સંસ્થાના મુખ્ય સંચાલક (ડિરેકટર) તરીકે
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૫
નિયુક્ત છે, અને તેમની આસપાસ એ સંસ્થામાં વિદ્વાન અને સુવિધાનેનું એક નાનકડું શું તે મંડળ પણ રચાયું છે.
શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના; ધર્મ સ્થાનકવાસી; પણ એમની જન્મસિદ્ધ સરળતા અને તીકણ દૃષ્ટિએ એમને પંથાતીત બનાવ્યા છે. તેઓ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પરંપરાઓનું પણ પરિશીલન કરતા આવ્યા છે. તેઓ સંસ્કૃત, પાલિ, પાકૃત, ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષામાં લખાયેલ પ્રાચીન અને નવીન વા-મયનું સતત અવગાહન કરતા રહ્યા છે. એ વાફમયમાં અનેક વિષયો અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પણ એમણે અપાર સાહિત્ય વાંચ્યું છે, અને હજી પણ તેમને તે યજ્ઞ અખંડ. પણે ચાલે છે. આને લીધે મારા જેવાને જયારે જયારે શાસ્ત્રીય વિષયો કે રેફરન્સ વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાચન અને તેમની સ્મૃતિ એક વિશ્વકોષની ગરજ સારે છે.
વિદ્યાવ્યાસંગની તેમની તપસ્યા કેવી રીતે ચાલે છે, એ તો તેમના સીધા પરિચયમાં આવનાર જ ખરી રીતે જાણી શકે. હું મારા તરફથી એટલું કહી શકું કે મારા ૧૯૩૫ પછીનાં લખાણે અને સંપાદનમાં શ્રી દલસુખભાઈને ઉદાર હાથ રહેલો છે.
શ્રી દલસુખભાઈની વિશેષતા વિદ્યાવ્યાસંગ કરતાં ય બીજી એક સંસ્કારગત પ્રકૃતિમાં છે. મેં આટલાં વર્ષોમાં જોયું છે કે તેઓને કઈ ગમે તે રીતે લલચાવે તે પણ એવી લાલચથી કદીયે તેઓ અન્યથા ભાષણ કે અન્યથા વતન નહીં કરે. જાણે કે તેમનામાં જન્મસિદ્ધ સરળતા છે. જે સરળતા અને અકૃત્રિમતા ધર્મનો મૂળ પાયે ગણાય છે, અને જેને સાધવા અનેક લોકોને અનેક પ્રયત્ન કરવા પડે છે, તે વસ્તુ તેમનામાં મેં સાહજિક રીતે ક્રિયાશીલ હોય તેમ જોયું છે. અજાતશત્રુપણું એ એમનો બીજો ગુણ છે.
પણ એથીયે એમનું વિશેષ આકર્ષક તત્ત્વ એ બીજાઓનું કઈ પણ રીતે કંઈક સારું અને ભલું થતું હોય તો નિરપેક્ષપણે તે કરી આપવામાં છે. તેઓ
જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં સર્વત્ર એમની આને લીધે વિશેષ સુવાસ ફેલાયેલી છે; અને છતાં નિર્ભયતા એવી કે ગમે તેવા મોટા મનાતા પુરુષ સમક્ષ પણ તેઓ પિતાને લાગતી સાચી વાત કહેતાં ખમચાશે નહીં.
શ્રી દલસુખભાઈ વિષે થોડું લખવું હોય તો પણ તે બહુ થઈ જાય એવી સ્થિતિ છે. એટલે વાચકો માટે આટલે પરિચય પૂરતો ગણાય.
Page #21
--------------------------------------------------------------------------
________________
હવે લેખના વિષય વિષે કંઈક નિર્દેશ કરવો જોઈએ.
અનુક્રમ અને અંતર્ગત મથાળાં ઉપરથી લેખેને સ્થૂળ પરિચય તો થઈ જાય છે. પણ દરેક લેખના વિષયની ચર્ચાને યોગ્ય રીતે સમજવી હોય તો તે માટે વાચકે પોતે જ ધીરજપૂર્વક એનું આકલન કરવું જોઈએ. જ્યારે કઈ લેખક કેઈ એક વાડા બહારની તટસ્થ દૃષ્ટિથી લખવા કે બેલવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાચકેમાં જેઓ પંથગત સંસ્કારના હોય તેઓને કેટલુંક ન પણ સમજાય, અને સમજાય તો કેટલુંક રુચે યણ નહીં. બીજા કેટલાક વાચક વિશાળ દષ્ટિવાળા હોય તો એમને એમ પણ લાગવાને સંભવ ખરો કે આ બધું નિરૂપણ પંથેની આસપાસ ચાલે છે. વળી, કેટલાક વગર અભ્યાસે પણ, એવી ઉતાવળી પ્રકૃતિના હોય છે કે તેમને શાસ્ત્ર, ધમ, પંથ આદિની વાતો અને ચર્ચાઓ અસામયિક લાગે છે. પણ આ લખાણો બે દૃષ્ટિએ લખાયેલાં છે. એક તો જેઓ ખરા જિજ્ઞાસુ હોય, છતાં પંથ કે વાડાની સાંકડી ગલીથી બહાર ગયા હોય, તેમને તેમની જિજ્ઞાસા સંતોષાય અને તેમની દૃષ્ટિ વિશાળ બને એ દૃષ્ટિથી; બીજી દષ્ટિ એ છે કે જેઓ જિજ્ઞાસુ હોય, ઉદાર દૃષ્ટિથી વાંચવા-સમજવાની વૃત્તિવાળા હોય, પણ એક યા બીજે કારણે તેઓ ઈતિહાસ અને શાસ્ત્રીય વહેણેથી વિશેષ પરિચિત ન હોય તેમને એના આધારે પૂરા પાડવા અને તેનું અર્થઘટન પિતાને સમજાયું હોય તે રીતે તેમની સમક્ષ રજૂ કરવું.
ઉપર સૂચવેલ દષ્ટિએ જોતાં પ્રસ્તુત લેખસંગ્રહ જેન કે જૈનેતર દરેકને વિશેષ માર્ગદર્શક અને જિજ્ઞાસાપ્રેરક થઈ પડશે, એમ મને નિશંક લાગે છે. તેથી શ્રી જગહનદાસ કોરા મારક પુસ્તકમાળા દ્વારા આવા પુસ્તકનું પ્રકાશન થાય એ સમવસરનું છે. સરિતકુંજ, અમદાવાદ-૯ |
સુખલાલ ૧૫મી ઓગસ્ટ, ૧૯૬૫ |
Page #22
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિનેદને અવસર
જેમ ઉંમર વધે છે, તેમ નવું નવું જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી હોય એવો કંઈક અનુભવ થાય છે; સામે પક્ષે શરીર મનના વેગ સાથે કદમ મિલાવવાની ના પાડે છે એ તો જાણે સમજ્યા, પણ મન અને મગજ પણ થાકવા માંડ્યાં છે : આવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત જીવનનિર્વાહ માટેની દોડધામ, વ્યવહારની સાચવણી માટેની પ્રવૃત્તિ અને ઈતર પ્રવૃત્તિઓની ભીડાભીડ સમય અને શક્તિની તાણમાં ઔર ઉમેરો કરે છે. લાગે છે કે આમાં સ્વસ્થ વાચન-મનન કે નિર્દોષ વિદ્યાવિનોદને હવે અવકાશ મળી રહ્યો !
પણ ક્યારેક, વિદ્યાવ્યાસંગની ઓસરતી જતી આશામાં, ગમે તે રીતે સમય અને શક્તિ શોધીને પણ, માતા સરસ્વતીનું કામ કરવાનું આવી જ પડે છે ત્યારે, જાણે બળબળતા રણમાં મીઠી વીરડી સાંપડી હોય એવો આલાદ થાય છે. આ પુસ્તકનું સંપાદન કરતાં મેં કંઈક આવો જ મધુર આહલાદ અનુભવ્યો છે, સાથે જ, જીવનમાં વિદ્યાવિનોદ માણવાનો એક ધન્ય અવસર સાંપડી ગયો !
મારા દિલોજાન દોસ્ત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના અગાધ પાંડિત્યનો અને સરળતા, સચાઈ અને સુજનતાથી મઘમઘતા એમના વ્યક્તિત્વનો વિચાર કરું છું ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એમનું પાંડિત્ય ચડે કે એમનું વ્યક્તિત્વ ચડે ? સોના અને સુગંધના સુમેળ જે અદ્ભુત મેળ શ્રી દલસુખભાઈના જીવનમાં આવા વિરલ પાંડિત્યનો અને આવા ઉમદા વ્યક્તિત્વનો માતા કુદરતે સાધી આયો છે. બીજાઓને માટે જે પ્રયત્નથી પણ સાધ્ય નથી થતું, તે દલસુખભાઈમાં આપમેળે આવી મળેલું જોઈને ખરેખર, અદેખાઈ ઊપજે છે !
શ્રી દલસુખભાઈએ સત્યજિજ્ઞાસની તાલાવેલીથી બધાંય ભારતીય દર્શને અને ધર્મોનો અભ્યાસ કર્યો છે, અને એમાં જેટલે ઊંડે અને જેટલે દૂર જ પહોંચી શકાય એટલે પહોંચવાનો એમને હમેશાં પ્રયાસ રહ્યો છે. આજે પણ એમને આ પ્રયાસ વણથંભ્યો ચાલુ જ છે, એમ કહેવું જોઈએ. એમના આ પ્રયાસમાં પંડિત શ્રી વિધુશેખર શાસ્ત્રી, પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી અને પૂજ્ય પંડિત શ્રી બેચરદાસજી જેવા ઋષિઓ સમા સારસ્વતોની લાંબા સમય સુધી
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
આત્મીયતાભરી પ્રેરણા મળતી રહી ઃ પરિણામે એમની વિદ્વત્તા સોળે કળાએ ખીલી ઊઠી.
ન્યાયતીર્થ જેવી એકાદ સામાન્ય પદવી એ સિવાય ન કોઈ મોટી પરીક્ષા કે ન કોઈ મોટી પદવી; છતાં તેઓ આજે પી.એચ.ડી.ના અભ્યાસીઓના ગુરુ, પદને પામ્યા છે, અને કાશી વિશ્વવિદ્યાલય જેવી વિદ્યાસંસ્થામાં ભારે વશ રળીને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી ગુજ. રાતની એક માતબર અને ખૂબ આશાપ્રેરક સંશોધન-સંસ્થાના ડિરેકટરપદે, કોઈ પણ જાતના પ્રયત્ન વગર, પહોંચી શક્યા છે, એ બીના અત્યારના કેવળ વધુ પડતા ડિગ્રીઘેલા સમયમાં વિદ્યાના અર્થીઓને વિચાર કરવા પ્રેરે એવી, અને પ્રશાંત રીતે, નિષ્ઠાપૂર્વક વિદ્યાવ્યાસંગ કરનાર ઉપર માતા સરસ્વતીની કેવી અપાર કૃપા વરસે છે એ બતાવીને બીજાઓને સાચી વિદ્યા-ઉપાસના કરવાની, પ્રેરણા આપે એવી છે. - શ્રી દલસુખભાઈ ભારતીય બધાં દર્શને અને ધર્મોના અભ્યાસી વિદ્વાન હોવા ઉપરાંત પશ્ચિમના અથવા પરદેશના તત્ત્વજ્ઞાનનું પણ તેમણે યથાશક્યા આકલન કર્યું છે. એને લીધે એમની ઐતિહાસિક અને તુલનામક દષ્ટિ વધુ વિશદ બની છે. ઉપરાંત ઈતિહાસ અને તુલનાથી પર લેખાતી પ્રાચીન પરંપરાઓનું પણ તેઓ એ રીતે મહત્ત્વ કે મૂલ્યાંકન આંકવા ટેવાયેલા છે, અને છતાં એમની દૃષ્ટિ તે હમેશાં વ્યક્તિ અને સમાજ બંનેને અભ્યદય સાધી શકે એવા સત્ય કે સારને તારવવાની જ રહે છે. કહેવું જોઈએ કે સહૃદયતાપૂર્ણ, ગુણશોધક અને સત્યગ્રાહી વિદ્વત્તાનું જ આ સુપરિણામ છે.
જૈન સંસ્કૃતિના તો તેઓ વિશિષ્ટ, સિદ્ધહસ્ત અને મમત્ત અભ્યાસી છે. જૈનધર્મના પ્રાણભૂત સમગ્ર આગમગ્રંથોનું અને જૈન દર્શનને પ્રાણરૂપ બધા દાર્શનિક ગ્રંથોનું એમણે સમાનભાવે ઊંડું અધ્યયન કર્યું છે. આને લીધે જૈન આચાર અને એ આચારના પાયારૂપ જેન તત્ત્વજ્ઞાનના તેઓ એક અધિકૃત વિદ્વાન બની શક્યા છે. જેમધર્મના બે પ્રાચીન સંપ્રદાયે ભવેતાંબર અને દિગંબર અને ઉત્તરકાલીન અથવા તો કંઈક અર્વાચીન કહી શકાય એવા બે ફિરકાઓ સ્થાનક વાસી અને તેરાપંથી, તેમ જ બીજા અવાંતર ફિરકાઓના તાત્ત્વિક ભેદ તેમ, જ મુખ્યત્વે કરીને આચારભેદને પણ તેઓ સારી રીતે જાણે છે. એ કહેવાની જરૂર નથી કે આને લીધે તેઓ સમગ્ર જૈન સાહિત્યના પણ પંડિત બન્યા છે. જૈન સંસ્કૃતિનું આવું સર્વસ્પર્શી અધ્યયન એમણે ભારતીય દર્શન, ધર્મો અને
Page #24
--------------------------------------------------------------------------
________________
સાહિત્યના પ્રવાહોને નજરમાં રાખીને કર્યું છે, તેને લઈને એમના નિરૂપણમાં વિશેષ સ્પષ્ટતા અને સચોટતા જોવા મળે છે. આ નાના સરખા સંગ્રહમાં આપવામાં આવેલ જેનધર્મ અને દર્શનને લગતા થોડાક લેખો પણ આ વાતની સાખ પૂરી શકે એમ છે.
આ સંગ્રહમાં શ્રી દલસુખભાઈને ૧૪ લેખ આપવામાં આવ્યા છે; કો. લેખ ક્યાંથી લેવામાં આવ્યું છે તેને સ્થળનિર્દેશ તે તે લેખને અંતે કરવામાં આવ્યો છે. આમાંના ૪ સિવાયના બધા લેખો મૂળે ગુજરાતીમાં જ છે; જે ચાર હિન્દી લેખોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે, તેમાંના “ભગવાન મહાવીર' નામક દસમા લેખનું ભાષાંતર અમારા મિત્ર શ્રી શાંતિલાલ વનમાળી શેઠે કરેલું, છપાયેલું તૈયાર મળ્યું છે; બાકીના ત્રણનું ભાષાંતર મેં કર્યું છે.
આ બધાં લખાણે તે તે સ્થાનેથી જેમ ને તેમ લઈ લેવામાં આવ્યાં છે, એવું નથી. એ બધાં ઝીણવટથી વાંચીને અને શ્રી દલસુખભાઈની સલાહસૂચનાઓને લાભ લઈને, એમાંથી કેટલીક આનુષંગિક કે પ્રાસંગિક બાબતે ગાળી નાખવામાં આવી છે, અને અર્થની સુગમતાની દૃષ્ટિએ ક્યાંક ક્યાંક મૂળ લખાણમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત, દરેક લેખમાં બને એટલા વધુ પેટા મથાળાં આપીને વિષયનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ લેખોની એક વિશેષતા તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે. આ બધાય લેખ જૈનધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા જ છે. આમ છતાં મોટા ભાગના લેખમાં તે તે વિષયનું નિરૂપણ કેવળ જૈન સંસ્કૃતિને લગતી સામગ્રીને આધારે એકાંગી કરવામાં નથી આવ્યું, પણ હિંદુ અને બૌદ્ધ દશન, ધર્મ અને સંસ્કૃતિના પ્રવાહને નજરમાં રાખીને વ્યાપક રીતે કરવામાં આવ્યું છે. આને લીધે આ લખાણો વિશેષ વિશદ, વાચનક્ષમ, વિચારપ્રેરક અને માહિતીપૂર્ણ બન્યાં છે. આ લખાણોમાં પુનરુક્તિ હેવાનું તો શ્રી દલસુખભાઈએ પિતે જ કહ્યું છે. પણ જૈનધર્મ-દર્શન-સંસ્કૃતિ જેવા વ્યાપક વિષયનાં જુદાં જુદાં અંગોને અનુલક્ષીને જુદે જુદે સમયે લખાણમાં પુનરુક્તિ આવી જાય એ સ્વાભાવિક છે. એને દૂર કરવા જતાં વિષયનિરૂપણની અખંડિતતા ખંડિત થઈ જાય એમ હોવાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. વળી, આવા નાના સરખા સંગ્રહમાં જૈનધર્મ-દર્શન અંગે બધું જ્ઞાતવ્ય રજુ થઈ ન શકે, એ પણ સમજી શકાય. એવી વાત છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
આ લેખ વાંચતાં જુદાં જુદાં દર્શને અને ધર્મોને પોતામાં સમાવતી વ્યાપક ભારતીય સંસ્કૃતિની અખંડતાનું અને જુદા જુદા સંસ્કૃતિપ્રવાહો, પિોતપોતાની જુદાઈને જાળવવા છતાં, એકબીજા ઉપર કેવો પ્રભાવ પાડતા રહ્યા છે, તેમ જ એકબીજાથી કેવા પ્રભાવિત થતા રહ્યા છે એનું એક આદુલાદક ચિત્ર હૃદય સામે ખડું થાય છે. ક્યારેક ક્યારેક વળી કેાઈ સાંસ્કૃતિક ખામી તરફ પણ દૃષ્ટિ પહોંચી જાય છે.
આમાંથી જૈન દર્શન, ધર્મ અને સંસ્કૃતિ અંગે ઘણું ઘણું જાણવાનું મળશે, એ જિજ્ઞાસુઓ અને સત્યપ્રેમીઓને માટે વિશેષ લાભની વાત છે. આમાં કેટલીક બાબતો સાવ નવી જાણવા મળતી હોય એવી લાગશે; કેટલીક આપણી જૂની જાણકારીનું પરિમાર્જન કરતી હોય એવી લાગશે; અને કઈ કઈ બાબત તે વળી દૃઢ થઈ ગયેલી માન્યતાને આઘાત કે આંચકો આપનારી પણ લાગશે. જે સત્યના ખપી થવું હોય અને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારના દૂષણોથી મુક્તિ મેળવવી હોય, તે આવી પ્રક્રિયામાંથી પસાર થયા વગર તેમ જ સત્યશોધકની નિર્મળ દૃષ્ટિએ અભ્યાસ કર્યા વગર ન જ ચાલે. આ દષ્ટિએ જૈન ધર્મ અને દર્શનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આ પુસ્તક એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું છે. આથી વિશેષ તો આ લેખે પોતે જ પિતાને વિષે કહે એ જ બરાબર છે.
મારા મિત્ર ભાઈ શ્રી કાંતિભાઈ કારાએ આ કામ મને સંપીને અપસ્વ૯૫ પણ વિદ્યાવિનોદ માણવાની જે તક આપી છે તેની સાનંદ નોંધ લઈને આ કથન પૂરું કરું છું.
માદલપુર, અમદાવાદ-૬ રાષ્ટ્રીય મહાપર્વ ૧૫મી ઓગસ્ટ
સને ૧૯૬૫
રતિલાલ દીપચંદ દેસાઈ
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧-૨૬
૧. જૈનધર્મ
(૧) શ્રમણ અને બ્રાહ્મણ: ઈન્દ્રને વિજય–૧, બે સંસ્કૃતિને સમન્વય અને તેને સમય-૩; શ્રમણના સંપ્રદાયો–૪; બે વચ્ચેનો ભેદ-૫; ભેદની ગૌણતા-૬; નિષ્ઠાભેદનું કારણ-૮; (૨) જનધર્મને ઈતિહાસ : અનાદિ અને શાશ્વત–૧૦; અતિહાસિક પુરાવા-૧૦; (૩) તવજ્ઞાન : ઈશ્વરવાદને સ્થાને કર્મવાદ-૧૩; છોના પ્રકાર અને સાધનાને માગ–૧૩; જૈન સાધનાની વિશેષતા-૧૪; તીર્થંકર-૧૭; જીવ, કર્મ, નિયતિ અને પુરુષાર્થ–૧૭; ચેતન જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂ૫-૧૯; આત્માનું શરીરપરિમાણવ-૨૦; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ ૨૧; અજીવતત્ત્વ–૨; (૪) જૈનસંઘ અને એને આચાર : આંતરિક અને બાહ્ય બળનું પરિણામ–૨૩; હિંદુ
અને બૌદ્ધધર્મની પરિવર્તનશીલતા-૨૪; જૈનધર્મની સ્થિતિશીલતા-૨૪. ૨. જૈન દર્શનનાં તત્ત્વ
- ૨૭-૩૧ , તીર્થકરેએ ઉદ્દધેલી માનવની શ્રેષ્ઠતા-૨૫; અહિંસા અને અને - કાંત-૨૮; છ દ્રવ્ય–૨૯, સાત કે નવ તત્ત્વ–૩૦. : ૩. જૈન સંસ્કૃતિને સંદેશ
- ૩ર-૩૮ " ધર્મ અને શાસ્ત્ર-૩૨; અધ્યાત્મવાદીઓ, જૈન સમાજ અને તીર્થ' કરે-૩૨; આત્મજ્ઞાન અને અપ્રમાદ ઉપર ભાર-૩૪; અહં અને મમત્વને
ત્યાગને ભગવાન બુદ્ધને ઉપદેશ-૩૫; જાતિનો નહીં પણ તપસ્યાને મહિમા –૩૬; આત્મદમન સુખને સાચો માર્ગ–૩૬; કષ્ટ સહનની જરૂર-૩૭;
અપરિગ્રહની જરૂર-૩૮. : ૪. શાસ્ત્રાણાઓને હેતુ
૩૯-૪૦ પ જૈત આચારના મૂળ સિદ્ધાંત
- ૪૧–પર .. વૈદિક આચારના સ્ત્રોત-૪૧; બૌદ્ધ આચારને, સ્ત્રોત-૪૩; જેને ' ' આચાર : દર્શન અને આચાર–૪૪, જેન આચારનું અનેકાંતમૂલક ઘડતર
પ: આઝાએ કર્મ : તર્ક અને આચાર-૪; ને આચરના સ્ત્રોત-y";
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન આચારના મૌલિક સિદ્ધાંત : જ્ઞાન અને ક્રિયા–૪૮; આત્મૌપમ્યદૃષ્ટિ -૪૯: અપ્રમાઃ૫૦; નિવૃત્તિનું પ્રાધાન્ય-૫૧.
ૐ દક્ષિણ ભારત અને જૈનધમ
૫૩-૫૬
બિહારની સ્થિતિ–૫૩; ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલાવે–૫૩; પશ્ચિમમાં શ્વેતાંબરોનુ અને દક્ષિણમાં દિગંબરાનુ પ્રાધાન્ય-પ૪; આગમરક્ષા પશ્ચિમમાં; દાનિક સાહિત્યનું સર્જન દક્ષિણમાં-૫૪; પશ્ચિમ અને દક્ષિણનાં જૈન સ્મારકા; દક્ષિણની વિશેષતા-૫૫; પશ્ચિમમાં અને દક્ષિણમાં જૈનેના પ્રભાવની સ્થિતિ–૫૫; દક્ષિણની લેાકભાષાના વિકાસમાં જૈનના ફાળા-૫૫; દક્ષિણના જૈતાને પંચમવણી જાહેર કર્યા-૫૬; શ્વેતાંબરા અને દિગબરા સાથે કામ કરે-૫૬.
૭. હિંદુધ અને જૈનધમ
૧૭-૭૯
હિંદુધર્મ'ના વ્યાપક અ་-૫૭; વ્યાપક હિ ંદુધર્માંનાં સામાન્ય લક્ષણા–૫૮, ધનું સનાતન સત્ય-પ૯, ઐતિહાસિક અને સાધક-૬૦; પ્રસ્તુત ચર્ચાની મર્યાદા-૬૧; ઇતિહાસની દૃષ્ટિએ હિંદુધર્મનાં પાંચ રૂપ-૬૧; (1) વૈદિક ધર્મ –૬૨, (૨) બ્રાહ્મણધર્મો-૬૩; (૩) સંક્રાંતિકાળ ૬૩; (૪) સમન્વયની સાધનાને કાળ-૬૪; સમન્વય-૬૫; ગીતાના આધારે ઘડાયેલા હિંદુધમ નાં લક્ષણો : (૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત્ તત્ત્વ-૬૫; (૨) જગતની ઈશ્વરમયતા-૬૫; ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા-૬૬; (૪) લેાકસંગ્રહ-૬૬; જૈનધમ -૬૭; અહિંસા અને સંન્યાસ-૬૮; વર્ણ કે સ્ત્રીપુરુષના ભેદના મહત્ત્વને અસ્વીકાર–૬૯; અનેકાંતવાદી ન-૬૯; જૈન સાાહત્ય : વેદ અને આગમા વચ્ચેના ભેદ-૬૯; પ્રવક મહાપુરુષા-૭૧; અહિંસામૂલક જૈન આચાર–૭૩; જૈન વિચાર–અનેકાંતવાદ-૭૪; સંપ્રદાયા-૭૬; શ્વેતાંબર અને દિગમ્બર-૭; મૂર્તિપૂજાના વિરાધી સંપ્રદાયા–૭૯.
૮. જૈનધમ અને ઔદ્ધધમ
૮૦-૯૦
શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણા-૮૦; તીથંકર અને મુદ્દ−૮૧; મહાવીરના ધ-પર પરા પ્રાપ્ત−૮૩; યુને! ધમ-પૂર્વ-૮૩; જૈન અને બૌધમ ના પ્રચાર; તેનાં બાહ્ય કારણા-૮૪; પ્રચારનાં આંતરિક કારણેા-૮૫; જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર-૮૫; આચરણ અને પ્રચારને સંબંધ-૮૭; બુદ્ધ-મહાવીરની પૃથકૢ સાધના અને તેનું પરિણામ-૮૮,
Page #28
--------------------------------------------------------------------------
________________
૯. ભક્તિમાર્ગ અને જૈનદર્શન
૯૧-૧૦૪ જેનસાધનાના સિદ્ધાંત : (૧) કોઈ કોઈને નાથ નહીં-૯૧(૨) પિતાનાં કર્મને નાશ પિતે જ કરવો જોઈએ-૯૨; (૩) મુક્ત જીવોમાં વૈષમ્ય નહીં-૯૨; (૪) સિદ્ધો કેઈનું ભલું–ભૂડું નથી કરતા–૯૩; (૫) ભક્તિ એ પણ એક સાધન છે-૯૩; ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંત : (૧) ભગવાન સર્વ જીવોને નાથ-૯૩; (૨) ઈશ્વરકૃપાથી સર્વસિદ્ધિ-૯૬; (૩) મુક્તિમાં પણુ વૈષમ્ય મેજૂદ રહે છે–૯૯; (૪) ભગવાન જ જીવનું શરણું છે-૯૯; (૫) ભક્તિ એ સાધ્ય છે-૧૦૦; જૈન દૃષ્ટિએ ભક્તિનું રહસ્ય-૧૨. ૧૦. ભગવાન મહાવીર
૧૦૫-૧૧૮ શ્રમણ સંસ્કૃતિ અને ઈશ્વર-૧૦૫: અવતારવાદને નિષેધ-૧૦૫; પરિસ્થિતિ-૧૦૬; ધમકાંતિ-૧૦૭; સંક્ષિપ્ત ચરિત્ર-૧૦૭; તપશ્ચર્યાનું રહસ્ય-૧૦૮; સંયમમાર્ગ ૧૦૯; ભગવાનની સાધના-૧૧૦; ઉપદેશ-૧૧૧; સમભાવને ઉપદેશ-૧૧૨; જૈનસંઘ-૧૧૨; ચરિત્રની વિશેષતા-૧૧૭; કમવાદ-૧૧૪; જીવ જ ઈશ્વર છે. ૧૧૪; ખરે બ્રાહ્મણ-૧૧૪; ખરો યશ-૧૧૫; શૌચ-૧૧૫; સુખની નવી કલ્પના-૧૧૬; વૈશ્ય ધર્મ-૧૧૬; શદ્ર ધર્મ-૧૧૭; ક્ષત્રિય ધર્મ
-૧૧૭; અહિંસક માર્ગ–૧૧૮. ૧૧. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
૧૧૯-૧૩૧ જીવનકથાનાં ત્રણ સ્તરે : પ્રથમ સ્તર-૧૧૯, બીજો સ્તર–૧ર૦; ત્રીજો સ્તર-૧૨૨: બન્નેની સમાનતા : (૧) વૈદિક પરંપરાને વિરોધ-૧૨૩; (૨) બન્નેનાં ઉપદેશનું સામ્ય : (૧) કર્મ-પુનર્જનમ-૧૨૪; (૨) ઈશ્વરનું નિરાકરણ-૧૨૪; (૩) ગમાર્ગ–૧૨૪; (૪) સંયમી જીવન–૧૨૫; (૫) તૃષ્ણા અને અજ્ઞાનને ત્યાગ–૧૨૫; (૬) તપસ્યા-૧૨૬; બનેની વિશેષતા : (૧)
સ્વભાવગત–૧૨૮, (૨) ધર્મગત અને સંઘગત૧૩૧. ૧૨. અનેકાંતવાદ
૯૩૨–૧૫૦ (૧) જીવન અને વિચાર માટે અનિવાર્ય : સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર-૧૩૨; ધાર્મિક અસહિષ્ણુતા-૧૩૪; જૈનધર્મની પ્રગતિશીલતા-૧૩૫૯ (૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા : વિચારસંપત્તિનું મૂલ્ય-૧૦૬; સમન્વયની સંજીવની-૧૩૭; (૩) અનેકાંત દષ્ટિએ વિવિધ મતોને સમન્વય-૧૩૯; વ્યાર્થિક અને પર્યાયાથિક નય-૧૪૦; વ્યવહારનય-૧૦;
Page #29
--------------------------------------------------------------------------
________________
२४
સંગ્રહનય-૧૪૨; જુસૂત્રનય-૧૪૩; નિગમનય–૧૪૩; અર્થનય અને શબ્દનય -૧૪૪; (૩) આક્ષેપ પરિહાર : સંશયાદિ દોષને પરિહાર-૧૪૫; વેદમાં દેવસમન્વય-૧૪૬; બ્રહ્મમાં સમન્વય-૧૪૬; નિર્વિકલ્પ અને સવિકલ્પ-૧૪૭;
શ્રી અરવિંદને સમન્વય-૧૪૯; બૌદ્ધ વગેરેમાં અનેકાંતવાદ-૧૪૯. ૧૩. ધર્મની કસોટી
૧૫૧-૧૫૨ કષ-૧૫૧; છેદ–૧૫૧; તાપ-૧૫૧, નિશ્ચય અને વ્યવહારની સમતુલા૧૫ર. ૧૪. માત્મવા મવ–આત્મદીપ બને
૧૫૪–૧૫૫ મૂચ્છ-મોહને ત્યાગ-૧પ૪; આપણે જ આપણું ઉદ્ધારક-૧૫૪; આમદીપ બનીએ-૧૫૫.
Page #30
--------------------------------------------------------------------------
________________
જે ન ધર્મ
જેનધર્મનાં બે રૂપ છે એક આન્તરિક, નૈયિક કે વાસ્તવિક અને બીજુ વ્યાવહારિક, બાહ્ય કે અવાસ્તવિક. જૈનધર્મ વિષે વિચાર કરવો હોય ત્યારે આ બન્ને રૂપિ વિષે વિચાર કરવો પ્રાપ્ત થાય છે. વળી, ભારતીય ધર્મોની એ વિશેષતા છે કે પ્રત્યેક ધર્મનું એક પોતીકું દર્શન પણ હોય છે. ધર્મ એ આચરણની વસ્તુ છે, પણ એ આચરણના મૂળમાં જે કેટલીક નિછાઓ છે એને આપણે દશ કહીશું. એટલે જૈન ધર્મના વિચાર સાથે દર્શનવિચાર પણ ઓતપ્રોત રહેવાના જ.
(૬) શ્રમણ અને બ્રાહ્મણ
ઇંદ્રને વિજય જૈનધર્મ એ જિન ધર્મ છે, એટલે કે વિજેતાઓને ધર્મ છે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા દેને વિજેતા માનીને તેમની ઉપાસના કરવામાં આવતી. પણ આ જિન વિજેતાઓ અને વિજેતા ઈન્દ્રમાં ઘણે ભેદ છે. ઇન્ડે પોતાના સમયમાં જે કાઈ વિરોધીઓ હતા તે સર્વને નાશ કર્યો અને મહાન વિજેતા પદને તે પામે, અને આર્યોને સરદાર અને ઉપાસ્ય બન્યો. આ તેનો બાહ્ય વિજય હતભૂતવિજય હતો. વિજયને પ્રતાપે તેણે જે પ્રાપ્ત કર્યું તે ભૌતિક સંપત્તિ હતી. એમાં જ એ મસ્ત હતો અને તેનું ગૌરવ પણ તેમાં જ હતું. આ કાંઈ નવી વાત ન હતી. તે જ રીતે મનુષ્ય અનાદિ કાળથી શક્તિપૂજક હતે. પણ જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજાએ વિજય મેળવ્યું, ત્યારે એ મહાન વિજ્યના વિજેતા ઈ એક વિશિષ્ટ પ્રકારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું, અને એને લીધે ભારતવર્ષ માં જે સંસ્કૃતિનો વિકાસ થયો, તેને આપણે યજ્ઞસંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એ સંસ્કૃતિના વિકાસમાં મૂળે તો ક્ષાત્રતેજ અથવા શારીરિક બળ હતું. પણ બુદ્ધિબળે એના ઉપર વિજય મેળવ્યો ત્યારે તે ક્ષત્રિય સંસ્કૃતિના નામે નહિ પણ બ્રાહ્મણ સંસ્કૃતિના નામે પ્રસિદ્ધ થઈ. આર્યો જયારે આ પ્રકારનો વિજય કરતા કરતા ભારતવર્ષમાં આગળ વધી રહ્યા હતા ત્યારે પણ ભારતવર્ષમાં નગરસંસ્કૃતિને વિકારી ડી ડીક થઈ ગયે ના. ”િ મણશીલ આર્યોમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિ ંતન
જે ઉત્સાહ અને વીની શારીરિક સંપત્તિ હોય તેના કરતાં સ્થિર થયેલ નાગએન્ડ્રુ અને બુદ્ધિબળ વધારે હાય, એ સહેજે સમજી
રિકામાં શારીરિક બળ શકાય તેવી વાત છે.
જ
શારીરિક બળ સામે બુદ્ધિબળ ટકી શક્યું નહિ અને ઇન્દ્રે અનેક પુર– નગરને નાશ કરી મહાન વિજય મેળબ્યા અને પુરંદરની પદવી પ્રાપ્ત કરી. આમ એ નગરસંસ્કૃતિનેા લગભગ નાશ થયા. અનેક મુનિએ–તિએને નાશ કરવામાં આવ્યા, એવા ઉલ્લેખા મળે છે. મેાહન-જો-ડેરા અને હરપ્પામાં અનેક સૂતિ એ એવી મળી છે, જેને આપણે ધ્યાનમુદ્રામાં સ્થિત માની શકીએ છીએ. એટલા ઉપરથી એક અનુમાન તારવી શકીએ કે ભારતીય નગરસંસ્કૃતિના ધાર્મિક નેતા યાગને અભ્યાસ કરતા હશે. ઇન્દ્રે જે મુનિઓ કે યતિઓને માર્યા તે આ જ લાકા હશે, એવું અનુમાન પણ તારવી શકાય. લેખિત કાઈ પણ પુરાવાને અભાવ હોઈ એમના ધર્મનુ શુ નામ હશે તે કહેવુ કઠણ છે. પણ મુદ્ધ અને મહાવીરના સમયમાં એ વિચારધારાએ સ્પષ્ટ પૃથક્ હતી, જેને નિર્દેશ બૌદ્ધ અને જૈન ગ્રન્થમાં મળે છે, અને તે છે-બ્રાહ્મણ અને શ્રમણ. યજ્ઞસંસ્કૃતિનાં યજ્ઞવિધિવિધાનથી ભરપૂર જે ગ્રન્થા ઉપલબ્ધ છે, તે ‘બ્રાહ્મણ' નામથી ઓળખાય છે. એટલે યજ્ઞસંસ્કૃતિના સંબધ બ્રાહ્મણ' નામે એળખાતી વિચારધારા સાથે છે એ સ્પષ્ટ છે. ત્યારે અર્થાત્ જ સિદ્ધ થાય કે બ્રાહ્મણથી જે પૃથક્ વિચારધારા હતી તેને સંબંધ ‘શ્રમ' સાથે હોવા જોઈએ. એટલે કે, કલ્પી શકાય કે, બુદ્ધ અને મહાવીરના પહેલાં પ્રાચીન કાળમાં ધર્માંના એ સ્પષ્ટ ભેદો હતા—બ્રાહ્મણ અને શ્રમણ.
ભૂતવિજેતા અથવા બાહ્ય-જગત-વિજેતાની સંસ્કૃતિ તે બ્રાહ્મણ સંસ્કૃતિ, એ આગળ કહેવાઈ ગયું છે. એટલે તેથી વિરુદ્ધ આત્મવિજેતાની જે સંસ્કૃતિ તે શ્રમ સંસ્કૃતિ એમ સહેજે ફલિત થાય છે. જેમ ભૂતવિજેતા ઇન્દ્રાદ્રિ દેવા પ્રસિદ્ધ છે અને તેએ બ્રાહ્મણ પરંપરામાં ઉપાપને પામ્યા છે. તેમ ભ્રમણ્ સંસ્કૃતિમાંના જે આત્મવિજેતા થયા તે ‘જિન’ નામે એળખાતા, માહન-એડેરા આદિમાં પ્રાપ્ત ધ્યાનમુદ્રાસ્થિત શિલ્પા એમના આત્મવિજયના પ્રયત્નનું સુચન કરે છે. એમ સહેજે કલ્પી શકાય છે.
ઇન્દ્રમાં ક્ષાત્રતેજ હતું, પણ બ્રહ્મતેજ સામે તે પરાસ્ત થયું અને ભૂળમાં ક્ષત્રિયાનુ તેજ હાવા છતાં એ સંસ્કૃતિ બ્રાહ્મણુ સંસ્કૃતિ'ને નામે પ્રસિદ્ધ થઈ; જ્યારે શ્રમણામાં એ ક્ષાત્રતેજનું જ રૂપાંતર અભ્યંતર તેમાં-!મતેજમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
થયું. શારીરિક તેજ કે બળ એ ખરું બળ નથી, પણ આત્યંતર તેજ-આમિક બળ–જ ખરું બળ છે એમ માનીને ક્ષાત્રતેજને જ ને અર્થ આપવામાં આવ્યો. અને એ રીતે શ્રમણ સંસ્કૃતિનો વિકાસ ક્ષત્રિએ કર્યો. ત્યાં સુધી ઈતિહાસની નજર પહોંચે છે, ત્યાં સુધી વિચાર કરતાં જણાય છે કે ક્ષત્રિયોએ જ—એટલે કે નવું આધ્યાત્મિક બળ ધરાવતા ક્ષત્રિયએ જ– શ્રમણસંસ્કૃતિને વિકસાવી છે.
બે સંસ્કૃતિનો સમય અને તેને સમય ઉપનિષદમાં આપણે જોઈએ છીએ કે બ્રહ્મવિદ્યા, જે પ્રથમ યજ્ઞવિદ્યા હતી, તે આત્મવિદ્યાને નામે પ્રસિદ્ધ થઈ અને તેના પુરસ્કર્તાઓ બ્રાહ્મણ વર્ણન લેકે નહિ પણ ક્ષત્રિય વર્ણના લોકો હતા. યજ્ઞવિદ્યામાં કુશળ ઋષિઓ પણ એ આત્મવિદ્યાને પ્રાપ્ત કરવા ક્ષત્રિો પાસે જતા. આ સૂચવે છે કે શ્રમણ પર પરાને વિજય બ્રાહ્મણો ઉપર શારીરિક બળે નહિ પણ આત્માને બળે થયે. તે એટલે સુધી કે ઉપનિષદ્ અને ત્યાર પછીના કાળમાં તે યજ્ઞને બદલે આત્મા જ બ્રાહ્મણ સંસ્કૃતિમાં પ્રધાન થઈ ગયો. આ કાળ શ્રમણ-બ્રાહ્મણ સંસ્કૃતિના સમન્વયને હત, આર્ય-અનાર્ય સંસ્કૃતિના સમન્વયને હતો. એ કાળ તે ભગવાન મહાવીર અને બુદ્ધિને સમય છે.
શ્રમણ અને બ્રાહ્મણના સમન્વયના ફળરૂપે શ્રમણોએ બ્રાહ્મણ પાસેથી નવું સ્વીકાર કર્યું અને બ્રાહ્મણોએ શ્રમણ પાસેથી નવું સ્વીકાર કર્યું. બ્રહ્મને અર્થ, જે પહેલાં યશ અને તેના મંત્ર કે સ્તે થતો હતો, તેને બદલે બ્રહ્મ એટલે આત્મા એમ થવા લાગે. શ્રમણ પિતાના શ્રેષ્ઠ પુરુષોને આર્યોના નામથી ઓળખવા લાગ્યા, અને પિતાના ધર્મને એમણે આર્ય ધર્મનું નામ આપ્યું. યજ્ઞ એ શ્રમણોએ પણ સ્વીકાર્યો અને તેને આધ્યાત્મિક અર્થ કર્યો. તેઓ પિતાના સંઘના શ્રમણને બ્રાહ્મણના નામથી પણ સંબોધવામાં ગૌરવ અનુભવ કરવા લાગ્યા. પોતાના આચારધર્મનું નામ બ્રહ્મચર્ય રાખ્યું, બ્રહ્મવિહાર રાખ્યું. બ્રાહ્મણોમાં બ્રહ્મચર્યનો અથ વેદપઠનની ચર્યા એમ હતું તેને બદલે શ્રમણાએ એ જ બ્રહ્મચર્યને પિતાની આધ્યાત્મિક સાધનાના આધારરૂપે ઓળખાવ્યું. બ્રાહ્મણોમાં જ્યાં સંન્યાસ કે મોક્ષનું નામ પણ ન હતું, ત્યાં એ વસ્તુ શ્રમણો પાસેથી લઈને તેમણે આત્મસાત્ કરી દીધી. ભૌતિક બળમાં શ્રેષ્ઠ અને મનુષ્યના પૂજ્ય એવા ઇન્દ્રાદિ દેવોને શ્રમણએ જિનોના-મનુષ્યના પૂજક-સેવકનું સ્થાન
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
આપ્યું અને બ્રાહ્મણોએ એ જ ઈન્દ્રાદિની પૂજાને બદલે આત્મપૂજા શરૂ કરી, અને શારીરિક સંપત્તિ કરતાં આત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું. અથવા તે, કહે કે, ઇન્દ્રને આત્મામાં ફેરવી નાખ્યો. ટૂંકામાં, બ્રાહ્મણધર્મનું રૂપાન્તર બ્રહ્મધર્મ અર્થાત આ-મધમમાં થયું. આ સમન્વયને કારણે શ્રમણ અને બ્રાહ્મણ બને સમૃદ્ધ થયા. પણ તેમની ભેદક રેખા વેદશાસ્ત્રમાં મર્યાદિત થઈ. અર્થાત જેઓ પોતાની માન્યતાના મૂળમાં વેદને પ્રમાણભૂત માને છે, તેઓ બ્રાહ્મણ પરંપરામાં ગણાયા અને જેઓ વેદશાસ્ત્રને નહિ પણ સમયે સમયે થનાર જિનોને પ્રમાણભૂત માને છે તેઓ શ્રમ ગણાયા
શ્રમણોના સંપ્રદાયે જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક મતાન્તરો છે, તેમ શ્રમણ પરંપરામાં પણ અનેક મતાન્તરે છે. એક જ વેદશાસ્ત્રના અર્થમાં મતભેદ થવાથી જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક સંપ્રદાય થયા, તેમાં અનેક જિનોના કે તીર્થકરના ઉપદેશમાં પાર્થને કારણે શ્રમણમાં પણ અનેક સંપ્રદાય થયા–જેવા કે આજીવક, નિર્ચન્થ. બૌદ્ધ આદિ. એ બધા સંપ્રદાય જિનના ઉપાસક હોવાથી જેન કહી શકાય. બૌદ્ધ સંપ્રદાય તે છઠ્ઠી શતાબ્દી સુધી જૈનને નામે ઓળખાતા. એ ઈતિહાસસિદ્ધ હકીકત છે. આજીવોને પણ દિગંબર જૈન તરીકે કે ક્ષપણુક તરીકે ઈતિહાસમાં ઓળખાવવામાં આવ્યા જ છે એ હકીકત છે. પણ આજે રૂઢિ એવી છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓને જ જૈન નામથી ઓળખવામાં આવે છે. શ્રમણનો બીજો સંપ્રદાય, જે ભગવાન બુદ્ધના અનુયાયી વગ છે, તે બદ્ધ કહેવાય છે. અને આજે આછવકોનું અને ભગવાન બુદ્ધ અને મહાવીરકાલીન બીજા શ્રણમસંપ્રદાયનું તે નામનિશાન પણ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે જેનું નામ એ એક વિશાળ અર્થમાં હોવા છતાં તેનો આજે સંકુચિત અર્થ છે. વિશાળ અર્થમાં જિનના ઉપાસકે તે જેન; છતાં સંકુચિત અર્થે માં આજે ભગવાન મહાવીરની પરંપરાને અનુસરે તે જૈન છે. જેમ ભગવાન મહાવીર જિન, સુગત. શ્રમણ, તથાગત, અહંત, તીર્થંકર, બુદ્ધ એવાં નામોથી ઓળખાય છે, તેમ ભગવાન બુદ્ધ પણ જિન, સુગત, શ્રમણ, તથાગત, અહંત, તીર્થકર, બુક એવાં નામોથી ઓળખાય છે. આ વસ્તુ મૂળે તેઓ બંને એક જ શ્રમણ પરંપરાના છે એ સૂચવવા માટે પૂરતી છે. પણ એક પરંપરાએ અહંત કે જિન શબ્દ ઉપર વધારે ભાર tો, તેથી તે પરંપરા અત્યારે આહત પરંપરા કે જૈને પરંપરાને નામે
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
પ્રસિદ્ધ થઈ છે, જ્યારે બીજી પરંપરાએ બુદ્ધ નામ ઉપર વધારે ભાર આપ્યો, તેથી તે પરંપરા બૌદ્ધ પરંપરાને નામે ઓળખાઈ.
બે વચ્ચેનો ભેદ બ્રાહ્યણ અને શ્રમણોના પાર્થક અને સમન્વયની ચર્ચાના અનુસંધાનમાં એ જણાવવું જરૂરી છે કે શ્રમણોની આત્મવિદ્યા બ્રાહ્મણોએ સ્વીકાર્યા છતાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જે એક મોટે ભેદ ઉપનિષદ્ કાળ અને ત્યાર પછી પણ જોવા મળે છે તેના વિષે થોડો વિચાર કરવો અનિવાર્ય છે. બ્રાહ્મણની રુચિ આત્મવિદ્યા તરફ વધી અને બ્રહ્મજ્ઞ ઋષિઓનું બહુમાન થવા લાગ્યું, પણ એ બ્રહ્મા ગણાતા ઋષિઓની ચર્ચા અને લગભગ તે જ કાળે થનાર તીર્થકરોની કે થોડા ઉત્તરકાળે થનાર ભગવાન મહાવીર અને બુધની ચર્યા તરફ આપણે જોઈએ તો એક મોટો ભેદ સામે તરી આવે છે; તે ભેદ જ્ઞાન અને ક્રિયાનચારિયને છે. બ્રહ્મર્ષિ બ્રહ્મજ્ઞાનમાં–તત્ત્વજ્ઞાનમાં પાવરધા હતા પણ ચારિત્ર્યની બાજુ તેમની નબળી હતી. યાજ્ઞવક્ય જેવા મહાન તત્વજ્ઞ બ્રહ્મર્ષિના જીવનની ઘટનાઓ જુઓ અને બુદ્ધ-મહાવીર કે તેમના પૂર્વના શ્રમણોની ચર્ચા જુઓ તો વીતરાગભાવનું પ્રાધાન્ય શ્રમણોમાં મળશે. બ્રહ્મર્ષિમાં નહીં. બ્રહ્મજ્ઞ તરીકે પ્રસિદ્ધ છતાં યાજ્ઞવલક્યને ભરી સભામાંથી ઊભા થઈને ગાયો હાંકી જઈ પોતાનું બ્રહ્મજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એમ અભિમાન કરતાં કે એ ગાયનો પરિગ્રહ સ્વીકાર કરતાં તેમનું બ્રહ્મજ્ઞાન તેમને આડે આવતું નથી, જ્યારે શ્રમણધર્મને સહેજે પરિચય થતાં બુદ્ધ અને મહાવીર ઘર-બાર અને સમગ્ર પરિગ્રહ છેડી અનગાર બને છે. બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્કયને બ્રહ્મધિ છતાં બે પત્નીઓ હતી, અને પિતાની સંપત્તિની વહેચણને પ્રશ્ન તેમની સામે હતો. આ પ્રકારના પરિગ્રહધારીને શ્રમણોમાં કદી આત્મજ્ઞની કે બ્રહ્મજ્ઞની ઉપાધિ મળી શકે નહિ. આ મેટો ભેદ શ્રમણ અને બ્રાહ્મણમાં હતા અને આજે પણ છે.
સંન્યાસને એક આશ્રમ તરીકે સ્વીકાર્યા છતાં બ્રાહ્મણ પરંપરામાં મહત્ત્વ તે ગૃહસ્થાશ્રમનું જ સર્વાધિક રહ્યું છે, જ્યારે શ્રમણોની સંસ્થા એકાશ્રમ સંસ્થા છે. તેમાં સંન્યાસને જે મહત્ત્વ અપાયું છે, તે બીજા કોઈ પણ આશ્રમને નથી અપાયું. ગૃહસ્થાશ્રમ સંન્યાસની પૂર્વ તૈયારી તરીકે પણ અનિવાર્ય નથી મનાય; એ તે ત્યાજ્ય જ છે. આ ભેદમાંથી જ શ્રાદ્ધાદિની કલ્પના અને સંતાનોત્પત્તિની અનિવાર્યતા બ્રાહ્મણ ધર્મમાં મનાઈ, જ્યારે શ્રમણોમાં એવી કશી જ કલ્પનાને સ્થાન નથી.
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન.
બ્રાહ્મણોમાં યજ્ઞસંસ્થાને પ્રાધાન્ય સાધે જ પુરોહિત સંસ્થાનો ઉદભવ થયો અને પરિણામે બ્રાહ્મણ વર્ણ શ્રેષ્ઠ અને બીજા હીન એવી ભાવના પ્રચારમાં આવી. એટલે સમાજમાં જાતિગત ઉચ્ચનીચતા થઈ અને તેણે ધર્મક્ષેત્રમાં પિતાને પગ જમાવ્યો, અને મનુષ્યસમાજના ભાગલા પડ્યા. આથી ઊલટું, શ્રમોમાં આવી કઈ પુરોહિત સંસ્થાના ઉદ્દભવને અવકાશ જ હતો નહિ. આમ છતાં પણ બ્રાહ્મણ-શ્રમણના મિલનનું એક પરિણામ એ આવ્યું કે શ્રમણોમાં જાતિગત ઉચ્ચ-નીચતા, જેનો તેમના સિદ્ધાત સાથે કઈ મેળ નથી. તેને શ્રમણોએ બહુજનસમાજમાં સ્વીકાર કર્યો. જોકે શ્રમણ સંઘમાં એવા કોઈ ભેદને પ્રાચીન કાળમાં સ્થાન ન હતું, પણ આજે આપણે જોઈએ છીએ કે એ શ્રમણ સંધ પણ જાતિવાદના ભૂતથી ગ્રસ્ત થયેલ છે. આથી ઊલટું, બ્રાહ્મણ પરંપરામાં મધ્ય કાળમાં એવા સંપ્રદાયો અને સંત થયા છે, જેમણે–જાતિગત ઉચ્ચ-નીચ ભાવને કોઈ મહત્વ આપ્યું નથી : આ શ્રમણ ભાવનાનો વિજય ગણી શકાય..
ભેદની ગૌણતા શ્રમણ અને બ્રાહ્મણને એક મોટે ભેદ નિવૃત્તિ અને પ્રવૃત્તિને કારણે છે. શ્રમણનો સમગ્ર આચાર નિવૃત્તિપ્રધાન હતા અને બ્રાહ્મણોને સમગ્ર આચાર પ્રવૃત્તિપ્રધાન હતા. બ્રાહ્મણની યજ્ઞસંસ્થા અને સમગ્ર કમેકડે અને તેના ફળાફળની ચર્ચા કરીએ તો સ્પષ્ટ થશે કે એ દ્વારા સ્વર્ગસુખની પ્રાપ્તિ કરવાને એ પ્રયત્ન હતા. તેમાં નિવૃત્તિને નહિ, પણ પ્રવૃત્તિને સ્થાન હતું. આથી ઊલટું, શ્રમણોને મન પ્રવૃત્તિ એ સર્વથા ત્યાજ્ય છે. તેમને મન ક્રિયાકાંડે પણ ત્યાજ્ય જ છે; કરવા કરતાં ન કરવું એ જ એમને મન મહત્ત્વની વસ્તુ છે. બ્રાહ્મણ કર્મકાંડના રહસ્યનો વિચાર કરીએ તે તેમાં એ કર્મકાંડ કેવળ વ્યક્તિપ્રધાન નથી પણ સામૂહિક છે. એટલે બ્રાહ્મણ ધર્મ વ્યક્તિને ધર્મ નહીં પણ સમાજને ધર્મ સિદ્ધ થાય છે. એથી ઊલટું, શ્રમણ ધમ એ નિવૃત્તિપ્રધાન હોઈ તે કેવલ વ્યક્તિને ધર્મ છે. એકલી વ્યક્તિ પણ, કોઈની પણ સહાયતા વિના, એ ધર્મનું આચરણ કરી શકે અને કરવું જોઈએ એ અપેક્ષાથી એમાં સમગ્ર આચારની ગોઠવણ છે. આવી એકાન્તિક નિવૃત્તિમાં પરસ્પરોપકારની ભાવનાને અથવા તો મહાકરુણા કે કરુણાને વિશેષ અવકાશ નથી રહેતો; જયારે બ્રાહ્મણ ધર્મ પ્રવૃત્તિપ્રધાન ધર્મ હોઈ અને ફળાફળની સમગ્ર જવાબદારી કોઈ ઉપાય ઉપર હાઈ તેમાં મહાકરણ કે કરણને અવકાશ રહે છે. આથી પરસ્પરોપકારને પણ
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
સમાજમાં અવકાશ મળે છે. જ્યારે આ બન્ને પર પરાનેા સમન્વય થયા ત્યારે બ્રાહ્મણેાએ સન્યાસ આશ્રમરૂપે શ્રમણેાની નિવૃત્તિને પ્રશ્રય આપ્યા અને શ્રમણેાએ બ્રાહ્મણા પાસેથી કરુણા અને મહાકરુણા લીધી; અને ખીજા જીવા કરતાં તીકર–જિનાની એ મહાકરુણાને કારણે જ વિશેષતા સ્વીકારી. આ પ્રમાણે બ્રાહ્મણા અને શ્રમણાના જીવનમાં જે અકાન્તિકતા હતી તેને બદલે સમન્વય થયેા અને પરિણામે તે બન્ને પરંપરાઓ બહુ જ નજીક આવી. આથી બ્રાહ્મણીએ અને શ્રમણાએ બન્નેના ઉપાસ્યાને તત્ત્વત: એક સ્વીકારવા સુધીની દલીલેા આપવા માંડી. બ્રાહ્મણેાના અનેક કમ કાંડાનું રૂપાન્તર શ્રમણેાએ કરી નાખ્યુ અને પોતાને અનુકૂળ બનાવી તે સ્વીકારી લીધા; એ જ પ્રમાણે બ્રાહ્મણાએ પણ શ્રમણેાના આચારાને સ્વીકારી લીધા. આ રીતે બન્ને પર પરાના જે તત્ત્વત: ભેદ હતા એ ગૌણ બની ગયા અને બન્ને એક જેવા થઈ ગયા, જેને આપણે આજે હિન્દુ સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ.
આમ છતાં બન્નેના આંતર પ્રવાહ કદી એક થયા નથી, એ ભૂલવું ન જોઈએ. બહુજનસમાજમાં નાગા, નિલજ, મેતર (મહત્તર-ભંગી) આદિ શબ્દો બહુમાનસૂચક નથી રહ્યા. શ્રમણાની દૃષ્ટિએ નગ્ન રહેવું એ બહુ મોટી વાત છે, લજ્જાને જીતવી એ બહુ માઠું કાય છે. છતાં નાગા, નિલજ્જ એ શબ્દો નિન્દાસૂચક બની ગયા છે. તે જ પ્રમાણે ભામટા' એ બ્રાહ્મણનું જ રૂપાન્તર છતાં નિન્દાસૂચક શબ્દ બની ગયા છે. બન્ને પરંપરાના વૈરમૂલક વ્યવહારમાંથી આવા શબ્દોની સૃષ્ટિ થયેલી છે. અને અશાક જેવાની ‘દેવાનાં પ્રિય' એ મહુજનસંમત પછીના બ્રાહ્મણાએ ‘ભૂખ પશુ' અ કર્યાં જ છે અને એ જ અર્થાંમાં એ
શબ્દને પ્રચલિત પણ કર્યાં છે.
વૈદિક નિષ્ઠા બધા જીવાના સંબંધ એક’ સાથે માનતી હોઈ સમાજજીવન ઉપર વધારે ભાર આપે છે અને તેથી પણ સામાજિક નીતિનુ ઘડતર તેમાં છે. જે વ્યક્તિ સમાજના એકમ તરીકે પેાતાને સ્વીકારે તેનું જીવન સમાજને પ્રતિકૂળ સંભવે જ નહિ. અને તે જ કારણે તેમાં સમાજશાસ્ત્રની રચના છે અને એક સામાજિક પ્રાણીને જીવન-વ્યવહાર અને રીતિનીતિ જેવી હેાવી જરૂરી છે, તેથી વિપરીત, જેમને મતે, સમાજને બદલે વ્યક્તિનિષ્ઠા હાય તેની રીતિનીતિ તદ્ન જ અલગ હૈાય તે સ્વાભાવિક છે. તેથી શ્રમણોમાં સમાજવ્યવસ્થા માટે સ્મૃતિએ નથી, પણ કેવળ વ્યક્તિનિષ્ઠા માનવામાં આવે તે જીવનવ્યવહાર જ સંભવે નહી. એટલે શ્રમણાના પણ સંધે! બન્યા અને તેવા સંધને વ્યવસ્થિત કરવા આચાર
Page #37
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ચિ'તન
અને વિનયના નિયમે પશુ બન્યા. એટલે કે ઉક્ત પ્રકારે પરસ્પર સમન્વય થયા છે, છતાં બન્નેની ભેદક રેખા-વેદમાન્યતા અને અમાન્યતા—એ કાયમ હાઈ તેઓમાં સર્વાંગે એકતા કદી આવી નથી અને આવવા સ`ભવ પણ નથી. કારણ, બન્નેની મૂળ નિષ્ઠામાં જ ભેદ છે. એનું નિવારણ ન થાય ત્યાં સુધી સપૂણ્ એકતાના સંભવ નથી.
.
નિષ્ઠાબેનુ કારણ
ત્યારે હવે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મૂળ નિષ્ઠા બંનેની કેમ જુદી રહે છે? તેમાં અકથને જે અવકાશ નથી મળતા તેનું કારણ શું છે?
સમગ્ર વિશ્વના મૂળમાં કોઈ એક જ પરમ તત્ત્વ છે, તેમાંથી જ આ વિશ્વપ્રપચની સૃષ્ટિ છે—આ છે વૈદિક નિષ્ઠા. એ તત્ત્વને બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર આદિ વિવિધ નામે ઓળખાવવામાં આવે છે. આ મૂળ નિષ્ઠાને કાયમ રાખીને જ બધી પર`પરાઓમાં જુદા જુદા નામે એ પરમતત્ત્વની ઉપાસનાને સ્થાન મળ્યું છે; જોકે એ એક તત્ત્વમાંથી કે એ એક તત્ત્વને આધારે કે નિમિત્તે સમગ્ર વિશ્વસૃષ્ટિની ઉત્પત્તિનું સ્પષ્ટીકરણ કરવા અનેક મતમતાંતર વિવિધ વૈદિક દઈને રૂપે વિકસ્યાં છે, પણ એ બધામાં એક' ઉપરની નિષ્ઠા કાયમ છે.
તેથી ઊલટું, શ્રમણ પર પરામાં એવું કાઈ એક તત્ત્વ સ્વીકારાયું નથી, જે સમગ્ર વિશ્વપ્રપ`ચ માટે જવાબદાર હોય. પણ આ સંસારલીલા અનાદિ કાળથી ચાલી આવી છે, અને તેને માટે જવાબદાર જુદા જુદા જીવા સ્વયં જ છે, ખીજું કાઈ નહિ. એટલે અનાદિ કાળથી એક નહીં, પણ અનેક મૂળ તત્ત્વા છે, એટલે ખરી રીતે વિશ્વસૃષ્ટા તરીકે ફાઈની ઉપાસનાને સ્થાન નથી.
વૈદિક પરંપરામાં પરમ ઉપાસ્યની કરુણા હાય તેા પરમથી છૂટા પડેલા જીવાને પરમ પોતાની અંદર સમાવી લે—એટલે જીવેા પરમભાવ પ્રાપ્ત કરવા પરમની ઉપાસના કરે એ સ્વાભાવિક ક્રમ છે. પણ શ્રમણામાં એવું કેાઈ પરમ તત્ત્વ ન હોઈ તેની સાથે મળવાનેા કે તેમાં સમાઈ જવાને! પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. એટલે શ્રમણેામાં એવા મૌલિક પરમની ઉપાસનાને સ્થાન નથી, પણ અનાદિ કાળથી સંસારનુ જે ચક્ર ચાલે છે, એ ચક્રની ગતિને શકવામાં જ પુરુષાર્થાંની કૃતા'તા છે. એવા પુરુષાથ જેણે કર્યાં હેાય તે આદર્શ વ્યક્તિ બને છે; અને તેવા પુરુષા` કાઈ કરે તે! તે એવી વ્યક્તિનું અનુકરણ માત્ર કરે છે, એમ માનવું જોઈએ.
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
પણ શ્રમણામાં પણ બ્રાહ્મણેાની દેખાદેખીએ ઉપાસનાનું તત્ત્વ દાખલ થયું જ છે. પણ મૂળ નિષ્ઠામાં ભેદ હાઈ ઉપાસના છતાં તે એકપક્ષી ઉપાસના છે. ઉપાસ્ય ઉપાસક અર્થે કશું જ કરવા સમથ નથી. માત્ર તે ઉપાસ્ય ધ્રુવ તારા છે, જેને નજર સમક્ષ રાખી ઉપાસક પેાતાના માર્ગ નક્કી કરે છે. એટલે ખરા અમાં આને ઉપાસના કહેવાય જ નહિ. છતાં પણ બ્રાહ્મણ પરંપરાની જેમ શ્રમણ પરંપરામાં મંદિર અને મૂર્તિના આડંબરને જે પૂર્ણ સ્થાન મળ્યુ છે તે શ્રમણેાના તાત્ત્વિક ધમાં નહિ, પણ બાહ્ય ધમમાં સમાવિષ્ટ છે એમ માનવું જોઈએ. આને ખુલાસા આ પ્રમાણે પણ કરી શકાય કે ઉપાસના પરમ તત્ત્વની હાય કે પેાતાની, પણ તેના નામ બાહ્ય આચારમાં તા એક જેવા જ હોઈ શકે. ભેદ જે છે તે એ છે કે એક પરમ તત્ત્વને પ્રાપ્ત કરવા મથે છે, જ્યારે ખીજે પેાતાને, એકને મતે વસ્તુત: પરમ એ ઉપાસકથી પૃથક્ નથી; જ્યારે બીજાને મતે પણ પોતે પણ પોતાથી ભિન્ન નથી. એકને મતે ઉપાસ્ય આદભૂત પરમ તત્ત્વ મૂળે એક જ છે અને અ ંતમાં પણ એક જ છે, પણ ખીજાને મતે મૂળમાં અને 'તમાં પોતાથી ભિન્ન નહીં છતાં બીજાથી તે! ભિન્ન જ છે. આ ભેદને કારણે બ્રાહ્મણ અને શ્રમણની નિષ્ઠામાં જે ભેદ છે તેને સપૂર્ણ સમન્વય શક નથી. જેટલી હદે શકય હતા તે તે બને સમાજે કરી જ લીધે છે.
જેને આપણે અત્યારે જૈનધમ ને નામે એળખીએ છીએ તેનું પ્રાચીન રૂપ શ્રમણ ધર્માં હતું તેના ટૂંકા પરિચય આપ્યા પછી હવે આપણે એ જોઈએ કે શ્રમણ ધર્માંના એક સ`પ્રદાય રૂપે જૈનધમ ના ઇતિહાસ શા છે ? તેની વિશેષતા શી છે ? તેનું સ્વરૂપ શું છે?
(૨) જૈનધમ ના ઇતિહાસ
જૈનધમ એ શ્રમણ સંપ્રદાય હાઈને, તથા તેની અને શ્રમણાના ખીજા સંપ્રદાયા વચ્ચે ઘણી બાબતમાં સામ્ય હોઈને, પાશ્ચાત્ય વિદ્વાનેમાં એક વખત એવા ભ્રમ હતા કે બૌધમાંથી જૈનધર્મ જુદા નથી, પણ યાકેાખી જેવા વિદ્વાનાએ એ ભ્રમને તા યારનાય ભાંગી નાંખ્યા છે. ભારતવર્ષના વિદ્વાનેામાં તે એવા ભ્રમ કદી જ થયેા પણ નથી, એટલે પણ્ એ વિષયની ચર્ચા અહી અસ્થાને છે.
જૈનધર્મીના ઇતિહાસ છે અને તેનું દર્શીન પણ છે. ઇતિહાસ પોતાની રીતે ખુલાસા કરે છે અને `ન એ તે શાશ્વત સત્યની ચર્ચા કરતુ હોઈ એ
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ચિતન
ઇતિહાસાતીત છે. એટલે જૈનધમ ના ઇતિહાસ અને તેનું દન જૈનધર્મોની પ્રાચીનતા વિષે જે વિચારા ઉપસ્થિત કરે તેમાં મતભેદ રહેવાના જ.
૧૦
અનાદિ અને શામૃત
.
જૈન દર્શને કરેલા પ્રાચીનતાના ખુલાસાને પ્રથમ જોઈ લઈએ, વૈદિક દર્શીનમાં કહેવામાં આવ્યુ છે કે સૃષ્ટિની આદિમાં કાઈ એક” તત્ત્વ હતું, તેમાંથી આ સમગ્ર સૃષ્ટિના ઉદ્ભવ થયા છે. પણ વૈદિક ન પણ એ કેવળ એક’ તત્ત્વમાંથી ‘ક્યારે’સૃષ્ટિ થઈ તેને સમય નિશ્ચિત કરી શકતુ નથી. એટલે એ અજ્ઞાત કાળને આપણે અનાદિ કહીએ. આમ કહેવું તે જોકે પરસ્પરવિરાધ જેવુ ભાસે છે, છતાં પણ ખાટુ નથી. કારણ, જે વસ્તુના આદિ કાળને આપણે નિશ્રિત ન કરી શકીએ તેને અનાદિ કથા સિવાય બીજો કોઈ માર્ગ આપણી સામે રહેતા નથી. એ જ પ્રમાણે જૈન દઈને સ્વીકાર્યુ છે કે સષ્ટિ અનાદિ કાળથી ચાલી આવે છે-ને ચાચિનીદશે. નાત-જગત સદા એકસરખુ` છે. પણ એ સુમહત્ કાળ અનંત ખડામાં વિભક્ત છે, જેને જેના અવસિ`ી અને ઉત્સર્પિણી કહે છે. પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ૨૪ તી...કરા થાય છે. અને તેમણે એક જ ઉપદેશ આપ્યા છે કે જીવા કથી બહુ છે; એ કર્મીબુધનાં કારણેા રાગ અને દ્વેષ છે; બંધનાં કારણેાનું નિવારણ કરી જીવ મેાક્ષને પામે છે. આ સામાન્ય વાત એકસરખી રીતે બધા તીથ કરીએ પ્રતિપાદિત કરી છે. આ દૃષ્ટિએ જૈનધમ અનાદિ અને શાશ્વત છે. જ્યારથી જીવે છે ત્યારથી જેમ તેએ બંધનમાં બદ્ધ થવાના પ્રયત્ન કરે છે, તેમ છુટકારાને પણ પ્રયત્ન કરે જ છે. અને છુટકારાને પ્રયત્ન એ જ તો જૈનધમ છે, એટલે જો જીવા અનાદિ હોય તેા તેને ધર્માં પણ અનાદિ હોવા જોઈએ, આ દર્શીને કરેલા ત જૈનધર્મોને અનાદિ સિદ્ધ કરે છે. પણ સ્વયં દર્શીન એ કાળપ્રવાહમાં બાદમાં આવતું હોઈ, ઘટનાઓ ઘટી ગયા પછી તેને પેાતાની દૃષ્ટિએ તાત્ત્વિક ખુલાસા કરતું હાઈ, ઇતિહાસ સાથે તેને બહુ લેવાદેવા નથી. એટલે આ ખુલાસાને વિષે અહી વિશેષ ચર્ચા કરવી અસ્થાને છે.
.
ઐતિહાસિક પુરાવા
પણ હવે ઇતિહાસને જૈનધમ ની પ્રાચીનતા વિષે શું કહેવાનુ' છે તે જોઈએ. વેદાદિ બ્રાહ્મણ ગ્રંથેામાં આવતા અરિષ્ટનેમિ' શબ્દ તે નામના જૈન
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૧
તીર્થકરને સૂચક છે, એમ કેટલાકનું કહેવું છે. જેને પરંપરા પ્રમાણે તે તેમને સંબંધ શ્રીકૃષ્ણ સાથે છે : આ જૈન પરંપરાનું સમર્થન વેદમાંથી મળતું નથી. એટલું નક્કી કે પ્રાચીન કાળમાં અરિષ્ટનેમિ' નામ પ્રચલિત હતું. તે જૈન તીર્થકરનું હોય પણ ખરું અને ન પણ હોય. મહાભારતમાં સહદેવે વેશપલટો કરી વિરાટની સભામાં પિતાને પરિચય આપતા કહ્યું છે કે “વૈશ્યો દમ નાનાદમરિષ્ટનેમિ” (વિરાટપર્વ, દશમો અધ્યાય, શ્લોક ૫)–હું વૈશ્ય છું અને મારું નામ “અરિષ્ટનેમિ છે. અન્યત્ર મહાભારતમાં અરિષ્ટનેમિને જિનેશ્વર પણ કહ્યા છે. આ ઉપરથી એટલું તારવી શકાય કે અરિષ્ટનેમિના અસ્તિત્વ વિષે સંદેહ કરવાને સ્થાન નથી. તેમને જે કૃષ્ણના સમકાલીન માનીએ તે મહાભારત કાળમાં એટલે કે ઈ. પૂ. ૧૦૦-૧૫૦૦માં તેમને સમય કપી શકાય.
ભગવાન ઋષભદેવ જેના પ્રથમ તીર્થકર છે. ઋષભ શબ્દને ઉલ્લેખ બ્રાહ્મણ સંપ્રદાયના વેદોમાં પણ મળે છે. અને પુરાણોમાં તે ઋષભચરિત્ર જે પ્રકારનું આપવામાં આવ્યું છે તે વાંચનારને શંકા રહેતી જ નથી કે જૈન તીર્થકર ઋષભદેવનું જ એ ચરિત્ર છે. બ્રાહ્મણોના મતે ઋષભદેવ એ મનુની પાંચમી પેઢીએ થયેલ છે. એટલે એમને કાળ એ પૌરાણિક કાળ ગણાય. એટલે એ કાળ ઈતિહાસની નજર બહાર જ લેખા જોઈએ. અને જેને પુરાણોમાં પણ તેમના કાળને અત્યંત પ્રાચીન ગણવામાં આવ્યા છે. જૈન અને બ્રાહ્મણ બન્ને ગ્રંથોના આધારે કહી શકાય કે ઋષભ એક જબરા તપસ્વી હતા. અને તેમના કાળમાં જેને આપણે સંસ્કૃતિ નામથી ઓળખીએ છીએ તેને ઉદયકાળ શરૂ થયો હતો, અને એ ઉદયમાં ઋષભદેવને પોતાનો હિસે મોટા પ્રમાણમાં હતું. અને એમાંથી એ પણ જાણવા મળે છે કે તેમના પુત્ર ભારતના નામથી આપણું આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. આ પૌરાણિક વર્ણનોને ઈતિહાસ-- સિદ્ધ કાળમાં ગોઠવી શકાય એમ નથી. છતાં વેદ કાળમાં ભાઈ-બહેનના લગ્નની કે સચારની રૂઢિ અને ભકથામાં આવતી યુગલિયાઓની લગ્નપ્રથાની. રૂઢિ એકજેવી છે, જેથી એક સૂચના તે મળી શકે છે કે ઋષભદેવનો કાળ
દથી બહુ દૂર તે નહિ હોય.
પણ જેને જૈન ધર્મના અસ્તિત્વને અસંવિધ પુરા કહી શકાય એ ઉલ્લેખ તે સર્વપ્રથમ પાલિ પિટકોમાં મળે છે. તેમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ નિગ્રંથ નાથપુત્ર કે નિગ્રંથ જ્ઞાતપુત્રને નામે મળે છે, એટલું જ નહિ પણ, જેનધમને આગવા કહી શકાય એવા સિદ્ધાન્તને ઉલ્લેખ પણ સર્વપ્રથમ બૌદ્ધ
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૨
જૈનધર્મચિંતન
ગ્રન્થમાં જ મળે છે. અને એવા સિદ્ધાન્તના વિવિધ ઉલ્લેખને આધારે ભગવાન મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના ઉપદેશનું અસ્તિત્વ પણ ડો. યાકેબીએ સિદ્ધ કર્યું જ છે. બૌદ્ધ ગ્રન્થમાં ભગવાન મહાવીરના ઉપદેશમાં ચાતુર્યામને સ્થાન હતું એમ જણાવવામાં આવ્યું છે, પણ ખરી રીતે જૈન શાસ્ત્રો પ્રમાણે તે, ભગવાન મહાવીરના પાંચ પામે છે, જ્યારે ભગવાન પાર્શ્વનાથના, જૈન શાસ્ત્રો પ્રમાણે, ચાર યામો હતા. તેમાં જ સુધારો કરીને ભગવાન મહાવીરે પાંચ યમોને ઉપદેશ આપે. બૌદ્ધોની આ નાની સરખી ભૂલે ભગવાન પાર્શ્વનાથના અસ્તિત્વને એક પુરાવો પૂરો પાડ્યો છે, અને સ્વયં બુદ્ધના વખતમાં સર્વત્ર તેમને નિર્ચન્થોનો સામનો કરવો પડ્યો છે; એ સિદ્ધ કરે છે કે બુદ્ધથી પણ પહેલાં નિર્ચન્ય ધર્મને પ્રચાર પૂર્વ દેશમાં થઈ ગયો હતો. એ કહેવાની જરૂર નથી કે બુદ્ધના સમયમાં જૈનધર્મનું નામ નિગ્રંથધર્મ હતું. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર વિષે તો ઈતિહાસની પૂરી સાક્ષી છે. તેમાં ભગવાન મહાવીરનો સમય, તેઓ બુદ્ધસમકાલીન હેઈ, ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી શતાબ્દી નિશ્ચિત છે. જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીર પહેલાં ૨૫૦ વર્ષે પાર્શ્વનાથનું નિર્વાણ થયું. એટલે કે ઈ. પૂર્વ ૮૦૦ માં ભગવાન પાર્શ્વનાથ સમય મૂકી શકાય. આ બંને તીર્થંકર પહેલાંના તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવ અને અરિષ્ટનેમિ વિષે પહેલાં કહેવાઈ ગયું છે.
આટલી ચર્ચા ઉપરથી આપણે એટલું તે નિશ્ચિતરૂપે કહી શકીએ કે ઈ. પૂ. ૮૦૦ વર્ષ પહેલાં તે જૈનધર્મે પિતાનું એક જુદું રૂપ નક્કી કરી લીધું હતું; અને તે શ્રમણ સંપ્રદાયમાં એક પ્રતિષ્ઠિત સંપ્રદાય હતો. તે પહેલાં અરિષ્ટનેમિ કે તેથી પણ પહેલાં ઋષભદેવના સમયમાં જૈનધર્મનું શું સ્વરૂપ હતું એ જાણવાને આપણી પાસે જેન શાસ્ત્ર સિવાય બીજું કશું જ સાધન નથી. અને જૈન શાસ્ત્રો તે ભગનાન મહાવીરના ધર્મ કે શાસનને જ મહત્વ આપતાં હોઈ શેષ તીથ કેરોએ પણ એવો જ ઉપદેશ આપ્યો હતો તેવી સામાન્ય વાત કહે છે. એને આધારે સુસંવાદી ઈતિહાસ રચી શકાય એમ નથી. એટલે અત્યારે એટલાથી જ સંતોષ માનવો રહ્યો.
(૩) તવજ્ઞાન જૈનધર્મના ઈતિહાસની આટલી ચર્ચા પછી હવે આપણે જોઈએ કે જેનધર્મનું સ્વરૂપ શું છે? અને તેની વિશેષતા શી છે?
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૩
ઈશ્વરવાદને સ્થાને કર્મવાદ જેનધમમાં જગકર્તા. ઈશ્વરને સ્થાન નથી. આવા ઈશ્વરની કલ્પના વિનાના ધર્મને ધર્મ કહી શકાય નહિ, એવી ચર્ચા પશ્ચિમના વિદ્વાનોમાં ચાલી હતી. પણ એ ચર્ચા કરનારા વિદ્વાન સમક્ષ ખ્રિસ્તી ધર્મ અને તેના જેવા ઈશ્વરવાદી ધર્મો જ હતા. જ્યારે તેમને બૌદ્ધ ધર્મ અને જૈનધર્મને પરિચય થયો ત્યારે જ તેમણે જોયું કે ઈશ્વર વિનાનો પણ ધર્મ હોઈ શકે છે. એટલે તેમણે હવે ધર્મની વ્યાખ્યા જ બદલી નાખી અને બૌદ્ધ–જેનનો પણ સમાવેશ ધર્મોમાં કરવા લાગ્યા છે. જે ઈશ્વર નથી તો પછી સંસારમાં જે એક વ્યવસ્થા છે તેને આધાર શો છે? ઈશ્વરવાદી ધર્મો તે કહી શકે છે કે સર્વશક્તિસંપન્ન ઈશ્વર જગનિયતા છે. તે જ બધું વ્યવસ્થિત કરે છે. આ સંસારચક્ર ઈશ્વર દ્વારા સંચાલિત છે. પણ આ ઈશ્વરના સ્થાનમાં જેને કર્મને માને છે. જૈનધર્મની માન્યતા છે કે જીવોનાં કમીને કારણે જ સંસારચક ગતિમાન છે. અને એમનાં કર્મને કારણે જ વ્યવસ્થા પણ છે. જેના આ કર્મવાદને ઈતર ભારતીય ધર્મો ઉપર પણ એટલો પ્રભાવ પડ્યો જ છે કે ઈશ્વર માનનાર પણ, ઈશ્વરની કેવળ મરજી ઉપર બધું ન છોડતાં, છોનાં કર્મને આધારે ઈશ્વર કફલદાયક છે એમ તેઓ સ્વીકારતા થઈ ગયા છે. આ રીતે એક પ્રકારે ઈશ્વરની અપેક્ષાએ જેનેનો, કર્મવાદ જ પ્રબળ બને છે. કારણ, ઈશ્વરકૃત વ્યવસ્થા પણ છેવટે તો કર્માધીન જ છે. જેનધર્મની જે કોઈ પણ વિશેષતા હોય તે તે આ કમવિવેચનની છે. કર્મને જ્યારે સંસારચક્રના ચાલક બળ તરીકે સ્વીકાર્યું ત્યારે એને આધારે જ બધી ઘટનાઓ અને જીવની વિશેષતાઓને ખુલાસો કરવો જરૂરી હતું. એટલું નહિ પણ, એ કર્મના બળને ઘટાડી આત્મબળ કેમ વધારવું એની પ્રક્રિયા પણ શોધવી જરૂરી હતી. જૈનધર્મ એ ખુલાસે અને એ પ્રક્રિયાની શોધ કર્યા જ છે; અને એમાં જ જૈનધર્મનું સ્વરૂપ સંનિહિત છે.
જીના પ્રકાર અને સાધનાને માર્ગ આ સંસારના કોઈ પણ ધર્મનું ધ્યેય જીવને તેની વિદ્યમાન સ્થિતિમાં અસંતોષ જન્માવી ઉન્નતિને ભાગે લઈ જવાનું છે. જેનધર્મે ઉન્નતિની પરાકાષ્ઠા સિદ્ધાવસ્થામાં માની છે. એટલે જીવોના સંસારી અને સિદ્ધ એમ બે પ્રકાર સ્વતઃ ફલિત થાય છે. કર્મોને બંધનથી બદ્ધ એ સંસારી છે અને કર્મોના બંધનથી મુક્ત એ સિદ્ધ છે. સંસારી જીવોમાં પણ એવા કેટલાક છે. જે સતત
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૪
જેનધર્મચિંતન
ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યા છે, જ્યારે એવા પણ કેટલાક છે, જે અવનતિને માગે જઈ રહ્યા છે. આમ સંસારી જીવોમાં મૂઢ અને અમૂઢ એવા બે ભેદ અથવા તે સંસારાભિનંદી અને સાધક એવા ભેદ કલ્પી શકાય છે. ધર્મનું કાર્ય સંસારાભિનંદીને સાધક બનાવવાનું છે અને સાધકને સાધનાનો માર્ગ ચીંધવાનું છે. એટલે સર્વપ્રથમ સર્વ ધર્મના મૂળમાં વિવેક અથવા સમ્યગ્દષ્ટિને સ્થાન મળ્યું છે. વિવેકને અર્થ થાય છે પૃથક્કરણ. જૈનધર્મે સ્પષ્ટ કર્યું છે કે આત્મા અને અનાત્મા-કમને ભેદ સમજવામાં આવે તો જીવની મૂઢ દશા નિરસ્ત થાય છે. જીવ અને કર્મનું સ્વરૂપ એક નથી–-છવ ચેતન છે અને કર્મ અચેતન છે - છતાં બન્ને એકમેકમાં એવાં ઓતપ્રોત છે કે જીવને એ ભાન નથી કે પોતાનું ખરું સ્વરૂપ શું છે ? એટલે માર્ગદર્શકનું પ્રથમ કાર્ય એ છે કે જીવને પિતાના સ્વરૂપની પ્રતીતિ કરાવી આપવી. આવી પ્રતીતિ થાય એટલે વિવેકદ્રષ્ટિ જાગે. એ વિવેક જાગે એટલે જીવ કમ અને કમના વિષાકને કારણે થતી અવસ્થાઓને પોતાની માનતા અચકાય. આવો આંચકે લાગે એટલે આત્મા અને શરીર, જે કર્મજન્ય છે, તે બનેનો ભેદ એ સમજી જાય અને એ સમજે એટલે તેની સાધનાની શરૂઆત થાય છે. આવી સાધના એ ધર્મ છે. જિનેએ બતાવેલી સાધના એ જૈનધર્મ છે. અહીં જિનનો અર્થ આપણે તીર્થકર ભગવાન મહાવીર કરીશું.
જન સાધનાની વિશેષતા: અહિંસામયતા આત્મ-અનાત્મ-વિવેકની તે બધા ધર્મોએ વાત કરી જ છે અને તે વિવેક થયા પછીની ધર્મસાધના પણ સવ દર્શનમાં છે જ. તો પછી જૈનધર્મની આગવી વિશેષતા શી છે? વળી, સર્વ દર્શનમાં રાગ-દ્વેષ એ બે દોષ દૂર કરવા માટે જ સાધના કરવામાં આવે છે; આમાં પણ જૈનધર્મને કશું જ નવું કહેવાનું નથી. તો પછી એ સાધનાને જૈનધર્મનું નામ કેમ આપવામાં આવે? આ પ્રશ્ન છે. એ સાચું છે કે આત્મ-અનામ વિવેક અને રાગ–દનો ત્યાગ એ સર્વસાધારણ છે પણ સાધક કેટલીક નિષ્ઠાઓ લઈને એવી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને એ નિષ્ઠાભેદને કારણે જ આદર્શમાં ભેદ પડે છે. એ નિષ્ઠાઓના વિવેચનમાં જ જૈનધમ બીજા ધર્મોથી જુદો પડે છે અને એને કારણે ૧૮ તેનું જુદું અસ્તિત્વ કાયમ થાય છે. એ નિષ્ઠાનું જ નામ જૈન દર્શન છે.
જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે. ભગવાન મહાવીરના વખતમાં ધર્માચરણમાં પશુવધને સ્થાન હતું. યજ્ઞમાં પશુને વધ કરી મનુષ્ય પોતાના
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૫
સુખની કામના કરતા અને માનતા કે મરનાર પશુ સ્વગે` જાય છે. આથી વિરુદ્ધ ભગવાન મહાવીરે કહ્યું કે ;
6
सव्वे जीवा वि इच्छन्ति जीविडं न मरिज्जिरं ।
તન્હા વાળિયો થાર' નિચા વખ્તયંતિ ય ''
" सव्वे जीवा सुहसाया, दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीवितकामा મŽત્તિ નીનિયસ પિય ।''
"तुम सि नाम तं चेत्रजं हन्तव्वति मन्नसि । तुम्हा न हन्ता, न वि થાય ”
અર્થાત્ “બધા જીવે જીવવાની ઇચ્છા કરે છે, મરવાનુ કાઈ ઇચ્છતુ નથી; એટલા માટે પ્રાણીઓના વધને ભયંકર સમજી નિથા તેને નિષેધ કરે છે.”
બધાય જીવા સુખને અનુકૂળ અને દુ:ખને પ્રતિકૂળ સમજે છે. રક્ષણને પ્રિય અને વધતે અપ્રિય સમજે છે. બધા જીવ જીવવા ઇચ્છે છે. જીવનને પ્રિય ગણે છે.”
વળી, તમે જેને હુંતવ્ય ગણા છે તે પણ તમે જ છે, એટલા માટે તમે કાઈને મારી નિહ, કાઈના વધ કરી નહિ.”
ધર્માર્થ" હિંસા કરનાર બ્રાહ્મણાને એમણે પૂછ્યું કે તમને પોતાને કાઈ મારે તા તમને એ પ્રતિકૂળ છે કે અનુકૂળ ? જે પ્રતિકૂળ હાય તો ખીન્તને તમે મારા છે તે પ્રતિકૂળ કેમ ન હેાય ? તેમના અહિ`સાપ્રચારમાં આત્મૌપમ્યની દૃષ્ટિ હતી. જે બધા આત્માને એક જ માનતા-બ્રહ્માદ્વૈત માનતા, તેમણે તે વિશેષે હિંસાને ત્યાગ કરવા જોઈએ, કારણ કે જેની હિંસા કરવાનુ તે વિચારે છે, તે તેનાથી જુદો તા નથી જ. એટલે દૈતનિષ્ઠા હોય કે અદ્વૈતનિષ્ઠા, પણ અહિંસા એ જ ધ હાઈ શકે. જીવનમાં નિરપવાદ અહિંસાને સ્થાન હાવું જોઈએ એવા ભગવાન મહાવીરને આગ્રહ હતા. સૂક્ષ્મ જીવે મુદ્દાંની થાડી પણ હિંસા જો પેાતાના પ્રમાથી થાય તા તે પણ અધર્મનું જ કારણ છે એમ તેમણે સ્પષ્ટ કહ્યું છે.
આવી નિરપવાદ અહિંસાને જો સિદ્ધ કરવી હોય તા જીવનમાં આચરણના નિયમા અતિ કઠાર હેાવા જોઈએ. અને તેથી જ, એવા આગ્રહમાંથી , તેમણે પેાતાના જીવનના ઘડતરના અનુભવને આધારેં શ્રમણ સાધકો માટેના જે નિયમે ઘડી કાઢવા તે નિયમે જ જૈનધર્માંના આચારને બીજા ધર્મના અારથી પૃથક
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈનધર્મચિંતન
કરે છે, અને તેનું પૃથ અસ્તિત્વ પણ સિદ્ધ કરે છે. જીવનમાં જે સંપૂર્ણ અહિંસા પાળવી હોય તે તેનાં પૂરક વ્રત–સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્થ અને અપરિગ્રહ–નું પાલન અનિવાર્ય છે જ. વ્રતનું પાલન તે બીજા ધર્મોમાં પણ નિર્દિષ્ટ છે જ; પણ એ વ્રતના પાલનને સજીવ કરવું હોય તે ઝીણી ઝીણી બાબતે ઉપર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અને જ્યારે આપણે એ વતના આચારની ઝીણી ઝીણી બાબતોને અંગે નિયમોપનિયમની હારમાળ જોઈએ છીએ ત્યારે જણાઈ આવે છે કે શ્રમણનિગ્રંથ બીજા શ્રમણોથી ક્યાં જુદા પડે છે. - બાહ્ય દેખાવે નગ્ન રૂપે સમાન છતાં એક નાગો ભિક્ષુ ધૂણી તપાવીને ચીપિયો લઈને બેઠો હશે, ત્યારે આ શ્રમણ દિગંબર નિગ્રંથ જાણે છે કે અગ્નિમાં પણ છે છે તે એનો સમારંભ મારાથી થાય નહિ. આવું તો પ્રત્યેક બાબતમાં – વિહાર, ભિક્ષા, નિવાસ આદિ બાબતોમાં દેખાઈ આવશે. મતલબ કે નિગ્રંથને આચાર અહિંસામય છે, જ્યારે બીજાને હિંસા અહિંસાને વિવેક પણ હેતો નથી.
આ અહિંસાની વિવેચના માટે જીવશાસ્ત્રની રચના કરવી પડી. મહાવીરના મખની વાણીનું પાન કરવું હોય તો આચારાંગ જુઓ. ત્યાં સર્વપ્રથમ સત્રની ચર્ચા કરી છે એટલે કે જીવની હિંસા શાથી થાય છે એની જ વિવેચના કરી છે. એ વિવેચના કરવી હોય તે સ્વતંત્ર જીવશાસ્ત્ર પણ રચવું પડે છે. તેમણે કહ્યું છે કે વિશ્વમાં એવું કયું સ્થાન છે, જ્યાં જીવ નથી ? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ જેવી વસ્તુઓ, માં બીજા લેકે જીવની સંભાવના પણ ન કરી શકે ત્યાં પણ ભગવાન મહાવીરે જવાનું દર્શન કર્યું, તે પછી દશ્ય કીટ-પતંગને અને પશુઓ અને મનુષ્યને જીવ માનવા વિશે તે કહેવાનું જ ન હોય, આ બધા પ્રકારના જીવોની હિંસા ટાળીને સાધક કેમ જીવન વિતાવે એનો વિવેક ભગવાન મહાવીરે બતાવ્યો છે. આમાં જ જૈનધર્મ સમા છે. એક શબ્દમાં કહેવું હોય તે, જીવનમાં સામાયિક એક ધર્મ છે, અને તે જ જૈનધર્મ છે. સામાયિકનો સીધો અર્થ સમતા છે. એટલે કે મહાભારતે જે કહ્યું કે “જારમન: પ્રતિનિ પરેષાં ન સમારે”—તે જ સામાયિક છે. સંસારમાં બધા પ્રકારના જ પિતાની ઉન્નતિ ચાહે છે; પતન કોઈ ચાહતું નથી. બધાને જીવવાનો અને ઉન્નત થવાનો સરખો હક્ક છે. એટલે જ એ ફલિત થાય છે કે, એક ઉન્નતિમાં બાધક નહિ પણ સાધક થવું એ પ્રત્યેક જીવનું કર્તવ્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
જેનધર્મ
૧૭
છે. જૈનધર્મની આ મૂળ નિષ્ઠા છે. ભગવાન મહાવીરની, તીર્થંકર મહાવીરની આ મૂળ નિષ્ઠા છે.
તીર્થકર અહીં તીર્થંકર શબ્દ ઉપર ભાર આપું છું તે એટલા માટે જ કે બીજા સામાન્ય સાધક અને સિદ્ધોની અપેક્ષાએ એ જ એમની વિશેષતા છે. સામાન્ય સાધકે તે માત્ર પિતાનું હિત કરીને જ સિદ્ધ થઈ ગયા. તેમણે પોતાની સાધનામાં સ્વકલ્યાણના જેટલું જ પર કલ્યાણને પણ વિશિષ્ટ સ્થાન આપ્યું ન હતું, પણ રાગ-દ્વેષ દૂર કરીને તેઓ વીતરાગ થયા ત્યારે શેષ આયુ ભેગવી તેઓ સિદ્ધ થઈ ગયા. પણ તીથ કરે કે મહાવીર વિષે એમ તેથી. તેમના તીર્થકર નામકર્મના ઉપાદાનમાં કરુણાનો અભ્યાસ પ્રથમ અને મુખ્ય કારણ છે. તેથી જ તેમની કરુણું મહાકરુણારૂપે પ્રતિષ્ઠિત થઈ અને તેમણે જગતના છના ઉદાર અર્થે જૈન શાસનને ઉપદેશ આપ્યો અને તીર્થંકર પદને પામ્યા.
જવ, કર્મ, નિયતિ અને પુરુષાર્થ - જવ અને કમને સંબંધ અનાદિ કાળથી છે. પણ તે સંબંધ થયો તેનાં પણ શું કારણ છે ? શું એ સંબંધ નિયત જ છે કે અનિયત ? અને અનિયત છે તે પછી તેનું કારણ શું ? શ્રમણોને એક સંપ્રદાય આજીવક જીવકર્મના સંબંધને નિયત માનતો હતો. એનું માનવું હતું કે એ સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. તેમાં જીવના પ્રયત્નના કારણે કશું જ નવું થતું નથી. કાળના પરિપાકે, નિયમ પ્રમાણે જે કમ બંધાઈ ગયું છે એ ક્રમે, કર્મો આપઆપ છૂટાં થઈ જશે અને જીવે એ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ આવકની આ નિયતિવાદની નિષ્ઠા વિરુદ્ધ ભગવાન મહાવીરે માન્યું કે જીવ અને કમને સંબંધ તેના પિતાના પ્રયત્નનું ફળ છે. જીવને પુરુષાર્થ જ જેમ તેને કમ સાથે સંબદ્ધ કરે છે, તેમ તેને જ પુરુષાર્થ તેને કર્મથી વિમુક્ત પણ કરે છે. આ પ્રકારે ધામિક ઇતિહાસમાં જ્યાં સુધી આપણી નજર પહોંચે છે ત્યાં સુધી જોતાં આપણે કહી શકીએ છીએ કે ભગવાન મહાવીર એ પ્રથમ વ્યક્તિ છે, જેમણે મનુષ્યને નિયતિવાદના ચક્રમાંથી બચાવી તેના પોતાના પુરુષાર્થ ઉપર ભરોસે રાખતે કર્યો છે. આ કંઈ નાનીસૂની વાત નથી. બધું જ જે નિયત હોય અને એ નિયતિમાં જ નિષ્ઠા હોય તે પછી સાધના જેવું કશું
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૮
જનધર્મચિંતન
જ જીવનમાં રહેતું નથી. પણ, આથી વિરુદ્ધ, જે આપણે આપણા પોતાના પુરુષાર્થમાં માનતા થઈએ તે, ધાર્યા મુજબ સફળતા મળે કે ના મળે તોપણ, સફળતા માટે સતત પ્રયત્ન કરવાનું આપણું બળ અને એ બળને ઝરો સુકાઈ જ નથી, જીવનમાં નિરાશાને સ્થાન મળતું નથી, નિરંતર ઉત્સાહ એ જીવનનું અંગ બની જાય છે.
ભગવાન મહાવીરનો નિયતિવાદના ચક્રમાંથી સર્વથા છૂટવાને પ્રયત્ન છતાં અને તેમની નિયતિવાદને બદલે પુરુષાર્થવાદમાં નિષ્ઠા છતાં, આજે આપણને જૈન શાસન જે રૂપે ઉપલબ્ધ છે એ મૂળમાં જે મહાવીરના ઉપદેશ ઉપર જ આધારિત છે એમ માનવાને આપણો આગ્રહ હેય તે, આપણે માનવું જોઈએ કે ભગવાન મહાવીર પણ એ નિયતિવાદથી સર્વથા છૂટી શક્યા નથી; અથવા, અનેકાંતની ભાષામાં કહેવું હોય તે, એમ કહી શકાય કે કેટલીક બાબતમાં તેમણે નિયતિવાદ સ્વીકાર્યો અને કેટલીક બાબતમાં તેમણે પુરુષાર્થવાદને મહત્વ આપ્યું. જીવના બે ભેદ “ભવ્ય’ અને ‘અભવ્યને નિયતિવાદના સ્વીકારમાં મૂકી શકાય. પણ ભવ્ય જીવ જે પુરુષાર્થ કરી છુટકારે પ્રાપ્ત કરે છે તે પુરુષાર્થવાદના સ્વીકારનું દષ્ટાંત છે. ભવ્ય જ મોક્ષને અધિકારી છે અને અભવ્ય નહિ જ આ નિયતિવાદ છે. પણ ભવ્ય જે ગ્ય પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાપ્ત કરે છે, અન્યથા નહિ–આ પુરુષાર્થવાદ છે. વળી, શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની સવજ્ઞતાના સમર્થનમાં જે કેટલાક ના ભાવિ ભવેનું વર્ણન આવે છે એ પણ જનધર્મમાં નિયતિચક્ર કેવું કાર્ય કરી રહ્યું છે તેની સૂચના આપી જાય છે. ઉપરાંત. દેશ અને કાળભેદે તીર્થંકરની અરિતત્વ–નાસ્તિત્વની જે માન્યતા છે તેમાં પણ નિયતિવાદ જ કામ કરી રહ્યો છે. અને સર્વજ્ઞતા ઉપર અતિ ભાર આપવાથી પુરુષાર્થવાદને સ્થાને કેવી રીતે નિયતિવાદ જ આવીને ઉભે રહે છે તેની પ્રતીતિ કરવી હોય તે શ્રી કાનજી મુનિનાં પ્રવચનો વા એટલે ખાતરી થશે કે જૈનધર્મમાં વિતિવાદનાં પણ બીજે સર્વથા નિમૂળ નથી થયાં.
આ બધુ છતાં જેનધામ એ નિયતિવાદી નથી, ઘણુ પુરુષાર્થવાદી છે એ પણ એટલું જ સાચું છે અને તે એટલા માટે કે ભગવાન મહાવીરના ઉપદેશને ઝેક જીવના પુરુષાર્થ ઉપર છે. કર્મના બંધનનાં કારણેનું જે વિવેચન તેમણે
ય છે તે બતાવે છે કે તેઓ નિયતિને નહિ પણ પુરુષાર્થને જ અતિ પ્રાપ્ત કરવામાં બળવાન કારણ માને છે. મનુષ્ય સ્વતંત્ર છે કે તે કાયમ લિપ્ત થાય કે તેથી છૂટવાને પ્રયત્ન કરે. ભવ્ય જીવન કષાયથી છૂટવું જ હોય તે
Page #48
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૧૯
એવી કોઈ તાકાત નથી. જે તેને તેમ કરતાં રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરું સમર્થન ભગવાન મહાવીરના ઉપદેશો તથા જીવનમાંથી મળી રહે છે.
ચેતન-જડ સર્વ વસ્તુઓનું અનેકાંતાત્મક રૂપ જીવોની વિવિધતા અને એમના સૂક્ષ્મ–સ્થૂલ ભેદો તે પ્રત્યક્ષ જેવાં છે. પણ સ્વરૂપે જે બધા જ જીવો સરખા છે અને બધા જે જે અવસર મળે તે સિદ્ધાવસ્થામાં સમાન બનવાની શક્યતા ધરાવે છે, તો આ બધા ભેદનું કારણ શું ? એ કારણ તે કમ છે, એ કહેવાઈ ગયું છે. પણ જીવ અને કમને એ સંબંધને કેવી રીતે ઘટાવ, કમ સાથે સંબંધ થવા માત્રથી જીવ પિતાના સ્વરૂપમાં વૈવિધ્યને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને સંસારપ્રપંચની રચના કેવી રીતે થાય છે, આનું સ્પષ્ટીકરણ દાર્શનિકે એ અનેક રીતે કર્યું છે. તે સ્પષ્ટીકરણમાં જૈનોની આગવી નિષ્ઠા છે; અને તેને આપણે અનેકાંતવાદને નામે અગર જૈન દર્શનને નામે ઓળખી શકીએ.
કેટલાક દાર્શનિકે કહેતા કે જીવ અને શરીરને સંબંધ થવા છતાં તેથી વમાં કશો જ વિકાર નથી થતો. છતત્વ શાશ્વત છે. જે કાંઈ વિકારે છે તે જીવનસંબદ્ધ અચેતન પ્રકૃતિમાં જ થાય છે. જ્ઞાન આદિ ગુણ પણ છવના નહિ પણ પ્રકૃતિના જ છે. પુરુષ-પ્રકૃતિનું ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન થતાં પ્રકૃતિ અલગ થઈ જાય છે અને તે જ પુરુષને મોક્ષ કહેવાય છે. અર્થાત સંસાર અને મોક્ષ એ પ્રકૃતિ-જડ તત્ત્વના જ છે, પણ પુરુષમાં આરેપિત છે. પુરુષ તે અપરિણામી નિત્ય છે. આથી વિરુદ્ધ એવા પણ દાર્શનિક હતા, જેઓ કહેતા કે સંસાર કે મોક્ષ જેવી વસ્તુ જ નથી. જીવ પણ શાશ્વત નથી, જડ વસ્તુઓના અમુક પ્રકારના સંમિશ્રણથી જીવની ઉત્પત્તિ થાય છે. અને મૃત્યુની સાથે જ જીવની પણ સમાપ્તિ થાય છે. તે તેના પુનર્જન્મના ચક્ર અર્થાત્ સંસારની વાત જ કયાં રહી? અને જે સંસાર જ નથી તે મોક્ષ કેમ ? આ પ્રકારના બંને મત ભગવાન મહાવીરની સામે હતા. તેમણે એ બંને મતામાંથી સારતત્ત્વ લઈ લીધું અને અનેકાંતવાદની નિષ્ઠા કાયમ કરી. તેમણે જોયું કે જીવને એકાંત શાશ્વત માનવા જતાં તેમાં વિકારની સંભાવના જ રહેતી નથી. જે વિકારો દેખાય છે અને જે આત્માના છે એમ અનુભવાય છે, તે બધાને આત્માને નથી એમ કહેવાનો કશે અર્થ નથી. જડપ્રકૃતિ પુરુષાર્થ માટે પ્રવૃત્ત થાય અને પુરુષ કેવલ
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ચિંતન
દ્રષ્ટા બન્યા રહે તા પછી એવા પુરુષને પૃથક્ માનવાની આવશ્યકતા પણ શી રહે ? એટલે પુરુષને જ વિકારસંપન્ન-અનિત્ય માનવા રહ્યો. બીજી બાજુ જન્મ અને મૃત્યુ પંત જ જો જીવની સ્થિતિ હોય તો પછી વાની આ સંસારમાં જન્મજાત જે વિવિધતા દેખાય છે, તેના ખુલાસા રળી રહેતા નથી. અને એ ખુલાસા કર્યંને માનવાથી થઈ જાય છે. તે કમ પૂર્વજન્મની વાસનારૂપ છે અને તેને જ કારણે જીવમાં જન્મજાત વૈવિધ્ય દેખાય છે. એટલે જીવને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલા માનવા જ જોઈએ. અને એ માનવામાં તેની નિત્યતા પણ સ્વીકારવી આવશ્યક છે. અન્યથા એક જ જીવના નાના જન્મ-મૃત્યુ નહિ પણ નાના જીવના નાના જન્મ-મૃત્યુ માનવા જતાં કર્માંના નિયમ ખાટા પડે છે. કમ` એકે યુ પણ કરનારને ફળ મળ્યું નહિ અને જેણે નથી કર્યું' તેને ફળ મળ્યું`—આવી અવ્યવસ્થા ઊભી થાય, એટલે એથી બચવા જીવમાં નિત્યતા પણ માનવી જોઈએ——આમ વિચારી ભગવાને જીવતત્ત્વને નિત્ય અને અનિત્ય બન્ને રૂપે માન્યું. જીવદ્રવ્ય નિત્ય છે, જીવપર્યાયા અર્થાત્ જીવપરિણામા–વિકારા અનિત્ય છે, તે કાયમ રહી શકે નહિ, એટલે એવા વિકારા, જે સ્વાભાવિક નથી પણ કુજન્ય છે, તેને જીવથી દૂર કરી શકાય છે, એમ ફલિત થાય. અને એમ ફલિત થતાં મોક્ષપુરુષાર્થને અવકાશ પણ મળે,
२०
જે વસ્તુ ભગવાન મહાવીરે એક જીવ વિષે માની તે જ વરતુ સમગ્ર લેક વિષે એટલે કે સ`સારના સમગ્ર દ્રબ્યા વિષે—પછી તે જીવ હોય કે અજીવ તે બધાને વિષે—લાગુ કરી, એટલે તેમણે કહ્યું કે વિશ્વની સમગ્ર વસ્તુઓ અનેકાંતાત્મક છે. જેમ જીવ વિષે તેમ અજીવ કર્મ વિષે પણ કહી શકાય કે જે તે એક જ રૂપ હોય—નિત્ય જ હોય—તો સદા તે જીવ સાથે સ ંબદ્ધ જ રહે, કદી છૂટુ પડે જ નહિ, જો એમ બને તો તો મેક્ષ-પુરુષાર્થ કે ધમ સાધનાને અવકાશ જ રહે નહિ. એટલે જીવની જેમ કર્માં પણ વિકારી માનવુ' જ જોઈએ. તેને પણ પરિણામી માનવું જ જોઈએ. એથી એમ સંભવ બને કે આજે જે કમ જીવ સભદ્ર હોય તે કાલે છૂટુ' પણ પડી જાય.
આત્માનું શરીરપરમાણુત્વ
જીવ અનેક એ બન્નેને એતપ્રેત માનવાં હોય તો જીવનું પરિમાણ કેવુ માનવું એ બાબતમાં ભગવાન મહાવીરની એટલે કે જૈનધર્માંની સ્વતંત્ર નિત છે. વૈદિક ાિ આત્માને વ્યાપક માનનારી છે. તેથી વિરુદ્ધ ભગવા
Page #50
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૨૧.
મહાવીરે કહ્યું છે કે આત્મા શરીર-પરિમાણ છે. આત્માને વ્યાપક માનીએ તો જીવની ગતિ કે પુનર્જન્મ, એ કેવલ ઔપચારિક ઘટનાઓ માનવી પડે; ત્યારે જે આત્માને શરીર પરિમાણુ માનવામાં આવે તો તેની ગતિ કે પુનર્જન્મ બંને ઔપચારિક નહીં પણ મુખ્યરૂપે ઘટી શકે છે. વ્યાપક વસ્તુની ગતિ તો સંભવે જ નહિ. વળી, વ્યાપક આત્મા કૂટસ્થ નિત્ય મનાતો હોઈ તેમાં વિકારને તો સંભવ જ નથી. તેથી નવું નવું શરીર સંબદ્ધ થાય તે જ તેના પુનર્જન્મો કહેવાય ખરી રીતે તો શરીરે જ જન્મે છે, આત્મામાં તો તેથી કશો જ વિકાર થયો નથી, તો તે તેને જન્મ કેવી રીતે કહેવાય ? આવા વિચારમાંથી જીવને શરીર પરિમાણ અને કર્મો સાથે ઓતપ્રોત હોઈ વિકારી માન્યો. એટલે મૃત્યુ થતાં અન્યત્ર તેની ગતિ અને જન્મ બંને સંભવી શકે છે.
ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય અને આકાશ જીવની ગતિ અને એનું દેહપરિમાણપણું માનવાને કારણે જ જૈન દર્શનમાં એ સ્વતંત્ર તોમાં નિષ્ઠા સ્વીકારવી પડી છે. અને તે ધર્માસ્તિકાય અને ધર્મસ્તિકાય છે. ભારતીય કોઈ પણ દર્શનમાં આ બે તત્ત્વોને માનવામાં આવ્યાં નથી. એટલે આ બે તને કારણે પણ જેને દર્શન બીજાં દર્શનથી જુદું પડે છે. જીવની જે ગતિ હોય તો તેને સહાયક એક દ્રવ્ય હોવું જોઈએ : એ તર્કમાંથી ધર્માસ્તિકાય અને ગતિ છતાં તે ગતિશીલ જ ન રહે તે માટે અધર્માસ્તિકાયની કલ્પના કરવામાં આવી છે. ધર્માસ્તિકાય એ ગતિસહાયક દ્રવ્ય છે. તો અધર્માસ્તિકાય એ સ્થિતિસહાયક દ્રવ્ય છે.
જીવ ગતિસ્વભાવ દ્રવ્ય છે અને મુક્તાવસ્થામાં કર્મ તો નથી, જે તેની ગતિને દિશા આપતું હતું. ત્યારે પ્રશ્ન સહેજે થાય કે મુક્ત જીવની ગતિ ક્યાં થાય ? બંધનબદ્ધની મુક્તિ સમયે સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ હોય છે. એ અનુભવની વાત હતી. પાણીમાં તૂ બડાને માટીનો લેપ કરી ડુબાડવામાં આવે તો માટીનો લેપ સરી જતાં તે જેમ ઊંચે આવે છે, શીંગમાં રહેલ એરંડાનું બીજ શીંગ કુટતાં જેમ ઊંચે ઊડે છે, તેમ જીવનાં કર્મબંધનો શિથિલ થતાં જીવ પણ સ્વાભાવિક રીતે ઊંચે ગતિ કરે છે. ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે જ. એટલે તેને વચ્ચે ક્યાંય રુકાવટ નથી. પણ આ તો એ સદા ગતિ કર્યા જ કરે અને સ્થિરતા ક્યાંય થાય જ નહિ. એટલે સર્વદર્શનસંમત આકાશને જૈનધર્મમાં કાકાશ અને અલેક કાશ એમ બે પ્રકારનું કલ્પિત કરવામાં આવ્યું
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
અને ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનું અસ્તિત્વ કેવળ લેકાકાશમાં જ માનવામાં આવ્યું. અર્થાત જ એમ મનાયું કે સિદ્ધ જીવ લેકાતે પહોંચી સ્થિર થાય છે. આ માન્યતા પણ જેનોની આગવી છે, અને એ પૂર્વોક્ત જીવની ગતિશીલતા, ધર્માસ્તિકાય અને કાકાશની જેન માન્યતાનું તર્કસંગત પરિણામ છે. અથવા એમ કહેવું જોઈએ કે સિદ્ધાલયની કલ્પનાને અનુરૂપ થવા કાકાશની કલ્પના કરવામાં આવી. એ ગમે તેમ હોય, પણ એટલું નકકી કે જીવની ગતિશીલતા, શરીરપરિમાણુ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને સિદ્ધાલય એ બધી દાર્શનિક કલ્પનાઓ જૈન દર્શનમાં પરસ્પર અન્વિત છે. એક વિના બીજી નિરર્થક બને છે, એમાં તો સંશય નથી. અને એ જૈન દર્શનની આગવી કપનાઓ છે એ પણ એટલું જ નિશ્ચિત કહી શકાય છે.
અવતરવ દર્શનનું પ્રયોજન છે અને મોક્ષ એ સંસારસાપેક્ષ છે. જીવને સંસાર છે તે મોલ છે. જે સંસાર જ ન હોય તો મેક્ષની કલ્પના નિરર્થક બને. વિશ્વમાં કેવળ જેનું જ અસ્તિત્વ હોય, અને બીજું કશું જ ન હોય. તો તેનો સંસાર ઘટમાન બને ?—આ પ્રશ્નમાંથી છવ સિવાય પણ બીજુ તત્ત્વ માનવાની આવશ્યકતા જણાઈ. ઉપનિષદના ઋષિઓને વિચાર હતો કે જીવની અવિદ્યા જ સંસારનું સર્જન કરે છે. અવિદ્યા એ સ્વતંત્ર તત્વ નથી, પણ જીવનું મિથ્યાજ્ઞાન જ છે. આ મિથ્યાજ્ઞાનને લઈને જ જીવને આમ-અનાત્મ એ ભેદ દેખાય છે; વસ્તુત: આત્મા સિવાય કશું જ નથી. જ્યારે જીવનું અજ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે તેને અતાત્માની પ્રતીતિ થાય છે અને તે વખતે આમેતર બીજી કશી જ વસ્તુની પ્રતીતિ થતી નથી. આ જ તેને મોક્ષ છે. એટલે કે ઉપનિષદના ઋષિઓના મતે વિશ્વમાં આત્મતર કોઈ વસ્તુ તત્ત્વત: નથી. પણ ભગવાન મહાવીરે જોયું કે જીવને સ્વભાવ જે જ્ઞાન હોય તો તેને અવિદ્યારૂપ-અજ્ઞાનરૂપ પરિણામ કેમ બને ? એ પરિણામ અકારણ તો હોય નહીં. આત્માના અવિદ્યા–પરિણામનું જે કારણ તે જ કમક, અને તેનું સ્વરૂપ આત્માથી તો ભિન્ન જ હોવું જોઈએ. આ પ્રમાણે તેમણે ઇવ ઉપરાંત અજીવ-પુદગલની કપના કરી. અને જીવ અને અજીવ-કર્મ પુદ્ગલ–નો સંપર્ક જ જીવમાં અવિદ્યાપરિણામની ઉત્પત્તિ કરવામાં કારણ બને છે. એ સંબંધને દૂર કરવામાં જ માલપુરુષાર્થની સાર્થકતા છે.
આ પ્રમાણે સંસાર–બંધને ખુલાસે કરવામાં જ અજીવતવ હાથ લાગ્યું અને એ અજીવતત્ત્વ-પુદ્ગલથી જ સમગ્ર બાહ્ય પ્રપંચ નિષ્પન્ન છે એમ ભગવાન,
Page #52
--------------------------------------------------------------------------
________________
જનધર્મ
૨૨
મહાવીરે સિદ્ધ કર્યું. પુદગલ–અજીવતત્વ–વિષેની વિચારણામાં પરમાણુતત્વ વિષે જૈન દર્શનમાં જે સૂક્ષ્મ ચિંતન મળે છે તે અન્યત્ર દુર્લભ છે. પરમાણુની વિવિધ વગણાઓને વિચાર અને એ વગણાઓ વડે કર્મ, ભાષા, મન, ઈદ્રિય, શરીર આદિ સુક્ષ્મસ્થૂલ પદાર્થો કેવી રીતે ઉત્પન્ન થાય છે એને સૂક્ષ્મ વિચાર એ જૈન દર્શનની આગવી વસ્તુ છે. અને આજના વૈજ્ઞાનિકો પરમાણુ વિષે જે હદે પહોંચ્યા છે તેથી પણ વધારે સૂક્ષ્મ વિચાર જૈનેએ પરમાણુ વિષે કર્યો છે એમ કેટલાક વૈજ્ઞાનિક પણ માનવા લાગ્યા છે.
આ પ્રમાણે અહીં જૈન દર્શનનાં મૌલિક તત્ત્વોની તાર્કિક સંગતિ બતાવવાને આ પ્રયત્ન કર્યો છે. જેનધર્મ કે દર્શનનું આંતરિક સ્વરૂપ પ્રાપ્ત કરવું હેય તે આ તત્વોનું જ્ઞાન આવશ્યક છે. પણ પ્રત્યેક ધર્મનું કેવળ આંતરિક સ્વરૂપ જ હોતું નથી; એનું આવરણ-શરીર પણ એ ધર્મના નામે ઓળખાય છે. તો જૈનધર્મના એ શરીરને પણ વિચાર કરવો આવશ્યક છે.
(૪) જૈન સંઘ અને એને પ્રચાર આગળ જે તત્ત્વજ્ઞાનનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ તત્વજ્ઞાનનો જીવનમાં સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો સમુદાય એ જૈન સંઘ છે. જૈન સાધના વ્યક્તિગત સાધનાને પ્રાધાન્ય આપે છે, પણ મનુષ્ય એ સામાજિક પ્રાણી હાઈ એકલવિહારી રહી શકે નહિ, એટલે એવા સાધકને સંધ બન્યો. એ સાધકોએ સ્વના ઉદ્ધાર સાથે જ પરના ઉદ્ધારની પણ પ્રક્રિયા શરૂ કરી, અને એ પ્રક્રિયામાંથી પૂર્વ દેશોમાં ઉત્પન્ન થયેલો જેન સંઘ સમગ્ર ભારતવર્ષમાં અને થોડા અંશે બૃહત ભારતમાં પણ પ્રચારને પામ્યો.
આંતરિક અને બાહ્ય બળનું પરિણામ ભગવાન મહાવીરની તપસ્યા અને ઉત્કટ સાધનાનું અનુકરણ જેટલા પ્રમાણમાં થયું એટલા પ્રમાણમાં જૈનધર્મને પ્રચાર પોતાના આંતરિક બળે થશે. પણ એ સાધનાને પ્રશંસનારા રાજાઓ અને ધનાઢો પણ મળ્યા, અને તેમણે પ્રચારમાં જે બળ વાપર્યું તે કેવળ આધ્યાત્મિક જ હતું એમ ન કહી શકાય. તે બાહ્ય બળ હતું અને તેમાં મુખ્ય મંદિરો અને મૂર્તિઓનાં નિર્માણ ઉપરાંત અમારિની આજ્ઞાઓ પણ ગણાવી શકાય. આ બાહ્ય બળની સાથે આંતરિક બળને જ્યાં સુધી સુમેળ રહ્યો, ત્યાં સુધી તે જૈનધર્મ ઉન્નત થતો ગયા; પણ જેટલા
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈનધર્મચિંતન
પ્રમાણમાં આંતરિક બળ ઘટતું ગયું તેટલા પ્રમાણમાં બાહ્ય બળને આશ્રય વધારે લેવામાં આવ્યો; અને તેટલા પ્રમાણમાં ખરા જૈનધર્મનો નહિ પણ જેનધમને શરીરનો પ્રચાર થયો. આત્મા વિનાના શરીરની જે સ્થિતિ થાય, એવી સ્થિતિ જૈનધર્મની પણ થઈ અને બૃહત ભારતમાં તે તેનું નામનિશાન પણ રહ્યું નહિ. અને ભારતમાં પણ જે પૂર્વ ભારતમાં તે અંકુરિત થયો અને ફાલ્યોફૂલ્યો હતો, ત્યાં પણ આજે તેનું નામનિશાન નથી. આત્મા વિનાનાં શરીરે આધુનિક મંદિરોરૂપે ત્યાં ઊભાં છે, પણ તેના પૂજકો ત્યાં છે જ નહિ. પશ્ચિમ અને દક્ષિણના જેને જઈ પૂજા કરે છે. ખરી રીતે ભારતવર્ષમાં અશોકના રિલાલેખોની જે સ્થિતિ થઈ હતી, તેવી જ સ્થિતિ પૂર્વ ભારતમાં જૈનધર્મની આજે પણ છે.
હિંદુ અને બૌદ્ધધર્મની પરિવર્તનશીલતા હિન્દુધર્મનું બાહ્ય અને આંતરિક સ્વરૂપ જોઈએ તો વૈદિક કાળ અને આજના કાળ વચ્ચે તેમાં ઘણી આંતરબાહ્ય ઊથલપાથલ માલૂમ પડે છે. વેદવારાને ધર્મ આજે જડતો નથી. તેને આંતરિક મૂળ પ્રવાહ કાયમ છતાં તેનાં બાહ્ય અનેક રૂપોમાં એ એવો તો પરિવત્તિ થઈ ગયો છે કે જે તેમાં વેદનિષ્ઠા કાયમ ન રહી હોત તો એ કહેવું પણ કઠણ થઈ પડતી કે આ એ જ ધર્મનાં રૂપાંતરો છે. બૌદ્ધધમ વિષે પણ એવું જ બન્યું છે. તેમાં પણ બુદ્ધનિષ્ઠા જ બધા બૌદ્ધ સંપ્રદાયને એક સૂત્રમાં બાંધી રહી છે. અન્યથા, દાર્શનિક દૃષ્ટિએ, કે આચાર દૃષ્ટિએ બૌદ્ધધર્મમાં જે સંપ્રદાયે થયા છે તે બધાનું મૂળ એક જ ધર્મ છે એની ઓળખ કરવી અત્યંત કઠણ થઈ પડત.
- જૈનધર્મની સ્થિતિશીલતા પણ જૈનધર્મની બાબતમાં તેમ નથી બન્યું. એ ધમનું વૈદિક કે બૌદ્ધધમની જેમ પ્રગતિશીલતા એ લક્ષણ નથી. એમાં અનેક સંપ્રદાયો થયા, પણ એ ભેદોએ તેઓમાં કઈ નવું દર્શન જન્માવ્યું નથી. બૌદ્ધોમાં જેટલા સંપ્રદાયો એટલાં દશને છે. વૈદિક ધર્મમાં પણ નાના દર્શને પ્રસિદ્ધ છે. પણ જૈન દર્શન વિકસ્યું છે, છતાં તેમાં નવું દર્શન કદી જગ્યું નથી. દશન એનું એ જ, નિષ્ઠા એની એ જ. બાહ્ય આચારમાં ભેદ, એ જ મુખ્યતઃ સંપ્રદાયભેદ કે સંધભેદના કારણરૂપે છે. જૈન દર્શનની આ સ્થિતિશીલતા જ તેને પ્રચારમાં બાધક રહી હોય તો ના નહિ. કારણું, જ્યારે વૈદિક અને બૌદ્ધો નવા નવા
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ
૨૫
વિચારોને પોતાનામાં સ્થાન આપતા ગયા અને પોતાના તત્વજ્ઞાનને નવું રૂપ આપતા ગયા, ત્યારે જેનોએ પિતાના દર્શનને નવું રૂપ આપવાનો કદી પ્રયાસ કર્યો નથી. મતલબ કે તે તે વખતે થયેલા જૈનેતર દાર્શનિક વિવાદોને સમન્વય કરીને જૈનોએ અનેકાંતવાદને સમૃદ્ધ તો કર્યો, પણ નવા કઈ દર્શનનું સર્જન કર્યું નહીં.
સંભવ છે કે આચાર્યો એમ જ માનતા હતા કે અમારું દર્શન તો પરિપૂર્ણ છે. એમાં પરિવર્તનની આવશ્યક્તા જ નથી. અને તેના કારણ રૂપ સર્વાને ધરતા હોય. પણ એ દલીલ તો બૌદ્ધો કે વૈદિક વિશે પણ કરી શકાય. તેઓ પણ વેદ કે બુદ્ધને સર્વજ્ઞ જ માનતા. છતાં તેના નવીનીકરણમાં વેદ કે બુદ્ધ કદી આડે આવ્યા નથી; જ્યારે જેને માં નવીનીકરણ કેમ ન થયું એ એક સમસ્યા છે. આનું કારણ એ હોઈ શકે કે જૈન દર્શન એ વાસ્તવાદી–અત્યંત વાસ્તવવાદી–રહ્યું છે, એટલે કે એણે કદી માયાવાદનો આશ્રય લીધો નથી. અને તેથી તેમાં કાલ્પનિક દર્શનને અવકાશ ન મળે તે સ્વાભાવિક છે. અને જે કલ્પનાને દેર છૂટો મૂકવાને અવકાશ જ ન હોય તો દર્શનભેદ સંભવે ક્યાંથી ? પ્રાચીનતાના મોહને પણ આનું એક કારણ ગણાવી શકાય. પ્રત્યેક સંપ્રદાયના એ પ્રયત્ન રહ્યો છે કે આસપાસનાં જાળાં દૂર કરીને તાત્વિક જેનધમ ઉપર જવાનો પ્રયત્ન કરવો. સમયબળે જૈનધર્મમાં જે નવી ધારા વહી હોય તે નવી છે માટે જૈનધર્મનું અંગ ન હોઈ શકે, જૈનધમ તો ભગવાન મહાવીરે જે કંઈ ઉપદેર્યું છે તેના પાલનમાં જ છે, એમાં સુધારને અવકાશ નથી, નવીનીકરણને અવકાશ નથી–આવી ધારણનો ફરી ફરી પ્રચાર કરવામાં આવ્યો છે. એથી, આપણે જોઈએ છીએ કે, સ્થાનકવાસી કે તેરાપંથી સંપ્રદાયે આગમ સિવાયના જેન સાહિત્યને વારસે ગુમાવ્યો. અને જૈન કળા કે શિલ્પને નામે જે કાંઈ ઓળખાય છે, તીર્થોને નામે જે પ્રસિદ્ધ છે, એ બધાં સાથે તેમને કાંઈ લેવા દેવા રહી નથી. અને પ્રારંભમાં જૈનધર્મની જે સ્થિતિ હતી તેમાં પહોંચવાને પ્રયત્ન કરવામાં આવ્યું છે; આ એક રીતે ઊલટી ગંગા વહાવવા જેવો પ્રયત્ન જ ગણાય. મનુષ્યની બુદ્ધિને ધર્મમાં કે દર્શનમાં કશું જ નવું કરવાને અવકાશ નથી–આવી માન્યતા આના મૂળમાં સ્વીકારવી પડે. પણ આ તો સ્વયં જૈનધર્મો જ ઉપદેશેલી આત્મનિર્ભરતાની જ વિરુદ્ધ ગણાય.
હમણાં હમણાં વળી શ્રી કાનજી મુનિનો એક નવો સંપ્રદાય સ્થપાય છે, એને ઉભવ તો સ્થાનકવાસીમાંથી થયે છે, પણ સ્થાનકવાસીમાંથી નિકળેલા
Page #55
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
તેરાપંથી અને આ નવો સંપ્રદાય એ બંનેની દિશા તદ્દન જુદી છે. તેરાપંથી અને આ સંપ્રદાય બંને કહે છે કે અમે મૂળ માર્ગનું અનુસરણ કરવા માગીએ છીએ; પણ એકમાં મૂર્તિને અવકાશ જ નથી, ત્યારે બીજામાં મૂર્તિને અવકાશ છે. વળી, એક પિતાને શ્વેતામ્બર આસ્નાયમાં સ્વીકારે છે, જ્યારે બીજો પિતાને દિગમ્બર કહેવરાવે છે. શ્રી કાનજી મુનિના સંપ્રદાયમાં નિશ્ચયનય ઉપર વધારે ભાર હેઈ એમાં જૈનસંમત પુરુષાર્થવાદને સ્થાન નથી. એક બાજુ તેઓ આત્મચિન્તન-મનનો માર્ગ અપનાવે છે અને રૂઢ ક્રિયાકાંડને વિરોધ કરે છે; અને બીજી બાજુ તેમણે નવા પ્રકારનાં મંદિરે ઊભાં કરવા માંડ્યાં છે, અને તેમાં શ્રી સીમાંધર સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે. આમ ક્રિયાકાંડની નવી નવી રૂઢિઓ ઊભી થતી જાય છે. આમાં રહેલે પરસ્પર વિરોધ તદ્દન સ્પષ્ટ છે.
– “પ્રબુદ્ધજીવન” તા. ૧ તથા ૧૫ ડિસેમ્બર, ૧૯૫૬; ૧૫ માર્ચ, ૧ તથા ૧૫ એપ્રિલ, ૧૯૫૭.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનનાં તો
જૈનધર્મનું પ્રવતન કોઈ એક પુરુષને નામે, શૈવ, વૈષ્ણવ આદિની જેમ, નથી ચડયું, પણ એ જિનો–રાગદ્વેષના વિજેતાઓએ આચરેલ અને ઉપદેશેલ ધર્મનું નામ છે. આથી જૈનધર્મ કેઈ એક વ્યકિતથી પ્રવતિત થયો છે કે કેઈ એક વ્યકિતને જ તેમાં દેવ તરીકે સ્થાને છે એમ નથી, પણ જે કઈ રાગ-દ્વેષને વિજેતા હોય તે જિન છે અને તેમને ધમ તે જૈનધર્મ. આવા જૈનધન. અનુયાયીઓ જૈન કહેવાય છે.
તીર્થકરેએ ઉદબોધેલી માનવની શ્રેષ્ઠતા જેનેએ કાળક્રમે જેમનામાં રાગદ્વેષને વિજય જે તેમને પિતાના ઇષ્ટદેવ તરીકે સ્વીકાર્યા અને એવા વિશિષ્ટ દેને “તીર્થકર” એવું નામ આપ્યું. આવા તીર્થકરોની સંખ્યા તેમને મતે ઘણી મોટી છે; પણ આ કાળમાં–આ યુગમાંવિશેષત: ઋષભદેવથી માંડીને વધમાન સુધીના ૨૪ તીર્થંકર પ્રસિદ્ધ છે. બીજા ધર્મોની જેમ તેઓ ઈશ્વરના અવતાર નથી કે અનાદિસિદ્ધ ઈશ્વર પણ નથી. પરંતુ સામાન્ય મનુષ્યરૂપે જન્મેલ છતાં પૂર્વ સંસ્કારને કારણે અને પૂર્વ જન્મમાં વિશેષ પ્રકારની સાધના કરીને તીર્થંકરપદને પામ્યા છે. એટલે કે તીર્થકર એ આપણે મનુષ્યમાંના જ એક છે. અને તેમને સંદેશ છે કે જે કોઈ તેમની જેમ પ્રયત્ન કરે તે તીર્થકરપદને પામી શકે છે. મનુષ્યજાતિમાં આ પ્રકારના આત્મવિશ્વાસની પ્રેરણા આપનાર એ તીર્થકરી છે. અન્ય ધર્મમાં મનુષ્યથી જુદી જાતિના દે પૂજ્યતા પ્રાપ્ત કરે છે, પણ જૈનધર્મમાં મનુષ્ય એવી શક્તિને મેળવે છે. જેથી દેવો પણ તેમને પૂજે છે –
चामे मगलमुक्किट्ठ अहिंसा सजमा तवा ।
दवा वि त नमसति जस्स धामे सया मणा ।। મનુષ્યજતિનું પદ ઉત્કૃષ્ટ છે એ મતલબનું મહાભારતમાં કહ્યું છે–“ માનુવાત શ્રેલર હિ વિત’–‘શાંતિપર્વ ર૯૯-૨૦) મનુષ્યથી કોઈ શ્રેષ્ઠ. નથી. મનુષ્યની આવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકરોને ફાળે જેવો તેવો નથી.
Page #57
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિ તન
૨૮
જ્યાં સુધી તીર્થંકરાના પ્રભાવ ન હતો ત્યાં સુધી ઇન્દ્રાદિ દેવાની પૂજા-પ્રતિષ્ઠા આર્યાં કરતા હતા અને અનેક હિ'સક યજ્ઞાનું અનુષ્ઠાન કરી તેમને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીર્થંકરાએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સાંપ્યુ અને ધાર્મિક માન્યતામાં નવજાગરણ આવ્યું; મનુષ્ય પેાતાના સામર્થ્યને ઓળખતા થયા અને એણે ઇન્દ્રાદ્રિ દેવાની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોંમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યેા પૂજાવા લાગ્યા —પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષા બનાવી દીધા. પણ મૂળ વાત એટલી સાચી છે કે દેવ-કરતાં મનુષ્ય મહાન છે. એ સ`દેશ તો તીકરાએ જ આ ને આપ્યા છે.
અહિંસા અને અનેકાન્ત
તીકરાએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે? તેનું હૃદય શુ છે ?-એ એક શબ્દમાં કહેવું હોય તો ‘અહિંસા' છે. આચારમાં અહિંસાનાં એ રૂપ છે : સંયમ અને તપ. સયમમાં સવર-સકાચ આવે છે—શરીરને, મનને! અને વાણીને. આથી તે નવાં બંધનામાં પડતો નથી; અને તપથી તે જૂનાં ઉપાર્જિત અધનાને કાપી નાખે છે. આમ એક માત્ર અહિંસાના પાલનથી સનુષ્ય મુક્તિને મેળવી શકે છે.
જીવનમાં અહિ ંસાનું પૂરેપૂરું પાલન કરવુ હાય તો વિચારમાં અનેકાંતને અપનાવ્યા વિના ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ જૈનધમતા દ્વારા નિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયેા છે. વિચારનાં દ્વારા ખુલ્લાં રાખા, તમને બધાના વિચારામાંથી સત્ય જડી આવશે—આ છે અનેકાંતનેા અર્થ. સત્યના આગ્રહી માટે સવપ્રથમ પેાતાને એ કદાગ્રહ કે મારું તે જ સાચું અને બીજી જૂઠ્ઠું' -એ છેાડવા જ પડે; એ ન છેડે ત્યાં સુધી તે બીજાને અન્યાય જ કરશે અને તે જ તો હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈનધમ માં જે દનના વિકાસ થયા તે એકાંતવાદી નહી પણ અનેકાંતવાદી દનને થયા છે.
અહિંસાને જીવનવ્યવહાર માટે જે આચાર તે જ જૈનધ; અને અહિં સાથી ફલિત થતું દર્શીન તે જૈન દન. આથી જનધર્માંતે અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂળ જીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવે છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનનાં ત
નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે. અને એ ભાવનાને આધારે જ આચારના વિધિ-નિષેધેની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાને શ્રમણ અને અંશત: અનુસરવાનો પ્રયત્ન શ્રાવકે કરે છે.
આચારની પાછળ દર્શન ન હોય તો આચારની સાધનામાં નિષ્ઠા આવતી નથી. આથી દરેક ધમે જીવના બંધ અને મોક્ષ તથા જીવનો જગત સાથે સંબંધ તથા જગતના સ્વરૂપ વિષે અનિવાર્ય રીતે વિચાર કરવો પડે છે. એ અનિવાર્યતામાંથી સમગ્ર જૈન દર્શન ઊભું થયું છે. પ્રથમ કહેવાયું તેમ, જન દર્શનના વિચારની એ વિશેષતા છે કે તે સત્યની શોધ માટે તત્પર છે અને આથી જ સકલ દશના સમૂહરૂપ જૈન દર્શન છે એવો ઉદ્યોષ આચાર્ય જિનભદ્ર જેવા આચાર્યો કરી ગયા છે..
છ દ્રવ્ય
જૈન દર્શનનાં મૂળ તો બે જ છે : જીવ અને અજીવ. એ બેનો વિસ્તાર પાંચ અસ્તિકાયરૂપે, છ દ્રવ્યરૂપે અથવા સાત તત્ત્વ કે નવ તવરૂપે વર્ણવવામાં આવે છે. ચાર્વાકે કેવળ અજીવને પાંચ ભૂતરૂપે માનનારા હતા; અને ઉપનિષદના ઋષિઓ કેવળ જીવન એટલે કે આત્મા–પુરુષ–બ્રહ્મને માનનારા હતા. એ બંને મતોનો સમન્વય છવ અને અજીવ માનીને જૈન દર્શનમાં થયે છે. સંસાર અને સિદ્ધિ-નિર્વાણ કે બંધન અને મુક્તિ, એ તો જ ઘટે જે જીવ અને ઈતર હોય. આથી છવ અને અજીવ બંનેના અસ્તિત્વની તાર્કિક સંગતિ જૈનએ સિદ્ધ કરી અને પુરુષ અને પ્રકૃતિનું અસ્તિત્વ માની પ્રાચીન સખેએ પણ એ સંગતિ સાધી હતી. વળી, આત્માને કે પુરુષને કેવળ કૂટસ્થ માનવાથી પણ બંધ-મોક્ષ જેવી વિરોધી અવસ્થાઓ જીવમાં ઘટી શકે નહિ. આથી બધાં દિશાનથી જુદા પડીને, બૌદસંમત ચિત્તની જેમ, આત્માને પણ એક અપેક્ષાએ અનોએ અનિત્ય માન્યો, અને વૈદિકની જેમ નિત્ય માનવામાં પણ જેનોને વાંધે તો છે જ નહિ. કારણ કે બંધ અને મોક્ષ અને પુનર્જીવનનું ચક્ર એક જ આત્મામાં છે. આમ આત્મા જૈન મતે પરિણામી નિત્ય માનવામાં આવ્યો. સાંખેએ પ્રકૃતિને જડતત્વને તો પરિણામ નિત્ય માન્યું હતું, પણ પુરુષને કટા, પરંતુ જેનેએ જડ અને જીવ બંનેને પરિણામી નિત્ય માન્યાં. આમ, પણ છે અને કાંદષ્ટિ પષ્ટ થાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૦
જૈનધર્મચિંતન
જીવના ચૈતન્યનો અનુભવ માત્ર દેહમાં થતો હોઈ જન મતે જીવ–આત્મા દેહપરિમાણ છે. નવા નવા જન્મે છવને ધારણ કરવા પડે છે તેથી તેને ગમનગમન અનિવાર્ય છે. આથી જીવને ગમનમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાયને નામે અને સ્થિતિમાં સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાયન નામે–એમ બે અજીવ દ્રવ્ય માનવા અનિવાર્ય થઈ પડ્યાં. તે જ રીતે જીવને જે સંસાર હોય તે બંધન હેવું જોઈએ. એ બંધન પુગલ એટલે કે જડ દ્રવ્યનું છે. આથી પુલાસ્તિકાય રૂપે એક અન્ય પણ અજીવ દ્રવ્ય મનાયું. આ બધાંને અવકાશ આપે એવું જે દ્રવ્ય તે આકાશ; એ પણ જડરૂપ અજીવ દ્રવ્ય માનવું જરૂરી હતું. આ પ્રમાણે જૈન દર્શનમાં છવ, ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલ એ પાંચ અસ્તિકાયો માનવામાં આવ્યા છે. પણ જીવાદિ દ્રવ્યોની વિવિધ અવસ્થાઓની કલ્પના કાલ વિના થઈ શકે નહિ; આથી એક સ્વતંત્ર કાલદ્રવ્ય પણ અનિવાર્ય હતું. આ રીતે પાંચ અસ્તિકાને સ્થાને છ દ્રવ્યો પણ થયાં. જ્યારે કાલને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં નથી આવતું ત્યારે તેને જીવ અને અજીવ દ્રવ્યોને પર્યાયરૂપે જ માનીને કામ ચલાવવામાં આવે છે.
સાત કે નવ તત્તવ
હવે સાત તત્ત્વ અને નવ તત્વ વિશે થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ. જન દર્શનમાં તત્વવિચાર બે રીતે કરવામાં આવે છે. એક પ્રકાર વિશે આપણે ઉપર જોયું. બીજો પ્રકાર મેક્ષમાર્ગમાં ઉપયોગી થાય એ રીતે તેની ગણતરી કરવાનો છે. આમાં છવ, અજીવ, આસ્ટવ, સંવર, બંધ, નિજારા અને મોક્ષ– એ સાત તને ગણવાને એક પ્રકારનું અને તેમાં પુણ્ય અને પાપ ઉમેરીને કુલ નવ તને ગણવાને બીજો પ્રકાર છે. વસ્તુત: જીવ અને અજીવના વિસ્તારરૂપે જ સાત અને નવ તો ગણાવ્યાં છે, કારણ કે મેક્ષમાગને વર્ણનમાં એવું પૃથક્કરણ ઉપયોગી થઈ પડે છે. જીવ અને અજીવ વિષેનું સ્પષ્ટીકરણ તે ઉપર કહ્યું જ છે. અછવ-કર્મસંસ્કાર-બંધન–નું જીવથી અંશત: પ્રથફ થવું એ નિરા છે અને સર્વાશે પૃથફ થવું એ મેક્ષ છે. કર્મ જે કારણોએ જીવ સાથે બંધમાં આવે છે તે કારણે આસ્રવ છે અને એનો વિરોધ તે સંવર છે, જીવ અને અછવ-કમનું એક જેવા થઈ જવું તે બંધ છે.
સાર એ છે કે જીવમાં રાગ-મેષ, પ્રમાદ આદિ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધનાં કારણે મેજૂદ હે ઈ સંસારવૃદ્ધિ થયા કરે છે. એ કારણને નિષેધ
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનનાં તો
૩૧
કરવામાં આવે તો સંસાર મટી જીવ સિદ્ધિ કે નિર્વાણ અવસ્થાને પામે છે. નિરોધની પ્રક્રિયા સંવર છે, એટલે કે જીવની મુક્ત થવાની સાધના-વિરતિ આદિ, એ સંવર છે; અને કેવળ વિરતિ આદિથી સંતુષ્ટ ન થતાં જીવ કમથી છૂટવા તપસ્યાદિ આકરાં અનુષ્ઠાન પણ કરે છે તેથી નિર્જરા–આંશિક છુટકારો-થાય છે અને અંતે એ મોક્ષ પામે છે.
-પંડિત સુખલાલજીકૃત “જૈનધર્મને પ્રાણની ભૂમિકામાંથી
Page #61
--------------------------------------------------------------------------
________________
જેન સંસ્કૃતિને સંદેશ
આજે આપણે કંઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો તરત જ આપણને એ વિચાર આવે છે કે આપણી આ પ્રવૃત્તિનું ફળ શું આવશે, બીજા લોકે આપણને શું કહેશે વગેરે. પણ આદિ માનની સામે આ સવાલ ન હતો; એને તો કેવળ પિતાનું અસ્તિત્વ જ ટકાવી રાખવું હતું. એની સામે હિંસા કે અહિંસાને સવાલ જ ન હતો. પણ જેમ જેમ સમય વીતતો ગયે, માનવી કંઈક સભ્ય-- સંસ્કારી બનતો ગયો, અને એણે પોતાના સમાજની રચના કરી ત્યારે એ આ બાબતોને વિચાર કરવા લાગ્યો.
ધર્મ અને શાસ્ત્ર એ વખતે માનવીની સામે ન તો ધર્મને સવાલ હતો કે ન તો શાસ્ત્રોનો. ત્યારે તો એની સામે એકમાત્ર સવાલ હતો પિતાના સુખને. એ સુખ પણ, પિતાની આસપાસના સમાજમાં એક જાતની વ્યવસ્થા ન હોય તો, મળી શકે એમ ન હતું. એણે જોયું કે આ માટે એને કેટલીક બાબતો તજવી જ પડશે, અને કેટલીક અપનાવવી પડશે. એણે પોતાના ભલાની ખાતર જેને સ્વીકાર કર્યો એ જ ધર્મ બની ગયો. અને એ સારી બાબતોની, સાચા નિયમોની જે પરંપરા ચાલી એનાથી શાસ્ત્રો બન્યાં. એટલા માટે જ એ જમાનાનાં શાસ્ત્રોમાં ભૌતિક સુખ-સાધનોનું વર્ણન વિશેષ જોવામાં આવે છે. જે પ્રવૃત્તિને સમાજે પસંદ કરી એ શાસ્ત્રબદ્ધ થઈ ગઈ. આ રીતે માનવીઓએ જેમ જેમ પોતાની જરૂરિયાત પ્રમાણે, પ્રવૃત્તિઓમાં ફેરફાર અને વિકાર કર્યો, તેમ તેમ શાસ્ત્ર પણ બનતું અને વિકૃત થયું ગયું. પણ એ વખતે માનવી શાસ્ત્રનો ગુલામ ન હતો. પણ શાસ્ત્રો અને અનુસરતાં હતાં. પણ એક સમય એવો આવ્યો; જયારે આ ક્રમ બદલાઈ ગયો. ત્યારે એ શાસ્ત્રોને રચનાર અને એને વિકૃત કરનાર ન રહ્યો. એ તે શાસ્ત્રોને અદસ્ય શક્તિએ મોકલેલાં માનવા લાગે !
અધ્યાત્મવાદીઓ. જૈન સમાજ અને તીર્થંકર આ રીતે શાસ્ત્રો નદીના વહેતાં નીરના બદલે તળાવના પાણીની જેમ બંધિયાર થઈ ગયાં છે. છતાં માનવીનું ભેજુ તો રીતે બંધિયાર રહે
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃતિને સંદેશ
૩૩
એવું નથી. એણે જોયું કે અત્યાર લગીમાં જે કંઈ થયું છે તે તો પોતાની જાતને ઈને જ થયું છે. માનવી શાસ્ત્રોનો ગુલામ શી રીતે બની શકે ? એ તે નવાં શાસ્ત્રોની રચના કરશે. એણે વિચાર્યું, હું આ જે કંઈ કરી રહ્યો છું ધન ભેગું કરું છું, કુટુંબ વધારું છું, સામ્રાજ્યને વિસ્તાર કરું છું-- બધું તો ઠીક જ છે; પરંતુ છેવટે આ બધું શા માટે ? કોને માટે ? હું કેણ છું ? મેં આખી બાહ્ય દુનિયા તો જોઈ, પણ મેં મારી પિતાની જાતને તો જોઈ જ નહી ! શું મારી જાતની પણ ભાળ મળી શકે છે?
આ વિચારથી પ્રેરાઈને કેટલાક લેકે, શાંતિને માટે, જંગલમાં જઈને વસવા લાગ્યા, અને પોતાની જાતની શોધ કરવા લાગ્યા. એના પરિણામરૂપે આપણે ભારતમાં આધ્યાત્મિક દર્શનની અધિકતા જોઈએ છીએ. આ અધ્યાત્મવાદીઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો અને ક્રિયાકલાપ છે. આ અધ્યાત્મવાદીઓની જ પરંપરામાં એક એ સમાજ છે કે જે પોતાની હસ્તીને આજ લગી ટકાવી રહ્યો છે અને જેને આજે આપણે “જૈન સમાજ” કહીએ છીએ. ભગવાન
ભદેવથી લઈને વર્ધમાન મહાવીર સુધીમાં, જનોની પરંપરાગત માન્યતા અનુસાર, વીસ મહાપુરુષો થયા, જેમને તેઓ તીર્થકર કહે છે. એમનું કહેવું છે કે, તવજ્ઞાનની દૃષ્ટિએ, એ બધાએ એકસરખો જ ઉપદેશ આપ્યો છે. સમય અનુસાર આચારનું બદલાવું અનિવાર્ય હોવા છતાં તત્ત્વજ્ઞાનની બાબતમાં બધાનો એક જ મત રહે છે. સંભવ છે કે આ વાત ઐતિહાસિકોના ગળે ન ઊતરે, પણ આની સત્યાસત્યતા પારખવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જૈન વિદ્વાન આ તીર્થકરેની હયાતીને જે સમય બતાવે છે એનું પરીક્ષણ કરવાનું પણ આપણી પાસે કોઈ સાધન નથી. આમ છતાં ઋષભદેવ અને નેમિનાથ, આ બે ઈતિહાસકાળ પહેલાંના મહાપુરુષોના અસ્તિત્વમાં શંકાને કોઈ સ્થાન નથી—એમના નિશ્ચિત સમયની બાબતમાં ભલે ને સંદેહ હોય. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સંબંધમાં તો હવે એતિહાસિક લકે પણ નિઃસંદેહ બની ગયા છે. પણ જૈન તત્ત્વજ્ઞાન અને આચારના ઉપદેશે રૂપે આજે આપણું સામે જે કંઈ ગ્રંથસ્થ થયેલી સામગ્રી મેજૂદ છે, એ તો ભગવાન મહાવીરના ઉપદેશનું જ ફળ છે. ભગવાન મહાવીરે પાર્શ્વ પરંપરામાંથી ઘણું શીખ્યું અને સમળ્યું હશે, અને પિતાના ઉપદેશની ધારા એ પરંપરાને અનુરૂપ વહેવડાવી હશે. તેથી, આપણે એટલું તો કહી શકીએ છીએ કે, જો કે પાર્શ્વનો
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૪
જિનધર્મ ચિંતન
ઉપદેશ આપણી સામે નથી, તેમ છતાં ભગવાન મહાવીરના ઉપદેશના રૂપમાં આપણી સામે જે કંઈ છે, એમાં ઘણો ખરે પાર્શ્વનો જ ઉપદેશ સમજો જોઈએ--પછી વાણી ભલે ને મહાવીરની હોય. ખરી રીતે ભગવાન મહાવીર પછી એમની વાણીના આધારે એમના ઉપદેશોની જે સંકલન કરવામાં આવી છે, તેમાં ભગવાનના પિતાને શબ્દ કેટલા છે, એ ચોક્કસ રીતે તારવવું મુશ્કેલ છે. આટલી એતિહાસિક ભૂમિકા પછી આપણે જનધર્મને ઉપદેશના મુખ્ય સંદેશને જોઈએ.
આત્મજ્ઞાન અને અપ્રમાદ ઉપર ભાર આચારાંગ સૂત્રના પહેલા સૂત્રમાં જ એમ કહેવામાં આવ્યું છે. સંસારમાં ઘણાખરા માણસો એવા છે કે જેમને એ વાતની ખબર જ નથી કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું ? મારો આત્મા પુનર્જન્મ ધારણ કરે છે કે નહીં ? હું કેણ હતો અને મારું શું થવાનું છે ?–આવી આવી બાબતોને જેઓ પિતાની મેળે જાણી લે છે અથવા બીજા જ્ઞાની પુરુષ પાસેથી સમજી લે છે, તેઓ જ આત્મવાદી છે, તેઓ જ ક્રિયાવાદી છે. તેઓ જ લેક્વાદી છે અને તેઓ જ કર્મવાદી છે.” આ એક જ વાક્યમાં ભગવાન મહાવીરે પોતાનો સમગ્ર સંદેશ સંભળાવી દીધે, એમ કહેવામાં આવે તો તે અતિશયોક્તિ નહીં ગણાય. ભગવાન બુદ્ધે આ જ વાતને પોતાની રીતે કરી હતી. એમનું કહેવું એવું હતું કે આપણે કેણુ હતા અને શું થઈશું, એ વાતને જાણવાની ફિકર ન કરતાં ફક્ત એટલું જ જાણીએ કે અત્યારે આપણે દુ:ખી છીએ અને એ દુ:ખથી મુક્ત થયા ચાહીએ છીએ તો એ કો માર્ગ છે કે જેના ઉપર ચાલવાથી આપણે દુ:ખથી મુક્ત થઈ શકીએ ?
ભગવાન મહાવીરે નિવાર્ણની પ્રાપ્તિને માટે આત્મજ્ઞાનને પહેલું સ્થાન આપ્યું છે, કારણ, જે આત્મા જ ન હોય તે દુ:ખથી મુક્ત કોણ થશે ? એમણે કહ્યું છે કે, એક આત્માને જાણે; એ એક આત્માને જાણવાથી જ બધુય જાણી શકાય છે. એમણે આત્મજ્ઞાનને–જીવવિજ્ઞાનને એટલું આગળ વધાર્યું કે એમને સર્વત્ર–પૃથ્વા, પાણી, પવન, અગ્નિ, વનસ્પતિ વગેરેમાં–જીવ જ જીવ દેખાયા. એટલે પછી એમણે પોતાની દલીલને આગળ વધારી કે, આપણી પ્રત્યેક પ્રવૃત્તિ એવી હોઈ જોઈએ કે જેથી બીજા જીવોને દુ:ખ ન પહોચે; કેમ કે આપણી જેમ તેઓ પણ સુખને જ ઇચ્છે છે. કદાચ આપણે પિતાના તરસ્થી બધાને સુખી કરવાનો પ્રયત્ન ન કરી શકીએ, પણ આપણે આપણી પોતાની પ્રવૃત્તિને
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃતિને સંદેશ
એટલી મર્યાદિત તે અવશ્ય કરી શકીએ છીએ કે જેથી આપણે એ બધામાંથી કોઈને માટે દુઃખના નિમિત્ત ન બનીએ. ગીતામાં બધી પ્રવૃત્તિ કરવાની વાત છે, પણ ભગવાન શ્રીકૃષ્ણ એને માટે આસક્તિનો ત્યાગ કરવાને ઉપદેશ આપ્યો છે. ભગવાન મહાવીરે પ્રવૃત્તિને મર્યાદિત કરવાને મહત્ત્વપૂર્ણ ઉપદેશ આપ્યો, અને જે પ્રવૃત્તિ અપરિહાર્ય હાય, એને પણ અપ્રમત્ત બનીને કરવાને ઉપદેશ આપ્યો છે. અનાસક્તિથી બંધન નથી થતું અને અપ્રમાદથી પણ બંધન નથી થતું. આ રીતે જ્યારે માનવી પોતાની પ્રવૃત્તિને મર્યાદિત કરીને બીજાને દુ:ખ ન પહોંચે એને વિચાર કરે છે. ત્યારે એને બધાના મિત્ર બનવું પડે છે. અંતમાં એ કલ્યાણમિત્ર કે ઈની સાથે સ્વાર્થ સંબંધ નથી રાખતા. એ કે ઈનો નથી થતું અને કેાઈ એનું નથી થતું. એના મનમાં શત્રુ અને મિત્ર બધા સમાન થઈ જાય છે. તે પછી એ પિતાના કુટુંબમાં કેવી રીતે ગંધાઈ રહે ? પોતાના રાજ્યમાં કેવી રીતે ફસાઈ રહે ? એ બધાને ત્યાગ કરીને પોતાની આત્મનિરીક્ષણને માટે અરણ્યને આશ્રય લે છે. ત્યાં એ ઉગ્ર તપસ્યા કરીને પોતાની જાતને કુંદનની જેમ શુદ્ધ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ જ નિર્વાણ છે.
અહં અને મમત્વના ત્યાગને ભગવાન બુદ્ધને ઉપદેશ
ભગવાન બુદ્દે પિતાને નિર્વાણમા આત્મવિજ્ઞાન ઉપર સ્થિર નથી કર્યો; એમનું કહેવું એમ હતું કે આત્મવિજ્ઞાનથી કશો લાભ નથી. હાં, એટલું તો સ્પષ્ટ છે કે જ્યારે માનવી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને “હું છું” એ રીતે સમજી બેસે છે, ત્યારે આ “હું”થી મમત્વ જન્મે છે. એ સમજવા લાગે છે આ આ મારું છે, “આ મારું નથી’, ‘આ મને ગમે છે, “આ મને પસંદ નથી.” આ રીતે દરેક વસ્તુની એ પિતાના “દું'ની દષ્ટિએ પરીક્ષા કરે છે, પિતાના રાગષને વધારે છે, અને ભૂંડી રીતે સંસારચક્રમાં ફસાઈ જાય છે. તેથી આ ચક્રમાંથી બહાર નીકળવાનો ઉત્તમ ઉપાય એ જ છે કે “હું”ને-આ અહંકારનેરામ્ય-ભાવનાને બળે દૂર કરવામાં આવે, આમ કરીને જ્યારે એ “હુથી મુક્ત બને છે ત્યારે એ કલ્યાણમિત્ર બને છે. ન કઈ એનું છે અને ન એ કાઈને. પછી એ સંસારમાં શા માટે ફસાઈ રહેશે ? એને માટે તે ઘરને ત્યાગ કર એ જ ઉચિત છે અને ધ્યાન દ્વારા પિતાની એ પ્રજ્ઞાને પ્રક સાધીને કતકૃત્ય થવું, એ જ એનું નિર્વાણ છે. આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન મહાવીરે જ્યારે આત્મવિજ્ઞાનના વિસ્તારથી નિર્વાણનો માર્ગ બતાવ્યો ત્યારે ભગવાન બુદ્ધ આત્મવિજ્ઞાનના સંકોચથી નિર્વાણ માન્યું.
Page #65
--------------------------------------------------------------------------
________________
જનધર્મચિંતન
જાતિને નહીં પણ તપસ્યાનો મહિમા આ આધ્યામિક દૃષ્ટિને લીધે જ બુદ્ધ અને મહાવીર-બંને મહાપુરુષોએ પિતાના સમયમાં બ્રાહ્મણ, યતિ, ભિક્ષુ, જટી, મુંડી, યજ્ઞ, જાતિ, ભાષા, તીર્થ, સ્નાન વગેરે શબ્દોના જે અર્થ જનતામાં પ્રચલિત હતા તેને બદલી નાખ્યા. જૂના શબ્દોને ઉપયોગ કરીને જ એમણે એમનો આધ્યામિક દૃષ્ટિએ ને અર્થ કર્યો, આનું પરિણામ એ આવ્યું કે એક ચાંડાલ જતિને જૈન ભિક્ષુ, ભિક્ષાને માટે, બ્રાહ્મણના યજ્ઞમાં જઈને એમને યજ્ઞને આધ્યામિક અર્થ સમજાવવામાં સફળ થાય છે. જ્યારે બ્રાહ્મણે કહ્યું કે દાનને માટે સુપાત્ર બ્રાહ્મણ જ છે, ત્યારે એ ચાંડાલ શ્રમણે તરત જ જવાબ આપ્યો કે તમે કહ્યું એ તે ઠીક છે; પણ શું જે ક્રોધી છે, પરિગ્રહી છે, જૂઠાબોલે છે, ચોર છે, અબ્રહ્મચારી છે,
એ બ્રાહ્મણ કહેવાય કે તેઓ કે જેઓ આવાં કુકૃત્યથી વિરત છે તે ? જેમણે પિપટની જેમ વેદોને ગેખી રાખ્યા છે તેઓ બ્રાહ્મણ છે કે જેમણે શાસ્ત્રની સારભૂત વાતોને પોતાના જીવનમાં ઉતારી છે તે બ્રાહ્યણ છે? એ બ્રાહ્મણ શરમાઈ જાય છે અને એ ચાંડાલનું શરણ સ્વીકારે છે અને એકાએક બેલી ઊઠે છે કે દુનિયામાં છેવટે તપસ્યાનો જ મહિમા છે; જાતિનું કોઈ મહત્વ નથી.
આત્મદમન : સુખને સાચે માર્ગ ને ભગવાન મહાવીરે સુખને સાચો માર્ગ દર્શાવતાં કહ્યું કે બીજાઓનું દમન કરવાને બદલે પહેલાં પિતાની જાતનું જ દમન કરો. પિતાની જાતના દમનથી, પિતે જાતે જ ઇન્દ્રિયના વિજેતા બનવાથી, બધાનું દમન થઈ જાય છે, અને એના ફળરૂપે સુખ જ મળે છે. જેણે પોતાની જાતનું દમન કર્યું છે, એનું દમન કોઈ પણ વ્યક્તિ મારઝૂડ કરીને કે એને વધ કરીને નથી કરી શકતી. એટલા માટે જ શ્રેય એમાં જ છે કે પહેલાં પિતાની જાતને સંયમી અને તપસ્વી બનાવીને વિજયી બનાવવામાં આવે. - પ્રવ્રા લેવાને માટે તૈયાર થયેલા નમિરાજને જ્યારે ઈ એમ કહ્યું કે પહેલાં આપ આપના દુશ્મનને હરાવીને પછી ખુશીથી સંયમ ગ્રહણ કરે, ત્યારે એ રાજર્ષિએ શત્રુનું દમન કરવાનો જે માર્ગ બતાવ્યું તે અત્યારના લોકોને એક નવો ઉત્સાહ અને એક નવી દષ્ટિ આપે એ છે. એમણે કહ્યું : “યુદ્ધમાં જઈને 'હીરો અને લાએ દાઓ ઉપર વિજય મેળવવો સહેલું છે, પણ પિતાની જ ઉપર વિજય મેળવી મુશ્કેલ છે. રાજય એ જ પરમ જ છે. ૨
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન સંસ્કૃતિને સંદેશ
૩૭ પરમ જયને છોડીને હું એ તુચ્છ જયની પાછળ શા માટે દોડું ? આધ્યાત્મિક યુક્ર–એટલે કે પોતાની જાત સાથેનું પિતાનું યુદ્ધ — જ જ્યારે મારી સામે આવીને ઊભું છે, તે હું આ બાહ્ય યુદ્ધમાં શા માટે ફાઉં ? જે યુદ્ધનો ઉદ્દેશ સુખ જ હોય, અને જે એ સુખ મને મારી પોતાની જાત ઉપર વિજય કરવાથી મળી શકતું હોય, તે હું નાહક શા માટે સૌને મારતો ફરું ? જેમ જેમ હું બીજાઓ ઉપર ક્રોધ કરીશ, બીજાઓને મારતો ફરીશ, તેમ તેમ મારું વેર તો વધતું જ રહેશે, અને છેવટે એ મારે પોતાનો જ નાશ કરી દેશે ! તે તે પછી સારું છે એ જ છે કે હું ક્રોધનો અને વેરનો જ નાશ કરવાનો પ્રયત્ન કરું. એમને નાશ કરવામાં બીજા કોઈને દુ:ખ પહોંચાડવાની તે કોઈ વાત જ નથી; અને હું સુખી થઈ જાઉં છું.” અત્યારની આ દુનિયા, જે બીજાઓના સંહારમાં રત છે, એને માટે જૈન સંસ્કૃતિને આ સંદેશ સમયને અનુરૂપ જ લેખાવો જોઈએ.
કષ્ટ સહનની જરૂર લોકોમાં જ્યાં લગી કષ્ટોને સહન કરવાની શક્તિ નથી આવતી ત્યાં સુધી પ્રતિહિંસાની જવાળા સળગતી જ રહે છે. જૈન શ્રમણોને માટે, સમભાવપૂર્વક અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાનો વિધિ ભગવાન મહાવીરે બતાવ્યું છે. એમણે જે કંઈ કહ્યું છે એ કંઈ નરી કલ્પના નથી. એમણે પોતાના સાધક જીવનમાં જે કષ્ટો સહ્યાં હતાં, એનું વર્ણન સાંભળીને આપણું રૂંવાડાં ખડાં થઈ જાય છે. આ અનુભવમાં જ એમણે જે કંઈ પ્રાપ્ત કર્યું એ જ શ્રમણને શીખવ્યું છે. સહનશક્તિ અને ક્ષમાનું ફળ સમજાવતાં એમણે જે કંઈ કહ્યું છે તે ખૂબ ઉત્સાહવર્ધક છે. એમણે કહ્યું કે, જ્યારે કેઈ તમને ગાળ આપે, પીડા ઉપજાવે અને અંતે તમારી હત્યા કરવાની ચેષ્ટા કરે ત્યારે પણ એમ જ માનજે કે એ તો અજ્ઞાની છે; હું પણ એની જેમ ક્રોધાવેશમાં આવીને એની હત્યા કરવા લાગ્યું તે મારામાં અને એનામાં શો ફેર ? મને મારીને પણ એ મારું શું બગાડી શકવાને છે? આત્માની સાથે જે આ શરીરનું બંધન વળગેલું છે, એ બંધનને જ તે એ હત્યારે છેદી રહ્યો છે ! અરે, આ રીતે મારું બંધન છેદાઈ જાય એના કરતાં રૂડું બીજું શું ? મારા આત્માને તે નાશ થતા જ નથી, પછી મને ભય કોને ? મૃત્યુને જીતવાને આ મહામંત્ર આજની ભયગ્રસ્ત દુનિયાને ફરી શીખવવાની જરૂર છે. અને મહાતમા ગાંધી અત્યારે એ જ કામ કરી રહ્યા છે.
અત્યારની દુનિયામાં યુદ્ધજન્ય તેમ જ બીજા અનેક પ્રકારનાં કષ્ટો દેખાય છે; એ બધાંય તૃષ્ણામૂલક છે, એ વાતને ઇનકાર કેણ કરી શકે એમ છે ?
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૮
જૈનધર્મચિતન
પ્રાચીન સમયમાં યુદ્ધ અને મહાવીરે તેમ જ એમની પહેલાંના અનેક સતાએ અ! તૃષ્ણાજયા, લાભજયના, અને નમ્ર બનવાને જ ઉપદેશ આપ્યા હતા. અપરિગ્રહની જરૂર
ભગવાન મહાવીરે કહ્યુ` છે કે જેમ જેમ લાભ થતા જાય છે. તે તે તૃષ્ણા વધતી જાય છે; એ તે। આકાશના જેવી અનન્ત છે. એક માણસને આખી દુનિયાની સ`પત્તિ આપી દેવામાં આવે તેપણ એને સતાજ નહી થાય. અને ન્ને આ રીતે બધાય તૃષ્ણાવાળા બની જાય તે! પછી એનુ` યુદ્ધ સિવાય બીજું પરિણામ પણ શું આવી શકે? એટલા માટે માનવજાતનું ભલુ એમાં જ છે કે એ અપરિગ્રહનું વ્રત સ્વીકારે. જે અકિંચન છે, જેને કઈ વસ્તુ ઉપર મેહુ નથી, એ બીજાઓની સાથે શાને માટે યુદ્ધ કરશે ? આ વ્રતને જ સ્વીકાર કરીને મિથિલાના નમિ રાજર્ષિ ભ ખળતી મિથિલાને જોઈને પણ કહી શકયા આમાં મારું તે કંઈ મળતુ નથી ! જેની પાસે કશુ જ નથી એ જ સુખની નીદ લઈ શકે છે. મૂળ હિન્દી ઉપરથી
– ‘વિશ્વવાણી” વર્ષ ૨, ભાગ ૪, સંખ્યા ૩.
Page #68
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાણાઓને હેતુ
જનધર્મ મનુષ્યપ્રધાન છે. જેનધર્મના જેટલા પ્રવર્તક થયા તે બંધાય મનુષ્ય જે હતા, પણ ભેદ એ જ હતું, કે સાધારણ મનુષ્યોથી તે બધા ઊંચા ઊઠેલ હતા–વીતરાગ હતા. તેમના આદેશ કે ઉપદેશનો સાર એ જ છે કે બધા છ જીવવા માગે છે, કઈ મરવા માગતું નથી, માટે એવી રીતે જીવવું કે જેથી બીજ છોને ત્રાસ ન થાય. આ ઉપદેશની આસપાસ જ જનધર્મના બધા વિધિ-નિષેધ ગોઠવાયા છે. આચારાંગાદિ શાસ્ત્રોમાં ભગવાનને ઉપદેશ એકત્ર કરવામાં આવ્યો છે અને આચારાંગ, દશવૈકાલિક, છેદશાસ્ત્રો એ બધા ગ્રંથમાં ક્રમે કરી અપવાદો વધ્યા જ છે, ઘટયા નથી. વિધિ-નિષેધમાં પણ ઘટાડો વધારે થયું છે. એ બધું ગમે તેટલું પરિવર્તન થયું હોય છતાં એ બધાંને એકમાત્ર ઉદેશ એ જ છે કે મનુષ્ય એવી રીતે જીવવું, જેથી આત્મહિત તે થાય પણ પરનું અહિત ન થાય; એટલું જ નહીં, પણ આત્મહિતની સાથે સાથે પરહિત પણ થતું રહે.
જૈનધર્મનાં શાને ઉદ્દેશ પણ એક જ છે. આદેશો એ મુખ્ય નથી, પણ સાધકનું જીવન મુખ્ય છે. એ જીવનને અનુકૂળ આવે તે આદેશનું જ અનુસરણ કરવાનું છે અને જે આત્મહિતથી પ્રતિકૂળ હોય તે ગમે તે શાસ્ત્રમાં લખ્યું હોય પણ સાધક તેનું અનુસરણ નહિ કરે. ઘણીવાર આપણે ઉપદેશકેના મોઢે “શાળા ધમા”-- ભગવાનની આજ્ઞાના પાલનમાં ધર્મ છે–એવું સાંભળીએ છીએ, પણ ભગવાનની આજ્ઞા કેને ગણવી અને કોને ન ગણવી એને નિર્ણય તે તે કાળના પુરુષોએ જ કર્યો છે. એવી કોઈ એક ધ્રુવ આજ્ઞા છે જ નહિ, જેના વિષે કોઈ પણ અપવાદ ન હોય; એટલે છેવટે આચાર્ય સંઘદાસ ગણી મહત્તર અને આચાર્ય હરિભદ્ર જેવાએ તે કહી દીધું કે ભગવાને આ કરવું
१. न वि किंचि अणुन्नाय पडिसिद्ध वा त्रि जिणवारदेहि । एसा तेसिं आण। कज्जे सच्चेण होयव्व ॥
– હૈવૈવિમાષ્ય, નાથી. ૩૩ રૂ
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
કે તે ન કરવું એવું કશું જ કહ્યું નથી. પણ સત્ય માર્ગનું-સંયમમાર્ગનું અનુસરણ કરવું એ ધ્રુવમંત્ર આપી દીધો છે. એટલે ખરી રીતે આજ્ઞાને એવો અર્થ સમજ જોઈએ કે આત્મા સાક્ષી આપે કે આમાં મારું હિત છે તે જ કરવાનું છે. મહાપુરુષોના દિશાસૂચનને લેકે આજ્ઞા એવું નામ આપી દે છે, પણ ખરી રીતે માર્ગ પોતે જ પસંદ કરવાનું હોય છે. જ્યાં સુધી મનુષ્ય પોતે પસંદગી કરતો નથી અને માત્ર બીજાના નિદેશાનુસાર ચાલે છે, ત્યાં સુધી તેને ધમ આત્મસાત થતા નથી. અને જ્યાં સુધી ધર્મ આત્મસાત્ થાય નહિ, ત્યાં સુધી તે ગમે તેટલું અનુષ્ઠાન કરે, પણ તે ધર્મ શુદ્ધ સમ્યકત્વમાં પરિણમત નથી. એટલે કેવળ બીજાની આજ્ઞાનો સ્વીકાર, એ જ ધર્મ નથી, પણ અંતરાત્માની આજ્ઞાને સ્વીકાર એ ધર્મ છે.
- “અખંડ આનંદ', આગસ્ટ, ૧૯૫ર.
Page #70
--------------------------------------------------------------------------
________________
જેન આચારના મૂળ સિદ્ધાંતે
જન આચારનું ઘડતર સમજવા માટે વૈદિક અને બૌદ્ધ આચાર વિષે પણ થોડું જાણવું જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયાં ક્યાં તોએ કેવી રીતે ભાગ ભજવ્યો છે એ સમજવું કઠણ છે. વ્યક્તિના આચારનો અધિકાંશ તે સમાજ ઉપર આધાર રાખે છે. અને જૈન સમાજ કે સંઘ કદી પણ એલે–અટલે રહ્યો હોય તેમ જણાતું નથી. જૈન સમાજ સદૈવ વૈદિક સમાજની વચ્ચે રહેતે આવ્યો છે અને વચલા કાળમાં બદ્ધ સંઘ સાથે પણ તેને સંપર્ક રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિ, પણ વૈદિક અને બૌદ્ધ આચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચારના મૂળ સ્ત્રોત વિષે થોડું વિવેચન કરીને બૌદ્ધ આચારના સ્ત્રોતને સંકેત કર્યા પછી જ જૈન આચાર વિષે વિવેચના કરવી સંગત છે.
વૈદિક આચારના શ્રોત વૈદિક પરંપરાને આધાર વેદ છે, એટલે વૈદિક આચારને મૂળ સ્ત્રોત શ્રુતિ–વેદ છે; અને તે અપૌરુષેય હેય કે ઈશ્વરપ્રણીત હેય-બંને સ્થિતિમાં તે સદાચારની બાબતમાં આજ્ઞારૂપ છે. એમાં તર્ક કે ઉપપત્તિને સ્થાન નથી. અમુક આચરણ શા માટે કરવું એના કારણમાં ઊતરવાની આવશ્યકતા નથી, માત્ર તે વેદપ્રતિપાદિત છે એટલું જ પર્યાપ્ત છે. વેદ ઉપરાંત સ્મૃતિઓ પણ સદાચારમાં પ્રમાણ છે. એમ માનવામાં આવે છે કે સ્મૃતિઓનું મૂળ વેદ છે, તેથી તે પણ સદાચાર વિષે પ્રમાણ છે. એ સ્મૃતિપ્રતિપાદિત આચાર, જેનું મૂળ વિદ્યમાન વેદમાં ન મળતું હોય, એને માટે પણ એમ જ માનવામાં આવ્યું છે કે તેવા આચારનું મૂળ વેદમાં જ છે, પણ વેદને તે અંશ નષ્ટ થયું છે. આમ વેદપ્રતિપાદિત આચારનું જ સમર્થન સ્મૃતિઓ કરે છે એમ મનાયું છે—જો કે વસ્તુસ્થિતિએ જોતાં સ્મૃતિઓમાં એવા ઘણું આચાર છે, જેનું મૂળ તે વેદમાં નથી જ, પણ ઊલટું વેદપ્રતિપાદિત આચારથી તે વિરુદ્ધ પણ જાય છે. બાદના
Page #71
--------------------------------------------------------------------------
________________
જનધર્મચિંતન
નિબન્ધકારોએ આ વિરોધનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે, પણ તે બચાવ લૂલો જણાય છે. ખરી વાત એવી છે કે સ્મૃતિકાએ પોતાના કાળની માન્યતાઓને નિયમનું રૂપ આપી દીધું છે, અને વેદની પ્રતિષ્ઠાનો માત્ર તેમાં પ્રામાણ્ય લાવવા પૂરતો જ ઉપયોગ કર્યો છે.
શ્રુતિ અને સ્મૃતિ ઉપરાંત તદ્વિદોનું શીલ-અનુષ્ઠાન પણ આચરણમાર્ગમાં પ્રમાણુ ગણાય છે. આને અર્થ એ થાય કે જેનો આધાર કૃતિ અને સ્મૃતિ બંનેમાં ન મળતો હોય, છતાં પણ તિદો કેઈ અનુષ્ઠાન કરતા હોય, તો તે સદાચાર પણ અનુયાયીઓ માટે માર્ગદર્શક બને છે. આ ઉપરાંત ધર્માચરણના સ્ત્રોત તરીકે પુરાણો પણ છે. પુરાણોમાંનાં કથાનકોમાંથી પણ અમુક પરિસ્થિતિમાં કરણીય અને અકારણ શું એને નિર્દેશ મળી રહે છે. એટલે પુરાણોને પણ સદાચરણના સ્રોત તરીકે ગણવામાં આવે છે. છતાં પણ આચરણ વિષે જ્યાં શંકા ઉપસ્થિત થાય ત્યાં પરિપદ અર્થાત્ વેદ અને ધર્મશાસ્ત્રોની સભા જે નિર્ણય આપે તે પણ સદાચારને સ્ત્રોત બને છે. આમ તે અનેક છતાં એ બધાનું મૂળ ઉદ્દગમસ્થાન વેદ છે. અને તેમાં જે સદાચાર ન હોય તે પણ છેવટે તે તેથી અવિરુદ્ધ હોવો જ જોઈએ, એમ મનાયું છે. દેખીતી રીતે કોઈ સદાચાર વેદથી વિરુદ્ધ જણાય તો પણ તે વેદથી અવિરુદ્ધ જ છે એવી ઉપપત્તિ શોધી કાઢવામાં આવે છે. એટલે કે બધા આચારનું મૂળ વેદ છે અને વેદથી જે વિરુદ્ધ હોય તે ધર્મજનક બની શકે નહિ અથવા તો ધર્મ ગણાય નહિ. આમ વેદિક માટે વેદ એ આચરણની બાબતમાં પ્રમાણ છે.
પણ આને અર્થ કોઈ એમ કરે કે વેદકાલીન આચાર જ આજે હિન્દુ સમાજમાં પ્રવર્તે છે, તે તે મોટી ભૂલ કરે છે. વસ્તુસ્થિતિ એવી છે કે સ્મૃતિકારે અને નિબંધકારીએ પોતપોતાના કાળમાં પ્રચલિત અને પરિવર્તિત આચારોનું સમર્થન કર્યું છે, અને કેટલાક વેદકાલીન આચારને તે કલિવજયે ગણીને વેદવિહિત છતાં વજ્ય ગણ્યા છે, અને તેને બદલે સમકાલીન પ્રચલિત અને પરિવર્તિત આચારોને ગ્રાહ્ય ગણ્યા છે. આમ છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે તેઓ એ પરિવર્તિત આચારને પણ વેદથી અવિરુદ્ધ છે એમ સ્થાપવાને પ્રત્યન તે અવશ્ય કરે છે. તેથી એમ કહી શકાય કે તેમને માટે તે બધા આચાર વેદવિહિત જેવા જ છે અને તેમનું પ્રામાણ્ય વેદથી જ છે. એટલે કે બધા આચારોનું મૂળ તેઓ વેદમાં જ શોધે છે–પછી ભલે વેદમાં એમાંનું આપણું દષ્ટિએ કશું જ ન હોય. સંક્ષેપમાં એમ કહી શકાય કે વેદથી આજ સુધીમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
જેન આચારના મૂળ સિદ્ધાંત
આચારેનું સમાયનુકુલ પરિવર્તન થતું જ આવ્યું છે. અને તે પરિવર્તનને બુદ્ધિબળે વેદ-અવિરોધી સિદ્ધ કરવામાં પંડિતાના પાંડિત્યનો ઉપયોગ થતો રહ્યો છે. વસ્તુસ્થિતિએ આજના રૂઢ આચારોના સમર્થનમાં વેદમાંથી બહુ જ થોડું થળી શકે એમ છે એ સ્વીકારવું જોઈએ; એટલું જ નહિ પણ આજના હિન્દુકોડના ધારામાં આવતા ઘણા સુધારક આચારોનું સમર્થન વેદમાંથી મળે છે; છતાં આશ્ચર્ય તે એ છે કે સનાતની હિન્દુઓ વેદનું નામ લઈને હિન્દુકેડને વિરોધ કરતા રહ્યા છે.
બૌદ્ધ આચારનો સ્ત્રોત બૌદ્ધ વિનય અર્થાત આચારના નિયમોનું સર્જન કરવાનો અધિકાર કેવળ ભગવાન બુદ્ધને જ છે. તેમનું નિર્વાણ થયું ત્યારે કેટલાક ભિક્ષુઓ કહેવા લાગ્યા કે હવે આપણે સ્વતંત્ર થઈ ગયા, આપણા ઉપરનું નિયંત્રણ દૂર થયું, એટલે ફાવે તેમ વર્તન કરી શકીએ છીએ. આ સાંભળી શ્રદ્ધાળુ ડાહ્યા પાંચસો સ્થવિરેએ સંગીતિ કરી અને ભગવાન બુદ્ધે જે આચારના નિયમનું પ્રવર્તન કર્યું હતું તેને સંભારી સંભારીને જે સંકલન કર્યું એ જ “વિનયપિટક” નામે ઓળખાય છે. બૌદ્ધધર્મમાં અનેક સંઘ અને સંપ્રદાયભેદો થયા, પણ એ બધાના વિનયમાં નહિવત ભેદ છે. એ સર્વેને એક વસ્તુ સમાન રીતે માન્ય છે કે આચારના નિયમોનું સર્જન તે ભગવાન બુદ્ધ જ કરી શકે છે. આ ઉપરથી કહી શકાય કે બૌદ્ધધર્મમાં આચાર સ્ત્રોત કેવળ ભગવાન બુદ્ધ જ છે.
બૌદ્ધ વિનયના નિયમોમાંથી સંઘ આવશ્યક સમજે તે અતિ ગૌણ નિયમોને ઢીલા પણ કરી શકે છે, અથવા તો તેવા અતિ ગૌણ નિયમનું ઉ૯લંઘન પણ કરી શકે છે. એવું નિર્વાણ સમયે ભગવાન બુદે ભિક્ષ આનંદને કહેલ. છતાં પણ સંગીતિમાં એકત્ર થયેલા ભિક્ષુઓ એવા ઉ૯લંઘનના પક્ષમાં ન થયા અને નાના-મોટા બધા જ નિયમોનું પાલન કરવું આવશ્યક છે એમ તેમણે નક્કી કર્યું. કારણ કે ભિક્ષ આનંદે ભગવાન બુદ્ધ પાસેથી એ સ્પષ્ટીકરણ માગ્યું ન હતું કે કયા કયા નિયમોને ભગવાન બુદ્ધ અતિ ગૌણ ગણતા હતા.
૧. વિશેષ વિવરણ માટે જુઓ ડે. અકરનું
Sources of Hindu Dharma," Pub. Institute of Public Administration, Sholapur.
Page #73
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ચિંતન
ભગવાન મુદ્ધના નિર્વાણ પછી સેા વર્ષે અમુક ભિક્ષુઓના આચારમાં કેટલાક નિયમામાં શિથિલતા આવી. અને એવી શિથિલતા વિહિત છે અથવા તેને યુદ્ધવચનનું સમન છે, એમ તે કહેવા લાગ્યા, ત્યારે ફરી પાછા ૭૦૦ સ્થવિરા એકત્ર થયા અને નિર્ણય કર્યો કે એવી શિથિલતાના સમર્થ્યનમાં ખુચન નથી. તેથી વિનય વિરુદ્ધના એવા શિથિલ આચારાનું વન કરવું જોઈએ. આમ એ સ્પષ્ટ છે કે બૌદ્ધોએ એ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે આચારના સ્રોત કેવળ ભગવાન બુદ્ધ છે. તેમાં અપવાદ કરવાને અધિકાર કોઈને પણ નથી; એટલું જ નહિ પણ ગૌણ નિયમાનુ અતિક્રમણ કરવાની સંબંને છૂટ મુદ્દે આપ્યા છતાં નિશ્રિત ગૌણ નિયમેા કયા એ અંગે યુદ્ધની નિશ્ચિત સૂચના નહિ હોવાથી એમાં પણ સધે છૂટ સ્વીકારી નહિ. આ વસ્તુ સધની ભગવાન બુદ્ધમાં અપ્રતિમ નિષ્ઠા બતાવે છે; અને આચારમાં એકમાત્ર ખુનું જ અપ્રતિહત પ્રામાણ્ય સ્વીકારે છે.
૪૪
વેદપ્રતિપાદિત આચાર એ આના છે અને તેમાં ત યા ઉપપત્તિને કેાઈ સ્થાન નથી; જ્યારે મુદ્દે જે જે આચારના નિયમા બનાવ્યા છે; તે શા માટે બનાવવા જરૂરી હતા, તેનું સ્પષ્ટીકરણ કરાવતી વસ્તુકથા વિનયપિટકમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે કહી શકાય કે જે કાર્યોથી લેાકાપવાદ થાય તેવાં કાર્યાના નિષેધ બુદ્ધે કર્યાં છે, અને નિયમપાલનનુ ઔચિત્ય પણ સિદ્ધ કરવાને પ્રયત્ન પદે પદે વિતયમાં સ્પષ્ટ દેખાય છે. બૌદ્ધ આચારમાગની એક ખાસ વાત એ છે કે પાલનકર્તા તેનું ફળ પ્રત્યક્ષ કરે છે અને બીજાએ પણ બૌદ્યોના આચારમા નું પરિણામ જોઈ શકે છે. અર્થાત્ અદૃષ્ટ ફળ ઉપર મુને! ભાર નથી, પણ પ્રત્યક્ષ ફળ ઉપર યુદ્ધને વિશેષ ભાર છે, વૈદિક અને બૌદ્ધ આચારમાં આ એક ધ્યાનમાં લેવા જેવા ભેદ છે.
જૈન આચાર
દર્શન અને આચાર
જૈન આચાર વિચાર જૈન દર્શનના વિચારથી જુદો થઈ શકે નહિ, એટલે દાશ`નિક વિચારાને અનુકૂળ રહીને જ જૈન આચારનું ઘડતર થઈ શકે, એ વસ્તુ સ્વીકારવી જોઈએ. સામાન્ય રીતે એવું જોવાય છે કે દાનિક સિદ્ધાંત
૧. જુએ વિનયપિટક, પંચાતિકા સ્કંધક અને સપ્તશતિકા સ્કંધક.
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન આચારના મૂળ સિદ્ધાંતો
૪૫
એક હોય છે અને આચારનો સિદ્ધાંત તેથી વિપરીત જ હોય છે. કહેવત તે એવી છે કે વિચાર તે આચાર, પણ મોટે ભાગે દાર્શનિક વિચાર સાથે આચારની સંગતિ મેળવવા ધાર્મિકાએ પ્રયત્ન નથી કર્યો, એ ખાસ કરી ભારતમાં તે સ્પષ્ટ છે. વેદિકોએ દાર્શનિક સિદ્ધાંતની પરાકાષ્ટા અત સિદ્ધાંત સ્થાપીને પ્રાપ્ત કરી અને સંસારમાં જે કાંઈ છે તે એક બ્રહ્મ અથવા પરમાત્માનો જ વિસ્તાર છે એમ વિચારથી નકકી કર્યું; પણ એ વિચારને અનુકૂળ જે આચારનું ઘડતર થયું હોત તે ભારતવર્ષની પરિસ્થિતિ આજે જુદી જ હોત. નાત-જાતના ભેદ, સ્પૃસ્યાસ્પૃસ્યતા, પ્રાતીયતાવાદ, ભાષાવાદ આદિને કારણે ભારતીય સમાજ આજે જે છિન્નભિન્ન દશામાં છે તે કદી પણ ન હોત; તેને બદલે “વસુધેય કુટુંબમાં માનનારો એક આદર્શ સમાજ ભારતમાં નિર્મિત થયો હોત. પણ દુર્ભાગ્યે વિચાર પ્રમાણે આચારનું ઘડતર નથી થયું એ સ્પષ્ટ છે. દાર્શનિક દષ્ટિએ વળી બીજી પણ એક ત્રુટિ તરફ જેન આચાર્યોએ વૈદિકનું ધ્યાન ખેંચ્યું છે; તે એ કે આત્માને જ કૂટ-એકરૂપ માનવામાં આવે તો આત્મામાં બંધ–મોલની વ્યવસ્થા. પુનર્જનન–એક અવસ્થા વટાવીને બીજી અવસ્થા પ્રાપ્ત કરવાનો સંભવ અને બંધથી છૂટવા મોક્ષ માટેના પ્રયત્ન માટે આવશ્યક આચરણને પણ સંભવ નથી. સામાજિક દષ્ટિએ પણ જે દાર્શનિકે એકાંત નિત્યવાદમાં માનતા હોય તેમને મતે સામાજિક સુધાર કે આચારણનું પરિવર્તન કે રાજનૈતિક વિચારધારાનું પરિવર્તન પણ શક્ય નથી, સંભવિત નથી. એટલે તેમને સમાજ એકરૂપ રૂઢિચુસ્ત જ સંભવે, આથી ઊલટું, જે દાર્શનિકો આત્માને ફૂટસ્થ ન માનતા પરિણામી નિત્ય માને તેમને મતે જ પરિવર્તનને અવકાશ રહે છે. અને પરિ વર્તન જીવનના વૈયક્તિક, સામાજિક, રાજનૈતિક, આર્થિક આદિ સર્વ ક્ષેત્રોએ સંભવિત બની શકે છે. |
જન આચારનું અનેકાંતમૂલક ઘડતર - જૈનોએ દાર્શનિક સિદ્ધાન્ત તરીકે જ્યારે એનેકાંતવાદને સ્વીકાર્યો, ત્યારે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પરિવર્તનને અવકાશ છે એમ સ્વતઃ સ્વીકારી લીધું. પરિણામ એ આવ્યું કે જૈનોના અભ્યદયકાળમાં જૈનધર્મ એ એક સુધારક ધર્મ 'તરીકે સ્વત: પ્રસિદ્ધ થયા. વૈદિકની સંકુચિત વર્ણવાદ, ઉચ્ચનીચપણની ભાવના, ઋગ્યાસ્પૃશ્યતા, સ્ત્રી-પુરુષના અસમાન અધિકાર આદિ માન્યતાઓથી વિરુદ્ધ
તો આચરણ હતું. અને તે તેમના પિતાના દાર્શનિક સિદ્ધાંતને અનુસાર હત પ્રવા દુર્ભાગ્યે જૈનધર્મની આ પોતાની શક્તિ વૈદિકોના પ્રકારે કાળકને
Page #75
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
ક્ષીણ થઈ ગઈ અને અત્યારે એ સમાજ વદિક સમાજથી કોઈ પણ રીતે સુધારક દષ્ટિએ અથવા તે ક્રાંતિકારી વિચારની દૃષ્ટિએ કાઈ પણ જાતનું પાર્થક્ય ધરાવે છે, એવું કહી શકાય તેમ રહ્યું નથી. એટલે કે મૂળે તેમાં આચારમાં ક્રાંતિકારી અને સુધારક દૃષ્ટિબિંદુ પિતાના દાર્શનિક સિદ્ધાંત અનેકાન્તવાદને કારણે હતું એ તથ્ય છતાં, આજે જૈન સમાજ પણ વૈદિકની જેમ જ વિચાર પ્રમાણે આચાર નથી ધરાવતો એ પણ તથ્ય છે. એટલે કે આજની સ્થિતિ પ્રમાણે સમગ્ર ભારતવર્ષની સમસ્યા વિચારને અનુકૂળ આચારના ઘડતરની છે. વેદિક અને જૈન બંને પિતપોતાના દાર્શનિક સિદ્ધાંતને અનુસરી જ આચરણનું ઘડતર કરે તે સમાજ ઉચ્ચ સ્થિતિએ પહોંચે એવી સંપૂર્ણ શક્યતા છે જ.
આજ્ઞાએ ધર્મ: તર્ક અને આચાર જૈન આચારની બાબતમાં જે એક વસ્તુ ઉપર ભાર અપાયેલે આપણે જોઈએ છીએ તે છે-માળા, ધર્મા–અર્થાત ભગવાનની આજ્ઞાનું પાલનમાં ધમ છે. એ વાત. આ ઉપરથી એક વસ્તુ ઉપર ઉપરથી એમ સમજાય છે કે વેદવિધિ અર્થાત આજ્ઞા અને જિનની આજ્ઞા એ બંને સરખી રીતે આજ્ઞા હાઈ અતર્થ છે, પણ વસ્તુસ્થિતિમાં સહેજ ભેદ છે અને એ ભેદમાં જ જૈન અને વૈદિક આચારને મૌલિક ભેદ છે.
ૌ આચારના નિયમના ઘડતરમાં કોઈને કોઈ પ્રસંગની ઉપસ્થિતિ અનિવાર્ય મનાઈ છે. અને પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા આચારના નિયમોનું ઘડતર કમે ક્રમે થતું ગયું છે, તે વિનયપિટક વાંચતાં સ્પષ્ટ થાય છે. પણ એને અર્થ એ નથી કે નિયમોના ઘડતરમાં આચાને કોઈ મૌલિક સિદ્ધાત કામ કરતા નતિ. બુદ્ધને સિદ્ધાંત છે કે કુશલ કાર્ય કરવું અને અકુશલનું નિવારણ કરવું. આ સિદ્ધાંતની કસોટીએ પ્રત્યેક નિયમોને કરી શકાય; પણ કુશલાકુશલને અંતિમ વિવેક કેણ કરે ? એ વિવેક બુદ્ધે પોતે પોતાના હાથમાં રાખે છે. સંઘે એ જવાબદારી નથી લીધી કે તે વિવેક કરીને નકકી કરે કે કુશલ શું અને અકુશલ શું? પણ આથી એમ નથી સમજવાનું કે બુદ્દે જે વિવેક કર્યો છે તે અતર્થ છે. અદનો તો એ દાવો હતો કે હું જે કહું છું તે પ્રજ્ઞાથી કહું છું અને શ્રોતા એ સ્વીકારતાં પહેલાં પિતાની તર્ક અને બુદ્ધિશક્તિને અવશ્ય ઉપયોગ કરે. અને પરીક્ષા કર્યા પછી એમ જણાય કે બુદ્ધવચન તથ્ય અને હિતકર છે તે જ તેને સ્વીકારે. એટલે એમ કહી શકાય કે આચારના વિષયમાં અંતિમ સત્ય
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન આચરના મૂળ સિદ્ધાંતા
યુદ્ધની આજ્ઞા છે, એમ છતાં એ આના અતક નથી મનાઈ; જ્યારે વૈદિક વિધિ વિષે એવું નથી.
ઉપરના વિવેચનથી સ્પષ્ટ છે કે વૈદિક આજ્ઞા એ એકાંતરૂપે અતક છે, જ્યારે બૌદ્ધ આજ્ઞા તર્ક સિદ્ધ છે. પણ જેનેાની પ્રકૃતિ તા અનેકાંતવાદી છે એટલે આચારના નિયમે વિષે તે એકાંતવાદી બની કે નહિ. આચાર્યનુ કહેવુ છે કે આજ્ઞા એ ધર્મ છે એ સાચું, પણ જે આજ્ઞા આપવામાં આવી છે તેનું મૂળ ભગવાનના અલૌકિક કેવળજ્ઞાનમાં છે એટલે લૌકિક જ્ઞાન વડે એની રામગ્રભાવે પરીક્ષા થઈ શકે નહિ. કેટલીક વાતામાં લૌકિક જ્ઞાનની પ્રવૃત્તિ થઈ શકે છે એટલે તર્ક વડે તેમની કેટલીક આજ્ઞાએની સિદ્ધિ સ`ભવે છે, પણ એવી ધણીય બાબતા છે, જેમાં લૌકિક જ્ઞાનનેા-તર્ક શક્તિનેા-સંચાર જ થઈ શકે એમ છે નહિ. એટલે એવી બાબતા તસિદ્ધ નથી. અર્થાત્ જૈન આજ્ઞા સમગ્ર ભાવે તસિદ્ધ માનવાના પક્ષમાં જૈન આચાર્યાં નથી : આંશિક તર્ક સિદ્ધ છે અને આંશિક ત`સિદ્ધ નથી. આ પ્રમાણે જૈન આજ્ઞા કેવળ તર્કશુદ્ધ છે એમ કહી શકાય નહિ અને તેમાં તની ગતિ નથી જ એમ પણ કહી શકાય નહિ. આ મધ્યમ માર્ગ જેનેના અનેકાંતવાદનું સીધુ પરિણામ છે.
४७
જૈન આચારના સ્રોતા
અને એ અનેકાંત, આચાર વિષેની આજ્ઞાઓના ઘડતરમાં પણ કાર્ય કરે છે. વૈદ્ધિકાનાં વેદ-શ્રુતિની જેમ જૈન આચારા મૂળ સ્રોત જૈન તીર્થંકરનું શ્રુત છે. છતાં એ શ્રુતમાં આચારના સમગ્ર નિયમે!નું વિધાન થઈ ગયું છે એમ નથી મનાયુ'; જ્યારે વૈદિક માને છે કે સમગ્ર નિયમા વેદમાં વિહિત દ—પછી ભલે વિદ્યમાન વેદ્યમાં એ નિયમા મળતા ન હોય. બૌદ્ધોની જેમ જૈને એમ પણ નથી માનતા કે કેવળ તી 'કર જ નિયમાનું ઘડતર કરે. બીજા કાઈ નહિ. જેનાએ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અમુક જ નિયમે! તીર્થંકરે કહ્યા છે, અને એવા ઘણા નિયમા છે જે મૌલિક શ્રુતમાં છે નહિ, છતાં આચાર્યાએ, તે તે સમયે, આવશ્યકતા જોઈને, એ મૌલિક નિયમેામાં નવા નિયમે ઉમેર્યાં છે. એટલે આ દૃષ્ટિએ જોતાં જ્યારે બૌદ્દો એમ માને છે કે માત્ર યુદ્ધ જ નિયમસન કરી શકે છે, ત્યારે જૈનેાના મત પ્રમાણે કૈવળતી કર નિહ પણ ગીતા સ્થવિરે પણ મૂળ ઉપદેશને અનુકૂળ એવા નિયમાનુસર્જન કરવા સમર્થ છે. આચાય હરિભદ્ર તા ત્યાં સુધી કહે છે કે તીર્થંકરાએ તા કાઈ વિધિનિષેધ કર્યા જ નથી; માત્ર એટલુ જ કહ્યું છે કે સ ંયમની દ્ધિ થાય તેવું કરવું અને અસમમાં પ્રવૃત્તિ
Page #77
--------------------------------------------------------------------------
________________
જૈનધમ ચિંતન
ન કરવી. અર્થાત્ તી કરે તેા આચારને મૌલિક સિદ્ધાંત બતાવી દીધા છે. એ સિદ્ધાંતને અનુસરી તેને અનુકૂળ એવા નિયમેનિયમે! સાધક સ્વયં ઘડી લે. આચાર્યાંનું આ મન્તવ્ય કેવળ નૈૠયિક છે; એટલે તેને શબ્દાર્થ ન લેતાં ભાવા લેવા જોઈએ. તાત્પર્ય એટલું છે કે નાના-મોટા બધા જ નિયમેાના ઉપદેશ તીર્થંકર નથી કરતા; અને એવા ઉપદેશ દેવા સ`ભવિત પણ નથી. માટે મૂળ સિદ્ધાંતને અનુસરીને આચરણના વિધિ-નિષેધાની પરીક્ષા કરી લેવી જોઈએ.
૪૮
જ્યારે અદ્વૈત પરંપરાઓનુ પ્રાબલ્ય વધી ગયું અને વાણીની અશક્તિને દાનિકોને પૂરો ખ્યાલ આવી ગયા અને અવાચ્યતા યા અતિવચનીયતાના સિદ્ધાંતનું સમર્થન થવા લાગ્યું, ત્યારે બ્રહ્મ એ એકાંત અનિર્વાચ્ય બન્યું; એટલુ જ નહિ પણ ūાસ્તુ મૌન વ્યાહ્યાન, શિધ્ધાતુ ઇિનસયા:' એ ઔપનિષદ સિદ્ધાંતનું ખરું રહસ્ય હાથ લાગ્યુ. એ વખતે યુદ્ધ વિષે પણ કહેવામાં આવ્યું કે તેમણે પોતાના સમગ્ર જીવનમાં એક અક્ષર પણ ઉપદેશ રૂપે કહ્યો નથી. અને જૈન તીર્થંકરા વિષે પણ દિગંબર પર પરામાં એમ કહેવામાં આવ્યું કે તેઓ વૈખરી વાણીના પ્રયાગ કરતા જ નથી, માત્ર હુંકારના જ ધ્વનિ નીકળે છે, જે વિવિધ ભાષારૂપે પરિણત થાય છે. એટલે એ કાળના આચાર્યાંનાં વચનેને અંતિમ પ્રમાણ માની શાસ્ત્રગત વસ્તુના વિચાર કરવા જઈએ તા વસ્તુસ્થિતિ સ્પષ્ટ થવાને બદલે ગૂંચવણ ઊભી થવા સંભવ છે. એટલે આચાય હરિભદ્રના ઉક્ત અભિપ્રાયને ઉક્ત અનુબંધી મુક્ત કરીને સમજવાના પ્રયત્ન કરવા જતાં ધૂંચ ઉકેલાવાને બદલે ઊલટી જિટલ જ બની જવા સંભવ છે.
C.
સારાંશ એ છે કે જૈન આચારને મૂળ સ્ત્રાતતી ફર છે. એ પેાતાના અલૌકિક પ્રત્યક્ષ વડે કુશલ અને અકુશલને વિવેક કરી સાધકને માટે આવશ્યક એવા વિધિનિષેધાની પ્રરૂપણા કરે છે. પણ ખુદ્રની માફક માત્ર તીર્થ કર જ વિધિનિષેધ કરે એમ જૈતાએ સ્વીકાયુ નથી. અને એ પણ સ્વીકાયું નથી કે વેદની જેમ તી કરના ઉપદેશમાં જ બધા વિધિ-નિષેધા પ્રરૂપિત થઈ ગયા છે. પણ એટલુ સ્વીકાર્યું છે કે સમય, દેશ આદિને અનુસરી મૂળ સાધનાને • અવિરાધી એવા નિયમપનિયમો તીથ કર સિવાય બીજાના આચરણ અને ઉપદેશના આધારે પણ ઘડવા છે, જે સમગ્રપે જૈન આચરણને સ્રોત ગણાય છે. જૈન આચારના મૌલિક સિદ્ધાંતા : જ્ઞાન અને ક્રિયા જડ ક્રિયાકાંડ યા અજ્ઞાનપૂણું આચરણને જૈન દષ્ટિએ આચારનું નામ આપી શકાય નિહ. સદાચારની પ્રથમ શરત છે સતજ્ઞાન ય! સમ્યગ્નાન. પ્રથમ
.
Page #78
--------------------------------------------------------------------------
________________
જૈન આચારના મૂળ સિદ્ધાંતા
૪૯
શ્રદ્દા અથવા દષ્ટિ શુદ્ધ થવી આવશ્યક છે. દૃષ્ટિ શુદ્ધ થયે જ જ્ઞાન સમ્યગ્ કહેવાય છે. અપ્રતિભાસરૂપ જ્ઞાન તે સ કાઈ કરે જ છે. પણ એ જ્ઞાન આધ્યાત્મિક પરિભાષામાં સમ્યગૂ ત્યારે જ કહેવાય છે, જ્યારે મનુષ્ય વસ્તુનું મૂલ્યાંકન કરતાં શીખે, એ મૂલ્યાંકન લૌકિક દષ્ટિએ નહિ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ થવું આવશ્યક છે. એટલે કે મેાક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ હુંયાપાદેયને વિવેક કરવા અનિવાય છે. એવા વિવેક વિનાનું જ્ઞાન સભ્યજ્ઞાન કહી શકાય નહિ. અને એવા સમ્યજ્ઞાન વિનાને આચાર એ સદાચાર યા સમ્યગ્ આચાર કહી શકાય નહિ. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન વિનાના આચાર એ ગધેડા ઉપરના ચંદનના મેાજ જેવા છે. એની ગંધના આસ્વાદ એ શું જાણે ?
પણ બીજે પક્ષે જ્ઞાન એટલે શું અને એની મર્યાદા શી, એટલે કે જ્ઞાનનુ પરિમાણ કેટલું ?આ વિષે કહેવામાં આવ્યું છે કે આચરણ માટે સમગ્ર વસ્તુએનું તત્ત્વજ્ઞાન આવશ્યક નથી, પણ જેના ઉપયોગ આચાર માટે આવશ્યક છે તેટલુ જ્ઞાન જરૂરી છે. જ્ઞાન એટલે ઓછામાં એછે. આત્મ-અનાત્મવિવેક તે હોવા જ જોઈએ. પણ એ વિવેક સાક્ષાત્કાર કેાર્ટિને નથી સમજવાનો. પણ સંસારના અભિરુચિને બદલે મોક્ષની અભિરુચિ પ્રબળ અને એટલે વિવેક જરૂરી છે. સંપૂર્ણ જ્ઞાન તે। મહાવ્રતાના અને તપસ્યાના પરિણામે થાય છે અને તે સાક્ષાત્કારરૂપ હોય છે; અને એ જ્ઞાન પાઠ્ઠું સંપૂર્ણ ચારિત્ર્યનુ` કારણ બને છે. આ ષ્ટિએ ‘જ્ઞાનપૂર્વકની ક્રિયા'માં જ્ઞાનનેા અથ આત્મ-અનાત્મવિવેક સામાન્યરૂપે સમજવા જોઇએ, સાક્ષાત્કારરૂપ નહિ. એવા વિવેક પ્રાપ્ત થતાં મનુષ્યની રુચિ મેક્ષ પ્રતિ થાય છે અને તેને લક્ષીને તે જે ક્રિયા કરે છે, તે વડે તેને મેાક્ષ નજદીક આવે છે. આમ માનવાથી જ માસતુસજ્જ મુનિ જેવા મુનિએના આચરણની સ ંગતિ ઘટે છે. એ મુનિને શાસ્ત્રજ્ઞાન કશુ જ હતું નહિ, માત્ર મેાક્ષની તમન્ના હતી. અને ગુરુએ જે શબ્દો કહ્યા તે પણ તે યાદ રાખી શકવા નહિં, છતાં પણ મેાક્ષની તમન્નાને કારણે તેમનું ચારિત્ર બળવાન બન્યુ. અને તે મેાક્ષને પામ્યા.
આત્મૌપમ્યષ્ટિ
સચ્ચરિત્રના મૂળમાં જે વસ્તુ આચારાંગમાં વારવાર કહેવામાં આવી છે તે !ૌપમ્ય. અહિંસાનું પાલન શા માટે કરવું ? એના
છે
જવાબમાં એમ જ
૧. !! મુનિની કક્ષા માટે જુએ ઉત્તરા
મા, ચેથ!
ઋનની ટીક
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૦
જૈનધર્મચિંતન
કહેવામાં આવ્યું છે કે જગતના જીવનમાં એવો કોઈ નથી, જેને પીડા પસંદ હોય. આપણને પિતાને પણ પીડા પસંદ નથી, તે પછી આપણે બીજા જીવને શા માટે પીડવા ? તેમની પ્રતિક્રાનિ વરઘાં ન સમાવજેતૃ-પિતાને પ્રતિકૂળ હેય એવું આચરણ બીજા પ્રત્યે ન કરવું–આ દૃષ્ટિ તે આત્મૌપમદષ્ટિ. આ દષ્ટિએ આચરણનું ઘડતર કરવામાં આવે તો જીવનમાં આપોઆપ મહાવ્રતોને ઉતાર્યા સિવાય છૂટકે નથી. આચરણ સારું છે કે નરસું એની પરીક્ષા આ આભૌમ્યદષ્ટિથી કરવાની રહે છે. આને જ બીજા શબ્દોમાં આપણે ત્યાં સામાયિક કહેવામાં આવે છે. જીવો પ્રત્યે સમભાવ રાખી–બધા જીવો મારી જેવા જ છે, એમ માની–સાવધ પ્રવૃત્તિને ત્યાગ કરવો તે સામાયિક છે. અને એ સામાયિક વ્રતને જ વિસ્તાર પાંચ મહાવ્રત છે. એક સામાયિક સાધવાથી સકલ સિદ્ધ થાય છે અને જો એ નહિ તે જીવનમાં કશું જ નહિ : આ રીતે જૈન આચરણના પાયામાં સામાયિક વ્રત રહેલું છે.
આત્મૌપમદાષ્ટિથી એમ તો નક્કી કર્યું કે સ્વાર્થસિદ્ધિ અથે બીજા જીવને પીડા આપવી એ સદાચાર નથી. પણ જૈન તત્વજ્ઞાન તે કહે છે કે સમગ્ર લેકમાં : જી ભર્યા પડ્યા છે. શ્વાસે શ્વાસની ક્રિયા, જેના વિના જીવન ટકાવવું દુર્લભ
બને છે, તે પણ બીજા જીવોને પીડાજનક બને છે. આવી સ્થિતિમાં અહિંસક કેમ રહી શકાય ? સમભાવની સિદ્ધિ કેવી રીતે થાય ? આ પ્રશ્નનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે
ચર, 1 વિ. ૩થમ ગ સ .
___जय भुजता भासते। पावकाम न बधई ॥ અર્થાત યતનાપૂર્વક આચરણ કરવાથી પાપકમનો બંધ થતો નથી. વતનાનું બીજ નામ છે અપ્રમાદ. આચારાંગમાં વારે વારે કહેવામાં આવ્યું છે કે પ્રમાદ એ હિંસા છે; આથી જગૃતિ એ અહિંસા છે. આ સિવાય અહિંસાને બીજે ઉપાય હતો નહિ. આથી સાવધાની, અખલન, સતત જાગૃતિ, અહિંસક રહેવાની તમન્ના–આ બધું મળીને અપ્રમાદ થાય; અને જે તે હોય તે બીજા ઉછવને પીડા થાય છતાં, તમે પીડાની બુદ્ધિથી પીડા નથી આપી એ દષ્ટિએ, તમે અહિંસક છે, આમ માનવામાં આવ્યું. એટલે આચરણના મૂળમાં અપમ્ય સાથે અપ્રમાદને પણ સ્થાન મળ્યું. આમ સતત જાગૃત પુરુષ આત્મીપપ્રદકિટ. સંપન્ન હોય તે તેનું આચરણ સદાચાર ગણાય, સચ્ચરિત્ર ગણાય.
Page #80
--------------------------------------------------------------------------
________________
જેન આચારના મૂળ સિદ્ધાંતો
નિવૃત્તિનું પ્રાધાન્ય
આમ સમગ્ર આચરણના મૂળમાં સમભાવ હોવાથી અહિંસક જીવન વીતા. વવું આવશ્યક મનાયું. અર્થાત્ એ અહિંસક જીવનનો સૌથી સરળ માર્ગ એ જણાયો કે જીવનમાં પ્રવૃત્તિક્ષેત્રનો સંકોચ કર. આ દૃષ્ટિએ જૈન સાધ્વાચારના ઘડતરની પાછળ પ્રવૃત્તિના સંકાચની દૃષ્ટિ અથવા તો નિવૃત્તિપરાયણ જીવનઘડતરની દષ્ટિ પ્રધાન બની જાય એ સ્વાભાવિક છે. અને એ દષ્ટિએ જ સમગ્ર સાધ્વાચારનું ઘડતર પ્રારંભિક કાળમાં થયું છે. એની સાક્ષી આચારાંગ જેવા ગ્ર આપે છે. પણ અહિંસક જીવનઘડતરની આ એક બાજુ છે, અને સામાન્ય રીતે સૌનું ધ્યાન આ તરફ જ જાય છે અને એને લઈને સામાન્ય ધારણા એવી થઈ ગઈ છે કે જેનધર્મ નિવૃત્તિપરાયણ છે. પણ ખરી રીત, સમગ્રભાવે જૈનધર્મને વિચાર કરવામાં આવે તે વસ્તુસ્થિતિ અન્ય પ્રકારની હોવાનું માલૂમ પડશે.
જૈન ઇતિહાસના અન્વેષકને જિનક૯પ અને સ્થવિરકલ્પનો ખ્યાય હોય જ. એ સાચું છે કે જિનકલ્પમાં જીવન એકાંત નિવૃત્તિપરાયણ જ હોય છે. પણ વિરપને સાધ્વાચાર, જીવનમાં પળે પળે પ્રશ્ન ઉપસ્થિત થતાં, ક્રમે કરી જે ઘડાયો છે તે જોતાં એને નિવૃત્તિપરાયણ કહે એ નિવૃત્તિનો અર્થ ન સમજવા જેવું જ બને. એકાકી વિચરનાર જિનકલ્પી તે પોતાના અંતિમ જીવનમાં જ એ કલ્પને સ્વીકારતા અને મરજીવા થઈને નીકળી પડતા. એમની સાધના એકાંત નિવૃત્તિપરાયણ હતી. એ મરણથી નિર્ભય બની વિચારતા, એટલે સ્વયં કષ્ટો સહન કરવા તૈયાર જ હતા; પણ બીજાને કષ્ટ આપવા કદાપિ તૈયાર ન થતા. પણ એવા કલ્પને સ્વીકારનાર કેટલા ? એમના કાંઈ સંઘ હતા નહિ અને તેમને પ્રવચનવિસ્તાર કરતાં આત્મવિસ્તારની વધારે ખેવના હતી. એટલે તેઓ મૃત્યુને વરીને પણ નિવૃત્તિપરાયણ જીવન ટકાવી રાખતા.
પણ સ્થવિરકલ્પમાં તે સાધકના સંધે હતા-શ્રમણ અને શ્રમણીઓના. એ સંઘોને લઈને રહેવાના, ખાવા-પીવાના, કપડાંના, વિહારના. ચિકિત્સા તથા સુરક્ષાના, ધર્મના પ્રચારના અને તેને ટકાવી રાખવાના–એમ નાનાવિધ પ્રશ્નો પ્રતિદિન ઉપસ્થિત થતા. એમાંથી તે તે કાળે સાધુસંસ્થાએ જે માર્ગ સ્વીકાર્યો છે તેને એકાંત નિવૃત્તિપરાયણ તેઓ જ કહી શકે, જેઓ જૈન સાધુસંસ્થાને ઈતિહાસ , જાણતા નથી, અગર જેઓએ છેદગ્રન્થ અને એના ટીકાગ્રન્થો જોયા નથી.' 1. જુઓ મેં લખેલ નિશીથચૂર્ણની પ્રસ્તાવના.
Page #81
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન,
આમ છતાં એક વસ્તુ સ્વીકારવી જોઈએ કે અંતિમ તાત્પર્ય નિવૃત્તિનું હેઈ, અને જયારે પણ શક્ય હોય ત્યારે એ માગે જવાની બળવતી ઈચ્છા રહેતી હેઈ, જૈનધર્મને એકાંત નિવૃત્તિમાગ કહે હોય તે કહી શકાય.
નિવૃત્તિને જે એટલે જ અર્થ લેવામાં આવે કે જીવનપાલન માટે ઉપાજનની જંજાળમાં ન પડવું, પણ બીજોએ તૈયાર કરેલ વસ્તુમાંથી ભિક્ષા લઈ જીવનપાલન કરવું તે તે અર્થ ઘણું જ સંકુચિત અર્થ છે, અને એ અર્થમાં જૈનધર્મને સમગ્રભાવે નિવૃત્તિપરાયણ કહી પણ શકાય, પણ નિવૃત્તિનો એટલે જ અર્થ નથી એ ભૂલવું જોઈએ નહિ.
આમ સમગ્રભાવે વિચારતાં જૈન આચરણના મૂળમાં જ્ઞાનપૂર્વક ક્રિયા, આત્મૌપમ્પદષ્ટિ અને અપ્રમાદ–એ જ મુખ્ય છે. બાકી બંધુ ગૌણ અને આનુષંગિક છે.
“પ્રબુદ્ધજીવન” ૧૬ જુલાઈ તથા ૧ ઓગસ્ટ, ૧૯૫૯.
Page #82
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારત અને જૈનધર્મ
બિહારની સ્થિતિ ઉત્તર ભારત જૈન તીર્થંકરના જન્મ અને વિહારની ભૂમિ છે. શ્રમણોના વિહારને કારણે એ પ્રદેશ જ “બિહારના નામે પ્રસિદ્ધ થયો, કે જ્યાં એમને વિહાર-વિચરણ વિશેષ થતો હતો. પણ આજે બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં જેની સંખ્યા નહીં જેવી છે. બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં, જ્યાં જે કંઈ જૈન , એ ત્યાંના વતની નથી, પણ છેલ્લી બે સદીઓ દરમ્યાન વ્યાપાર નિમિત્તે ત્યાં જઈને વસેલા છે. જેનોનાં મૌલિક તીર્થસ્થાને વિશેષ પ્રમાણમાં બિહારમાં છે; પણ તીર્થક્ષેત્રે પ્રાચીન હોવા છતાં અત્યારે બિહારમાં પ્રાચીન મંદિર છે નહીં. જે કંઈ મંદિરે આજે સુરક્ષિત છે, એમની રચના મધ્ય યુગમાં થઈ છે. બિહારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ખેદકામ પણ નથી થયું, તેથી પ્રાચીન અવશે પણ અત્યારે ઉપલબ્ધ નથી થતા.
ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલા પ્રાચીન સમયમાં રાજગૃહ અને પટના, એ જૈનોનાં કેન્દ્રો હતાં. પણ વખતને વહેવા સાથે એનું એટલું મહત્ત્વ ન રહ્યું અને જૈન સંઘે મથુરાની આસપાસ પિતાનું કેન્દ્ર જમાવ્યું. ત્યાં પણ જૈન સંઘ લાંબા વખત સુધી સ્થિર ને રહી શક્યો; છેવટે એનું કેન્દ્ર ગુજરાત, રાજસ્થાન, માળવા એટલે કે પશ્ચિમ ભારત બન્યું. આ રીતે ભારતની ઉત્તરેથી પશ્ચિમ તરફ થયેલી જૈન સંઘની યાત્રાને આ ટૂંકસાર છે.
આ જ રીતે જૈન સંઘે ઉત્તરથી દક્ષિણ તરફ પણ પ્રસ્થાન કર્યું. જેનધર્મને દક્ષિણ તરફ પ્રચાર કરવામાં રાજા સંપ્રતિએ ઘણી મદદ કરી હતી. રાજા સંપ્રતિએ આંધ, દ્રવિડ વગેરે દેશોમાં સાધુઓ સુખપૂર્વક વિહાર કરી શકે એ માટે, પિતાના સૈનિકોની મદદથી, એ ક્ષેત્રોને સાધુઓના વિહારને યોગ્ય
Page #83
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
બનાવ્યાં, રાજા સ`પ્રતિ અજ્ઞાકના પૌત્ર થતા હતા, અર્થાત્ અશોકના સમય સુધી દક્ષિણ દેશ વિહારને યાગ્ય ન હતા; એને અના દેશ ગણવામાં આવતે! હતે. એ પછી તેા, પશ્ચિમ ભારતની જેમ, દક્ષિણ ભારત પણ જૈનધર્મનુ કેન્દ્ર ખેતી ગયું . દક્ષિણમાં જૈનધર્માંના પ્રચાર એ દિશામાંથી થયા હતા : સાળવાની રાજધાની ઉજયનીર્થી અને પૂર્વમાં રિસાથી પણ જૈનધર્મ દક્ષિણમાં ફેલાયા હતા.
૫૪
પશ્ચિમમાં થતાંબરોનુ' અને દક્ષિણમાં દિગ‘ખરાનુ પ્રાધાન્ય
શરૂઆતમાં તા પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર અને દિગબર અને સંપ્રદાયાનુ અસ્તિત્ત્વ મળે છે; પણ આગળ જતાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબરનું જ પ્રાધાન્ય રહી ગયું. આથી ઊલટુ, દક્ષિણમાં શરૂઆતમાં બંને સંપ્રદાયે રહ્યા હશે. પણ્ પછી ત્યાં દ્દિગંબરેાતું જ પ્રાધાન્ય થઈ ગયું.
આગમરક્ષા પશ્ચિમમાં; દાાનિક સાહિત્યનું સર્જન દક્ષિણમાં
જૈન આગમા—ચાહે તે શ્વેતાંબર માન્ય હાય કે દિગંબર માન્ય—એ 'તેની રક્ષા પશ્ચિમ ભારતમાં જ થઈ છે. વલભીપુરમાં શ્વેતાંબર માન્ય આગમાની વાચના થઈ હતી; અને દિગબર માન્ય ટ્રૂખંડાગમ વગેરેનું મૂળ પણ પશ્ચિમ ભારતમાં જ સચવાયું હતુ.. પણ જૈન દાર્શનિક સિદ્ધાંતાની વ્યવસ્થામાં દક્ષિણના જૈનાચાર્યાંના ફાળા જેવા તવેા નથી.
ખરી રીતે જોવામાં આવે તેા, ભારતીય દર્શનસૂત્રોનું વિવરણ અને વિવિધ દાનિક વિચારસરણીઓને! વિકાસ દક્ષિણ ભારતમાં જ થયા છે. મીમાંસકેામાં શખર, કુમારિલ અને પ્રભાકર; વેદાંતીઓમાં શંકરાચાય, મધ્વ, રામાનુજ વગેરે; બૌદ્ધોમાં નાગજુ ન, દિગ્બાગ અને ધમકીતિ તથા એમની શિષ્યપરંપરામાં થયેલા મોટા મેટા દાનિકોએ બધાય દક્ષિણમાં થયા. આવી સ્થિતિમાં એમની વચ્ચે રહેવાવાળા જૈન આચાર્યો પેાતાના દર્શનને નવા પ્રકારામાં પ્રગટ ન કરત તે! તે પેાતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસત. આવી પરિસ્થિતિમાં એ પ્રદેશમાં સ્વામી સમન્તભદ્ર, અકલંક, વિદ્યાનંદ જેવા જૈન દાનિકાની પ્રતિભા ચમકી ઊઠી. એ આચાર્યાએ જૈન દર્શનને અજેય બનાવવા માટે જે પ્રયત્ન કર્યાં એમાંથી જ ભારતીય દર્શીનેાને અનેકાંતવાદ જેવા એક સ્વત ંત્ર, સના સમન્વય કરનાર દર્શનની પ્રાપ્તિ થઈ અને જેનાને ગૌરવ લેવા જેવું સાહિત્ય મત્યુ
Page #84
--------------------------------------------------------------------------
________________
દક્ષિણ ભારત અને જૈન ધર્મ
૫૫ પશ્ચિમ અને દક્ષિણનાં જૈન આરકે દક્ષિણની વિશેષતા
કળાના ક્ષેત્રમાં જ્યાં પશ્ચિમ ભારતમાં શત્રુંજય, ગિરનાર અને આબુના પર્વત ઉપર અભુત જૈન મંદિરોની રચના થઈ, ત્યાં દક્ષિણમાં પણ શ્રમણબેલગોલાના પહાડ ઉપર બાહુબલીની જે જબરજસ્ત. મનોહર મૂર્તિ કરવામાં આવી છે, તે દુનિયાનું એક અનન્ય આશ્રય મનાય છે. ઘણે ભાગે જૈનોની આ જ એક પ્રાચીન દર્શનીય વિશાળકાય મૂર્તિ પિતાના અસલ રૂપમાં અને અસલ સ્થાનમાં છે કે જે જૈનોનું પ્રાચીનમાં પ્રાચીન સ્મારક હોવાની સાથોસાથ પોતાના પ્રાચીન રૂપમાં આજે પણ વિદ્યમાન છે. મથુરાનું સ્થાપત્ય આના કરતાંય પ્રાચીન છે, પણ આજે એ એના અસલ રૂપમાં નથી, ફક્ત ખંડેરરૂપે છે. ગિરનાર અને શત્રુંજયમાં કેટલીય વાર જીર્ણોદ્ધાર થયા પછી અત્યારનાં મંદિરે ઊભા થયાં છે. આબુનાં મંદિરોની રચના બાહુબલીની મૂર્તિની પછી થઈ છે. આ રીતે જોતાં જેમ પ્રાચીન હિંદુ સ્મારકેને સાચવવાને યશ દક્ષિણ ભારતને ફાળે જાય છે, તેમ પ્રાચીન જૈન સ્મારકની રક્ષાને યશ પણ એને જ મળવા જોઈએ.
પશ્ચિમમાં અને દક્ષિણમાં જેના પ્રભાવની સ્થિતિ
ઉત્તર ભારતમાં ક્યારેય જૈનોનું પ્રભુત્વ નથી રહ્યું, પણ પશ્ચિમ ભારતમાં રાજા કુમારપાળને કારણે જેનોનું પ્રભુત્વ પ્રવર્તતું હતું અને સમસ્ત ગુજરાતના સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં જેનેનો પૂરેપૂરે ફાળે હતો. રાજા અમેઘવર્ષના સમયમાં–ખાસ કરીને રાષ્ટ્રકૂટોના સમયમાં–દક્ષિણમાં જેને પ્રભાવ વધ્યો તો ખરો, પણ એ ચિરસ્થાયી ન થયો. શિવધમી રાજાઓએ ત્યાં જેને ઉપર જે અત્યાચાર ગુજાર્યા હતા, એનું વર્ણન વાંચતાં આજે પણ રૂંવાડા ખડાં થઈ જાય છે. આ પછી દક્ષિણમાં જૈનધર્મ ટકી રહ્યો તો ખરે, પણ તે બ્રાહ્મણ ધર્મના આચારાને અપનાવીને જ ! એને લીધે જ પશ્ચિમ ભારતના જેન કરતાં દક્ષિણ ભારતના જૈન વણચારની બાબતમાં વધારે કદર છે.
દક્ષિણની લોકભાષાના વિકાસમાં જૈનોને ફાળે દક્ષિણ ભારતની કન્નડ ભાષાના મોટા ભાગના પ્રાચીન ગ્રંથે જૈનાચાર્યોએ રચેલા જ મળે છે. આ દષ્ટિએ જૈનાચાર્યોએ એ ભાષાની જે સેવા કરી છે, તે સર્વમાન્ય છે. તામિલ ભાષાના પ્રાચીન સાહિત્ય ઉપર પણ જેનેના વિચારોને સારો એવો પ્રભાવ પડ્યો છે. આ ઉપરથી એમ કહી શકાય કે દક્ષિણ ભારતની લેકભાષાઓના વિકાસમાં જેનેને ફાળો નોંધપાત્ર છે,
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
દક્ષિણના જનોને પંચમવર્ણી જાહેર કર્યા દક્ષિણ ભારતનું હવામાન સમશીતા છે. તેથી એ ક્ષેત્ર, ઉત્તરની અપેક્ષાએ, દિગંબર સાધુઓને વધારે અનુકૂળ છે. તેથી જ બીજ કેઈ પણ સ્થાન કરતાં પ્રાચીન સમયમાં અને મધ્યયુગમાં ત્યાં દિગંબર સંપ્રદાયને વિશેષ વિકાસ થયો; પણ શેવોના અત્યાચારોને લીધે ત્યાંના જનની સામાજિક સ્થિતિ કફોડી થઈ ગઈ, અને ઘણાખરા જનોને પાંચમા વર્ણના (પંચમવણું) તરીકે જાહેર કરી દેવામાં આવ્યા ! આને લીધે ત્યાં એને વિકાસ અટકી ગયે.
તાંબરે અને દિગંબર સાથે કામ કરે અત્યારના સમયમાં રેલ્વે અને વેપારની સગવડને લીધે શ્વેતાંબરે પણ દક્ષિણ ભારતમાં ગયા છે. પણ ખેદની વાત છે કે બંને ફિરકાના જેનોએ એકબીજાને પરિચય જોઈએ તેટલો કેળવ્યો નથી. શ્વેતાંબરોમાં સારા વ્યાપારીઓ છે, તે દિગંબરોમાં વિદ્વાનોની કમી નથી. એ બંને મળીને જે જનધમની વિચારસરણીને પુનરુદ્ધાર કરે તો એ માટે અત્યારના સમય કરતાં વધારે અનુકૂળ સમય બીજો ન હોઈ શકે.
મદ્રાસ અને બેંગલોર જેવાં જે કોઈ સ્થાનમાં જૈન બેડિગ હોય ત્યાં દક્ષિણ અને ઉત્તર ભારતના જૈન વિદ્યાથીઓને સમાન રૂપે સ્થાન આપવાથી પણ આસપાસના સંબંધની શરૂઆત થઈ શકે. કનડ અને તામિલ ભાષામાં જે જૈન સાહિત્ય રચાયું છે, એને ક્રમે ક્રમે હિંદીમાં અનુવાદ કરાવીને ઉત્તરના રહેવાસીઓને દક્ષિણનું જ્ઞાન આપી શકાય. –મૂળ હિન્દી ઉપરથી અનુવાદ
“બ્રમણ”, માર્ચ, ૧૯૫૦
Page #86
--------------------------------------------------------------------------
________________
હિન્દુધર્મ અને જનધર્મ
હિંદુધર્મ અને જૈનધર્મ વિષે લખવું એ સહેલું નથી. પ્રથમ તે પ્રશ્ન એ થાય છે કે હિંદુધમથી જૈનધર્મને જુદે શા માટે પાડવો ? શ્રી આનંદશંકર ધ્રુવસાહેબ જેવા જ્યારે હિંદુધમના ત્રણ ભેદ પાડે છે, જેમ કે વૈદિક, જૈન અને બૌદ્ધ, ત્યારે પછી હિંદુધર્મથી જૈનધર્મને જુદે શા માટે ગણવો ? શ્રી ધ્રુવ સાહેબની આ વ્યાખ્યા માન્ય કરીને પણ મારે એ કહેવાનું છે કે ભારતમાં અને ભારત બહાર હિંદુધર્મ કહેવાથી બહુજન સમાજમાં જે વૈદિક ધર્મ વિશેષ પ્રચલિત છે તેને જ બંધ થાય છે, અને નહિ કે જૈન અને બૌદ્ધને. આથી ભારતના બહુજન સમાજમાં જે વિશે પ્રચલિત છે તે “વૈદિક ધમ' અહીં હિંદુધમ' શબ્દથી પ્રસ્તુતમાં વિવક્ષિત રાખે છે; અને જૈન ધર્મ એન થી જુદો છે જ, એ હવે કહેવાની જરૂર રહી નથી. વિદ્વાને એ વાતમાં સંમત છે કે વૈદિક ધર્મના પ્રવાહમાંથી જૈન ધર્મનો ઉદ્દભવ નથી, પણ એ એક સ્વતંત્ર ધમ છે. વધુ સંભવ તો એ છે કે ભારતમાં આર્યો આવ્યા તે પહેલાં—એટલે કે ભારતમાં વદિક ધર્મની આયાત થઈ તે પહેલાં—પણ ભારતીય પ્રજામાં જે ધર્મ પ્રવાહ ચાલુ હશે તેની સાથે જૈનધર્મના પ્રવાહને વધુ સુમેળ છે.
હિંદુધર્મને વ્યાપક અર્થ આમ આદિકાળની વાત જવા દઈએ તે, પછીના કાળમાં વૈદિક અને જૈનબૌદ્ધના પારસ્પરિક આદાન-પ્રદાનમાં તો એવું ઘણું બન્યું છે, જે ઘણી બાબતમાં જૈનધર્મને ઋણ બનાવે છે; તો ઘણી એવી પણ બાબત છે, જેમાં વૈદિક ધર્મ જૈનધર્મને ઋણ બન્યો છે. વેદિક ધર્મનું આજનું રૂ૫ વેદકાળના પિતાના રૂપથી જે પ્રકારના પરિવર્તનને પામ્યું છે, તેમાં જૈન–બૌદ્ધ ધર્મને જેવો તેવો ફાળે નથી. વેદકાળના હિંસક યજ્ઞોને સ્થાને આજે આધ્યાતિમક યજ્ઞોની વાત થાય છે, તેમાં તીર્થકર અને બુદ્ધની છાપ સ્પષ્ટ છે. ચાર વર્ણમાં બ્રાહ્મણ જ શ્રેષ્ઠ અને તે જ સર્વને ગુરુ, એવી જે ભાવના મૂળ વૈદિકની હતી તેને સ્થાને “પાળે એને ધર્મ” એ ન્યાયે શ દ પણ સંત બની પૂજાઉં બને છે : આમાં પણ જન–
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૮
જૈનધર્મચિંતન
બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઊલટ પક્ષે, જનધર્મને અનુસરનાર સમાજમાં ઊંચનીચની વ્યવસ્થા વેદિકાની ચતુવર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયેલી છે. મંદિરોમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજા પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે. અને દીર્ઘકાલિન વૈદિક જેન–બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયમાં ધમનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું તે જ હિંદુધમ. આ “હિંદુધમ' શબ્દ તેના વ્યાપક અર્થમાં છે; અને તેવા ધર્મને લક્ષમાં રાખીને ડો. એ. બી. ધ્રુવ વગેરેએ હિંદુધર્મ શબ્દનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારે વૈદિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે.
વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણે સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતાં પહેલાં વ્યાપક હિંદુધર્મનાં કેટલાંક લક્ષણોને વિચાર કરીએ. જે ધર્મોને ઉંભવ હિંદુસ્તાનમાં થયે મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જેન–બૌદ્ધ તો હિંદુસ્તાનની જ પેદાશ હાઈ હિંદુધમ કહેવાય જ. વૈદિક આર્યો બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તે હિંદુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમને ધમ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તે આ ટિસૈદિક ધર્મ જ બહુજન–સમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિંદુઓના ઘર્મની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિંદુધર્મને સંકુચિત અર્થ “વૈદિક ધર્મ અને સ્વીકારવામાં આવ્યું છે. પણ વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણો વિષે વિચાર કરવો ઉચિત છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈનધર્મની કેટલીક સામાન્ય બાબતે વિશે પ્રથમ વિચાર કરી લઈએ. તે આ પ્રમાણે છે :
કમ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મોક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમાર્ચ અવસ્થા અને તે પણ આધ્યામિક દષ્ટિએ–એમાં વિશ્વાસ અને પ્રાપ્ત કરવાના સાધન ૫ ભક્તિ, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મારૂપ જે વ્યક્તિમાં નિષ્પન થયું હોય તેવી વ્યક્તિની આરાધના ઇત્યાદિ. વળી, શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે, એ ત્રણે સંપ્રદાય સનાતન મનાય છે. એટલે કે વસ્તુત: આ સંપ્રદાયો ક્યારે શરૂ થયા એને ઇતિહાસ તે તે શાસ્ત્રો માનતા નથી. એમાં તે એવી માન્યતા છે
Page #88
--------------------------------------------------------------------------
________________
હિન્દુધર્મ અને જૈનધર્મ
કે ત્રણે કાળપ્રવાહની સાથે સાથે વહ્યા કર્યાં છે. હિંદુ-વૈદિક ધર્મમાં અવતારા દ્વારા ધર્મોનું સાતત્ય છે, તે જૈન-બૌદ્ધમાં તીથ કરી અને મુદ્દોની હારમાળાથી એ સાતત્ય સુરાવાયેલુ છે. આ અવતાર અને જિને કે મુદ્દોની હારમાળા અનાદિન ત છે.
ધતું સનાતન સત્ય
પણ આ ત્રણેની આવી માન્યતામાં ભલે ઇતિહાસનું સત્ય ન હેાય, પણુ સત્યનું સત્ય તા છે જ. અને તે એ કે પ્રવાહમાં ધમનાં ભલે નવાં નવાં રૂપા થાય, પણ ધર્માનુ` સનાતન સત્ય બદલાતું નથી; અને તે એ કે જીવને શિવ સાથેના સુમેળ બેસાડી દેવા. અહીં 'શિવ' શબ્દ મેં જાણીજોઈને વાર્યાં છે. ‘શિવા સામાન્ય અર્થ કલ્યાણ થાય છે અને વિશેષ અથ કલ્યાણકારી દેવ પણ થાય છે. ધર્મોના સનાતન સત્યમાં આ બંને અની સંગતિ છે. યાગ અને ભક્તિ એ ધર્માંના એ પ્રવાહે છે. યાગ' શબ્દમાં પણ છે અર્થાં રહેલા છે. પેાતાના આત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા એ જેમ યાગ છે, તેમ પરમાત્મા સાથે જોડાઈ જવાની પ્રક્રિયા પણ યાગ છે. પરમાત્મા, એ પેાતાને વિશુદ્ધ આત્મા માનવામાં આવે કે તેથી જુદા—એ કારણે તેની પ્રક્રિયામાં કશેા જ ફૅર પડતા નથી. એ બંને સ્થિતિમાં પેાતાના આત્મામાંથી રાગ-દ્વેષાદિ આસુરી વૃત્તિઓને સમૂળા નાશ કરી નાખવા એ પરમ આવશ્યક છે, એમ થયે સાધક પોતાના આત્મારૂપ પરમાત્માને પામે કે પછી પાતાથી ભિન્ન પરમાત્માને પામે એ બાબત ગૌણ બની જાય છે. પણ તેને એક વાર સ્વાત્માને તે નિળ કરવા જરૂરી જ છે, અને એ બીજી કશું જ નહિ પણ સ્વાત્મપલબ્ધિ જ છે. ભક્તિ વિષે પણ આપણે સમજી લેવું જોઈએ કે સાધક પરમાત્માને પેાતાથી જુદે માનીને પણ ભક્તિ કરી શકે છે અને સ્વાત્માને પરમાત્મા માનીને પણ ભક્તિ કરી શકે છે. ધ્યેયમાં થોડાક ભેદ એ પડશે કે ભક્તિના ફળરૂપે એકમાં સ્વાત્માપલબ્ધિ હાય છે, તા ખીજામાં સ્વાત્માથી ભિન્ન પરમાત્માની ઉપલબ્ધિ કરવાની હેાય છે. પણ એ બંને સ્થિતિમાં સ્વાત્માની વિશુદ્ધિ તા અનિવાય જ છે. એટલે તે સ્વાત્માની વિશુદ્ધિ એ જ સ્વાત્મા પલબ્ધ બની જાય છે, અને તે અનિવાય જ છે. અને ભક્તિની પ્રક્રિયામાં એ જ મુખ્ય છે; એ વિના ભક્તિ નિષ્ફળ જાય છે. સ્વાત્માપલબ્ધિ થઈ એટલે એકને કૃતકૃત્યતા લાગે છે, જ્યારે બીજો એ ઉપરાંત પરમાત્માને પણ પામે છે, તેના સામ્રજ્યને—તેના આત્યંતિક સામીપ્સના આનંદ મેળવે છે. તેને આનંદ એ આનંદ જ છે. ભેદ એ છે કે એકને બ્રહ્મ કે આત્મરમણમાં જે
૫૯
Page #89
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
આનંદ મળે છે તે બીજે પરમાત્માના સાયુજ્યમાંથી મેળવે છે. ધર્મતત્ત્વના આ સનાતન સત્યને જે બરાબર સમજવામાં આવે તો આગળ ધાર્મિક ક્રિયાકાંડે અને વિધિવિધાનની જે નાનાપ્રકારની પ્રક્રિયા શરૂ થઈ છે. તે બધાંનું સામંજસ્ય સમજવામાં જરા પણ મુશ્કેલી ઊભી થવા સંભવ નથી.
ઐતિહાસિક અને સાધક આમ ધર્મો સનાતન હોવાની માન્યતા તે તે ધર્મોની છે, પણ તેથી કાંઈ ઈતિહાસના વિદ્વાનોને સંતોષ થાય નહિ. જેમને ધર્મમાં રસ નથી પણ ઈતિહાસમાં રસ છે એટલે કે સ્વયં ધાર્મિક સાધના કરવામાં રસ નથી, પણ તટસ્થભાવે ધાર્મિક માન્યતાઓના ઉત્થાન–પતનને ઈતિહાસ જાણવામાં રસ છે, તેઓને એ ધર્મોની સનાતનતામાં શંકા ઉભવે તે સ્વાભાવિક છે. ધાર્મિક પુરુષની શ્રદ્ધા તેને આગળ વધારે છે ત્યારે એતિહાસિકની જિજ્ઞાસા તેને અનેક ઠેસે ખવરાવ્યા પછી જ નવાં નવાં ક્ષેત્ર ઉઘાડી આપે છે. ધાર્મિક પુરુષને એ જોવાની જરૂર નથી કે જે ધાર્મિક અનુષ્ઠાન હું કરું છું તે ક્યારથી શરૂ થયું છે. પણ તે માત્ર એટલું જ જુવે છે કે આ મારું અનુષ્ઠાન મને એય પ્રતિ અગ્રસર કરે છે કે નહિ ? ત્યારે એતિહાસિકને એની સાથે બહુ સંબંધ નથી; એ તો એ અનુષ્ઠાનનું મૂળ તપાસવામાં જ રસ ધરાવે છે. આથી ધાર્મિક પુરુષને આત્મસાક્ષીએ પતી જાય છે, પણ એતિહાસિકને અનેક પ્રકારની સાક્ષીઓની જરૂર પડે છે. આથી બને છે એવું કે જે બાબત ધાર્મિક પુરુષને સાવ સાદા અંતિમ સત્ય તરીકે માન્ય હોય છે, તેને એતિહાસિક કાલિક કે દેશિક સત્ય ત કે આકારતાં પહેલાં પણ તેની અનેક સાક્ષીએ ચકાસણી કરીને જ આગળ ચાલે છે, આમાને ઠગવો સહેલો નથી. આત્મપ્રત્યયથી વિરુદ્ધ વત નારને એક ડંખ તો રહે જ છે; એટલે આત્માના અવાજને દાબી શકાતું નથી. આથી ધાર્મિક પુરુષ, જે તે ખરેખર ધાર્મિક હોય તે, આગળને આગળ જ વધે છે; આત્મવંચના જ કરવી હોય અને આત્માના અવાજને દાબી દઈને જ ધાર્મિક કહેવરાવવું હોય તે જુદી વાત છે. પણ આત્માનો અવાજ ધાર્મિક પુરુષને માર્ગ બતાવે છે એમાં શક નથી. આથી ઊલટું, ઇતિહાસના સાક્ષીઓમાં આત્મપ્રત્યયનો જે લાભ છે તે મળતો નથી અને એતિહાસિક પિતાના ગમા-અણગમાને આધારે મોટે ભાગે આગળ વધતો હોય છે. આથી અનેક બાબતે વિષે સમાન સામગ્રી છતાં મતભેદને અવકાશ મળે છે. આ જ કારણને લઈને ધર્મના ઐતિહાસિક આલેચનમાં અમાત્ય સ્થાપી શકાયું નથી. પણ અહીં જે કહેવામાં આવશે તે અધિકાંશ
Page #90
--------------------------------------------------------------------------
________________
હિન્દુધર્મ અને જૈન ધર્મ
૬૧
એતિહાસિકોને માન્ય છે એવું જ મોટે ભાગે કહેવાશે. આમાં ધામિકોની લાગણી કે માન્યતાને દૂભવવાનો જરાય ઇરાદો નથી.
પ્રસ્તુત ચર્ચાની મર્યાદા આટલી સામાન્ય ભૂમિકા પછી હવે હિંદુધર્મ એટલે કે અહીં વિવક્ષિત વૈદિક ધર્મ અને જૈનધર્મની કેટલીક બાબતે વિષે વિચાર કરે છે.
હિન્દુધર્મ એ એક વિશાળ વટવૃક્ષ છે, જેની વડવાઈઓ એટલે કે સંપ્રદાય એટલા બધા ફેલાઈ ગયા છે કે તેનું મૂળ શોધવા જતાં અટવાઈ જવાય એવું છે. છતાં પણ તેના પ્રચલિત મુખ્ય રૂપને નજર સમક્ષ રાખી વિચાર કરવાને છે.
આમ તો શૈવ, વૈષ્ણવ આદિ અનેક સંપ્રદાયો હિંદુસ્તાનમાં ઊભા થયા છે અને પ્રચારમાં આવ્યા છે. પણ હિંદુધર્મમાં કૃષ્ણભક્તિએ જે ઉચ્ચ આસન જમાવ્યું છે તે સ્પષ્ટ છે; અને, એક રીતે જોઈએ તે, કૃષ્ણભક્તિમાં જ ગીતાએ સની ભકિતનો સમાવેશ કરી લેવાની ઉદારતા દાખવીને જે સૌને સમન્વય કર્યો છે તે જ આજના હિંદુધર્મનું મુખ્ય રૂપ કહી શકાય. આથી ગીતામાંથી નિષ્પન્ન એ હિંદુધર્મનું રૂપ કઈ કઈ ભૂમિકામાંથી પસાર થયું છે તે બાબત મુખ્ય રૂપે હિંદુધર્મની વિવેચનામાં અહીં કહેવામાં આવશે. અને જૈન ધર્મના વિચારમાં સાહિત્ય, પ્રવર્તક પુરુષો, આચારવિચાર અને સંપ્રદાય—એ મુદાઓ વિષે હિંદુધમની તુલના કરીને વિવેચન કરવાને ઈરાદો છે.
ઇતિહાસની દષ્ટિએ હિંદુધર્મનાં પાંચ રૂ૫ - હિંદુધર્મને માન્ય એવા વેદો ભારતીય સાહિત્યમાં જ નહિ, પણ વિશ્વના સાહિત્યમાં પ્રાચીનતમ મનાયા છે, જ્યારે ઉપલબ્ધ જેનાગો વિષે એમ નથી. આથી હિંદુધમની ઇતિહાસની સામગ્રીના પાયા બહું ઊંડા જાય છે. ત્યારે જનધર્મ વિષે એમ નથી એ સ્પષ્ટ છે. સામગ્રીન કાળનો આ ભેદ છતાં વિદ્વાનોનું માનવું છે કે વેદમાં પ્રતિપાદિત ધર્મ, જેના પ્રવાહને આધારે હિંદુધર્મનું નિર્માણ થયું છે, તે અને જૈનધર્મને મૂળ પ્રવાહ, એ બંને જુદા જ છે. વેદ અને વેદપ્રતિપાદિત ધર્મ એ ભારતમાં આયાત થયેલ છે, જ્યારે જૈનધર્મ તો ભારત બહારથી આયાત થયે નથી; તેમ જ તે વેદના આધારે ઉત્પન્ન પણ થયો નથી. પણ એ એક સ્વતંત્ર ધર્મપ્રવાહ છે એમ પ્રાય: સ્વીકારાઈ ગયું છે. હિંદુ ધર્મની રાનને નિહાર બહ રોચક છે. તેને વેદમૂલક કહેવામાં આવે છે અને તે
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
વેદના પ્રવાહમાંથી નિષ્પન્ન થયેલ છે, એ પણ સાચુ' જ છે, છતાં પણ તેના કાયાકલ્પ એ પ્રકારના થયેા છે કે જાણે તેને જૂના સાથેને સંબંધ હોળીના હારડામાંના સૂતરના તાંતણા જેટલા જ રહ્યો છે. નવા ભાર એટલા ધેા વધી ગયા છે કે તેને એ સૂતરના તાંતણારૂપ વૈદ સંભાળી શકવા તે સમર્થ છે, છતાં પણ જાણે તેનુ કેાઈ અસ્તિત્વ દેખાતુ નથી. એટલે કે આજના હિંદુધર્માંના આચારોમાં એટલુ બધુ પરિવત ન થઈ ગયું છે કે તેમાંથી મૂળના વૈદિક આચારા પ્રાયઃ નામશેષ થઈ ગયા છે. વૈદિક આચાર યજ્ઞના હતા, પણ વેદકાલીન યજ્ઞા અને આજના યજ્ઞામાં જમીન-આસમાનનું અંતર છે. વેદકાળના યજ્ઞા આજે થાય છે ખરા, પણ તે પ્રદાન માટે; આચારના જીવનમાં વણાઈ ગયેલ આચારના–ભાગરૂપે નહિ. પ્રદાન માટે એટલા માટે કહુ છું કે પૂના જેવા શહેરમાં માત્ર તે કાળે યજ્ઞા કેવા થયા હતા તે બતાવવા ખાતર કવચિત્ જ જૂની રીતે યજ્ઞા ગાઠવવામાં આવે છે, જેથી અભ્યાસીને તેના સ્વરૂપનું જ્ઞાન થાય. એના ઉદ્દેશ, તેવા યજ્ઞાના પુનઃ પ્રચારને નહિ પણ, માત્ર ઇતિહાસની જિજ્ઞાસા સ તાષવાના હોય છે. વૈદિક યજ્ઞાના પુન: પ્રચાર શા માટે ન થાય એવી ભાવનાવાળા કરપાત્રી મહારાજે જ્યારે એ યજ્ઞા જોયા ત્યારે તેમને પણ ઉત્સાહ શમી ગયા. એ બતાવે છે વેદમૂલક છતાં અત્યારના હિંદુધ, વેદની મૂળ માન્યતાથી કેટલા આગળ વધી ગયા છે.
૬૨
આજે જેતે આપણે હિંદુધર્મને નામે ઓળખીએ છીએ, તેના ઇતિહાસના વિચાર કરીએ છીએ ત્યારે તેના પાંચ રૂપે સ્પષ્ટ થાય છે :
(૧) વિદક ધર્મ-આજથી લગભગ સાડાત્રણ હજાર વર્ષ પૂર્વે, જ્યારે આર્યાં ભારતમાં આવ્યા ત્યારે, જે આચાર અને વિચાર સાથે લાવ્યા હતા તેને વૈદિક ધમ કે શ્રૌતધમ તરીકે ઓળખવામાં આવે છે. એ ધમને વિદ્યાને! માને છે તેમ, ભારત બહારના ધર્માં જે રૂપે ભારતમાં આવ્યા તે રૂપે જ સમજવા જોઈએ. એમાં આડંબર વિનાના હિંસક યના એ ધાર્મિક આચારવિધિ હતા અને વિચારામાં જોઈએ તેા અનેક દેવાની ઉપાસના તે યજ્ઞા દ્વારા થતી, પણ એવી ભૂમિકા સજાઈ ગઈ હતી કે તે બધા દેવા નામે ભલે જુદા હાય પણ તત્ત્વ તો એક જ છે. ઉપાસનાના કોઈ ઉચ્ચ ઉદ્દેશ નહિ પણ શત્રુનાશ અને ભૌતિક સોંપત્તિની વૃદ્ધિ એ હતા. પ્રાચીન વેદમાં આ વિશ્વરચના કણે, કયારે કરી, કેવી રીતે ઇત્યાદી જિજ્ઞાસાના શમન માટે ઉત્કટ પ્રયત્ન થયા હતા, પણ
Page #92
--------------------------------------------------------------------------
________________
હિન્દુધર્મ અને જૈન ધર્મ
હજી તેને નિશ્ચિત ઉત્તર મળે ન હતો. સમાજરચનામાં ચાર વર્ગો હતા એ જણાય છે. હિંદુધર્મની ભૂમિકારૂપે આ પ્રકારના વેદિક ધમને મૂકી શકાય.
() બાહ્મણધમ–વૈદિક ધર્મની ભૂમિકાના ઉક્ત રૂપ પછીને જે વિકારા છે તે બ્રાહ્મણધર્મને નામે ઓળખાય છે. તે એટલા માટે કે તેને આધાર વેદના પરિશિષ્ટરૂપે રચાયેલ “બ્રાહ્મણ” નામના ગ્રંથો છે. આમાં વેદના મૂળ મંત્રોને વિનિયોગ ક્યાં કેવી રીતે કરવો અને વેદમાં જે સૂચિત કથા કે ઘટનાઓ છે તેનો મેળ કેવીરીતે મેળવવો એ માટેનો પ્રયાસ છે. વેદો એ ઋષિઓ-કવિઓની રચના છે, તે બ્રાહ્મણગ્રંથે પુરહિતની રચના છે. એ પુરોહિત નો મૂળ ઉદ્દેશ એટલો જ હતો કે કર્મકાંડ, જેમાં યજ્ઞા જ મુખ્ય હતા, તેને વ્યવસ્થિત કરવા. આનું પરિણામ એ આવ્યું કે વૈદિક કાળના સીધાસાદા ય એક જટિલ કર્મકાંડરૂપે બની ગયા અને તે નિષ્ણાતોની સહાય વિના અસંભવ બની ગયા. આ કારણે સમાજમાં પુરોહિતવર્ગનું મહત્વ વધી ગયું અને તેમણે ગુરુપદ લીધું. આ ચોમાં સામગ્રી વધી ગઈ. વિધિની જટિલતા વધી ગઈ, ઉપરાંત યજ્ઞની વિવિધતા પણ વધી ગઈ. સમગ્ર સમાજને લાંબા કાળ સુધી યજ્ઞકાર્યમાં ફસાઈ રહેવા વારો આવ્યા. જાણે કે જીવન યજ્ઞમય જ બની ગયું અને યજ્ઞ એ જ પરમાત્મા અને સૃષ્ટિ પણ બની ગયું અને તેમાં બ્રાહ્મણ વર્ણ, જે પુરહિતતવગ હતો, તેનું પ્રાધાન્ય થઈ ગયું. આ સમયમાં વિચારોમાં કાંઈ વિશેષ વિકાસ થયો હોય એમ જણાતું નથી. પણ યજ્ઞમાં-કર્મકાંડમાં–જ જાણે બધું સમાઈ જતું હોય એવું વાતાવરણ સર્જાયું. આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના હિંદુધર્મનું આવું રૂપ તે બ્રાહ્મણધર્મ.
(૩) સંક્રાંતિકાળ --આ પછીને કાળ તે સંક્રાંતિ કાળ છે. ઉપનિષદ કે વિદાંતને નામે ઓળખી શકાય તેવું હિંદુધર્મનું રૂપ આ કાળમાં હતું. આ જેમ ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતા ગયા તેમ તેમને ભારતીય પ્રજા સાથે સંપર્ક વધતો ગયો અને તેને પરિણામે વિચારોનું પૂર વૈદિક ધર્મમાં આવ્યું. કર્મકાંડની જટિલતા અને બ્રાહ્મણોના વર્ચસ્વ સામે એક પ્રકારને બળ જાગ્યો. પરિણામે ય ટેલ નૌકા' છે એવું એકાંતિક વલણ પણ લેનારા વિચાર પાક્યા, અને જૂને ચલ ઠાડી આચાર અને વિચારની શુદ્ધિ કરવી જોઈએ
એ પ્રકારનું વલણ વધ્યું. આથી, આપણે જોઈએ છીએ કે, ઉપનિષદોમાં યશવિચાર કરતાં બ્રહ્મને વિચાર વિશેષરૂપ થાય છે, અને યજ્ઞના કમ કાંડોમાં રસ
Page #93
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ ચિંતન
આછા થઈ આત્મા વિશેના ચિંતન-મનનમાં રસ વધ્યા છે. અને આ સૃષ્ટિની કાંથી કેવી રીતે થઈ છે એ વિશેના નાનાપ્રકારના વિતર્કો વિના રોકટોક ચાલુ થઈ ગયા છે.
૪
આ કાળમાં આત્મવિચારમાં અગ્રણી બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિયેા હતા તે બતાવે છે કે ખરી રીતે બ્રાહ્મણેાનું વસ્વ એહ્યુ કરી ક્ષત્રિએએ જનસમુદાય ઉપર ધામિ*ક ક્ષેત્રે પણ પેાતાના પ્રભાવ જમાવવા શરૂ કર્યાં હતા. આમ બનવુ સ્વાભાવિક જ હતું. કારણ, જો કમકાંડનું મહત્ત્વ ઘટે તેા તેની સાથે બ્રાહ્મણાનુ પણ મહત્ત્વ ઘટવું અનિવાર્ય હતું.
આ કાળે એક તરફ કર્માંકાંડના પ્રબળ સમક બ્રાહ્મણા હતા, તેા બીજી તરફ તેમના વિરોધમાં આત્મવિચારના સમ`ક ક્ષત્રિયેા હતા. આ બંને વર્ગો છેલ્લે પાટલે બેસીને જ્યારે પાતપુતાના મતનું સમર્થન કરતા હતા, ત્યારે પણ એવા વચલા વગ તા હતા જ કે જેને એમ લાગતું હતુ` કે આ બંને માર્ગો-યજ્ઞ અને આત્મા—માં ઘણું ઘણું' અપનાવવા જેવુ' છે, તેથી તેના આત્યંતિક વિરાધ કરવા ઉચિત નથી. યજ્ઞામાંથી જે જટિલતા દૂર કરવામાં આવે અને તેમાંથી હિંસા દૂર કરવામાં આવે, તે આત્મવાદીઓને પણ યજ્ઞના વિરોધ કરવાનું કારણ રહે નહિ. આચારમાંથી ક`કાંડનો અતિરેક દૂર કરવામાં આવે અને આત્મધ્યાન ઉપર વિશેષ ભાર આપવામાં આવે તે તેમાં કશું ખાટું નથી. પણ સમાજમાં હજુ આ વચલા મા લેનારાનું પ્રભુત્વ સ્થપાયું ન હતું. વિચાર અને આચારના ઊકળતા ચરુ એ આ ઉપનિષદકાળનું લક્ષણ કહી શકાય. એ ઉકળાટને પરિણામે જે રસાયન નિષ્પન્ન થવું જોઈએ તે હજી નિષ્પન્ન થયું ન હતું. પણ એક દિશા મળી ગઈ હતી. એટલે આ કાળને હિંદુધર્માંના સક્રાંતિકાળ તરીકે ઓળખાવી શકાય. આવી સ્થિતિ આજની લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પ્રવર્તાતી હતી.
(૪) સમન્વયની સાધનાના કાળ—ઉપર કહેલા સંક્રાંતિકાળમાંથી હિંદુધતુ જે રૂપ નિષ્પન્ન થયુ' તે જ રૂપ આજના હિંદુધર્માંનું પ્રવ`ક બળ છે. એ નિષ્પત્તિ એકાએક તેા થાય જ નહિ; પણ લગભગ હાર વર્ષો સુધી એ ચરુ ઊકળતા રહ્યો અને તેમાંથી જે રસાયન નિષ્પન્ન થયું તેને આપણે આજના હિ ંદુધર્માંનું રસાયન કહી શકીએ, એ રસાયનની ઝાંખી આપણને ગીતામાં મળે છે.. આથી જ હિંદુધર્મના સવર્ગોમાં ગીતા એ માન્ય ગ્રન્થ બની ગયેલ છે. હિ ધન આ કંપની વિશેષતા સમયમાં રહેલી છે. આ સમન્વયની સાધના
Page #94
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈનધમ
૫
લગભગ હજાર વર્ષ ચાલી છે અને પછી જે નિષ્પત્તિ થઈ તે જ આજતા હિંદુધર્મ છે. આ સમન્વયની સાધનાને કાળ ઈ. સ. ચેાથી—પાંચમી સદી સુધી ચાલ્યા.
(૫) સમન્વય—હિં દુધનું અંતમાં જે સમન્વિત રૂપ ગીતાથી નિષ્પન્ન થતું તે પ્રાય: આજ સુધી જોવા મળે છે. તેમાં ઉતાર-ચડાવ ગમે તેટલા થયા પણ તેની મૂળ ભાવના, જે સમન્વયપ્રધાન હતી, તે ચાલુ જ રહી છે. તેમાં ઉત્તરાત્તર વિકાસ જ થયા છે.
ગીતાને આધારે ઘડાયેલ હિંદુધર્માંનાં લક્ષણો
ગીતાના વિચારના પ્રચારથી હિંદુધનું જે રૂપ નિષ્પન્ન થયું અને જે આજે પણ જોવા મળે છે, તેનાં લક્ષણા વિષે હવે વિચાર કરીએ :
(૧) કૃષ્ણભક્તિ અને વિભૂતિમત તત્ત્વ—હિ દુધમ માં કેન્દ્રસ્થાને કૃષ્ણભક્તિનું જે મહત્ત્વ વધ્યું તે આજે પણ કાયમ છે. મૂળ તે। શ્રીકૃષ્ણ, એ યાદવાના આરાધ્ય હતા, પણ ધીરે ધીરે એમનેા પ્રભાવ સમગ્ર હિંદુધર્મોમાં વધ્યા. તે એટલે સુધી કે તેમની વૈદિક વિષ્ણુ સાથે એકતા સિદ્ધ થઈ, આથી મનુષ્ય અને વૈદિક દેવતાનું એકત્વ સધાયું અને એને પરિણામે હિંદુધમ માં અવતારવાદનું એક નવું તત્ત્વ ઉમેરાયું. આથી વિભૂતિસંપન્ન કાઈ પણ મનુષ્ય ઈશ્વરના અવતાર તરીકે પૂજ્યપદને પામી શકે છે, આવી ભવ્ય ભાવના ધાર્મિ કે!માં સ્થિર થઈ. પરિણામે, આપણે તેઈ શકીએ છીએ કે, જે કાઈમાં વિભૂતિનુ દર્શીન થયુ' તેવા મધ્યકાળના સંતા ઈશ્વરના અવતાર તરીકે પૂજાયા. આધુનિક કાળે ગાંધીજીને પણ એક અવતારી પુરુષ તરીકે માનનારાને તોટો નથી. આમ ઈશ્વર એ કાઈ દૂરની સદેવ પરાક્ષ વસ્તુ ન રહી, પણ આપણી સૌની વચ્ચે જે કાઈ વિભૂતિમત હોય તે ઈશ્વર જ છે અને તેની ઉપાસના એ પણ ઈશ્વરની જ ઉપાસના છે, આમ મનાવા લાગ્યું. પરિણામે સમાજને સંદેવ ઈશ્વરનું સાંનિધ્ય માણવાને અવસર મળી ગયા.
(૨) જગતની ઈશ્વરમયતા——દાર્શનિક વિચારા ગમે તેવા થયા હાય, પણ ધાર્મિક પુરુષોની તા એવી જ શ્રદ્ધા છે, અને તે શ્રદ્ધા ગીતાથી જ પુષ્ટ થઈ છે ...હું, વિશ્વમાં જે કાંઈ છે તેમાં કૃષ્ણ-ઈશ્વર-પરમાત્મા સમાવિષ્ટ છે અને તે બધું ઈશ્વરથી જ નિષ્પન્ન છે. આને પરિણામે સાચા શ્રાળુ ધાર્મિક જનને
Page #95
--------------------------------------------------------------------------
________________
જનધર્મચિંતન
રાગ-દ્વેષનું કારણ રહેતું નથી અને સમભાવની સાધનામાં તે દત્તચિત્ત રહે છે. એક ભક્તપુરુષને શ્વાન અને ચાંડાલમાં પણ સમભાવ જ હોય છે, ઘણાને અવકાશ રહેતો નથી. સ્પૃસ્યાસ્પૃશ્ય વિચાર, એ સ્માત ધર્મના અવશેષરૂપે હિંદુસમાજમાં—ખાસ કરી જ્યાં બ્રાહ્મણોને પ્રભાવ છે ત્યાં જ વિશેષ છે, પણ
જ્યાં બ્રાહ્મણ–પ્રભાવ ઓછો છે ત્યાં તે પણ મંદ છે. સાર એ છે કે ગીતાને સામ્યયોગ એ હિંદુધર્મનું એક મુખ્ય લક્ષણ બની ગયું છે. તે કહેવાતા બધા હિંદુધર્મીઓમાં ન પણ જોવા મળે, પણ રામકૃષ્ણ પરમહંસ જેવા સાચા ભક્તોમાં તે અવશ્ય જોવા મળે જ.
(૩) ભક્તિમાર્ગની પ્રતિષ્ઠા---ગીતામાં જ્ઞાન, કર્મ કે ભક્તિ એમાંથી કયા યોગનું પ્રાધાન્ય છે, એ બાબત અંગે વિદ્વાનોમાં ભલે વિવાદ પ્રવર્તતા હોય. પણ જીવનમાં તે તેમાંની જે એક વસ્તુ હિન્દુધર્મમાં પ્રતિષ્ઠિત થઈ છે, તે છે ભક્તિ, એમાં તે કેઈ શક નથી. હિંદુધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન તરીકે આજે જે એક માગ પ્રતિષ્ઠિત છે તે ભક્તિ જ છે. અને એ ભક્તિમાં જ જ્ઞાન અને કમને સમાવેશ થઈ ગયો છે. આ ભક્તિમાર્ગને ચેપ ભારતવર્ષના બધા ધર્મોને લાગ્યો છે.
જ્ઞાન–માર્ગને આશ્રય બ્રાહ્મણ જ વિશેષ રૂપે લઈ શક્તા; કર્મકાંડમાં પણ શદ્રોને અધિકાર જ ન હતા; પણ ભક્તિમાર્ગ જ એક એ છે કે જે સૌને માટે ખુલ્લે છે. એમાં જાતિ–પાંતિ કે સ્ત્રી-પુરુષના કશા પણ ભેદ વિના સૌને સરખો અધિકાર છે. આથી હિંદુધર્મમાં બહુજનસમાજમાં એ વધારે પ્રચલિત થાય એ સ્વાભાવિક હતું.
(૪) લોકસંગ્રહ–ગીતાને ખાસ સંદેશ છે લોકસંગ્રહને. જેન–બૌદ્ધના એકાંત સંન્યાસ માર્ગમાં સર્વ કર્મથી વિરત થઈ ગૃહત્યાગ આવશ્યક હતું, જ્યારે ગીતાએ જણાવ્યું છે કે “સ્વધર્મ નિધન હોય ઘર મચાવ:” એટલે કે મનષ્ય પિતાને જે પ્રાપ્ત થયેલ ધર્મ હોય તેનું જ પાલન કરવું, તેમાં જ મૂક્તિ છે. જે કર્મો નિયત કરેલાં છે તે કર્મો સૌએ કરવાં; એ છોડીને જવામાં સાર નથી. કર્મથી બંધન થાય છે તેનું કારણ આસક્તિ છે, નહિ ? તે કમ. માટે આસક્તિ છેડીને, ફળની આશા વિના, પ્રાપ્ત થયેલ કર્તવ્યકર્મ cરવું એમાં જ મુક્તિ છે—ગીતાને સંદેશ હિંદુ ધર્મમાં પ્રતિષ્ઠિત થયો છે અને માથી સામાજિક વ્યવસ્થા ઊભી થવાને બદલે તેમાં સામંજસ્ય આવ્યું હોય. સાચા હિંદુધર્મમાં ઊંચનીચના ભાવને અવકાશ રહે જ નહિ–જે ગીતાના દેશને
Page #96
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈન ધર્મ
યથાર્થરૂપે પાળવામાં આવે તો. અને, આપણે જોયું છે કે, આથી જ નીચ ગણાતી કામમાંથી પણ આપણે ત્યાં સંત પાક્યા છે અને તેમને પણ એટલે જ આદર મળે છે, જેટલે એક બ્રાહ્મણ સંતને. આ પ્રભાવ હિંદુધર્મને છે, જેનું મૂળ ગીતાના ઉપદેશમાં જ રહેલું છે. વેદથી માંડીને આજ સુધી જે જે દેવ ધર્મમાં સ્થાન પામ્યા તે સૌને કૃષ્ણ સાથે અભેદ હોઈ અને જે જે સંત થયા તે સ્વયં કૃષ્ણના જ અવતાર હોઈ સમાનભાવે પૂજ્ય છે. આ ભાવનાને પ્રચાર ગીતાથી થયે એટલે ઈષ્ટ દેવને લઈને ધાર્મિક મતભેદને સ્થાન રહ્યું નહિ. પણ જેની પણ પુજ-ભક્તિ થાય, જે કઈ નામે થાય કે જ્યાં પણ થાય, તે સૌ કૃષ્ણની જ ભક્તિ છે, આવા ઉદાર વલણને હિંદુધર્મ અપનાવ્યું છે. વળી, જે કાઈ કર્મ કરવામાં આવે તે પણ ઈશ્વરશક્તિના જ અંગરૂપ છે. આવી સમજ ગીતાએ આપી હાઈ બધાં જ કર્મોમાં ભક્તિરૂપે દેવીભાવ આવી જવાથી કર્મ માંથી પણ ઊંચનીચનો ભાવ લુપ્ત થયો. જે કાંઈ કરે તે ઈશ્વરભક્તિનું જ અંગ છે, આવી ઉદાત ભાવના હિંદુધર્મમાં આવી; આમ થવાથી હિંદુધર્મના વિવિધ સંપ્રદાયમાં જે વિરોધભાવના હતી તે લુપ્ત થઈ અને એક એવી ઉદાત્ત ભાવનાને પ્રચાર થયો કે સૌ કોઈ પોતપોતાની યોગ્યતા અને શક્તિ પ્રમાણે ઈશ્વરની જ ભક્તિ કરે છે, તેથી ઈશ્વરના નામભેદ કે રૂપભેદને આગળ કરી વિખવાદ કરવાને હવે કશું જ કારણ રહ્યું નહિ. આમ હિંદુધર્મનું સંગ્રાહક રૂપ નિષ્પન્ન થવામાં ગીતાને ફાળો અપૂર્વ છે.
હિંદુધર્મના આટલા વિચાર પછી હવે આપણે જૈનધર્મ વિષે વિશેષ વિચાર કરીએ.
જૈન ધર્મ
જૈનોનું સાહિત્ય સુનિશ્ચત અર્થવાળું હોઈ તેમાં વિચારભેદને અવકાશ નથી એટલે જૈનધર્મના વિવિધ સંપ્રદાયને આધાર વિચારભેદ નહિ, પણ આચારભેદ છે. અને વિચારની એકરૂપતા, જ્યારથી પણ તેને ઈતિહાસ મળે છે ત્યારથી, જળવાઈ રહ્યાનું જાણી શકાય છે. - પ્રથમ કહ્યા પ્રમાણે, અહીં જૈનધર્મ વિષે–તેને સાહિત્ય, પ્રવર્તક મહાપુરુષ, આાર, વિચાર અને સંપ્રદાય વિશે–વિચાર કરીએ એ પહેલાં જૈનધર્મની કેટલીક બાબતે વિષે હિંદુધર્મની તુલના કરીને વિચાર કરીએ.
Page #97
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
કઈ પણ ધર્મ એકાએક ઊભે થાય નહિ, વ્યવસ્થિત થાય નહિ. એ ભલે અમુક મહાપુરુષના નામ સાથે જોડાય, પણ ખરી રીતે એનાં મૂળ છે તેથી પણ ઊંડાં હોય છે; તે દેશ કે તે કાળમાં પણ એ મૂળ ભલે ન હોય, પણ અન્યત્ર જરૂર હોવાની જ. પણ જે મહાપુરુષ તે મૂળને પકડીને તેની આસપાસનાં જાળાં-ઝાંખરાં હટાવીને તે તરફ આંગળી ચીંધે છે તે જ તે ધર્મને પ્રવર્તક કહેવાય છે. એમ વિચારીએ તો જૈનધર્મનાં જે શાસ્ત્રો છે તે ભગવાન મહાવીર પછીનાં જ છે; તે પૂર્વેનું કોઈ સાહિત્ય આપણી સમક્ષ નથી. તેથી તે પૂર્વને જનધર્મની પરિસ્થિતિ વિષે જે કાંઈ શાસ્ત્રીય સંકેત મળે છે તે, તે શાસ્ત્રમાં જ મળે છે.
હિંદુધર્મની જેમ જૈનધર્મને આદિકાળ જ્ઞાત નથી થઈ શકતા એટલે એ કાળની વાત જવા દઈએ; પણ જેનાગામથી ફલિત થતા જૈનધર્મનાં સામાન્ય તો વિષે કેટલીક માહિતી મેળવીએ.
અહિંસા અને સંન્યાસ હિંદુધર્મના મહાભારતકાળ પર્યત તે સ્પષ્ટ છે કે તેમાં જેટલું મહત્વ સને આપવામાં આવ્યું છે તેટલું મહત્વ અહિંસાને અપાયું નથી. આ વસ્તુ અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વિષે પણ છે. ઉપનિષદના મહર્ષિઓ પણ અપરિગ્રહમાં માનતા હોય એમ લાગતું નથી. ઋષિઓના અબ્રહ્મચર્યની કથાઓનો તોટો નથી. તે કાળે તેવા અહ્મચર્ય વિષે ધર્મગ્રંથોમાં કશી જ ટીકા થઈ નથી. વળી, બ્રહ્મચર્ય એ સંન્યાસ આશ્રમમાં છેક જીવનની અંતિમ અવસ્થામાં અનિવાર્ય જેવું છે. બ્રાહ્મણોને વિષે તો કહેવામાં આવ્યું છે કે સમગ્ર વિશ્વની રચના કરીને બ્રહ્માએ એ સૃષ્ટિ બ્રાહ્મણને જ સમપી છે. તેમની કમજોરીને કારણે બીજા માલિક બની બેઠા છે, માટે બ્રાહ્મણ અણદીધેલું લઈ લે તે તેમાં કાંઈ તે ચોરી કરે છે એમ નથી; એ તે પિતાની જ વસ્તુ પોતે લેતા હોય છે. આમ પાંચ યમોમાં માત્ર સત્ય વિષે ભાર હિંદુધર્મમાં પ્રાચીન કાળમાં જોવા મળે છે. પણ આથી ઊલટું, જ્યારથી જૈનધર્મને ઈતિહાસ જાણવા મળે છે ત્યારથી અહિંસા એ જ પરમ ધમ છે એમ મનાયું છે. અને એ અહિંસામાંથી સત્ય આદિને ફલિત થતાં બતાવવામાં આવ્યા છે. અને અહિંસાપ્રધાન પાંચે યમે સરખી રીતે પાળવા આવશ્યક મનાય છે. જીવનમાં સંન્યાસ અંતિમ કાળે નહિ, પણ જ્યારે પણ ધર્મ સમજાય અને પાલનની શક્તિ દેખાય ત્યારે લઈ શકાય છે. આથી જીવનના યૌવનકાળમાં રાસ . જે માં વિશેષ મહત્વે અપાયું છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈનધર્મ
વ કે સ્ત્રી-પુરુષ ભેદના મહત્ત્વના અસ્વીકાર
વળી, વધના વિભાગના જૈનધમે પ્રારંભમાં તે અસ્વીકાર જ કર્યાં હતા; એવા વિભાગ જૈનધર્મમાં અમાન્ય છે. આથી મહાભારતની કે ગીતાની જેમ ક્ષત્રિયા દ્વારા બાંધવે!, પિતા કે ગુરુની યુદ્ધમાં થતી ત્યા એ જૈનધમ અનુસાર ધર્મીમાં કદી જ ગણાઈ નથી. વળી, બ્રાહ્મણે કરેલા અપરાધ સૌના અપરાધની સમાન છે. અપરાધ પરત્વે તેને કોઈ પણ જાતના વિશેષ હક્કો જૈનધર્માંમાં અમાન્ય જ થયેલા છે. શૂદ્રો હિંદુધની સ્મૃતિએ પ્રમાણે રા ંન્યાસી થઈ શકતા નથી કે ગુરુપદને પામી શકતા નથી; પણ જૈનધમાં તેમ નથી. સંન્યાસના અધિકાર સૌને સરખા છે. સંન્યાસની બામૃતમાં સ્ત્રી-પુરુષમાં પણુ ભેદ કરવામાં આવ્યે નથી. આમ છતાં લેાકાનુસરણથી જૈનધર્મ ના મૌલિક વિચારા સાથે અસંગત એવી કેટલીક બાબતે! આચારક્ષેત્રે આવી ગઈ છે, જેવી કે સમાજમાં જાતિ પાંતિના ભેદ, દીક્ષિત સ્ત્રી એટલે કે સંન્યાસી બનેલી સ્ત્રીને દરજ્જો પુરુષ કરતાં સદંત્ર નિમ્ન જ રહે વગેરે. વળી, દિગંબરામાં તે સ્ત્રીના મેાક્ષને પણ નિષેધ કરવામાં આવ્યો, તે પણ નગ્નતાના સાંપ્રદાયિક આગ્રહનુ ફળ છે. અનેકાંતવાદી દશ ન
૬૯
જૈનધમ માં સાધુ અને ગૃહસ્થના સમગ્ર આચારાનુ ઘડતર અહિંસાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યુ' છે; જ્યારે હિંદુધમ ના આચારા વિષે એમ કહી શકાતુ નથી. એ અહિંસામાંથી જ દાનિક વિચારધારામાં જૈનધમે અનેકાંતવાદને વિકાસ કર્યાં છે; જ્યારે હિંદુધર્માંનાં વિવિધ નામાં મુખ્યરૂપે એક-એક દૃષ્ટિ નજરે પડે છે. એ જુદી જુદી દષ્ટિએના સમન્વય કરીને જ જનધમે પેાતાનુ` અનેકાંતવાદી દર્શન ઊભું કર્યું છે.
જૈન સાહિત્ય : વેદ અને આગમા વચ્ચેના ભેદ
જૈમ હિંદુધર્મના સમગ્ર વિચાર અને આચારના પાયામાં વે છે, તેમ જૈનધર્મના પાયામાં ભગવાન મહાવીરે ઉપદેશેલ આચાર અને વિચારના સંગ્રહ તે જૈન આગમેા છે. વેદ અને આગમાને જે એક મૌલિક ભેદ છે કે જાણવાથી તેની પ્રકૃતિના વિશેષ ખ્યાલ આવશે. વેઢ્ઢા એ અનેક ઋષિઓના દર્શનની સહિતાનું નામ છે. એ મ`ત્રા કહેવાય છે. આથી તેમાં અ કરતાં શબ્દનું વિશેષ મહત્ત્વ છે. પરિણામ એ આવ્યું કે વેદના મૂળ શબ્દોમાં કશા પણ ફેરફાર થઈ શકયો નથી. અને ઋગ્વેદાદિ સંહિતાનુ જે કાળે જે રૂપે સંકલન થયું છે
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
તે જ રૂપ આજે પણ વિદ્યમાન છે. પણ શબ્દો એના એ જ છતાં વૈદિકોએ એના અર્થને મહત્ત્વ ન આપ્યાથી પરિણામ એ આવ્યું છે કે તેના વિવરણમાં અનેક મતભેદો ઊભા થયા અને પરિણામે વૈદિકમાં પરસ્પરવિરોધી અનેક દર્શને પણ ઊભાં થયાં. પ્રજ્ઞાશીલ પુરુષને પિતાને જે કાંઈ દર્શન થયું હોય તે વેદને નામે ચડાવી દેવામાં કશો જ આંચકો આવતો નહિ. પરંતુ જેને આગને વિષે આવું નથી. તેમાં ભગવાન મહાવીરના ઉપદેશના શબ્દોનું નહિ પણ અર્થનું મહત્ત્વ છે. આથી તેમના ઉપદેશને આધારે તેમના ગણધરોએ આગમોની રચના કરી. શબ્દો સચવાયા નહિ. પણ અર્થ સચવાયે, તાત્પર્ય સચવાયું. તેથી શાબ્દિક રચના ગમે તેવી હોય, પણ વિચારભેદને જૈનશાસ્ત્રરચનામાં અવકાશ રહ્યો નહિ. વળી, વેદને કાળ આજથી સાડા ત્રણ હજાર વર્ષ જેટલો જૂનો છે. આથી અને અર્થની ઉપેક્ષા થવાથી અર્થની બાબતમાં મતભેદ થાય એમાં નવાઈ પણ નથી. પણ જેનાગમોની રચનાના સમયમાં ભાષામાં વપરાતા શબ્દોએ નિશ્ચિત અર્થ ધારણ કર્યો હતો. આથી પણ જેન આગમના શબ્દોને અર્થ કરવામાં મતભેદને અવકાશ રહ્યો નહિ. પરિણામે, આપણે જોઈએ છીએ કે, જૈનધર્મમાં જે સંપ્રદાય થયા તેમાં દર્શનભેદ અગર વિચાર ભેદ નથી. આચારને ભેદ છે. આનું બીજુ પરિણામ એ આવ્યું કે ગધરે રચેલા અગમાં પણ તેના તે જ રૂપમાં, વેદની જેમ, સચવાયા નહિ.
વળી, વેદની ભાષા સંસ્કૃત છે અને શબ્દરૂપની જાળવણી તેમાં છે, પણ આગમોની ભાષા તો લેકભાષા પ્રાકૃત છે. આથી પણ ભગવાન મહાવીરને કાળની પ્રાકૃત આજે આગમ માં રહી નથી; પણ જે કાળે અંતિમ સંકલન થયું તે કાળની પ્રાકૃત ભાષાની અસર તેમાં પડે તે સ્વાભાવિક છે. ભગવાન મહાવીરે અને બુદ્ધ પુરોહિત સમાજની સંસ્કૃત ભાષા છોડીને બહુજનસમાજની ભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો તેની પાછળનો હેતુ પણ એ જ છે કે તેમને ઉપદેશ ગણ્યાગાંડ્યા લેકની મૂડી ન બને, પણ આમજનતા તેનાથી પૂરો લાભ ઉઠાવે. પરિણામે વેદ એ માત્ર વૈદિક ધર્મને અનુસરનારાં અમુક જ બ્રાહ્મણ કુટુંબની મૂડી બની ગયા અને તેમણે એના બળે ધાર્મિક નેતૃત્વને ઈજારો લીધો. પણ ભગવાન મહાવીરને ઉપદેશ લેકભાષામાં હેઈ આવે કે ઈ ઈજા કેઈ લઈ શક્યું નહિ. એથી એક લાભ એ થશે કે તેને પ્રચાર તે વ્યાપક બને, પણ કોઈ એક વર્ગની આગવી મૂડી ગણાયેલ ન હોઈ કેઈએ તેને સાચવવાને પૂરો પ્રયત્ન પણ કર્યો નહિ, આથી તે આજે શબ્દરૂપમાં છિન્નભિન્ન દશામાં મળે છે -- કે, ઉપર કહ્યું તેમ, તેના અર્થમાં વિપર્યય નથી થયે.
Page #100
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈનધર્મ
૭૧
વેદ અને આગમ સાહિત્યમાં બીજે જે એક ભેદ જાણવા જેવો છે તે એ કે વેદો એ ઉપદેશJથે નથી, પણ ઋષિઓએ નાના દેવતાઓની કરેલી સ્તુતિઓને સંગ્રહ છે. રસ્તુતિઓમાં મોટે ભાગે કવિત્વ છે, પણ તેનું તાત્પર્ય તે ભૌતિક સમૃદ્ધિની યાચનામાં રહેલું છે; કોઈ પારલૌકિક કે આત્માની ઉન્નતિ-આધ્યાત્મિક ઉન્નતિ–માટેના કારે તેમાં નથી, પણ શત્રુ–બાહ્ય શત્રુ–ને નાશ કરી સામ્રાજ્યપ્રદેશના વિસ્તારમાં દેવેની સહાય માગવામાં આવી છે. આથી ઊલટું, આગમોમાં આધ્યાત્મિક ઉન્નતિને માર્ગ દેખાડવામાં આવ્યો છે અને ભૌતિક સમૃદ્ધિની તુચ્છતાનું વર્ણન છે. જયાં પણ કોઈ સ્તુતિ છે ત્યાં આતરિક શત્રુ–રાગદ્વેષને નિવારી મુક્તિલાભની ઝંખના દર્શાવવામાં આવી છે. વેદ અને આગમ વચ્ચે આ મૌલિક ભેદ છે.
વળી, વેદમાં જે આરાધ્ય દેવે છે તેમાં પણ ઋષિઓએ પિતાના જ જેવા રાગદ્વેષની કલ્પના કરી છે. તેઓ પણ સ્તુતિઓથી પ્રસન્ન થઈ સ્તોતાની મદદ દેડે છે અને તેમને પણ એ જ ભજન ભાવે છે, જે આરાધકને ભાવે છે. એવી કલ્પના છે. આરાધકના જે શત્રુ એ દેના પણ શત્ર બની જાય છે અને તેને નાશ કરવાનું કાર્ય તેઓ કરે છે, એવી પણ કલ્પના છે. આથી ઉલટુ; આગમોમાં જે દેવેની કલ્પના કરવામાં આવી છે, તેઓ સ્વર્ગમાં રહે છે પણ સ્તુત્ય નથી. તે દેવો તે સ્વયં તીર્થકરની ઉપાસના કરવા આવે છે. ઉપાસ્ય હોય તે તો વીતરાગ જ હોવું જોઈએ. અને ઉપાસનાને હેતુ વીતરાગ બનવું એ છે. આ બધી ભાવનાઓને આધારે વેદ અને આગમન ભેદ પડે છે. આગમને આધારે જે સમગ્ર જૈન સાહિત્યનું નિર્માણ થયું છે તેમાં મુખ્ય રૂપે ઉક્ત ભાવનાને જ પિષણ આપવામાં આવ્યું છે.
પ્રવર્તક મહાપુરુષ હિન્દુધર્મમાં અત્યારે રામ, કૃષ્ણ, શિવ-શંકર—આ ત્રણેની વિશેષ પૂજા ભગવાનરૂપે થાય છે. તેમાં પણ કૃષ્ણનું મહત્વ સવિશેષ છે. એ ત્રણેય એક જ પરમાત્માના અવતાર છે એવી કલ્પના છે. અને એ પરમાત્મા તે સદા મુક્ત મનાયા છે. વળી, તે તે સંપ્રદાયો તે તે મહાપુરુષોને નામે પ્રચલિત થયા છે. જેમ કે શૈવ, વૈષ્ણવ આદિ. આ પછી પણ જે જે સંતે થયા તેમના નામે પણ રામાનુજી, ચિતન્ય, રામાનંદી, કબીરપંથી આદિ સંપ્રદાય થયા. આ સંતો પણ ભગવાન –પરમાત્માના અંશાવતાર હોઈ સ્વયં ભગવાત જેમ જ પૂજાય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૨
જૈનધર્મચિંતન
એતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ, તે આ અવતારવાદને સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્ય પૂજાવા શરૂ થયા ત્યાર પછી શરૂ થયું છે. શ્રમણ સંપ્રદાયમાં તીર્થંકર એ ક્ષત્રિય હતા, તે રામ અને કૃષ્ણ, જે અવતારરૂપે પૂજાય છે, તે પણ ક્ષત્રિયો જ છે. પણ શ્રમણના તીર્થકરે અને આ અવતારમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુક્ત પુરુષના હોઈ તેમને જીવનમાં પોતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હેતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કોઈ પણ આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા, શિવશંકરના જીવનમાં દેખાય છે ખરી, પણ શિવ, એ મૂળ વૈદિક દેવ નથી, પણ વૈદિક બ્રાહ્મણોએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પિતાની દેવશ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવિરોધી હશે જ, કારણ, કૃષ્ણ ઈન્દ્ર, જે વૈદિક દેમાં મુખ્ય દેવ છે, તેના ઉપદ્રવથી લેકેને બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. એ ઘટના સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ હતો. આથી પ્રજામાંથી ઇન્દ્રાદિ વૈદિક દેવોને નિમૂળ કરવામાં કૃષ્ણ ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મોટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકાએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઇન્દ્રાદિ દેવ પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામને ફાળો જે તેવો નથી. અને ખરેખર તેઓ ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણ જે ભાગ ભજવ્ય, તે તેમને તે કાળના નેતા બનાવવા પૂરતો હતો અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણ પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના અનુયાયીઓએ કદી માન્યું નથી.
આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણોના તીર્થકર અને બુદ્ધ વિષે છે. તેઓ કેઈના અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરંતુ સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતરાગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય છે. અને એવા વીતરાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પ્રજામાં તીર્થકર કે બુદ્ધ બને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી, પણ મનુષ્યનું ઉત્થાન છે. આવા જગતના કલ્યાણ માટે ઉસ્થિત મનુષ્પો જ જૈનધર્મમાં તીર્થકર તરીકે પૂજાય છે, અને તે તે કાળે જેનધર્મના પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે કે તે આ યુગ પૂરતી. પણ આવી અનેક ચોવીશી થઈ ગઈ અને થશે–આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તે સત્ય
Page #102
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈન ધર્મ
રહેલું જ છે કે જે કોઈ મનુષ્ય સ્વયં ઉન્નત થઈ બીજાને ઉન્નતિને રાહે લઈ જઈ શકે તે સૌને તીર્થકર બનવાને સમાન અધિકાર છે. આથી જ જૈનધર્મનું પ્રચલન કેઈ એક મહાપુરુષના નામે નથી મનાયું, પણ તે જિનેને એટલે કે રાગદંષને જીતનારાઓને ધમ મનાય છે. બધા વીતરાગો કાંઈ પરકલ્યાણની પ્રવૃતિ કરતા નથી, પણ જે કોઈ જન્મ-જન્માક્તરથી જગતકલ્યાણની ભાવનાવાળા થઈને કરુણાને અભ્યાસ કરે છે અને પોતાની સાધનાને જગતના હિતાર્થે વાળે છે તેવા જ સાધકે તીર્થકરપદને પામે છે. આમ અવતાર અને તીર્થકરોની ભાવનામાં એક વસ્તુનું સામ્ય તો છે જ કે સૌના મનમાં ધર્ણોદ્ધાર કે ધર્મનું માર્ગદર્શન આપવાની ભાવના સરખી હોય છે.
અહિંસામૂલક જેન આચાર જૈન આચારના મૂળમાં દ્રવ્ય નહિ પણ ભાવ છે. એટલે કે બ્રાહ્ય આચરણ કરતાં અંતરનો ભાવ એ આચારમાં મુખ્ય છે. આથી વૈદિકોમાં પ્રચલિત સ્નાન આદિ બ્રાહ્ય આચારને સાધકના ધાર્મિક વિધિ-વિધાનમાં ઓછો અવકાશ છે. બ્રાહ્ય આચારનું ત્યાં સુધી જ મહત્ત્વ છે, જ્યાં સુધી તે અંતરના ભાવને ઉત્તરોત્તર નિમેળ કરવામાં સહાયક હોય. જો આમ ન બનતું હોય તે પછી બ્રાહ્યાચારને કશો જ અર્થ રહેતો નથી. સમગ્ર જૈન આચારને ભાર આમ આંતર ભાવ ઉપર છે. પણ તે કયો ભાવ, એ પ્રશ્ન થાય તો તેને ઉત્તર એ છે કે આભૌપમ અથવા સમભાવ, અહિંસા એ સમભાવ કે આત્મૌપામ્યના પરિણામ રૂપે જીવનમાં આવવી જોઈએ. અને એ અહિંસા જ સવ ધાર્મિક આચારના મૂળમાં મનાઈ છે. કારણ કે સત્ય, અચૌર્ય, બ્રહ્યચર્ય કે અપરિગ્રહ એ સા અહિંસામૂલક છે, અથવા તો અહિંસાનો જ વિસ્તાર છે. આ અહિંસાને જ આધારે શ્રાવક કે સાધુના આચારના નિયમે ઘડાયા છે. અહિંસાના બે પ્રકાર છે : હિંસા ન કરવી એ નિવૃત્તિરૂપ, અને સકલ જીવો પ્રત્યે મંત્રી રાખવી અને તેમના કલ્યાણનો પ્રયત્ન કરે તે વિધાયક રૂપ. જીવનમાં કહ્યું, અનુકશ્યા, દયા કે દાન એ બધાં અહિંસાના વિધાયક તત્ત્વને આભારી છે. જીવનમાં ત્યાગ કે તપસ્યા તે અહિંસાના નિવૃત્તિપ્રધાન રૂપને આભારી છે. આપણે જોઈએ છીએ કે તીર્થકર ભગવાન મહાવીરે જે ઉગ્ર તપસ્યા કરી અને દીર્ઘ ઉપવાસની હારમાળા સેવી તે અહિંસાનું નિવૃત્તિપ્રધાનરૂપ છે. પણ તીર્થની સ્થાપના માટે તેઓ ઉગ્રવિહારી બન્યા અને લેકને આદિકલ્યાણ, મધ્ય કલ્યાણ અને અંત કલ્યાણ-એ ઉપદેશ આપવા જે કષ્ટ સહ્યાં તે બધું અહિંસાના વિધાયક રૂપને
Page #103
--------------------------------------------------------------------------
________________
७४
જૈનધર્મચિંતન
આભારી છે. શ્રાવકેમાં જે તપસ્યાની પ્રવૃત્તિ છે તે નિવૃત્તિપરક છે, પણ દયા, દાન, સાધમિકવાત્સલ્ય, અમારિઝવતન આદિ અહિંસાની વિધાયક પ્રવૃતિ છે. જીવનમાં ધ્યાન, સ્વાધ્યાય એ પણ રાગ-દ્વેષાદિ દોષો, જેને લઈને હિંસા જન્મે છે, તેના નિવારણ માટે જ છે. અને પૂજા આદિ પણ એ રાગદ્વેષને નિવારી વીતરાગ બનેલ મહાપુરુષની જ થાય છે. અને તે એવા આદર્શ પ્રત્યે આગળ વધવા માટે જ છે. આથી જે પૂજામાં વીતરાગપણના આદર્શ પ્રત્યે આગળ વધવાનું અટકાવે એવી કોઈ પણ આડંબરી પ્રવૃતિ હોય તો તે ત્યાજય જ કરે છે. આમ વિચાર કરીએ તે, જીવનમાં પરમઅહિંસક ભાવરૂપ બ્રહ્મની સિદ્ધિ અથે જ સકર આચારનું નિર્માણ જૈનધર્મમાં છે. જૈનધર્મને આ પ્રકારના અહિંસક વલણની મોટી અસર હિન્દુધર્મ ઉપર થઈ છે એ તથ્ય છે.
જેમાં પ્રચલિત સામાયિક એટલે કે સમભાવની-સર્વ જીવોને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે, માટે સોને સમાન માની કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, આ ભાવનાની–અસર ગીતાના સામ્યયોગમાં સ્પષ્ટપણે છે અને મહાભારતમાં કહેલ “મારમર: પ્રતિક્રાનિ ઘરેણાં ન સમારેતુ”—ધર્મતત્ત્વને આ સાર પણ શ્રમણની અહિંસક ભાવનાને આધારે જ છે એમાં શંકાને સ્થાન નથી.
જેનોની આવી તાત્વિક અહિંસા છતાં, વ્યવહારમાં જે અનેક મુશ્કેલીઓ પડી, તેના નિવારણ અર્થે કરે કેટલાક અપવાદો છેદગ્રન્થાના ટીકાગ્રન્થમાં સચવાયા છે, તેમાં જૈનધર્મની મૂળ ભાવનાને લાંછન લગાડે અને અહિંસાની નિષ્ઠાના અભાવને સૂચવે તેવું ઘણું છે. પણ અપવાદોની એ વિચારણને વિરોધ સ્વયં જેનોએ જ કર્યો છે અને તેનું અનુસરણ જેમ બને તેમ ન કરવાને સતત જાગૃતિપૂર્વક પ્રયત્ન જૈનાચાર્યો કરતા રહ્યા છે.
જૈન વિચાર–અનેકાંતવાદ આગળ કહ્યું તેમ, જૈન ધર્મના આચારનું મૂળ અહિંસા છે, તે તે જ અહિંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદર્શનનો ઉદ્દભવ થયો છે. ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદોના ઋષિએ અદ્વૈતને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્ત્વરૂપ જ છે, આવી ભાવના વિશેષ રૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લોકો હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા. આ બંને વિરોધી વાદોનો સમન્વય ભગવાન મહાવીરના દર્શનમાં થયો છે. તેમણે જડ-ચેતન બંને તને સ્વીકાર્યા છે. દાર્શનિક ક્ષેત્રે અનેક બાબતોમાં ભગવાન મહાવીરનું આવું વલણ રહ્યું છે. તે વિષે હવે અહીં વધુ
Page #104
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈનધર્મ
૭૫
કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થોડું કહેવું જરૂરી છે. લાખોના દાન કરનારને પણ પિતાના નવા વિચાર કે મતને જે આગ્રહ હોય છે તે અજબ હેાય છે. કેઈ વ્યક્તિએ
જ્યારે પણ કોઈને વિષે કોઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય, ત્યારે તેની પાછળ કઈને કઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દૃષ્ટિબિંદુનો વિચાર કર્યા વિના જે કોઈને મત વખેડવામાં આવે છે તેને જબરો આઘાત થાય તે સ્વાભાવિક છે. વગરવિચાર્યું કેઈને આ આઘાત આપ તે પણ હિંસા જ છે. આથી બીજાના દષ્ટિબિંદુને સમજવાનો આદેશ આપીને ભગવાન મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ મા તે માનસિક અહિંસાને પ્રકાર જ છે.
આચાર્યોએ તે તથાકથિત મિથ્યાદર્શનના સમૂહને જ જૈનદર્શનનું નામ આપ્યું છે, પણ મિથ્યાદર્શનને સરવાળો સમ્યગ્ગદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દશને મિથ્યા છે તેવું પરસ્પર દાર્શનિકોનું મંતવ્ય છે, તેનું કારણ તેમનામાં રહેલ દાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી શકતો. નથી, માત્ર પિતામાં અન્ય હેય એમ માને છે; આથી તે વિપક્ષીને મિથ્યા કહે છે. તે જ પ્રમાણે વિપક્ષી પણ સામાને મિથ્યા કહેવાને. પણ જો કોઈ તટસ્થ વ્યક્તિ એ બંનેમાં રહેલા સત્યને જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા. રહેતું નથી. આથી પરસ્પરને પિતાના દાગ્રહને કારણે મિથ્યા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હેઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન અને છે. તેનું આવું દર્શન એ નથી સંશયવાદ કે નથી અનિશ્ચયવાદ; તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દૃષ્ટિએ તપાસીને સત્યને સ્વીકાર કરનારને એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતા નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પોતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે; એને અનન્તચક્ષુ પણ કહી શકાય; કારણ, એમાં વસ્તુને અનંત ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે.
આજના આપણા રાજનૈતિક વિચારોમાં જે સહઅસ્તિત્વની ભાવનાનો વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ સત્યદર્શનનું કરવાનું વલણ, એ જ મુખ્ય ભાગ ભજવે છે.
હિંદુધર્મમાં જે વિવિધ દર્શન છે, તેમાં તત્ત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવાયો જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિઃશંક છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
७६
જૈનધર્મચિંતન એકાંતવાદને જન્મ દુરાગ્રહમાંથી છે, જ્યારે એવા આગ્રહને જૈનદર્શનમાં કઈ સ્થાન નથી.
પણ આનો અર્થ એ નથી કે જૈન દર્શન કે ધર્મની વિચારણામાં બધી બાબતમાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કઈ વિચારસરણી સંપ્રદાયનું રૂપ ધારણ કરે અને નાના-મોટા આચારભેદો ઊભા થાય, તેમાં એમ બની શકે જ નહિ. આથી નાના–મોટા આચારભેદનો સમન્વય જૈન આચાર્યો કરી શક્યા નહિ. આશ્ચર્યની વાત તે એ છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોને સમન્વય કરવા પ્રયત્ન કર્યો, તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય કરી ન શક્યા અને પોતપોતાના મતને આગ્રહપૂર્વક વળગી રહ્યા; પરિણામે જનધર્મમાં પણ અનેક સંપ્રદાય થયા. આમાં મનુષ્ય–સ્વભાવની માત્ર પોતાના મતને જ વળગી રહેવાની જે નિર્બળતા છે તેનું જ દર્શન થાય છે. પિતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી, પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરવો એ ખોટું છે. એવો પ્રયત્ન થયો હોત તો જેનધર્મમાં સંપ્રદાયનો ઉદ્દભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડન–મંડનમાં ઊતર્યા ન હતા પણ એ જ તે મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને દૂર કરવા પ્રયત્ન ભગવાન મહાવીરનો હતે. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશને સાર જેને લીધે નહિ.
સંપ્રદાય
જૈનધર્મના સંપ્રદાયે વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા નિનોને વિચાર કરવો જરૂરી છે. નિર્દાનના મતે એ જનધર્મના સંપ્રદાય એટલા માટે નથી ગણાતા કે તેમના પ્રવતર્કોએ સ્વયં ભગવાન મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું; તેમના પ્રામાણ્યને જ અવગણ્યું હતું. આથી તે નિફનો ગણાયા, સંપ્રદાય પ્રવર્તકે નહિ. ભગવાન મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેનો અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાય બને છે. તેના મૂળ પુરુષના પ્રામાણ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થઘટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાય ભલે એકબીજાને નિનવ કહેતા હોય પણ તે સંપ્રદાયે જ છે. શાસ્ત્રમાં જે નિદૃને ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુત: નિનો નથી;
Page #106
--------------------------------------------------------------------------
________________
હિંદુધર્મ અને જૈનધર્મ
તેમાંના કેટલાક સંપ્રદાયકેાટિમાં ગણવા યોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિદ્વેષને કારણે નિદ્ભવ ગણવામાં આવ્યા છે એમ માનવુ રહ્યું.
નાનામેટા મતભેદોને કારણ કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસેાના કારણે તેના અનેક સંપ્રદાયા કે ગો થતા આવ્યા છે; તે બધાની પૃથક્ ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહીં તે। માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવ શાળા સંપ્રદાયા વિષે સંક્ષેપમાં કહેવાનુ` છે. એવા સંપ્રદાયામાં મુખ્ય એ છે : શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષેને છે,
७७
શ્વેતામર અને દિગંબર
વિદ્વાનેામાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ એમાં કાણુ પહેલુ અને કાણુ ભગવાનના મૂળ મા તે અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનેએ ઈસ્વીસન પૂર્વેનું માન્યું છે એને આધાર લઈને વિચાર કરીએ તે! એક વાત સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના અનેકાંતવાદી હતા. તેએ પેાતે નગ્ન હતા, છતાં તેમના શ્રમણુસંધમાં માત્ર નગ્ન ભિક્ષુએ જ હતા એવું માનવાને કારણ નથી. જેએ સથા નગ્ન ન થઈ શકતા, તેઓને મર્યાદિત વસ્ત્ર વાપવાની છૂટ હતી. વળી, પાર્શ્વના અનુયાયી શ્રમણે જ્યારે મહાવીર પાસે દીક્ષા લે છે, ત્યારે પુન: પાંચ મહાવ્રતાના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવત નને! ઉલ્લેખ નથી, અને તે તેા વસ્ત્ર પહેરતા હતા, એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગબરાના પ્રાચીન આગમ ષટ્સ'ડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હાવા વિષે સ્વીકારાયુ છે. એટલે માની શકાય કે સ્ત્રીને મેાક્ષ નથી એ માન્યતા પાછળથી દિગંબરાચાયૅએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દીમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અથ` કરવામાં મુશ્કેલી અનુભવી છે; અને આધુનિકાએ તા એ પાઠનું જ પરિવર્તન કરવાનું ઉચિત માન્યું છે ! આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના માર્ગમાં જ્યારે વસ્ત્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજયતાનું સમર્થાંન જેમ જેમ ઉત્તરાત્તર વધ્યું હશે તેમ તેમ અને મતા ધરાવનારા વર્ગને મનમેળ ઘટતા ચાલ્યેા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયા બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્ર જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર દિગંબરમા મૂળ માથી જુદા પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરામાં બાહ્ય આચારની ઉત્કટતા ભલે ન હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર એવાં પણ શાસ્ત્રાનું સંરક્ષણ તે તેમણે કહ્યુ છે, એ હીત છે. અને એ હકીકત તેમને
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૮
જૈનધર્મચિંતન
મૂળપ્રવાહ સાથે ગાઢ સંબંધ જોડી રાખે છે. તેમણે પોતાના આચારને પોષવા માટે શાસ્ત્ર અને લોકાચારનો આશ્રય લીધે એ ખરું, દિગંબરની માફક એમ તો ન જ કહ્યું કે એ શાસ્ત્રો જ એમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મનફાવતા અપવાદ ઉમેર્યા, પણ મૂળ પાઠોને તે યથાર્થરૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે, એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમોમાંથી પોતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણી જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમોમાં પણ સુધારા-વધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્ત્રના સમર્થનની જ દષ્ટિ રહી છે, એવું પણ નથી. એ પણ સ્પષ્ટ છે. અને જૈન પરંપરાના આચાર-કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરમાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી. તે મૂળ પ્રવાહથી તેમને વિચ્છેદ અને શ્વેતાંબરોની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક-પ્રતિક્રમણ
જેવા દેનિક ક્રિયાકાંડ પણ દિગંબરોમાં સુરક્ષિત નથી રહ્યા છે તેમને પરંપરા - વિચ્છેદ કહી જાય છે.
આમ ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે તાંબરો ખાટી જાય, પણ તેમની આચારની શિથિલતાએ દિગંબર સંપ્રદાયને જન્મ આપ્યો એમ કહેવું જોઈએ. શ્વેતાંબરેના અથવા તે શિથિલાચારીઓના વિરોધમાં દિગંબર સંપ્રદાય નવા બળ સાથે ઊભો થયો અને ભગવાન મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ બને. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે. સ્વયં શ્વેતાંબરાએ પણ ચિત્યવાસ વિરુદ્ધ મેટું આંદોલન જગાવ્યું હતું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણે મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબર સંપ્રદાયમાં પણ ભદ્રારકાની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઊતરતી નથી. અને સમાજ પર અધિકાંશ પ્રભુત્વ તે એ ભટ્ટારકેનું જ રહ્યું છે. કારણ, ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિઓને તે દિગબર સમાજમાં પણ હંમેશા તટો જ રહ્યો છે અને એ જ વસ્તુ શ્વેતાંબરના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણાવી જાય છે. વેતાંબરોમાં અનેકવાર ક્રિોદ્ધાર કરે પડયો છે અને નવા નવા ગો-સંપ્રદાય ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરામાં પણ અનેક વાર ક્રિયેદ્ધાર કરે પડ્યો છે. આથી આચારની અકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ છે, તેમ દિગંબની એવી માન્યતા કે આચારની ઉત્કટતા તો
Page #108
--------------------------------------------------------------------------
________________
હિન્દુધર્મ અને જૈનધર્મ
७८
અમારી જ, અને શ્વેતાંબરે તે માત્ર શિથિલ–એ સત્યથી વેગળી છે એ પણ સિદ્ધ થાય છે.
પણ દિગંબરાચાર્યોએ જૈનધર્મ માટે જે ઉત્કૃષ્ટ સેવા કરી છે તે એ છે કે તેમણે પોતાની શાસ્ત્રરચનામાં સંસ્કૃતિને વિશેષ સ્થાન આપ્યું છે, અને આચાર વિશેનાં લાંબાં વિવેચનોને બદલે જૈન દર્શનના અનેકાંતવાદને ભારતીય દર્શનમાં વિશેષ રૂપે પ્રતિષ્ઠિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દીઓ પછીના કાળમાં આચારચાં સર્વત્ર ગૌણ બની ગઈ હતી, પણ દાર્શનિક તત્વોની ચર્ચા વિશેષ રૂપે થવા લાગી હતી. તે ટાણે દિગંબર આચાર્યોએ દશનક્ષેત્રમાં ઝુકાવ્યું અને વૈદિક તથા બૌદ્ધ દાર્શનિકો સાથે ટક્કર લઈ શકે તેવા ગ્રંથનું નિર્માણ કર્યું; આને લીધે જૈન દર્શનને પણ ભારતીય દર્શનમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું.
મૂર્તિપૂજાના વિરોધી સંપ્રદાયો કાળે કરી આ શ્વેતાંબર–દિગંબર બંને સંપ્રદાયોમાં તીર્થકરની મૂર્તિ પૂજાને પ્રચાર થઈ ગયો હતો, અને ગૃહસ્થ માટે તે આચારમાં એ જ મુખ્ય આલંબન હતું. વૈષ્ણવ ભક્તિના પ્રચાર સાથે મૂર્તિપૂજામાં આડંબરો વધી ગયા હતા અને તેની અસર જોન મૂર્તિપૂજકે ઉપર પડે તે સ્વાભાવિક હતું. આથી જૈનધર્મના સમાધિમાગમાં આ મૂર્તિપૂજાના આડંબરોનો અતિરેક બાધક થઈ જાય એવી સ્થિતિએ પહોંચ્યો હતો. તેવામાં હિંદુસ્તાનમાં મૂતિવિરોધી ઇસ્લામધર્મનો પ્રભાવ, મુસ્લિમ રાજેને કારણે પણ, વધ્યો. અને તેની અસર જૈનધર્મ ઉપર પણ પડી. પરિણામે જેમાં મૂર્તિપૂજાના વિરોધમાં તાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં સ્થાનકવાસી અને તારણપંથી જેવા નવા સંપ્રદાયો ઉભા થયા, જેઓએ તીર્થકરની મૂર્તિની પૂજા જ સદંતર બંધ કરવાનું આંદોલન જગાડ્યું. એ મૂતિ વિરોધી સંપ્રદાયમાં પણ જ્યારે શિથિલતા આવી ત્યારે વળી નવાં નવાં આંદોલને જાગ્યાં. તેમાં આધ્યાત્મિક ભાવને પ્રધાનતા આપનારા દિગબરમાં થયા અને દયાદાનની નવી જ વ્યાખ્યા કરનારા તેરાપંથી શ્વેતાંબરામાં થયા. આ બધી તો એક રીતે તાજી જ ઘટનાઓ ગણાય. સૌથી છેલ્લે પ્રયત્ન વેતાંબરમાં યતિસંસ્થાને વિરોધ કરી સંવિન પાક્ષિક વર્ગ ઊભે ચ, એ હતે. પણ આજે સંવિપાક્ષિક ગણાતા વર્ગમાં પણ પાછું શૈથિલ્ય ઘર કરી ગયું છે.
–“પ્રબુદ્ધજીવન”, તા. ૧૬-૧૧-૬૭,
૧૬-૬૭, ૧૬-૧૨-૬૩, --૬૪.
Page #109
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
અહીં જૈનધર્મ એટલે મહાવીર ભગવાને પ્રરૂપેલ ધર્મ અને તેનું સ્વરૂપ અને બૌદ્ધધર્મ એટલે ભગવાન બુદ્ધે બતાવેલ માગે એ મર્યાદા સ્વીકારી છે. આમ તે જૈન ધર્મ અનેક પ્રમાણોથી બૌદ્ધધર્મ કરતાં અતિ પ્રાચીન સિદ્ધ થાય છે, પણ આ નિરૂપણમાં જૈનધર્મના એ પ્રાચીન રૂપ સાથે નહીં પણ ભગવાન મહાવીરે જૈનધર્મને જે રૂપ આપ્યું તેની સાથે સંબંધ છે. એટલે મહાવીરને જનધર્મ અને બુદ્ધિને બૌદ્ધધમં—એની ચર્ચા અહીં વિવક્ષિત છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ.
શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણો જૈન અને બૌદ્ધ એ બને ધર્મો, ભારતવર્ષમાં જે બે ધર્મપરંપરાઓ બ્રાહ્મણ અને શ્રમણના નામે પ્રસિદ્ધ છે, તેમાંની શ્રમણ પરંપરા સાથે સંબંધ ધરાવે છે. શ્રમણ પરંપરાની વિશેષતાઓમાં મુખ્ય નીચેની ગણાવી શકાય ?
દુનિયા પ્રત્યે વૈરાગ્ય અર્થાત્ સાંસારિક સંપત્તિને વધારવાનું નહિ પણ તેના ત્યાગનું વલણ એ શ્રમણ પરંપરાનું મુખ્ય લક્ષણ છે. જગતના મૂળ કારણરૂપ કે કર્તારૂપે ઈશ્વર કે બ્રહ્મ જેવી સત્તાને સર્વથા ઈન્કાર શ્રમણોને માન્ય છે. વિશ્વપ્રપંચ કોઈ એક વસ્તુના વિકાર, પરિણામ કે વિવરૂપે છે–આ પ્રકારના અદ્વૈતવાદનો ઈન્કાર કરીને વિશ્વમાં અનેક તત્વોનું અસ્તિત્વ છે, આવી માન્યતા પ્રમાણે ધરાવે છે. આત્મા એક જ છે એવું આભાત નહિ પણ આત્મા કે ચિત્ત ચૈતન્ય અનંત છે એવી તેમની માન્તા છે. વળી, આત્મા અને અનાત્મા–ભૂતો સ્પષ્ટરૂપે વાસ્તવિક અને ભિન્ન છે એવો વિશ્વાસ, વિશ્વસ્વરૂપની વાસ્તવિકતા, જીવની સાંસારિક અવસ્થા, અને શ્રમણ માર્ગ–ત્યાગ, તપસ્યા. ધ્યાન, સમાધિ આદિ-દ્વારા તેના નિવારણની શક્યતામાં વિશ્વાસ, સંસારનું કારણ કર્મ, તે દ્વારા પુનઃ પુનઃ જન્મમરણ અને તેના નિવારણથી મોક્ષ, મોક્ષમાર્ગના ઉપદેશક મનુષ્યો હતા, વેદ અનાદિ-અપૌરુષેય નથી એવી બધી માન્યતાઓ શ્રમણાની છે. અને તેને પરિણામે આનુષંગિક માન્યતાઓ, જેવી કે વર્ણાશ્રમધર્મને અસ્વીકાર. ભિક્ષાચર્યા. અનિયતવાસ, સાધનામાં સ્ત્રી-પુરુષને
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈનધમ અને બૌદ્ધધર્મ
૮૧
સમાન અધિકાર, સંસ્કૃત જેવી વિદ્યાનેાની ભાષાના અનાગ્રહ આદિ પણ છે. આ બધા શ્રમદ્ધમ નાં સામાન્ય લક્ષણા જૈન–બૌદ્ધ ધર્મમાં સમાન રૂપે જોવા મળે છે.
એ ઉપરાંત અરિહંત, તીર્થંકર, શાસ્તા, જિન, ક્ષુદ્ર જેવા શબ્દો અને માર્ગમાં સાધારણ છે. બન્નેમાં યજ્ઞયાગને વિરાધ અને જાતિને વિરાધ સમાનભાવે છે. કેટલાંક ગૌતમ, સિદ્ધાર્થ જેવા વ્યક્તિવાચક નામે પણ સમાન છે. આસવ, સંવર, મેાક્ષ-નિર્વાણુ, પુનર્જન્મ આદિ કલ્પના, ઉપેાસથ-પૌષધ જેવા આચારે!, પ્રતિક્રમણ જેવી ક્રિયા, અહિંસા આદિ વ્રતા, ભિક્ષુના વિનયના નિયમા, પ્રાયશ્ચિત્તો, શાસ્તા, સંધ અને ધર્માંની મહત્તા—આવું આવું તે ધણુ અન્તે ધર્મમાં સમાન છે. છતાં પણ બન્ને ધર્મોની દા`નિક વિચારણા જુદી પડે છે, બન્નેના પ્રવતા જુદા પડે છે, એટલે બન્ને ધર્માં પણ જુદા છે.
તી''કર અને બુદ્ધ
છે
જૈનધર્મી અને મુધ એ બન્નેમાં વ્યક્તિપૂજ્જ નહિ પણ ગુણપૂજાનુ મહત્ત્વ છે; એ તા એના નામથી જ સ્પષ્ટ છે. છતાં પણ મને ધર્મમાં તીથકરા અને મુદ્દોની પરંપરા માનવામાં આવી છે. ભગવાન મહાવીર એ ૨૪મા તીથ કર છે, તા ભગવાન બુદ્ધ એ ૨૫મા ખુદ્દ છે, મનુષ્યરૂપે જન્મવા છતાં સાધનાને બળે આત્મવિકાસ કરીને જે વ્યક્તિ વીતરાગ અને સર્વજ્ઞ બને છે અને જગદુલ્હારની દૃષ્ટિએ શાસન કરે છે, તે બન્ને ધમમાં ભગવાનને નામે એળખાય છે, અને તી કર કે યુદ્ધ તરીકે પૂજાય છે. બન્નેમાં સમાન રૂપે એ મનાયું. કે તીથ``કર કે બુદ્ધપદની પ્રાપ્તિ એ કાંઈ એક જન્મની સાધનાનું ફળ નથી, પણ અનેક જન્મોમાં અનેક ગુણેાની સાધના કરતાં કરતાં અન્તે કોઈ વ્યક્તિ તીર્થંકર કે બુદ્ધ બને છે. બન્ને ધર્મમાં પ્રત્યેકમુદ્ધ નાંમના એક વર્ગ અલગ માનવામાં આવ્યા છે, જે મૂકકેવળી પણ કહેવાય છે; જે માત્ર આત્મકલ્યાણ જ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. પ્રત્યેકમુદ્ધ અને તીર્થંકર-યુદ્ધ વચ્ચે જે ભેદ છે તે એ છે કે પ્રત્યેકમુદ્ધની સાધના સ્વકલ્યાણની દષ્ટિએ થઈ હોઈ તે પરકલ્યાણ સિવાયના બધા ગુણે તીથંકર-યુદ્ધ જેવા જ ધરાવે છે; અર્થાત્ એ પણ પૂછ્યુંપુરુષ તો છે જ અને નિર્વાણને પણ પામે જ છે, છતાં તે પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી; જયારે તી કર અને શુદ્ર આત્મકલ્યાણ સાથે સાથે પરકલ્યાણમાં
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ ચિં તન
૮૨
પણ પ્રવ્રુત્ત હાય છે, તેથી એને માટે આવશ્યક એવી કેટલીક વિશેષ શક્તિએ જે પ્રત્યેકમુદ્ધમાં નથી હાતી, તેને પણ એ પ્રાપ્ત કરે છે. આનુ કારણ પૂર્વી જન્મમાં કરેલ મહાકરુણાને વિશેષ અભ્યાસ છે, જેને લઈને તે માત્ર આત્મકલ્યાણમાં સતષ ન માનતાં પરકલ્યાણની ભાવના પણ પુષ્ટ કરે છે. પરિણામે તીર્થંકર, શાસ્તા, યુદ્ધ, ભગવાન આદિ નામે પ્રસિદ્ધ થાય છે અને એને નામે ધ શાસન ચાલે છે.
જૈનધમાઁ તેા પ્રાચીન હાઈ ભગવાન મહાવીર પહેલાંના તી કરાવિષે પણ કેટલીક અતિહાસિક સામગ્રી મળે છે. એટલે ૨૪ ની નિશ્ચિત સંખ્યા મે તા ધમ વ્યવસ્થાનું પરિણામ હેાવા છતાં મહાવીર પહેલાં અનેક તી કરા થયા હેવાનુ સિદ્ધ કરી શકાય છે. પણ બૌદ્ધ ધર્મના મુદ્દો વિષે એમ નથી. તેમાં તે! પચીસમા મુદ્દરૂપે મનાતા ગૌતમબુદ્ધ સ્વયં કહે છે કે મેં જે ધર્માં સાક્ષાત્કાર કર્યાં છે, તે અત્યાર સુધી કાઈ એ જોયા-જાણ્યા નથી; એ તેા અપૂર્વ ધમ છે. આથી એમ માની શકાય કે બૌધમતા ગૌતમયુદ્ધથી જ શરૂ થયા. પણ ધ વ્યવસ્થાપક આચાર્યાએ એ પહેલાંના સાતથી માંડીને ૨૪ યુદ્ધોની કલ્પના કરી અને એ રીતે એ ધર્મી પણ્ અનાદિ છે એમ બીજા ધર્મવ્યવસ્થાપકાની જેમ જ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યાં એમ માનવુ જોઈએ.
બન્ને ધર્મનું સાહિત્ય જોતાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે; તે એ છે કે મહાવીર અને બુદ્ધ એ બન્ને પ્રાચીનતમ સાહિત્યમાં તેમના લૌકિક-અર્થાત્ માનુષી-રૂપમાં નિરૂપાયા છે, પણ ઉત્તરાત્તર રચાયેલ સાહિત્યમાં તેમનું એ રૂપ ગૌણ બનતું જાય છે અને તેમને અલૌકિક બનાવવાના વિશેષ પ્રયત્ન થયેા છે. પછી તેા જાણે એ અલૌકિકતાના વર્ણનની હોડ મચી હોય એમ બન્નેના સાહિત્યનુ અધ્યયન કરનારને જણાયા વિના રહેતું નથી. પરિણામે તી કર મહાવીર બાહ્ય રૂપે મનુષ્ય છતાં તેમના જીવનનું વર્ણન કરતું સાહિત્ય જેમ જેમ રચાતું ગયું, તેમ તેમ એમની જીવનકથામાં અલૌકિકતાનું તત્ત્વ ઉત્તરાત્તર વધતુ ગયું અને કેટલાક મનુષ્યસાધારણ શારીરિક વ્યવહારના લેાપ થતે દર્શાવવામાં આવ્યા. અને યુદ્ધ તા મનુષ્ય મટી ધ ક્રાયનું રૂપ જ ધારણ કરે છે; અને તેએ અનાદિ કાળથી એ જ રૂપમાં બિરાજમાન હાય એમ નિરૂપવામાં આવ્યુ છે.
મહાવીર અને બુદ્ધની પૂર્વજન્મની કથા! પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ નથી, પણ ઉત્તરાત્તર સાહિત્યમાં એને વિકાસ થતા ગયા છે, અને બૌદ્ધોમાં તા જાતકકથાપે એક પૃથક સાહિત્યને વર્ગ ઊભા થયા છે. બન્ને દેવભવમાંથી
Page #112
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
મનુષ્ય થયા એ સાધારણ વસ્તુ છે અને બન્ને ક્ષત્રિયને ધરે અવતર્યાં એ પણ સાધારણ વસ્તુ છે. છતાં જૈન માન્યતા પ્રમાણે તી કરો માત્ર ક્ષત્રિય કુલેમાં જ જન્મે છે, જયારે મુદ્દો ક્ષત્રિય અથવા બ્રાહ્મણ બન્ને કુળામાં જન્મી શકે છે. મહાવીર અને મુદ્દે બન્ને ક્ષત્રિય કુળમાં જન્મ્યાં છતાં ગુણેલ્કને કારણે સાચા બ્રાહ્મણ કહેવાયા છે, ઉત્તમ આરૂપે પ્રસિદ્ધ થયા છે.
મહાવીરના ધ -—પર પરાપ્રાપ્ત
K.
મહાવીર જે માર્ગનુ` કે ધનું નિરૂપણ કરે છે તે તેમણે તે જ પ્રાપ્ત કર્યાં છે એવા એમના દાવેા નથી. તેમને પાર્શ્વ પર પરાની જે સાધનાએની પર`પરા મળી તેનું અનુસરણ તેમણે કહ્યુ અને જે ધર્મ અને દન પાવું હતું તેની જ યથાર્થ અનુભૂતિ તેમને થઈ અને એ જ માર્ગે બીજાને લઈ જવા તેમણે પ્રયત્ન કર્યાં આ જ તેમનુ તીથંકરત્વ. પાર્શ્વ પર પરાના બાહ્યાચારમાં ઘેાડુ' સમયાનુકૂળ પરિવર્તનમાત્ર કરીને જ તેમણે સતાષ અનુભવ્યા; પણ પોતાનુ 'ન નવુ છે એવા દાવા તેમના નથી. અને વસ્તુસ્થિતિ પણ એવી જ છે. તેઓ સાધના જરૂર કરે છે, સાધના અર્થે યત્રતત્ર યાત્રા પણ કરે છે, પણ ધ્યેય તા એટલું જ છે કે પાશ્વ પરંપરાનુ જે દર્શીન છે તેને પરાક્ષાનુભવ નહિ પણ પ્રત્યક્ષ અનુભવ થાય. સારાંશ એ છે કે દાનિક ભૂમિકામાં તેમણે પા પર પરામાં ઉ જ ત્રુટિ જોઈ નહિ અને એને જ અંતિમ સત્ય માની તેને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કર્યાં. અને પરપરા જણાવે છે કે એ પ્રયત્નમાં તેઓ સફળ થયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પાવે કહેલ વસ્તુઓને તેમણે સાક્ષાત અનુભવ કર્યો.
૮૩
યુદ્ધના ધ—અપૂર્વ
આથી વિરુદ્ધ યુદ્ધના જીવનમાં છે, તેમને જે કાંઈ પરંપરાથી પ્રાપ્ત છે અને જે કાંઈ ખીજા પાસેથી શીખવાનુ` મળે છે, તેમાં તેમને સદેવ અસાષ અનુભવ થયા છે. તેમણે વિચાર કરીને આળાર કાલામ જેવા અનેક ગુરુ કર્યાં છે અને તે સૈાનાં વિચાર અને પરંપરાને છેડતાં જરાય આંચકા અનુભવ્યા હોય એમ નથી જણાતું, જેની જેની પાસે તેએ જાય છે તેની પાસેથી જે શીખવાનું હતું તે શીખી લીધા પછી પણ તેમને અસતીષ રહે છે; અને આ જે કાંઈ શીખવે છે તે અતિમ સત્ય નથી એમ માની તે આગળ વધે છે. આમ એમણે અનેક શુરુ કર્યાં, અનેક નાના અનુભવ કર્યાં, પણ તેમના મનને સાષ થયે નહિ.
Page #113
--------------------------------------------------------------------------
________________
८४
જૈનધર્મચિંતન
સાધનામાં પણ જે સરલ અને કઠિન સાધનાના પ્રકારે છે, એ માગે પણ તેઓ ગયા. છેવટે એ બધી સાધના છેડીને પોતે પોતાનો માર્ગ નક્કી કર્યો અને એ જ માર્ગો પરમ સત્ય પામવાને પ્રયત્ન પણ કર્યો. અને અંતે જાહેર કર્યું કે મેં જે જાણ્યું છે અને જે અનુભવ્યું છે તે અત્યાર લગી કોઈએ જોયું જાણ્યું નથી; મારો માર્ગ અને મારું દર્શન અપૂર્વ છે. આ દષ્ટિએ બુદ્ધ પ્રરૂપેલ બૌદ્ધ ધર્મ એ તેમને પોતાનો છે; તેમને એ પરંપરાથી પ્રાપ્ત થયા છે, એમ નથી. તેઓ પરંપરાના સર્જક છે, અનુયાયી નથી. - આ દષ્ટિએ જોઈએ તો મહાવીર પંરપરાનુયાયી છે અને મુદ્ધ પરંપરાના સર્જક છે અને મહાવીરનો જૈનધર્મ એ પરંપરાપ્રાપ્ત ધર્મ છે, જ્યારે અને ધમ—દ્ધધર્મ–એ અપુર્વ છે, નવી પરંપરાનું સર્જન છે.
જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર; તેનાં બાહ્ય કારણો પ્રાચીન પરંપરા અને નવી સર્જાતી પરંપરામાં અનેક રીતે હાનિ-લાભ સંભવે છે અને તે જૈન અને બૌદ્ધ બને ધમને ભાગે આવે તે સ્વાભાવિક છે. પ્રાચીન પરંપરામાં પ્રચાર માટેની ધગશ લગભગ ઓસરી ગઈ હોય છે, જ્યારે નવીન પરંપરામાં એવી ધગશ ઉગ્ર રૂપ પકડે છે. પ્રાચીન બાબતમાં પ્રાચીન પરંપરામાં ઉપેક્ષા સંભવી શકે છે. જયારે નવી પરંપરામાં એવી ઉપેક્ષા પાલવી શકે નહિ. એટલે આપણે બુદ્ધ ઉચ્ચારેલ રથ મિવયે વારાં વઘુગદિતાય વગનમુવા–જેવા પ્રચારોત્તેજક વાક્ય સાંભળીએ છીએ; જયારે જૈન આગમમાં ભિક્ષુને આ પ્રકારને ઉપદેશ મળ્યો હોય અગર મળવા સંભવ હોય એમ નથી લાગતું. ત્યાં વિહારને ઉદ્દેશ પ્રચાર નહિ પણ આત્મસાધના છે. એક ઠેકાણે રહેવાથી આસપાસનાં લેકે અને સ્થાનોમાં મોહ બંધાય છે, માટે સ્થાનપરિવર્તન આવશ્યક છે. એવી ધારણું વિહાર પાછળ છે, અને પ્રચાર એ વિહારનું આનુષંગિક ફળ છે, નહિ કે મુખ્ય. પણ બુદ્ધ તો સ્પષ્ટ આદેશ જ આપે છે કે નાની નાની ટોળીઓ બનાવીને ભિક્ષુઓ ધર્મપ્રચારનું નિમિત્ત લઈ વિહાર કરે. આને કારણે બૌદ્ધધર્મ છેડી શતાબ્દીઓમાં એશિયાળ્યાપી બન્યો, જયારે જૈનધર્મનું મુખ્ય ધ્યેય પ્રચાર નહિ પણ આત્મસાધના હોઈ એને એ રીતે પ્રચાર થઈ શક્યો નહિ. પણ મુદ્દે ઉપદેશેલી ચારિકા ભારતમાં જ્યારથી બંધ પડી, સ્થાયી વિહેરમાં જ એકત્ર થઈ ભિક્ષુઓ રહેવા લાગ્યા, તેમનામાં શિથિ. લાચાર વા, સસમાની જમામ વિહારોને સરળતાથી નાશ કરવામાં
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૮૫ આવ્યો, અને બૌદ્ધ વિદ્વાનોએ પરદેશને આશ્રય શોધ્યો, ત્યારથી ભારતમાં ક્રમે ક્રમે બૌદ્ધ ધર્મની હાર થયે. આત્મસાધના કરતાં પ્રચાર ઉપર વધારે અવલંબતો બૌદ્ધધર્મ ભારતમાં ઊંડાં મૂળ નાખી શકો નહિ, જયારે જૈનધર્મનાં તે પ્રાચીન કાળથી ઊંડા મૂળ નંખાયાં હતાં. વળી, તે આત્મસાધના સાથે જ પ્રચારને પણ ધીરે ધીરે મહત્ત્વ આપતે થે, તે એટલે સુધી કે, પ્રચારની સામે આત્મસાધના પણ ગૌણ બની ગઈ. આ કારણે તે ભારતવ્યાપી થઈ ગયો; પણ જેટલા પ્રમાણમાં આત્મસાધનાની કચાશ આવતી ગઈ, તેટલા પ્રમાણમાં કેવળ પ્રચારને બળે તે સર્વત્ર ટકી શક્યો નહિ; વિરોધીઓનું પ્રચારબળ તેથી વધારે પ્રબળ હતું, એટલે આજે જૈનધર્મ ભારતવ્યાપી પણ નથી.
પ્રચારનાં આંતરિક કારણ જૈન-બૌદ્ધ ધર્મના પ્રચારનાં બાહ્ય કારણોની સાથે સાથે એની આન્તરિક નિષ્ઠા અને માન્યતા વિષે પણ વિચાર કરવો આવશ્યક છે. બુદ્ધની મહાકણાની ભાવનામાં જગદુદ્ધારનાં બીજ રહ્યાં છે, એટલે પ્રાથમિક હીનયાનમાંથી બૌદ્ધધર્મો મહાયાનનું રૂપ લીધું અને બોધિસત્વના આદેશને આગળ કરી સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણને મહત્ત્વ આપ્યું. બૌદ્ધધર્મના વિશ્વવ્યાપી પ્રચારમાં આ તત્ત્વ મહત્ત્વને ફાળો આપ્યો છે. આથી ઊલટું, જૈનધર્મમાં મહાકરુણાને અવકાશ છતાં અને અહિંસાના મૂળમાં મહાકરુણાની ભાવના છતાં તેનું વ્યાવહારિક રૂપ નિવૃત્તિઓહિંસાનિવૃત્તિએ લીધું અને કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ત્યાજય ગણાઈ, અહિંસાના અિકાન્તિક આગ્રહ ઉપર જીવનવ્યાપી વ્યવહારનું નિર્માણ થયું, પરકલ્યાણ કરતાં
સ્વકલ્યાણનું મહત્વ વધ્યું, એટલે મહાકરુણાને સક્રિય બનવાનો અવકાશ ઓછો રહ્યો; તે નિષ્ક્રિય રહી. નિષ્ક્રિય મહાકરુણ અમુક વ્યક્તિઓ માટે તે આકર્ષક બની શકે, પણ તે વ્યાપક બની શકે નહિ. આથી જૈનધર્મના પ્રચારમાં આ પણ એક બાધક તત્ત્વ બન્યું.
• જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર શ્રમણ ધર્મનાં સામાન્ય લક્ષણો બંને ધમમાં સમાન હોઈ, બાહ્ય આચાર અને અનુષ્ઠાનના નિયમોમાં બંને ધર્મમાં વિશેષ પ્રકારે સાધમ્યું હોય એ સ્વાભાવિક છે. છતાં પણ જેનધર્મના બાહ્યાચારનું અને બૌદ્ધધર્મના બાહ્યાચારનું ઘડતર મહાવીર અને બુદ્ધની પ્રકૃતિને અનુસરીને થયું છે અને તેને લીધે આચરણ પાછળની દૃષ્ટિમાં મૌલિક ભેદ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
પાશ્વ અને તેમની પરંપરામાં ત્યાગ અને તપસ્યાને સ્થાન અવશ્ય હતું, પણ તેમાં ઉત્કટતા ભગવાન મહાવીરે દાખલ કરી. પાર્શ્વના ભિક્ષુઓમાં વસ્ત્રપરિધાનની છૂટ હતી. પણ ભગવાન મહાવીરે અચેલતાને આગ્રહ રાખ્યો. કોઈ પણ આંતરિક સિદ્ધાંતનું અનુસરણ ત્યારે જ પૂરું થયું ગણાય, જે તદનુરૂપ આચરણને ગોઠવવામાં આવે; અર્થાત આંતરનો પડઘે બહાર પડેવો જ જોઈએ, આ પ્રકારને આગ્રહ ભગવાન મહાવીરનો હતે. અને એને જ કારણે અપરિગ્રહ, અથવા મમત્વત્યાગની આંતરિક ભાવનાને અનુરૂપ બાહ્ય આચરણની ગોઠવણ કરવામાં અચેલક બનવું, અસ્નાન, મળધારણ આદિ આવશ્યક માન્યું. વર
સ્વીકાર એ સાધકની કમજોરી છે; તે આવશ્યક નથી, એમ તેમણે માન્યું. જોકે પિતાના સંઘમાં તેમણે અચેલક અને સચેલક બંને પ્રકારના સાધકને સ્થાન આપ્યું, પણ સચેલક માટે પણ એ આવશ્યક માન્યું કે તે ક્યારેક પણ અચેલક થાય. આથી વિરુદ્ધ, બુદ્ધ તૃષ્ણત્યાગ અને મમત્વના ત્યાગમાં માનવા છતાં તેમણે અચેલક થવું આવશ્યક જણાવ્યું નથી. માનસિક મમત્વત્યાગ હોય તો બાહ્ય વસ્ત્ર હોય કે ન હોય એ ગૌણ વસ્તુ છે. બાહ્ય વસ્ત્ર હોય છતાં આંતરિક મમત્વ ત્યાગ કે તૃષ્ણત્યાગ સંભવી શકે છે, એમ બુદ્ધ માનતા હોવા જોઈએ; આથી તેમણે ભિક્ષુઓ માટે વસ્ત્રત્યાગ આવશ્યક માન્યો નથી. ઊલટું લોકાચારને અનુ. સરીને ઘૂંટી સુધી વસ્ત્રાવરણ આવશ્યક માન્યું છે. સારાંશ એ છે કે પિ
વિદ્ધ નારરયં નારીયં એ માન્યતાને બુદ્ધે પુષ્ટ કરી છે. અને શિષ્ટાચાર અથવા સ્થાપિત કે પ્રચલિત કાચારમાં પરિવર્તન કરવું આવશ્યક છે એમ બુદ્ધ માન્યું નથી. નગ્નત્વ, અસ્નાન. મળધારણ જેવી લોકોને અરુચિકર બાબતને આગ્રહ તેમણે રાખે નથી; જ્યારે ભગવાન મહાવીરે કાયોત્યાગને મમત્વત્યાગનું અનિવાર્ય અંગ માન્યું હઈ નગ્નતા, અસ્નાન, મળધારણ જેવી સામાન્ય લોકોને અરુચિકર બાબતેને પણ સ્વીકાર કર્યો છે. આથી એમ કહી શકાય કે ભગવાન મહાવીરને માગ આંતરિક કષાયોપશમ સાથે સાથે તદનુરૂપ બાહ્ય કાયાકલેશની ઉત્કટતાને સ્વીકારે છે, જ્યારે બુદ્ધ કરાયોપશમ સ્વીકારવા છતાં બાહ્યાચારમાં મધ્યમમાગી છે. એટલે તેમણે એક તરફ ચાર્વાક જેવા ભૂતવાદીના આત્યંતિક શારીરિક ભાગવાદને અવગણ્યો, તે બીજી તરફ અત્યંત શરીરકષ્ટને પણ અવગણ્યું, અને આચારમાં મધ્યમમાગ સ્વીકાર્યો. બંને સંઘમાં આનાં પરિણામ એ આવ્યાં તેને વિચાર કરીએ તો જણાશે કે જૈન સંઘમાં આંતરિક આચારને બદલે બાહ્યાચારનું બેખું જાળવવાનું વિશેષ પ્રયત્ન થયા અને બુદ્ધના સંઘમાં મધ્યમમાર્ગને નામે આચારમાં શિથિલતા આવી; કારણ કે બે છેડાની વચલી અવસ્થાને
Page #116
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
८७
દોર બહુ લાંબો હોય છે. એટલે મધ્યમ માર્ગમાંથી શિથિલાચાર તરફ સરકવું બહુ સરલ થઈ પડે છે. એક તરફ બુદ્ધ અને તેમના અનુયાયીઓને જેને ભિક્ષએના આચરણમાં માત્ર દેહદંડ સિવાય કશું દેખાયું નહિ; અને તેમણે જેનાચાર વિષે આક્ષેપ કરે શરૂ કર્યો કે આ લેકે તે માનસિક પાપ કરતાં શારીરિક પાપને અધિક મહત્ત્વ આપે છે. એટલે શરીરકષ્ટ ભોગવી પાપક્ષય કરવાની ફિકરમાં પડ્યા છે તે બીજી તરફ જૈન સંઘના અનુયાયીઓ બૌદ્ધભિક્ષુ વિષે આક્ષેપ કરવા લાગ્યા કે આ તે સુખશીલિયા છે. આ આક્ષેપમાં આંશિક સત્ય રહેલું જ છે, એ સ્વીકારવું જોઈએ.
આચરણ અને પ્રચારને સંબંધ આચરણની ઉત્કટતા અને મધ્યમમાગિતા ધર્મ પ્રચારમાં શે ભાગ ભજવે છે તેનો વિચાર કરીએ તો જણાઈ આવશે કે બુદ્ધને મધ્યમમાગે ધર્મપ્રચારમાં બહુ મોટો ફાળો આપે છે. તેમને ધર્મ વિશ્વવ્યાપી બની ગયો છે એ સાચું, પણ બુદ્ધના બુદ્ધત્વને અને તેના આનુષંગિક ધર્મોને વસ્તુત: કેટલે પ્રચાર થયે છે એની પરીક્ષા કરીએ તે જણાશે કે બુદ્ધત્વ અને તેના આનુષંગિક ધર્મોને ભોગે જ એ પ્રચાર થયો છે. એમાં બુદ્ધનું નામ છે, પણ બુદ્ધત્વને પ્રકાશ નથી. એટલે જ ભારતીય બૌદ્ધ અને તિબેટના બૌદ્ધમાં, એ બંને માત્ર બુદ્ધને આરાધ્ય સ્વીકારે છે એ સિવાય વિશેષ કશું જ સામ્ય નથી; એટલું જ નહિ પણ બુદ્ધની મહાકરુણના સિદ્ધાંતને જીવનમાં પડઘો કેટલે પડ્યો એની ઊંડી તપાસ કરીએ તે નિરાશ જ થવું પડે છે !
બીજી તરફ જેન માર્ગની ઉત્કટતાને કારણે અને તેની અવ્યવહારુતાને કારણે તેને પ્રચાર બહુ જ ધીમી ગતિએ થયે છે; એટલું જ નહિ, પણ પ્રજાના બહુ જ ચેડા ભાગમાં તેણે ઊંડાં મૂળ નાંખ્યાં છે. જૈનધર્મને ઉદ્ભવ જે ભૂમિમાં થયો ત્યાં આજે તેનું નામનિશાન નથી. અને જ્યાં છે ત્યાં પણ જેના- ચારની ઉત્કટતામાં અનેક રૂપે શિથિલતાએ પ્રવેશ કર્યો છે–જોકે બાહ્ય દેખું એવું ને એવું રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નગ્નતાના આગ્રહી દિગંબરોમાં તૃષ્ણત્યાગ કરતાં નગ્નતાનું માહામ્ય વધી ગયું છે, તો શ્વેતાંબરોમાં વરુ આદિ સામગ્રીને ઠઠારે એટલે બધે વધી ગયો છે કે તેમને ભગવાન મહાવીરના મૂળ ઉત્કટ કાયકલેશ સાથે બહુ જ ઓછો સંબંધ રહ્યો છે. આમ ઉત્કટતાને કારણે આંતર-બાહ્ય જીવનમાં વિષમતાએ પ્રવેશ કર્યો અને પ્રચારમાં પણ શૈથિલ્ય રહ્યું.
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૮
જનધર્મચિંતન પરિણામે એવી ઉત્કટતા ધર્મપ્રચારમાં અત્યંત સહાયક બને છે એમ કહી શકાય નહિ.
બુદ્ધ-મહાવીરની પૃથક સાધના અને તેનું પરિણામ
એક તરફ સ્વયં ભગવાન મહાવીરે ઉત્કટ કાયકલેશ સાથે સમાધિ અને સર્વજ્ઞતાને અબાધિત રીતે સિદ્ધ કરી છે એવો દાવો છે, તે બીજી તરફ બુદ્ધ કહે છે કે ઉત્કટ તપસ્યાથી પ્રજ્ઞા પ્રાપ્ત થતી નથી. તેમણે પોતે લાંબા કાળ સુધી તપસ્યા કરી તે એટલે સુધી કે શરીરમાં માત્ર હાડકાં જ રહ્યાં અને તે ખડખડ કરવા લાગ્યાં. અંતે તેમણે અનુભવ્યું કે આવી ઉત્કટ તપસ્યા એ કઈ પૂણે પ્રજ્ઞાની સાધક નથી, એટલે તેમણે તપસ્યાના માર્ગને છોડીને ધ્યાન-સમાધિમાર્ગને અપનાવ્યું અને ઈષ્ટસિદ્ધિ કરી. આ બે મહાપુરુષોના આવા જુદા જુદા અનુભવે તેમના સંધમાં પણ પરંપરાથી પુષ્ટ થયા છે; અને એમ થાય તે સ્વાભાવિક છે. જેનશાસ્ત્રોમાં તે “દેહદુ:ખં મહાફ'ની ભાવનાનો વિસ્તાર જેવામાં આવે છે; જ્યારે બૌદ્ધ શાસ્ત્રમાં ઉત્તરોત્તર દેહદમનની ઉપેક્ષા જોવામાં આવે છે. પરિણામે જન સંઘોમાં જે ઉત્તરોત્તર સંપ્રદાયો અને તેના પેટા ભેદો બન્યા, તેના મૂળમાં કોઈ વિચારભેદ યા દર્શનભેદ નહિ પણ બાહ્ય આચાર પર ઉત્કટતાભેદ જોવા મળશે. શ્વેતાંબર–દિગંબરની દાર્શનિક વિવાદની બાબતે કશી જ નથી; મુખ્ય વિવાદ છે માત્ર વસ્ત્ર પહેરવાં કે નહિ એ બાબતને; અને તેને આધારે પછી સ્ત્રીમુક્તિ હોઈ શકે કે નહીં એ પ્રશ્નમાં પણ વિવાદ થયે. શ્વેતાંબરમાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજકમાં મુખ્ય ભેદ ભૂતિને પૂજવા ન પૂજવા વિષે છે. અને બાકી વેશમાં થોડો ભેદ છે. સ્થાનકવાસી અને તેરાપંથીમાં આચારની કઠોરતાને એટલે સુધી લંબાવવા પ્રયત્ન કરવામાં આવ્યો કે કેવળ બાહ્ય આચરણમાં જ કઠોરતા રહી અને અહિંસાના વિચારને એ આચારની કઠોરતાની કસોટીએ કસવા જતાં, તેરાપંથીમાં અહિંસાને વિચાર કેવળ દયાશન્ય-કરુણાન્ય એક હાસ્યાસ્પદ સિદ્ધાંત બની ગયો ! આમ દેહદમન ઉપર ભાર આપવા જતાં ભગવાન મહાવીરને અહિંસા સિદ્ધાંત કેવી દયનીય સ્થિતિને પામ્યો તે આપણે જોઈ શકીએ છીએ. વળી, જૈન શાસ્ત્રમાં ધ્યાનનું–જે વર્ણન અઢી હજાર વર્ષ પહેલાંનું મળે છે તે ધ્યાનની સાધના સંઘમાં ચાલુ રહી હોય તેમ જણાતું નથી, કારણ, એ ધ્યાન અંગેની પ્રક્રિયાના પ્રાચીન નિરૂપણમાં જોઈએ તેટલી વિશદતા મળતી નથી; અને ત્યાર પછી પણ એના વિષે ધ્યાન કરનારને સહાયક બની શકે એવું પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ થયેલું ઉપલબ્ધ થતું નથી. એ બતાવે છે કે ધ્યાનમાર્ગનું
Page #118
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
અવલંબન જૈન સંઘે ગૌણ કરી દીધું હતું. અને તે આજે પણ જેન સંધમાં જોઈ શકાય છે. તપસ્યા-દેહદમન–અનશનના ભેદ-પ્રભેદ એટલા બધા વિસ્તૃત થઈ ગયા છે કે તેનું પણ એક સ્વતંત્ર શાસ્ત્ર બની જાય છે. એમાં હવે તે આગળ-પાછળ આડંબર એટલે વધી ગયો છે કે તપસ્વી પણ તપસ્યા કરતાં એ આડંબરમાં વધારે રત બની જાય એવો સંભવ વધારે છે. આમ ભગવાન મહાવીરની ધ્યાન સાથે ઉત્કટ તપસ્યાને બદલે સંઘમાં સર્વગ્રાહ્ય એવી ઉત્કટ તપસ્યા-અનશન વગેરે–મહત્ત્વને પામી અને ધ્યાનમાર્ગ ગૌણ બની ગયે.
આથી ઉલટું, બૌદ્ધ સંઘને ઇતિહાસ તપાસીએ તો જણાશે કે તેમાં પ્રાચીન પિટકામાં પણ ધ્યાનનું જે વિસ્તૃત અનુભવપૂર્ણ વર્ણન મળે છે, અને ચિત્તની વૃત્તિઓનું જે વિશ્લેષણ મળે છે, તે અન્યત્ર દુલર્ભ છે, એટલું જ નહિ પણ ઉત્તરોત્તર એ ધ્યાનમાગનો વિકાસ થતો રહ્યો છે. એથી બૌદ્ધ સંઘના અત્યારના વિસ્તૃત શિથિલાચારમાં પણ અનુભવી ધ્યાનમાર્ગના અગ્રેસરે જોવા મળે છે. એટલું જ નહિ પણ એ ધ્યાનમાગને એક સ્વતંત્ર સંપ્રદાય પણ બૌદ્ધોમાં ઊભો થયો છે. પણ ધ્યાનમાર્ગને એકાન્તિક આગ્રહ રાખવા જતાં બૌદ્ધધર્મમાં આચરણની શિથિલતા અને છેવટે તંત્રયાન જેવા વામમાર્ગ સંપ્રદાયનો વિકાસ થશે, જેને પરિણામે પણ ભારતવર્ષમાંથી બૌદ્ધધમ લુપ્ત થયે
આ વસ્તુનો એક બીજી રીતે પણ વિચાર કરીએ તે વળી એક નવું જ તથ્ય નજર સામે આવે છે. ભગવાન મહાવીરનો પ્રયત્ન રાગદ્વેષને વિજય કરો એ મુખ્ય રૂપે હતો. અને તેનું આનુષંગિક ફળ કેવળજ્ઞાન અથવા પ્રજ્ઞા હતું. આથી તેઓ એવું કંઈ પણ કાર્ય કરવા તૈયાર ન હતા, જેથી રાગ-દ્વેષને પુષ્ટિ મળે. આને પરિણામે તેમણે ઉગ્ર વિહાર અને અનશનને માર્ગ અપનાવ્યો. આથી તેમના રાગ અને દ્વેષ તે વિજિત થયા જ, પણ તેમને પ્રજ્ઞા પ્રકર્ષ ભગવાન પાર્શ્વનાથની સમકક્ષ જ રહ્યો. એટલે કે અઢી વર્ષ પહેલાં ભગવાન પાર્શ્વનાથે દાર્શનિક વિચારણાને જે પાયો નાખ્યો હતો એને અનુસરીને જે પિતાને પરોક્ષ હતું તે તેમણે રાગદ્વેષનો વિજય કરીને પ્રત્યક્ષ કર્યું. આથી ભગવાન મહાવીરનું દર્શન પાર્ષથી જુદું પડતું નથી; કારણ, તેમનું મુખ્ય ધ્યેય રાગદ્વેષને વિજય કરવાનું હતું, નહિ કે તત્ત્વજ્ઞાનની કોઈ નવી સ્વતંત્ર ધારા પ્રવર્તાવવાનું.
આપી ઉલટું, બુદ્ધિનો પ્રયત્ન પ્રજ્ઞાપ્રાપ્તિ માટે હતે. તેમને મન વીતરાગ બનવું આવશ્યક તો હતું, પણ તેમની ચિંતાને વિષય પૂર્ણ પ્રજ્ઞા હતી. પ્રજ્ઞા.
Page #119
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
પ્રાપ્તિના પ્રયત્નમાં તેઓ અનેક જ્ઞાની અને ધ્યાનીના સંપર્કમાં આવ્યા અને એક પછી એકે બતાવેલ તત્ત્વજ્ઞાનને અનેક માર્ગે સાક્ષાત્કાર કરીને છેડતા ગયા. જે બીજા પાસેથી મળ્યું તેમાં તેમને સદૈવ અસંતોષ જ રહ્યો. અને છેવટે તેમણે પિતાના ધ્યાનબળે જે તત્ત્વને સાક્ષાત્કાર કર્યો તેના વિષે તેમણે એ સ્પષ્ટ દાવો કર્યો છે કે મેં જે પ્રાપ્ત કર્યું છે તે અપૂર્વ છે; મારા પહેલાં એને કેઈએ સાક્ષાત્કાર કર્યો નથી. આમ બુદ્ધને પ્રયત્ન સ્વતંત્ર રીતે પ્રજ્ઞા પ્રાપ્ત કરવાને રહ્યો છે અને તેથી તેમનું દર્શન એ તેમનું પિતાનું છે. તેમણે એક નવી નિષ્ઠા ઊભી કરી છે. તત્ત્વજ્ઞાનની બાબતમાં એ કઈને અનુસર્યા નથી, એ તેમને દાવો છે. આમ બુદ્ધે જ્યારે પ્રજ્ઞાના કપાટ ઉઘાડી નાખ્યાં અને તેને મોકળી મૂકી ત્યારે તેનું પરિણામ તેમના સુધી જ સીમિત રહે એ અસંભવ હતું. તેમના સંઘમાં પણ એ પ્રજ્ઞાવિકાસ પ્રત્યે સ્પષ્ટ પ્રયત્નો દેખાય છે. પરિણામે ઉત્તરોત્તર સૂમસૂક્ષ્મતર–સૂક્ષ્મતમ દાર્શનિક વિચારણાને આધારે વિવિધ સંપ્રદાયના પાયા બૌદ્ધ દર્શનમાં નંખાયા છે અને વિજ્ઞાનવાદ અને શૂન્યવાદ જેવા, પ્રજ્ઞાનો ઉત્તરોત્તર ઉત્કર્ષ સિદ્ધ કરતા વાદો અસ્તિત્વમાં આવ્યા છે. મધ્યમમાર્ગનું પ્રજ્ઞાના ક્ષેત્રમાં કેન્દ્રબિંદુ કાયમ રાખવા છતાં એ માધ્યમિક વસ્તુને દોર લાંબે હેઈ દાર્શનિક વિચારણમાં જે છૂટ બૌદ્ધ આચાર્યોએ લીધી છે તે ભારતીય દર્શનના ઇતિહાસમાં પ્રજ્ઞા માર્ગનું એક અદ્વિતીય દૃષ્ટાંત બની રહે છે. આવી છૂટ જૈન આચાર્યોએ લીધી નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. અને તે સિદ્ધ કરે છે કે તેમનો માર્ગ પ્રજ્ઞાને નહિ પણ કષાયવિજયનો હતો,
–“પ્રબુદ્ધજીવન”, તા. ૧૫-૫-૫૮, ૧ ૬-૫૮
Page #120
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈન દર્શન
જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય—એ અનંતચતુષ્ટય બધાય આત્માઓને સામાન્ય ગુણ છે. તેથી જ ઈશ્વર કે પરમાત્મા એ કઈ વિશિષ્ટ જાતિને આત્મા નથી, પણ જે જે આત્માઓએ પોતાના ઉપર જણાવેલ ચારે ગુણોને આવિર્ભાવ કર્યો છે, એ બધાય આત્માઓ સિદ્ધ, ઈશ્વર કે પરમાત્માના નામથી સંબોધવાને યોગ્ય છે. અને જે આત્માઓના આ ચાર ગુણો ઢંકાયેલ છે તે સાધક કે સંસારી કહેવાય છે. આ સાધક આત્માઓ પણ પિતાના પ્રયત્નથી સિદ્ધ, ઈશ્વર કે પરમાત્મા બનવાની યોગ્યતા ધરાવે છે. આ દષ્ટિએ વિચાર કરતાં વ્યક્તિગત રીતે અમુક આત્માઓ સાધક ગણાય છે, અને અમુક આત્માઓ સિદ્ધ ગણાય છે, એ ભેદ સ્વાભાવિક નહીં પણ કારણ જન્ય (આત્માની પોતાની સાધનાને લીધે થયેલી છે. સામૂહિક દૃષ્ટિએ સાધક અને સિદ્ધ એવા બે વર્ગો કાયમના હોવા છતાં વ્યક્તિગત દૃષ્ટિએ આ ભેદ કાયમને નથી; જે વ્યક્તિ આ ક્ષણે સાધક-વર્ગમાં હોય તે બીજી જ ક્ષણે સિદ્ધવગમાં પણ ભળી જઈ શકે છે. જૈનધર્મને આવો સિદ્ધાંત હોવાના લીધે, જનધર્મમાં એને પિતાને આગ સાધનાને માર્ગ હોય એ જરૂરી છે. જેના ધર્મના સાધનામાગને સમજવા માટે નીચેની બાબતે હમેશાં ધ્યાનમાં રાખવી જરૂરી છે. એમ થાય તે જ જૈન સાધનામાં ભક્તિમાર્ગનું શું સ્થાન હોઈ શકે, એ સહેલાઈથી સમજી શકાય.
(1) કઈ કઈનો નાથ નહી–જીવ પોતે જ પોતાનો નાથ બની શકે છે; બીજો કોઈ એને નાથ નથી બની શકતે. એને અર્થ એ કે સુખ કે દુઃખ, બંધ કે મોક્ષ, એ જીવને પિતાને આધીન છે એ ચાહે તે બંધમાં રહી શકે છે, અને ચાહે તો એક ક્ષણમાં મુક્ત થઈ શકે છે. બંધનના માર્ગે ચાલવું કે મેક્ષના માર્ગનું અનુસરણ કરવું. એ બીજાને આધીન નહીં પણ પિતાને આધીન છે. જીવની ઈચ્છા વિરુદ્ધ બીજે કઈ એને બંધનમાં નથી રાખી શકતો, અને મુક્ત પણ નથી કરી શકતો. બીજાનું કામ તે એટલું જ છે કે એ બંધનના કે મોક્ષના માગને પ્રદર્શક થઈ શકે છે, એ માર્ગે ચાલવું કે ન ચાલવું એ જીવના
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૨
જૈનધર્મચિંતન
પિતાના હાથની વાત છે. આ દૃષ્ટિએ કેઈ વ્યક્તિ કંઈ કૃપા કરી શકે તે તે માર્ગદર્શન કરાવવા પૂરતી; એથી વિશેષ એ કશું નથી કરી શકતી. મતલબ કે આત્મા પોતે જ પિતાને મિત્ર કે શત્રુ છે “gરિસા, તુમમેવ તુi fમH, જિ વદિયા મિત્તમિચ્છ” (આચારાંગ સૂત્ર ૧૧૮). બીજાને શત્રુ કે મિત્ર કહેવામાં આવે છે એ ઉપચારથી જ; કારણ કે બીજે તે માત્ર પરિસ્થિતિને સઈ શકે છે; એને વશ થવું કે ન થવું એ તો પિતાના હાથની વાત છે. જ્યાં સુધી કે તે ઊભી થયેલ પરિસ્થિતિ સાથે તન્મય નથી થતો ત્યાં સુધી એને સુખ કે દુ:ખને અનુભવ થઈ શકતો નથી. તેથી સુખ કે દુઃખનું કારણ પિતાની પરિણતિ કે તન્મયતા છે. અને તન્મય થવું કે નહીં એ તે પિતાના હાથની વાત છે. તેથી ખરી રીતે આત્મા જ પિતાને શત્રુ કે મિત્ર છે, બીજુ કાઈ નહીં.
(૨) પિતાનાં કમને નાશ પોતે જ કરે જઈએ. બધા જીવમાં સ્વાભાવિક રીતે સામ્ય હોવા છતાં જે વિષમતા દેખાય છે, એનું કારણ તે તે જીવોનાં કર્મ છે. કર્મથી મુક્ત થવાને પ્રયત્ન એમણે પોતે જ કરવાનો છે. કોઈ ઈશ્વર કે તીર્થકર છોને ઉદ્ધાર નથી કરી શકતા; તેઓ તો ઉદ્ધારને માર્ગ બતાવી શકે છે, તીર્થની સ્થાપના કરી શકે છે. આ વાતને જ વ્યક્ત કરતાં અમિતગતિ આચાર્યે કહ્યું છે કે
स्वय कृत कम यदात्मना पुरा फल तदीय लभते शुभाशुभम् । पुरेण दत्तं यदि लभ्यते स्फुट स्वयं कुत कम निरर्थक तदा ॥ निजार्जित कम विहाय देहिना न कोऽपि कस्यापि ददाति किञ्चन । विचारयन्नेवमनन्यमानसः परो ददातीति विमुच शेमुषीम् ॥
કર્મનાશની પ્રક્રિયામાં મુખ્ય સ્થાન સંયમનું છે; બાકી બધી વસ્તુઓ, જે એ સંયમને વધારવામાં ઉપયોગી હોય તે, એનું સાધનાના માર્ગમાં સ્થાન છે, નહીં તો નહીં. બધાય જીવોમાં સમભાવ કેળવીને કોઈને પણ દુ:ખ પહોંચે એવી પ્રવૃતિ ન આદરવી, એ જ સંયમ છે. આમાંથી જ નિર્મમભાવ અને નિરહંકારભાવ નિષ્પન્ન થવાથી વિશ્વમૈત્રીનો સાક્ષાત્કાર થશે. ત્યારે વીતરાગભાવની પુષ્ટિ (પૂર્ણતા) થવાથી જીવ સિદ્ધ થઈ જાય છે : આ જ એની સાધનાની પરાકાષ્ઠા છે.
(૩) મુક્ત માં વૈષમ્ય નહીં–જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે, ત્યારે એને માટે કોઈ ઉપાસ્ય-આરાધ્ય નથી રહેતું. પિતાથી પહેલાં થયેલા
Page #122
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈનદર્શન
૯૩ સિદ્ધોમાં અને એને પોતાનામાં કોઈ જાતને સ્વરૂપભેદ નથી રહેતો; અર્થાત બધાય સિદ્ધ જીવો સમાન હોય છે, અને બધાય પોતપોતાના સ્વરૂપમાં રમણ
(૪) સિદ્ધો કેઈનું ભલું-ભૂંડું નથી કરતા--જ્યારે જીવ સિદ્ધ થઈ જાય છે ત્યારે સંસારી જીવો સાથેનો એનો સંબંધ છૂટી જાય છે. સાંખ્ય દર્શનના પુરુષની જેમ પછી એ માત્ર સંસારને દ્રષ્ટા જ રહે છે. એનામાં સંસારી જી પ્રત્યે કશું કરવાપણું નથી રહેતું. તેથી એની કૃપા કે એના પ્રસાદથી જીવોના ઉદ્ધારની અને એના કેપથી એમની દુર્ગતિની સંભાવના જ નથી રહેતી. સિદ્ધોથી છવ જે કંઈ લાભ મેળવવા ઈચ્છે તે એ એટલું જ કરી શકે કે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરીને પિતાના જ ઢંકાઈ ગયેલા એવા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે અને એના ફળરૂપે પોતે સિદ્ધસ્વરૂપ બની જાય. આ આ રીતે સિદ્ધનો જીવ આપણે વિકાસને માટે, પોતે તટસ્થ હોવા છતાં, નિમિત્તકારણ બની શકે છે.
(૫) ભક્તિ એ પણ એક સાધન છે–જીવનું સાધ્ય મેક્ષ છે. એની સમગ્ર સાધના મોક્ષને માટે જ છે. મોક્ષનાં સાધને ટૂંકમાં જ્ઞાન અને ક્રિયા છે. એને વિસ્તાર કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર અથવા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને સાધનરૂપ શાસ્ત્રોમાં જણાવેલ છે. દર્શન-શ્રદ્ધા ભક્તિથી દઢ થાય છે, તેથી ગુરુની સેવારૂપ ભક્તિ તેમ જ તીર્થકર અને સિદ્ધોના ગુણગાન, ધ્યાન, પૂજારૂપ ભક્તિને પણ જૈન સાધનામાં સ્થાન મળ્યું છે.
જૈન દર્શનના ઉપર જણાવેલ સિદ્ધાંતોની સાથે જો ભક્તિમાર્ગના મૌલિક સિદ્ધાંતોની સરખામણી કરવામાં આવે તો પષ્ટ રીતે સમજાશે કે ભક્તિમાર્ગના મૌલિક–પાયાના સિદ્ધાંતને જૈન દર્શનમાં કોઈ સ્થાન નથી. આમ છતાં જૈન આચાર્યોએ રચેલી સ્તુતિએ ભક્તિરસથી ઓતપ્રોત છે. તે આ અંગે ડોક વિચાર કરીએ.
(૧) ભગવાન સર્વ જીવોના નાથ - ભગવાન સર્વ જીવોના નાથ છે, આ માન્યતા ભક્તિમાર્ગને મૂળ સિદ્ધાંત છે. આ જગત એ ઈશ્વરનું જ મંગલમય સર્જન છે, એટલે એ જ સમસ્ત સંસારને સ્વામી છે. સંસારના સચરાચર બધા પદાર્થોને એ પ્રભુ છે. આ સિ દાંત પ્રમાણે ભક્ત પિતાને ભગવાનને દાસ સમજે છે– ભલે પછી એ
Page #123
--------------------------------------------------------------------------
________________
જેનધર્મચિંતન
સંસારમાં હોય કે મુક્ત હોય તો પણ આગળ સૂચવવામાં આવ્યું છે તે મુજબ, જૈન દર્શનમાં આ કલ્પનાને કેઈ સ્થાન નથી; આમ છતાં ભક્તિમાર્ગ, જે ચોતરફ ફેલાયેલો હતે, એનાથી જેના પણ અલિપ્ત નથી રહી શક્યા. તીર્થકરને જગતના સર્જનહાર કે સ્વામી ન માનવા છતાંય જૈન આચાર્યોએ તીર્થકરોની સ્તુતિઓમાં એમની પ્રભુતા અને પોતાની દાસતાનું વર્ણન કર્યું છે, અને શરણમાં લેવાની પ્રાર્થના પણ કરી છે.
જેમ ભક્તિમાગીઓમાં વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્ર પ્રસિદ્ધ છે, એવાં જ જૈનોમાં પણ જિનસેને રચેલ જિનસહસ્ત્રનામ–સ્તોત્ર અને આચાર્ય હેમચંદે રચેલ અહંનામસહસ્ત્ર સમુચ્ચય પ્રસિદ્ધ છે. એ બન્નેમાં વેદથી લઈને તે પિતાના સમય સધી ઈશ્વર કે પરમાત્માને માટે જુદા જુદા મતમાં જે નામે પ્રસિદ્ધ હતાં. એ બધાં નામોનો સંગ્રહ અહંનામામાં કરી લેવામાં આવ્યો છે.
ઈશ્વરનાં નામોમાં જુદી જુદી માન્યતાઓને સમાવેશ થયેલ છે. એ બધી માન્યતાઓને જૈન દર્શનમાં સ્થાન છે, એમ તે ન કહી શકાય, છતાં પણ આચાર્યોએ એ નામને જેવાં ને તેવાં સ્વીકારી લીધાં છે. આ જેને આચાર્યો ઉપર ભક્તિમાર્ગને કે સામાન્ય જનસમૂહમાં પ્રચલિત ઈશ્વરતત્વને પ્રભાવ છે, એમ માનવું જ રહ્યું. તેથી જ તેઓએ, પિતાના પરમતત્વને અનુરૂપ નવા નામોની રચના કરવાને બદલે, અન્યત્ર પ્રચલિત નામને જેવાં ને તેવાં અપનાવી લીધાં. મૂળકર્તાઓ અને ટીકાકાકાએ એ શબ્દોને પોતાને અનુકૂળ અર્થ કરવાને પ્રયત્ન કર્યો તો ખરો, પણ એમાં સમન્વય ભાવનાને બદલે સ્વીકારની બુદ્ધિએ જ મૂખ્ય ભાગ ભજવ્યો છે; કેમ કે ઉચ્ચ આદર્શને કે તર્કસિદ્ધ આદર્શને વ્યક્ત કરી શકે એવા નવા શબ્દોનું મૂલ્ય સામાન્ય જનસમૂહ ન કરી શક્ત. તેથી જ એ પ્રાચીન શબ્દો, કે જે એમની ભાવનાને અનુકૂળ હેય, એમને અપનાવવા સિવાય બીજે કઈ માર્ગ જ ન હતો. એને લીધે જ–
“ક્ષણીમä aો નમ:, ત્રિપુરારિ, ત્રિનેત્રો'; “વાસંધાન્ત વાડી, “અર્ધનારીવર:, શિવ:', ', “એ” અનન્નચક્ષુ', “વિરવામા’, ‘વિરવાડ, વિરવત શ્વસુરક્ષર: "વિશ્વયોનિઃ', વિશ્વરવા વિમુર્ધાતા વિશે વિચન: विश्वव्यापी विधेवैधा: शाश्वती विश्वतो मुखः॥', 'विश्वकर्मा जगज्ज्येष्ठा विश्व. मूर्तिर्जिनेश्वरः। विश्वदृक् विश्वभूतेशो विश्वज्योतिः', 'जगदीशो जगत्पतिः', 'युगादिपुरुषो ब्रह्मा पञ्जब्रह्ममय: शिवः । परः परतरः सूक्ष्मः परमेष्ठी सनातन:' । स्वयंज्योतिरजोऽजन्मा ब्रह्मयोनि:', 'अच्युतोऽनंतः', परमात्मा पर ज्योतिस्त्रिजगत्परमेश्वरः,
Page #124
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈનદર્શન
'प्रजापतिः' 'स्थाणुः', 'हिरण्यगर्भः', 'सब त्मा सर्वलोकेश :', 'विश्वत: पादो' सहस्रशीर्ष', सहस्राक्षःसहस्रपात', भूतभव्यभवदभर्ता...महेश्वरः', 'विश्वभृद्विश्वस्ट', 'विश्वरूपात्मा', 'सुयज्वा', 'ऋत्विग् यज्ञपतिज्ञो:', 'व्योममूर्ति:', 'ब्रह्मनिष्टः', 'परब्रह्मात्मा ब्रह्मसंभवः', "पुराणपुरुषोत्तम', 'स्रष्टा', 'पद्मश: पद्मसंभूतिः पद्मनाभिः 'पद्मयोनिर्जगद्योनिः', 'हृषीकेशः', 'त्राता', 'पुण्डरीकाक्ष: 'वेदविद्वेद्यो', 'अनादिनिधन:', 'महाप्रभुः .. 'महेश्वरः', 'चतुराननः', 'जगदग ', 'शंकर:', 'त्रिजगत्पतिः' 'जगन्नाथो', 'लक्ष्मीपतिः', 'लोकपति:', 'त्रिपुरारिः त्रिलोचन त्रिनेत्रत्र्यम्बकः' । વગેરે નામોને સંગ્રહ જિન સહસ્ત્રનામામાં થયેલ છે.
નીચે આપેલ વિનયપાઠને અંશ એક જૈન કવિની રચના છે, એમાં મૂળ જૈન ભાવના અને સિદ્ધાંતને બદલે ભક્તિમાર્ગની ભાવના અને સિદ્ધાંતનો ઉપયોગ थयो छ :
मैं बंदौ' जिन दवका कर अति निरमल भाव । कर्मबंधके छेदने और न कछू उपाय ॥६॥ भविजनको भवकूप से तुम ही काढनहार । दीनदयाल अनाथपति आतम गुण भण्डार ||७|| तुम पदपंकज पूजते विघ्न रोग टर जाय । शत्रु मित्रताको धरै विष निरविषता थाय ॥९॥ तुम बिन मैं व्याकुल भयो जैसे जल बिन मीन ।। जन्म जरा मेरी हरी करो मोहि स्वाधीन ॥१०॥"
जिनवाणीसंग्रह, पृ. ६४]
કવિને પિતાને કમબંધ કાપવાની અભિલાષા તે છે, પણ એને માટે જિનેન્દ્રદેવના વંદન સિવાય એને બીજો માર્ગ સૂઝત નથી, એનું કારણ ભક્તિ છે. એને એ વિશ્વાસ છે કે ભગવાન જ અનાથના નાથ છે, અને પોતે અનાથ છે : આ માન્યતા જૈન સિદ્ધાંતને અનુરૂપ નથી; કારણ કે જૈન દર્શન કેઈને કોઈને નાથ નથી માનતું, પણ માર્ગદર્શક માને છે, તીર્થકર માને છે. કવિની સ્વાધીન થવાની ભવાન, એ જૈન ભાવના છે, પણ એને માટે વ્યાકુળતાનું કારણ પિતાની નિષ્ક્રિયતા હોવું જોઈએ, નહીં કે ભગવાનને વિરહ.
Page #125
--------------------------------------------------------------------------
________________
જનધર્મચિંતન
(૨) ઈશ્વરકૃપાથી સર્વ સિદ્ધિ ભક્તિભાગી બધા સંપ્રદાયોએ ઈશ્વરકૃપાને ઘણું વધારે મહત્ત્વ આપ્યું છે. જેના દર્શનમાં તો કાલલબ્ધિને પરિપાક માનવામાં આવેલ છે. જ્યારે જીવને કાલબ્ધિ થાય છે ત્યારે એ સન્માર્ગને અધિકારી થાય છે. મિથ્યાત્વને કારણે જીવ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરે છે. જયારે સન્માર્ગ પર આવવાને. એને સમય પાકી જાય છે, ત્યારે જ એનું મિથ્યાત્વ દૂર થાય છે. જેમ નદીના પ્રવાહમાં પડેલા ખરબચડો પથ્થર ઘસાતે ઘસાતે, અમુક વખત જતાં, ગોળ અને સુંવાળો થઈ જાય છે, એ જ રીતે જીવ પણ સંસારમાં રખડપટ્ટી કરત કરતો એવા કાળમાં પહોંચી જાય છે જ્યારે, બીજી સામગ્રી મળી આવતાં, એ સન્માર્ગ તરફ પ્રયાણ કરે છે. પણ ભક્તિમાર્ગમાં આ કાલલબ્ધિને સ્થાને ઈશ્વર કૃપા માનવામાં આવેલ છે. બધી સામગ્રી મળી હોય, પણ ઈશ્વરની કૃપા વગર બધું નકામું થઈ જાય છે. આનો અર્થ એ કે, પિતાને પ્રયત્ન પણ ત્યારે જ સફળ થાય, જ્યારે ઈશ્વરકૃપા હોય.
ઈશ્વરકૃપારૂપ આ તત્વે જૈન સાહિત્યમાં પણ, પિતાની ઢબે સ્થાન મેળવ્યું છે. જેમ જેમ ભક્તિમાર્ગનો પ્રભાવ વધતે ગયે, તેમ તેમ બધાય ધર્મોને એના કેટલાંય તને, પિતપોતાની ઢબે અપનાવવાં જ પડ્યાં. જૈન સાહિત્યમાં તીર્થકરનાં કલ્યાણકને અવસરે, બીજા ની સાથે, નારકીના જીવોને પણ ક્ષણભર માટે સુખનો અનુભવ થાય છે, એવું વર્ણન મળે છે. સ્પષ્ટ રીતે આ ઈશ્વરકૃપાન્તત્ત્વની જ અસર છે. જૈનોના કર્મશાસ્ત્ર મુજબ આ વાતને કશો ખુલાસો નથી મળતો. એ જ રીતે જેને પ્રાર્થના-કાવ્યોમાં તીર્થકરેને એમની કૃપાને માટે જે અનુરોધ કરવામાં આવ્યો છે, એ પણ ભક્તિમાર્ગની જ કૃપા છે. કેમ કે જૈન સિદ્ધાંત પ્રમાણે તીર્થકર કૃપા નથી કરતા.
બૌદ્ધોના મત પ્રમાણે પણ પિતાના પ્રયત્ન અને પિતાના કમનું જ મહત્ત્વ છે. તે પણ કૃપાતત્ત્વની અસર એ ધર્મ ઉપર પણ થઈ છે. બુદ્ધના જન્મ વખતે અવીચિ નરકમાં શાંતિ અને સુખ પ્રવર્યાની વાત લલિતવિસ્તાર ગ્રંથમાં કહેવામાં આવી છે. અને સદ્ધર્મકુંડરીક ગ્રંથમાં તે દુ:ખનું નિવારણ કરવા માટે અવલોકિતેશ્વર પોતે અવીચિનરકમાં ગયા હતા, એમ કહેવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્તના સંબંધમાં પણ આવી જ વાત કહેવામાં આવી છે. * આ કૃપાને કારણે ઈશ્વર વારંવાર જુદા જુદા અવતાર ધારણ કરે છે, એવું ભક્તિમાર્ગોનું કહેવું છે. પરંતુ નિ દર્શન પ્રમાણે જે જીવ સિદ્ધ થઈ ગયો
Page #126
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈનદર્શન
८७
હોય એને ફરી વાર જન્મ લેવાનું કેઈ કારણ જ નથી. આમ છતાં જૈન કવિઓએ અને પ્રતિષ્ઠા કરવાવાળા માંત્રિકેએ, ભક્તિમાર્ગના પ્રવાહને લીધે, ભગવાનને અવતાર ધારણ કરવાની પ્રાર્થના કરી છે. જેમ કે–
"मैं तुमको इत थापतु हैं। प्रभु, भक्ति समेत हिये हरखाई । हे करुणाधनधारक देव, इहें अब तिष्ठह शीघ्रहि आई ॥” [जिनवाणीसंग्रह, पृ० ३३३]
"ॐ ही श्रीवर्धमानजिनेन्द्र ! अत्र अवतर अवतर । संवौषद। ओ ही श्रीवर्धमानजिनेन्द्र ! अत्र तिष्ठ तिष्ठ । ठः ठः । ओ ही श्रीवर्धमानजिनेन्द्र, अत्र मम सन्निहितो भव भव । वषट् ।" [जिनवाणीसंग्रह, पृ. ३३३]
કેટલાય જૈન કવિઓએ ભક્તિમાર્ગનાં પ્રસાદ જેવાં તને અપનાવ્યાં છે, અને તીર્થકરની પ્રાર્થનાઓની રચના કરી છે. જેના સિદ્ધાંત પ્રમાણે પ્રાયશ્ચિત્તથી હિંસા વગેરે દોષોનું નિવારણ થાય છે; આમ છતાં એક જૈન કવિ
"जो प्रमादवशि होय विराधे जीव घने रे । तिनको जो अपराध भयो मेरे अघ ढेरे ।' सो सब झूठो होउ जगत्पति के परसाद । जा परसाद ते मिले सर्व सुख दुःख न लाघे ॥"
जिनवाणीसग्रह, पृ० ५०६] નીચે આપવામાં આવેલ વિસર્જનને અંશ ઈશ્વર-પ્રસાદથી બધી સિદ્ધિ થાય છે, એ વાતને સૂચક છે, અને ભગવાનનું રક્ષકના રૂપમાં વર્ણન કરે છે. આ બન્ને બાબતે ઉપર ભક્તિમાર્ગની અસર છે -
ज्ञानतोऽज्ञानतो वापि शास्त्रोक्त न कुत मया । तत्सर्व पूर्णमेवास्तु . त्वत्प्रसादातु जिनेश्वर ॥ आह्वान' नेव जानामि नैव जानामि पूजनम् । विसर्जन न जानाभि क्षमस्व परमेश्वर । मंत्रहीन क्रियाहीन द्रव्यहीन तथैव च । तत्सर्व क्षम्यतां देव रक्ष रक्ष जिनेश्वर ॥"
[जिनवाणीसंग्रह, पृ० ११०
Page #127
--------------------------------------------------------------------------
________________
$
જૈનધાગ્નિ તન
વૃંદાવન નામના જૈન કવિ તેા, ભગવાન રાગ વગેરેથી રહિત છે એ વાતને સ્વીકાર કરીને પણ, ભગવાનની અગ્નિજ્ન્મ શક્તિથી ભક્તોની પીડા દૂર થાય છે, એ વાતનું વર્ણન કરે છે ત્યારે એમના ઉપર વૃંદાવનના વૈષ્ણવ ધર્મો જ અસર डरी गयो, म मानवु' पडे छे. खेभनी “दुखहरण" नामे स्तुति अर्थ वैष्णवना મુખમાં જ શાભે એવી છે, જૈનના નહીં. જુએ એને નમૂના
:
૯૮
" श्रीपति जिनवर करुणायतन दुःखहरन तुम्हारा वाना है । मल मेरी बार अबार करो मोहि देहु विमल कल्याना है || काहूको भोग मनोग करो, काहूको स्वर्ग' विमाना है । काहूको नागवरेशपती काहूको ऋद्धिनिधाना है
अब मों पर क्यों न कृपा करते, यह क्या अँधेर जमाना है ॥ इनसाफ करो मत देर करे। सुखवृन्द भरा भगवाना है ॥ यद्यपि तुमको रागादि नहीं यह सत्य सर्वथा जाना है । चिमूरति आप अनंत गुनी नित शुद्ध दशा शिव बाना है ॥ यद्यपि भक्तन की भीड़ हंसे सुख देत जिन्हें जु सुहाना हैं । यह शक्ति अर्चित तुम्हारी का क्या पावे पारस याना हैं । कमलाधरजी कमलाकरजो करिये कमला अमलाना है । अब मेरी विथा अवलोकि स्मापति च न वार लगाना है || [जिनवाणी सग्रह, पृ० ११७ ]
આ ઈશ્વરપ્રસાદની વાત કેવળ તીથ કર પણ ગુરુ અને શાસ્ત્ર સુધી પણ પહેાંચી ગઈ છે, ताववामां भावी छे, म :
સુધી જ મર્યાદિત નથી રહી, અને એમાં પરમપદની પ્રાપ્તિ
सिद्धांत जू ॥
पंथ ॥
“प्रथमदेव अरिहंत सुश्रुत गुरु निस्ग्रन्थ महन्त मुक्तिपुर तीन रतन जगमांहि सो ये भवि तिनकी भक्ति प्रसाद परमपद
व्याइये ।
पाइये ॥"
८४]
ભક્તામર અને કલ્યાણમંદિર જેવાં નિત્યપાઠનાં સ્વેત્રે મ આ પ્રસાદતત્ત્વ પ્રગટ થયેલું વ્હેવાય છે.
(जिनवाणीसंग्रह,
Page #128
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જનદર્શન
(૩) મુક્તિમાં પણ વૈષમ્ય મેજૂદ રહે છે ભક્તિમાર્ગી સંપ્રદાયો માને છે કે મુક્તિમાં પણ દાસ્યભાવ ચાલુ રહે છે. ઈશ્વર અને ભક્ત બનેના જીવનમાં એગ્યતા તે એક સરખી છે –બને બ્રહ્મરૂપ છે–છતાં પણ ઈશ્વર ઈશ્વર જ છે, અને ભક્ત એને દાસ છે. આથી ઊલટું, જૈન દર્શન પ્રમાણે મુક્ત છો વચ્ચે આ કોઈ ભેદ નથી; બધાય સરખાં છે. જેની દાર્શનિક માન્યતા આવી હોવા છતાં કેટલાક જૈન આચાર્યોએ દુનિયામાં પિતાને બીજું કશું નહીં, પણ ભવોભવ તીર્થકરની ભક્તિ જ મળે એવી કામના કરી છે. ખરી રીતે મેક્ષ કે સિદ્ધિ જ ધ્યેય બનવું જોઈતું હતું, ભક્તિ નહીં. તેથી જ, આપણે જોઈએ છીએ કે, કેટલાક જૈન ભક્ત કવિઓએ એમ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે હે પ્રભુ! જ્યાં લગી મોક્ષ ન મળે ત્યાં લગી મને આપની ભક્તિ જ મળે, એ જ પ્રાર્થના છે. એક કવિએ તો સ્પષ્ટ કહ્યું કે “અવનવાદૃ નિને તવ નાર્ T [ જિનવાળાdદાદુ, પૃ° ૨૨ ]
(૪) ભગવાન જ જીવનું શરણ છે ભગવાન જ છેનું શરણ છે, આ પણ બધાય ભકિતમાર્થીઓને સિદ્ધાંત છે. પ્રપત્તિ(શરણાગતિ)ને નામે આનું વર્ણન મળે છે. સાધનાના બે માર્ગ છે : એક તે પોતાના પ્રયતનને, જેવી રીતે વાંદરાનું બચ્ચું પિતાની માને પકડી રાખે છે અને બીજો માર્ગ બીજાના પ્રયત્નને, જેમ બિ ડિી પોતાના બચ્ચાને મેંથી પકડે છે. ભક્તોએ આ બીજ માર્ગ જ અપનાવ્યો છે. એ તો ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને એમનું શરણ સ્વીકારે છે. ભગવાન જ પિતાની કપાથી મને મુક્ત કરે છે. એકાંતિક ભક્તિ કે આસ્થા ઉત્પન્ન થયા પછી જીવને કશું કરવાનું બાકી નથી રહેતું; ભગવાન પિતે જ એમનો ઉદ્ધાર કરી દે છે.
આથી ઊલટું, જેનોએ પહેલા માર્ગને જ અપનાવ્યું છે. જેન આચાર્યોએ પણ તીર્થંકરના શરણે જવાની વાત તો કરી છે; પણ તીર્થકરને શરણનો અર્થ કેવળ તીર્થકર ઉપરની આસ્થા કે એમની અકાન્તિક ભક્તિ, એ નથી; કારણ કે ખુદ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમની આવી આસ્થા અને ભક્તિ જ તેમની મુતિમાં બાધક બની હતી. જયારે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું ત્યારે ગૌતમની આંખ ખૂલી ગઈ અને એમણે જોયું કે પોતાને ભગવાન મહાવીર ઉપર અનન્ય ભાવે જે મમત્વ હતું, એ જ પિતાની મુકિતમાં બાધક બન્યું હતું. ત્યારે એમણે પિતાના આત્માનું જ શરણ સ્વીકાર્યું, અને મુક્ત થઈ ગયા,
Page #129
--------------------------------------------------------------------------
________________
* ૧૦૦
જૈનધર્મચિંતન તેથી તીર્થકરના શરણને અર્થ એટલે જ છે કે એમણે બતાવેલા માર્ગે અનન્ય નિષ્ઠાપૂર્વક ચાલવું હોય તે પહેલાં એમના ઉપર આસ્થા થવી જરૂરી છે; નહીં તો એમણે પ્રરૂપેલ માર્ગ ઉપર શ્રદ્ધા ટકી રહેશે નહીં. જ્યારે પોતાની મેળે ચાલતાં ચાલતાં કર્મોને બંધ ઢીલો થઈ જાય છે ત્યારે માર્ગ ઉપર ચાલવાની શ્રદ્ધા દઢ થઈ જાય છે. આની પરાકાષ્ટાને લીધે, સ્વાનુભૂતિ થવાથી, પિોતે જ્યારે શદ્ધ થઈ જાય છે, ત્યારે એ તીર્થકરોની બરાબર તે શું, ક્યારેક તે એવું પણ બને છે કે, તીર્થકર સંસારમાં વિચરતા રહે અને સાધક એમનાથીય આગળ વધીને, એમની પહેલાં જ, સિદ્ધ-અવસ્થામાં પહોંચી જાય છે.
(૫) ભક્તિ એ સાધ્ય છે. બધાય ભક્તિમાર્થીઓએ ભક્તિને એક સાધન નહીં પણ સાથે માનેલ છે. અર્થાત ભક્તને મોક્ષનું કામ નથી; એ તે પરાકાષ્ટાએ પહોંચેલી ભક્તિને માટે જ પ્રયત્નશીલ હોય છે. મોક્ષ, એ તો પરાકાષ્ટાએ પહોંચેલી ભક્તિનું આનુષંગિક ફળ છે, જે ભક્તને મળે છે. પણ એની ઝંખના એ માટે નથી હતી; એ તે ભક્તિને જ પરમ ઉત્કર્ષ વાંછે છે.
આથી ઊલટું, જેનોએ ભક્તિને એક સાધન રૂપે જ સ્વીકાર કર્યો છે. જીવનું ધ્યેય તે મુક્તિ જ છે. એના બધા પ્રયત્ન મુક્તિને માટે જ હોય છે. એ પ્રયત્નોમાં. અમુક હદ સુધી, ભક્તિને પણ સ્થાન છે. પણ છેવટે તે આ ભક્તિને—બીજા પ્રત્યેના સ્નેહભાવને-પણું છોડવી જ પડે છે; કારણ કે પ્રશસ્ત હોવા છતાં એ છે તે રાગ જ; અને, જૈન સિદ્ધાંત અનુસાર, વીતરાગ થયા વિના મોક્ષ થતું જ નથી. તેથી જ કઈ જૈન આચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે—
"तब पादौ मम हृदये मम हृदय तव पदद्वये लीनम् । तिष्ठतु जिनेन्द्र तावद्यावानिर्वाणस प्राप्तिः ॥"
[નિનવાળa૬, પૃ. ૧૦૮, ૨૬૨ છે. આ શ્લોકમાં ભક્તિનો પાસ તો છે જ, પણ ધ્યેયની બાબતમાં કવિ સંદિગ્ધ નથી. આ જ રીતે ભક્ત પિતાને કિકર કહે છે, શરણમાં લેવાની વાત કહે છે. કરણ કરવાનું કહે છે–આ બધાંય તો ભક્તિમાર્ગનાં છે–છતાં ભક્તિ. એ એક સાધન છે, સાધ્ય નહીં, આ વાતને જૈન આચાર્યો ક્યારેય વીસર્યા નથી જુઓ... -
Page #130
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈનદર્શન
१०१
"त्रिभुवनगुरो जिनेश्वर परमानन्दैककारण कुरुष्व ।। मयि किं करेऽत्र करुणा यथा तथा जायते मुक्तिः ॥ "त्व कारुणिक: स्वामी त्वमेव शरण जिनेश"
जिनवाणीसंग्रह, ५० १०९] । "जगदेकशरण भगवन् नौमि श्रीपद्मन दितगुणौघ । किं बहुना कुरु करुणामत्र जने शरणमापन्ने ॥"
जिनवाणीसग्रह, पृ० ११०] વૈષ્ણવોની જેમ જૈન આચાર્યોએ પણ ભક્તિને મહત્ત્વ તો આપ્યું છે; કેટલાક નમૂના જુઓ :–
"जन्म जरा मिथ्यामत मूल जन्ममरण लागे तँह फूल । सो कबहुँ बिन भक्ति कुठार, कटे नहीं दु:ख फल दातार ॥'
जिनवाणीसग्रह, पृ. २६२] "यह ससार अपार महासागर जिनस्वाभी । तात तारे वडी भक्तिनौका जगनामी ॥"
[जिनवाणीसंग्राह, ५० ९१] "तुम भक्तिनवका जे चढे ते भये भवदधि पार ही ।"
जिनवाणीसंग्राह, ५० ६४] કેટલાક આચાર્યોએ મુક્તિને માટે ભવોભવ ભક્તિની યાચના કરી છે; म :
"अब हाउ भव भव स्वामी मेरे मैं सदा सेवक रहो । कर जोड़ या वरदान मांगू मोक्ष फल जावत लहों ॥"
जिनवाणीसंग्रह; ० ११२, १२५] પણ ખરી રીતે, જૈન મત પ્રમાણે, મહત્વ ભક્તિનું નહીં પણ ચારિત્રનું જ છે; તેથી ભક્તિની નહીં પણ ચારિત્રની જ યાચના કરવી જોઈતી હતી. કેઈક જૈન પૂર્વાચાર્યે સ્પષ્ટ કહ્યું છે કે –
“किं बहुणा भणिएण नन्नं मग्गेमि देसु चारित्त । जेण भणिज्जइ सव्वे पया पविछ। उ हत्थिपए ॥"
[जैनस्तोत्रसदाह, पृ० ८१]
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૨
" જૈનધર્મચિંતન
ભક્તિમાર્ગનાં આ મૌલિક તો ઉપરાંત ભગવાનના બ્રાહ્ય શરીરની શોભાનું વર્ણન કરવાની પ્રણાલી, નામ-જપનું માહામ્ય, મુક્તિને રમણી' કહીને એનું શૃંગારમય વર્ણન, તીર્થકરનું અવતાર રૂપે વર્ણન, ભગવાનની કરુણાનું વર્ણન, તીર્થકરની મૂર્તિની પૂજાના પ્રકારોમાં નૈવેદ્ય વગેરેને સમાવેશ, નામસ્મરણથી મુક્તિ થવાનું કથન વગેરે આ બધાં તો પણ જૈન સ્તુતિઓ ઉપર પડેલ ભક્તિમાર્ગના પ્રભાવને જ સૂચવે છે.
જૈન દૃષ્ટિએ ભક્તિનું રહસ્ય આચાર્ય દેવચંદ્રજીએ, પિતાના ઋષભજિન સ્તવનમાં, ભક્તિનું જૈન દષ્ટિએ જે વિવેચન કર્યું છે, એને આધારે અહીં જૈન ભક્તિ અંગે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. - આચાર્ય દેવચંદ્રજીનું કહેવું છે કે મનુષ્યસ્વભાવમાં પ્રીતિનું તત્ત્વ તે રહેલું જ છે. જ્યાં સુધી પ્રીતિનું આલંબન કેઈ પણ દુન્યવી પદાર્થ હોય છે, ત્યાં સુધી જીવની ઉન્નતિને સંભવ નથી. એટલા માટે પ્રીતિનું આલંબન બદલવું જોઈએ. જે વીતરાગને પ્રીતિનું આલંબન બનાવવામાં આવે તે ભક્તિને સ્થાન મળી જાય છે, પણ સવાલ એ છે કે વીતરાગ તીર્થકર અને જીવની વચ્ચે પ્રીતિ કેવી રીતે સંભવે ? કારણ કે તીર્થકર તો સિદ્ધ થઈ ગયા છે, અને શુદ્ધ છે; અને જીવ તો સંસારમાં રહેલું છે, અને અશુદ્ધ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવની દષ્ટિએ બંનેના મેળાપને સંભવ જ નથી. સંદેશ મોકલીને પણ પરિચયને સંભવ નથી; કેમ કે જે કઈ ભગવાનની પાસે જાય છે, એ પણ ભગવાનના જે જ બની જાય છે, અને ખબર આપવા પાછો આવતો નથી ! એક બીજી પણ મુશ્કેલી એ છે કે પ્રીતિ એક પાથી તે થઈ જ નથી શકતી. જીવ, જે પ્રીતિ કરવા ચાહે છે, તે રાગી છે; પણ એ જેની સાથે પ્રીતિ કરવા ઇચ્છે છે, તે વીતરાગ છે. રાગી તે ગમે તે રીતે પ્રીતિ કરી લે છે, પણ વીતરાગને કેવી રીતે મનાવી શકાય ? આ તો એWક્ષી પ્રીતિ થાય. સંસારમાં જે પ્રીતિ જોવામાં આવે છે, એ ઉભયપક્ષી અને રાગમૂલક હોય છે અને એક પક્ષમાં રાગ હોવાથી વીતરાગની સાથે પ્રીતિ કરવાની વાત વિલક્ષણ હોવાને લીધે જ લોકોત્તર છે. એના લોકેસરપણાનું એક બીજું પણ કારણ છે. જીવને જેવી પ્રીતિને અભ્યાસ છે, એથી તો એના સંસારની જ વૃદ્ધિ થાય છે, કેમ કે એથી નવાં કર્મોને જ બંધ થાય છે. પણ વિતરાગ તરફ જે રાગ છે, તે એવો નથી હોતો કે જેને લીધે
Page #132
--------------------------------------------------------------------------
________________
ભક્તિમાર્ગ અને જૈનદર્શન
૧૦૩
સંસાર વધે. ભક્ત પ્રીતિ કરીને ભગવાનની પાસે એમના ગુણેની ભિક્ષા નથી માંગતા, પરંતુ ભગવાનના વિશુદ્ધ ગુણે પ્રત્યે અનુરાગ દાખવીને પિતામાં રહેલા એવા જ ગુણોને પ્રગટ કરવા ઈચ્છે છે. આ વિલક્ષણતાઓને લીધે સવાલ એ થાય છે કે આવી પ્રીતિ કેવી રીતે કરી શકાય ?
આને જવાબ દેવચંદ્રજીએ એ આપે છે કે બાહ્ય અનંત પદાર્થોમાંથી પ્રીતિને પાછી ખેંચી લેવાથી જ વીતરાગની સાથે પ્રીતિ થઈ જાય છે; અર્થાત ત્યારે વીતરાગતાના ગુણ દ્વારા બંને સમાન કક્ષામાં આવી જાય છે. આ રીતે – “પ્રભુજીને અવલંબિતાં નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાસ” -– “પ્રભુને પ્રીતિનું આલંબન બનાવવાથી ભક્ત પોતે પ્રભુ બની જાય છે.
તીર્થકરની ભક્તિને આ દષ્ટિએ એ જ અર્થ સમજવો કે એમની આજ્ઞાનું પાલન કરવું-“માનાકા મતો”—અર્થાત તીર્થકરે છે જે વિધિનિષેધો બતાવ્યા હે એ મુજબ આચરણ કરવું એ તીર્થકરની ભક્તિ છે. તીર્થકરની આજ્ઞા એ એમને હુકમ નહીં, પણ તેઓએ પિતે જે માર્ગનું અનુસરણ કરીને પિતાની ઉન્નતિ સાધી છે, તે જ માગને એમણે ખપી જીવોને માટે જે ઉપદેશ આપ્યો છે, એ જ આજ્ઞાને નામે ઓળખાય છે.
ભક્તિથી કાર્યસિદ્ધિ કેવી રીતે થાય છે, એ વાત અધ્યાત્મયોગી દેવચંદ્રજીએ એક દષ્ટાંત દ્વારા સમજાવી છે. એમણે કહ્યું છે કે ભક્તને માટે પ્રભુ તે કશે જ પ્રયત્ન નથી કરતા, પરંતુ બકરાંઓનાં ટોળામાં જઈ પડેલો સિંહ જેવી રીતે સિંહના દર્શનથી પિતાના સિંહપણાને ઓળખી લે છે, એવી જ રીતે ભક્ત પણ પ્રભુના સ્વરૂપના દર્શનથી પિતાની પ્રભુતાને પિછાની લે છે :– __"अजकुलगत केसरी लहे रे निज पद सिंह निहाल । तिम प्रभुभक्ते भवि लहें रे आतमशक्ति संभाल ॥"
જે પ્રભુ પોતે કંઈ કરતા ન હોય, કશું આપતા પણ ન હોય, તો પછી જેન આચાર્યોએ એમની પાસે પિતાને ઉદ્ધાર કરવાની અને પિતાને મોક્ષપદ આપવાની જે વિનતિ કરી છે, એનું સ્પષ્ટીકરણ શું હોઈ શકે : આ પ્રશ્નનો ઉત્તર પણ શ્રી દેવચંદ્રજીએ આપ્યો છે :
બધાં કાર્યો પિતાને કર્તા અને કારણ-સામગ્રીમાંથી ઉત્પન્ન થાય છે. મુક્તિરૂપી કાર્યને માટે આત્મા કર્તા છે, અરિહંત ભગવાન નિમિત્ત-કારણ છે. ભગવાન
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈનધર્મચિંતન
રૂપી નિમિત્તને પામ્યા છતાં પણ જે આત્મા પ્રયત્નશીલ ન થાય તે મુક્તિ મળતી નથી. તેથી મુખ્ય કર્તૃત્વ પિતાના આત્માનું જ હોવા છતાં મુક્તિરૂપી કાર્યમાં ભગવાન પુષ્ટ આલંબન હોવાથી, ઉપચારથી, ભગવાનને કર્તા માનીને એમને ઉદ્ધારક, તારણહાર, મોક્ષદાતા વગેરે કહેવામાં આવે છે. ભગવાનને નિમિત્તકારણ કહેવામાં આવેલ છે તે પણ એ દૃષ્ટિએ કે એમના સ્વરૂપનું જ્ઞાન જીવને પિતાના પરમાત્મભાવના જ્ઞાનમાં સહાયક બને છે. તેથી જ ઉપચારથી ભગવાનને નિર્ધામક, વૈદ્ય, ગપ, આધાર, ધર્મદાતાર–એવા શબ્દોથી સંબોધવામાં આવે છે.
મૂળ હિંદી ઉપરથી અનુવાદિત)
જનવાણી', એપ્રિલ, ૧૯૪૯
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦
ભગવાન મહાવીર
શ્રમણ સંસ્કૃતિ અને ઈશ્વર
શમણુસંસ્કૃતિની જ એ ખાસ વિશેષતા છે કે તેમાં પ્રાકૃતિક, આધિદૈવિક દે કે નિત્યમુકત ઈશ્વરને કર્તા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું નથી; તેમાં તે એક સામાન્ય મનુષ્ય જ પોતાને ચરમ વિકાસ સાધી સાધારણ જનતાને માટે જ નહિ પણ દેવોને માટે પણ પૂજ્ય બની જાય છે. એટલા જ માટે શ્રમણ સંસ્કૃતિમાં ઈન્દ્રાદિ દેવોનું સ્થાન પૂજક તરીકેનું છે, પૂજ્ય તરીકેનું નહિ. ભારતવર્ષમાં રામ અને કૃષ્ણ જેવા મનુષ્યોની પૂજા બ્રાહ્મણ સંસ્કૃતિમાં થવા તે લાગી, પણ બ્રાહ્મણોએ તેમને કેવળ મનુષ્ય, શુદ્ધ મનુષ્ય રહેવા ન દીધા, તેમને સંબંધ મુક્ત ઈશ્વરની સાથે જોડી દીધો. તેમને ઈશ્વરના અવતારરૂપે માનવા લાગ્યા; પણ આથી વિરુદ્ધ શ્રમણસંસ્કૃતિના મહાવીર પૂર્ણ પુરુષ અથવા મનુષ્ય જ રહ્યા. તેમને નિત્ય–બુદ્ધ, નિત્ય મુક્તરૂપ ઈશ્વર માનવામાં ન આવ્યા, કારણ કે શ્રમણસંસ્કૃતિમાં સર્વને કર્તા ઈશ્વર છે, એવા નિત્ય ઈશ્વરને કઈ સ્થાન જ નથી.
અવતારવાદને નિષેધ એક સામાન્ય મનુષ્ય જ જ્યારે પોતાના ગુણકર્માનુસાર અવતાર ધારણ કરે છે ત્યારે
यदा यदा हि धस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मान' सृजाम्यहम् ।। ઈશ્વરના અવતારવાદના આ સિદ્ધાન્તને ત્યાં અવકાશ જ નથી રહેતું. સંસાર કોઈ દિવસ સ્વર્ગ થયું નથી અને થશે પણ નહિ; માટે સંસારમાં તે સદાકાળ ધર્મોદ્ધારકની આવશ્યકતા રહેવાની જ. સુધારકે તેમ જ ક્રાંતિના ઝંડાધારીઓ માટે આ સંસારમાં હંમેશાં અવકાશ રહ્યા કરે જ છે. સમકાલીને તે સુધારક કે ક્રાન્તિકારીને બરાબર ઓળખીને એની એટલી કદર કરી શક્તા નથી જેટલી ભાવિ પ્રજાજને કરી જાણે છે. તે સુધારક કે ક્રાન્તિકારીની છવિતાવસ્થામાં
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈનધર્મચિ તન
તેમના પણ અનેક વિરાધીઓ રહે છે. પ્રત્યેક મહાપુરુષોને સમકાલીન પરિસ્થિતિની કુરીતિઓ-ભૂરાઈએ સામે લડવુ પડે છે, ક્રાન્તિ કરવી પડે છે, તેમ જ નવા ચીલા પાડી સુધારા પણ કરવા પડે છે. જેએ જેટલું સુધારકામ કરી શકે છે તેટલુ' જ તેમનું નામ પ્રસિદ્ધિને પામે છે,
શ્રમણ...સ્કૃતિની એવી માન્યતા છે કે, જે કાઈ ત્યાગ અને તપશ્ચર્યાના માર્ગે ચાલી પોતાના આત્મવિકાસની પરાકાષ્ઠાએ પહોંચે છે, તે પૂર્ણ' બની જાય છે. ભગવાન મહાવીરે પોતાની પૂર્ણતામાં જ કૃતકૃત્યા ન માની પણ તે વખતના સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે પણ તેમણે પૂરેપૂરા પ્રયત્ન કર્યો. આ માટે તેમણે પાતે તથા તેમના શિષ્યાએ ચારેકાર જનપદવિહાર કરી જનતાને સ્વતંત્રતાને સદેશ સ'ભળાવ્યેા અને અનેકાને આંતર તેમ જ બાહ્ય અધનાથી મુક્ત કર્યાં.
પરિસ્થિતિ
ભગવાન મહાવીરને કવી સ્થિતિમાંથી પસાર થવું પડયું હતું તેને સક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા આવશ્યક છે. બ્રાહ્માએ ધાર્મિ ક અનુષ્ઠાનાને એવી રીતે પેાતાના હસ્તક કરી રાખ્યાં હતાં, કે જ્યાં સુધી પુરાહિત વચ્ચે પડી સહાયતા ન કરે ત્યાં સુધી મનુષ્ય અને દેવે વચ્ચે સીધા સબંધ સ્થાપિત થઈ શકતા ન હતા. પુરાહિત એક સહાયક રૂપે વચ્ચે પડતા હાત તા તેમાં કાંઈ વાંધા ન હતા, પણ તેમણે તા પોતાના સ્થિર સ્વાર્થાની રક્ષા માટે પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાતામાં પેાતાની મધ્યસ્થતા અનિવાય કરી દીધી હતી. એક બાજુ બ્રાહ્મણ પુરાહિતાએ ધાર્મિ ક અનુષ્ઠાનોમાં એવી જટિલતા પેદા કરી દીધી હતી કે જેથી તેમના વિના કામ જ ચાલી ન શકે; અને બીજી બાજુ તેમણે પોતાના સ્વાની સિદ્ધિ માટે અનુષ્ઠાન-વિધિવિધાના વિપુલ સાધનસામગ્રીથી સપન્ન થાય એવાં બનાવી દીધાં હતાં કે જેને પરિણામે તેમને પુષ્કળ અ་પ્રાપ્તિ પણ થઈ જાય. આવાં અનુષ્કાનાને બ્રાહ્મણ જાતિ સિવાય બીજા કોઈ સÖપન્ન કરાવી શકતા ન હતા.
આ કારણે બ્રાહ્મણામાં જાતિભમાનની માત્રા પણ ધણી વધી જવા પામી હતી. માનવનતિની સમાનતા અને એકતાના સ્થાને ઊંચનીચ-ભાવનાના આધારે જાતિવાનું ભૂત ઊભું કરી સમાજના એક અગ-શૂદ્રને ધામિક આદિ બધા લાભોથી ચિત કરી દેવામાં આવ્યા હતા!
Page #136
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૦૭
ઉચ્ચ કહેવાતી જાતિએ પોતાના ગૌર વર્ણની રક્ષા માટે સ્ત્રીઓની સ્વતંત્રતા ઝૂંટવી લીધી હતી. સ્ત્રીઓને તે વખતે ધાર્મિક અનુષ્ઠાનનું સ્વાતંત્ર્ય ન હતું. તેમને તે માત્ર પોતાના પતિદેવની સહચારિણી રૂપે રહેવા પૂરતું જ ધાર્મિક ક્ષેત્રમાં સ્થાન હતું.
ગણરાજ્યના સ્થાને વ્યક્તિગત સ્વાર્થોએ વૈયક્તિક રાજ્ય સ્થાપવાનું કામ શરૂ કરી દીધું હતું અને એ કારણે રાજ્યોમાં પરસ્પર શંકાનું વાતાવરણ ફેલાયેલું હતું.
ધર્મક્રાંતિ તે વખતે ધર્મ કે ધાર્મિક અનુષ્ઠાનો અર્થ એટલે જ તે હતો કે સંસારમાં જેટલું અને જેવું સુખ મળે છે, તેથી અધિક સુખ આ લેકમાં કે મૃત્યુ બાદ પરલોકમાં પ્રાપ્ત થાય. ધાર્મિક સાધનોમાં યજ્ઞનું સ્થાન મુખ્ય હતું. આ યજ્ઞ-યાગમાં વેદમંત્રોના પાઠ સાથે અત્યધિક માત્રામાં હિંસા થતી હતી. વેદમત્રોની ભાષા સંસ્કૃત હેવાને કારણે લેકભાષા પ્રાકૃત આદિ અનાદર થાય. એ સ્વાભાવિક હતું. વેદના મંત્રોમાં ઋષિઓએ કાવ્યગાન કરેલ છે. સુખસાધને પૂરાં પાડનારી પ્રકૃતિને ધન્યવાદ આપવામાં આવેલ છે. ઋષિઓએ અનેક પ્રકારના દેવતાઓની સ્તુતિ કરેલ છે અને પિતાની આશા-નિરાશાઓ વ્યકત કરેલ છે. આ જ મંત્રના આધારે યોની સૃષ્ટિ થયેલ છે. આ કારણે મોક્ષ, નિર્વાણ, આત્યંતિક સુખ કે પુનર્જન્મના ચક્રને કાપી નાખવાની વાતને તેમાં અવકાશ નથી. ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોની સિદ્ધિની આસપાસ જ ધાર્મિક અનુષ્ઠાનની સૃષ્ટિ થયેલી હતી.
આ પરિસ્થિતિને સામને તો ભગવાન મહાવીરની પહેલાં જ શરૂ થઈ ગયો હતો, જેને આભાસ આપણને આરણ્યક અને પ્રાચીન ઉપનિષદોમાંથી પણ મળી આવે છે. પરંતુ ભગવાન મહાવીરે જે ક્રાંતિ કરી અને તેમાં તેમને જે સફળતા મળી તે અદ્ભુત છે. આ જ કારણે આ મહાપુરુષનું નામ આ જ સુધી લાખો-કરોડો લોકોની જીભ ઉપર રમી રહ્યું છે.
- સંક્ષિપ્ત ચરિત્ર ભગવાન મહાવીરનો જન્મ ક્ષત્રિયકુડપુરમાં (વર્તમાન બસાડ ગામમાં પટનાથી શેડ માઈલ દૂર) થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જિનધર્મચિંતન માતાનું નામ ત્રિશલા હતું. તેમના પિતા જ્ઞાતૃવંશના ક્ષત્રિય હતા. તેઓ ઠીક પ્રભાવશાળી વ્યકિત હોવા જોઈએ, કારણ કે તેમનાં પત્ની ત્રિશલાદેવી વૈશાલીના અધિપતિ ચેટકની બહેન થતાં હતાં. ચેટકની સાથેના આ સંબંધને કારણે તત્કાલીન મગધ, વત્સ, અવંતી આદિના રાજાઓની સાથે પણ તેમને સ્નેહસંબંધ બંધાયો હોય એ સ્વાભાવિક છે; કારણ કે ચેટકની પુત્રીઓને વિવાહ સંબંધ એ બધા રાજાઓની સાથે થયો હતો. ચેટકની એક પુત્રીના લગ્ન ભગવાન મહાવીરના મોટાભાઈ નંદિવર્ધન સાથે પણ થયાં હતાં. સંભવ છે કે આ સંબંધને કારણે પણ ભગવાન મહાવીરને પોતાના ધર્મપ્રચારના કાર્યમાં કેટલીક સગવડ અને સફળતા પ્રાપ્ત થઈ હોય.
માતાપિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન રાખ્યું હતું; કારણ કે તેમના જન્મ સમયે તેમની સંપત્તિમાં વૃદ્ધિ થઈ હતી. પરંતુ આ જ સંપત્તિની નિઃસારતાથી પ્રેરિત થઈ તેમણે ત્યાગ અને તપશ્ચર્યામય જીવનને કઠિન માર્ગ સ્વીકાર કર્યો. તેમની ઘોર-અત્યુત્કટ સાધનાને કારણે તેઓ મહાવીર પદને પામ્યા અને એ જ નામે પ્રસિદ્ધ થયા. વર્ધમાન નામને લેકો ભૂલી ગયા.
તેઓ ખરી શાંતિ તેમ જ સુખ વૈભવોના ભાગમાં નહિ પણ ત્યાગમાં જ સમજતા. આખરે ૩૦ વર્ષની યુવાવસ્થામાં જ તેઓ બધાયને પરિત્યાગ કરી ત્યાગી બની ગયા. ૩૦ વર્ષ સુધી તેમણે જે ગૃહવાસ સ્વીકાર્યો હતો તેનું મુખ્ય કારણ પણ પોતાનાં માતા-પિતા તેમ જ મોટાભાઈની ઈચ્છાને માન આપવા પૂરતું જ હતું. સંસારમાં રહેવા છતાં તેમનું મન સાંસારિક પદાર્થોમાં આસક્ત ન હતું. અંતિમ વર્ષમાં તો તેમણે પોતાની પાસે જે કાંઈ હતું તે બધું દીનહીન લેકેને આપી દીધું હતું અને પોતે અકિંચન બની ઘરબાર છોડી ચાલી નીકળ્યા હતા.
તપશ્ચર્યાનું રહસ્ય ભગવાન પાર્શ્વનાથે તે વખતની તામસિક તપશ્ચર્યાઓને વિરોધ કરી આત્મશોધનને–અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહને-સરળ માર્ગ બતાવ્યો હતે. વૃક્ષ ઉપર લટકવું, પંચાગ્નિ વચ્ચે તપવું, લોઢાના કાંટા ઉપર સૂવું ઇત્યાદિ તામસિક તપસ્યાઓને સ્થાને તેમણે ધ્યાન, ધારણું, સમાધિ અને ઉપવાસ-અનશન આદિ સાત્ત્વિક તપશ્ચર્યાને પ્રચાર કર્યો હતો. વર્ધમાન કુમારે પણ આત્મશુદ્ધિ માટે આ જ સાત્ત્વિક ઉપાય વડે અને પિતાની ઉત્કટ અને સતત અપ્રમત્ત સાધનને બળ આત્મશુદ્ધિ કરી સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું હતું.
Page #138
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૦૯
ભગવાન બુદ્ધ તપશ્ચર્યાને કાયફલેશ બતાવી આત્મશુદ્ધિમાં અનુપયોગી બતાવી છે. તેમણે પિતે લાંબા કાળ સુધી ઉત્કટ તપસ્યા કરી, પણ બધિલાભ પ્રાપ્ત કરવામાં સફળ ન થયા. આનું કારણ તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ થતી નથી કે તપશ્ચર્યા એક સદુપાય નથી એમ નથી; પરંતુ વાત એમ છે કે તપશ્ચર્યાની અમુક મર્યાદા હોય છે અને તે એ કે, જ્યાં સુધી આત્મિક શાંતિ જળવાઈ રહે, સમાધિમાં વિન-બાધા ન પડે, ત્યાં સુધી જ તપશ્ચર્યા શ્રેયસ્કર નીવડે છે. જે તપસ્યાઓ દ્વારા સમાધિમાં બાધા પડે તે અમર્યાદિત તપસ્યાઓ નિષ્ફળ થાય છે.
ભગવાન બુદ્ધે પોતાની શક્તિનો ખ્યાલ રાખ્યા વિના એવી ઉત્કટ તપસ્યાઓ કરી કે જેથી તેમની સમાધિમાં જ ભંગ થઈ ગયો. એટલા માટે તેમને તપશ્ચર્યા નિષ્ફળ જણાય છે એમાં કેઈ આશ્ચર્યની વાત નથી. પણ, આથી વિરુદ્ધ, ભગવાન મહાવીરે તપશ્ચર્યા કરવાની સાથે હમેશાં પિતાની શરીરશક્તિને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. પોતાની શક્તિ બહારની અમર્યાદિત તપસ્યાઓ તેમણે કરી નહિ. એ જ કારણ છે કે જે તપસ્યાને બુદ્દે નિષ્ફળ બનાવી તે જ તપશ્ચર્યાના બળે ભગવાન મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ છતાં ભગવાન બુદ્દે પણ પોતાના ઉપદેશમાં કેટલીક તપશ્ચર્યાઓનું વિધાન કર્યું જ છે.
સંયમમાગ ? .
ભગવાન મહાવીરની તપશ્ચર્યાની સફળતાનું રહસ્ય સંયમમાં રહેલું છે ઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારની પીડા ન આપવી, બધાં સો પ્રત્યે ત્રી રાખવી, પોતાના જીવનમાં જે કંઈ વિદનો–બાધાઓ ઊભી થાય તે બધીને કેઈ બીજાની સહાયતા લીધા વિના સમભાવપૂર્વક સહન કરવી” એ તેમની પ્રતિજ્ઞા હતી. આ કઠેર પ્રતિજ્ઞાને તેમણે એક વીર પુરુષની માફક પાળી બતાવી. એ કારણે તેઓ મહાવીર પદને પામ્યા.
' સંયમની સાધના કરવા માટે પોતાની પ્રવૃત્તિઓને સકુંચિત કરવી આવશ્યક છે. કારણ કે મનુષ્ય ઈચ્છે તો પણ તે એકલે બધા ના સુખ માટે પ્રયત્ન કરી શકતો નથી. પોતાની આસપાસના સમસ્ત જીને પણ તે બહુ જ મકેલીથી સુખી કરી શકે છે. તે પછી સંસારના બધા જીવોને સુખી કરવાની જવાબદારી તે એકલો કેવી રીતે લઈ શકે ? પરંતુ એનો અર્થ એ નથી કે મનુષ્ય તે માટે કાંઈ જ ન કરવું. જગતના જીવોનું સુખ અને કલ્યાણ કરવાની ભાવવાળી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈનધર્મચિંતન
મનુષ્ય પોતાની મૈત્રીભાવનાને વિસ્તાર કરવો જ જોઈએ; અને પોતાના શારીરિક વ્યવહારને, પિતાની આવશ્યક્તાઓને એટલાં બધાં એાં કરી દેવાં જોઈએ કે જેથી બીજાઓને જરા પણ કષ્ટ ન થાય. જે અનિવાર્ય હોય તેટલાં જ વ્યવહાર કે પ્રવૃત્તિ કરવાં જોઈએ. પોતાની પ્રવૃત્તિને–અનિવાર્ય પ્રકૃત્તિને–પણ અપ્રમાદપૂર્વક કરવી જોઈએ. આનું નામ જ સંયમ છે અને તે જ નિવૃત્તિમાર્ગ છે.
ભગવાનની સાધના ભગવાન મહાવીરે અપ્રમત્ત ભાવે આ સંયમમાર્ગનું અવલંબન લીધું. આત્માને શુદ્ધ કરવા માટે, વિજ્ઞાન, સુખ અને શક્તિથી પરિપૂર્ણ કરવા માટે તેમ જ દેશાવરણોને દૂર કરવા માટે તેમણે જે ઘર પરાક્રમ કર્યું છે તેનું વર્ણન આચારાંગના અતિ પ્રાચીન અંશ પ્રથમ શ્રુતસ્કંધમાં કરવામાં આવેલ છે. તેને વાંચતાં જ એમની દીર્ધતપસ્વી તરીકેની સાધનાનો સચોટ ખ્યાલ આવે છે. એ ચરિત્રવેણુનમાં એવી કઈ દિવ્ય વાતનો ઉલ્લેખ નથી, એ કોઈ ચમત્કાર ચિત્રિત નથી, જે અપ્રતીતિકર હોય અથવા અંશત: અસત્ય કે અરાંભવિત માલૂમ પડે. ત્યાં તેમનું શુદ્ધ માનવીચરિત્ર વણિત છે. અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ પ્રસ્થાન કરનાર એક અપરાજિત અપ્રમત્ત સંયમી-પુરુષનું ચરિત્ર ત્યાં વણિત છે. આ ચરિત્રની જૈનધર્મના આચરણના વિધિનિષેધાની સાથે તુલના કરવાથી એ સ્પષ્ટ જણાય છે કે, ભગવાન મહાવીરે પોતે જે પ્રકારની સંયમસાધના કરેલ છે તે જ સાધનાને માગે બીજાઓને લઈ જવાનો તેમણે ઉપદેશ અને પ્રયત્ન કરેલ છે.
ગૃહત્યાગ કર્યા બાદ તેમણે કઈ દિવસ વસ્ત્રને સ્વીકાર કર્યો નથી. એ કારણે કઠોર શીત, ગરમી, ડાંસ–મચ્છર અને નાના શુક જંતુજન્ય પરિતાપ કે પરિષહ આવી પડ્યા તે બધા સમભાવપૂર્વક તેમણે સહન કર્યા. તેમણે કઈ ઘરને પિતાનું ન બનાવ્યું. સ્મશાન અને અરણ્ય, ખંડેરો અને વૃક્ષ છાયા એ જ તેમનાં આશ્રયસ્થાન હતાં. નગ્ન હોવાને કારણે ચપળ બાળકે ભગવાનને પિતાના ખેલનું સાધન બનાવી તેમની ઉપર પથ્થર અને કાંકરાઓ ફેંકતા, છતાં એમની સંયમસાધનામાં વિક્ષેપ ન થયો. રાત્રે નિદ્રાનો ત્યાગ કરી તેઓ ધ્યાનસ્થ રહેતા અને નિદ્રાથી બચવા માટે થોડું ચંક્રમણ કરી લેતા. કોઈ કોઈ વાર પહેરેદાર તેમને ખૂબ હેરાન કરતા. ગરમ પાણું કે ભિક્ષાચર્યામાં જે કાંઈ મળતું તેનાથી કામ ચલાવી લેતા. પરંતુ કેઈ દિવસ પિતાના નિમિત્તે બનાવેલા અન્નપાણીને
Page #140
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૧૧
સ્વીકાર ન કરતા. બાર વર્ષની કઠોર તપશ્ચર્યામાં, પરંપરાનુસાર, તેમણે કુલ ૩૫૦ દિનથી અધિક ભોજન જ કર્યું ન હતું. આ જિતેન્દ્રિય મહાપુરુષે માન-અપમાનને તે સમભાવપૂર્વક સહેવામાં જ પોતાનું હિત જોયું હતું. તેઓ એટલા બધા સંયમી અને મર્યાદાના જાણકાર હતા કે તેમને ઔષધના પ્રયોગની આવશ્યકતા જ પડી નહિ. અનાર્ય દેશમાં તેમણે વિહાર કર્યો ત્યારે ત્યાંના અજ્ઞાન લેકએ તેમના તરફ કૂતરાઓને દોડાવ્યાં. પરંતુ તે દીર્ઘતપસ્વી દુઃખોની જરા પણ પરવા ન કરતાં પોતાના ધ્યાનમાં જ અટલપણે મગ્ન રહ્યા.
આ પ્રમાણે પિતાના કષાયોને જીતવા માટે, પોતાના દેષને નિષ્ફળ કરવા માટે સાડાબાર વર્ષ પર્યત દીર્ધ તપશ્ચર્યાનું અનુષ્ઠાન કરી દીર્ઘ તપસ્વી ભગવાન મહાવીર ૪ર વર્ષની ઉંમરે વીતરાગતાને પામી જિન બન્યા અને તત્વને સાક્ષાત્કાર કરી સંબુદ્ધ કવલી થયા; તેમ જ લોકોને હિતાપદેશ આપી તીર્થકર બન્યા.
ઉપદેશ તીર્થકર બન્યા બાદ સર્વપ્રથમ અગિયાર બ્રાહ્મણ પંડિતે તેમના શિષ્ય અને ગણધર થયા. તે પંડિત વેદના લૌકિક અથ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા; પરંતુ ત સંબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાઓ હતી. ભગવાન મહાવીરે તેઓને જ્યારે એને નવા આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શંકાઓના ખુલાસા કર્યા ત્યારે પારમાર્થિક ધમનું ખરું સ્વરૂપ પણ તેમને જાણવામાં આવી ગયું, ખરે યજ્ઞ કયો છે ? યજ્ઞકુંડ કયો છે ? સમિધ કોને કહેવાય છે ? આહુતિ કોને આપવામાં આવે છે ? સ્નાન કેવી રીતે કરવું જોઈએ?—વગેરે બાબતોનું અભૂતપૂર્વ આધ્યાત્મિક સ્પષ્ટીકરણ જ્યારે ભગવાને કહ્યું, વેદમાં સ્પષ્ટ દેખાતા વિરોધો તથા તેમાં પેદા થતી શંકાઓનું ભગવાને જયારે નિરસન કર્યું, ત્યારે વેદનિષ્ણાત આ બ્રાહ્મણ પંડિતોએ ભગવાનમાં એક નવી જ પ્રતિભા અને પ્રજ્ઞાનું દર્શન કર્યું. તેઓ એમના શિષ્ય બની ગયા. જૈન શાસ્ત્રો કે જૈનધર્મમાં વેદવેદાંગનું પ્રામાણિક પુસ્તકરૂપે કેઈ સ્થાન નથી, ધાર્મિક પુરુષોની આધ્યાત્મિક ભૂખને સંતોષવા માટે વેદવેદાંગ સાધનભૂત નથી. પરંતુ ભગવાન મહાવીરના ધર્મોપદેશેનું જે સંકલન, “ગણધર” નામે ઓળખતાં એ બ્રાહ્મણ પંડિત શિષ્યોએ કર્યું તે ઉપદેશ-સંકલન જ સાધનાય છે. આ સંકલન નાગીન મિથી પ્રસિદ્ધ છે. વેદ-વેદાંગને જૈનધર્મમાં એકાંત મિશ્યા બતાવવામાં આવ્યાં નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ પુર" અર્થાત્ જૈનધર્મના રહસ્યનું જેમણે રપાન કરેલ છે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૨
જૈનધર્મચિંતન
અને જેઓ તેમાં તન્મય થઈ ગયા છે એવા સમ્યગ્દષ્ટિ પુરુષો માટે તે સમ્યફ શ્રત જ છે. જેઓએ ધર્મનું ખરું સ્વરૂપ જાણ્યું કે ઓળખ્યું નથી તેવા મેઘ (ભવાભિનંદી) પુરુષો માટે એ વેદ-વેદાંગે મિથ્થારૂપે જ પરિણમે છે.
સમભાવને ઉપદેશ જે બ્રાહ્મણોને પોતાની જાતિનું, પિતાની સંસ્કૃત ભાષાનું તથા પિતાની વિદ્વત્તાનું જે અભિમાન હતું, તેમનું તે અભિમાન ભગવાનની પ્રતિભા તેમ જ પ્રજ્ઞા આગળ ઓગળી ગયું. તેઓ ભગવાનના સમભાવના સંદેશનો લેકભાષા પ્રાકૃતમાં પ્રચાર કરવા લાગ્યા. જે શોને તેઓ પહેલાં ધાર્મિક અધિકારોથી વંચિત સમજતા હતા તેમને શિક્ષા-દીક્ષા આપી, શ્રમણસંઘમાં સ્થાન આપી, ગુરુપદના પણ અધિકારી બનાવ્યા; એટલું જ નહિ પણ, હરિકેશી જેવા ચાંડાલ મૂરિને એટલી ઉન્નત ભૂમિકા ઉપર લઈ જવામાં તેઓ સહાયક થયા કે જેથી તે ચાંડાલ મુનિ પણ બ્રાહ્મણોના ગુરુ બની શક્યા, એક સમયની વાત છે કે, તે ચાંડાલ મુનિ યજ્ઞવાટિકામાં ભિક્ષાથે જઈ ચડ્યા. તિરસ્કાર, અપમાન, ધુત્કાર તથા દંડ-પ્રહારને સમભાવપૂર્વક સહન કરવા છતાં જ્યારે તેમણે એ યાજ્ઞિક બ્રાહ્મણોને અહિંસક યજ્ઞનું રહસ્ય સમજાવ્યું ત્યારે તે બ્રાહ્મણો પશ્ચાત્તાપાભિમુખ થઈ ચાંડાલ ઋષિની ક્ષમા માગવા લાગ્યા અને તપમાર્ગની પ્રશંસા અને જાતિવાદનો અવર્ણવાદ કરીને તેમના અનુયાયી બની ગયા !
ભગવાન મહાવીરે, તીર્થકર બન્યા છતાં, પોતાના અનિયત વાસને નિયમ ચાલુ રાખે. તેઓ તથા તેમના શિષ્ય ભારતવર્ષની ચારે બાજુ પાદવિહાર કરી અહિંસાના સંદેશને પ્રચાર કરવા લાગ્યા. ભગવાન મહાવીરનો આદેશ હતો કે લોકોને શાંતિ, વૈરાગ્ય, ઉપશમ, નિર્વાણ, શૌચ, જુતા, નિરભિમાનતા. અપરિગ્રહ તથા અહિંસા આદિને ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ખ્યાલમાં રાખી આપવામાં આવે. આ જ કલ્યાણકારી ધર્મ છે. લોકોને સુખ અને શાંતિ, વિજ્ઞાન અને શક્તિ આવા જ ધર્મમાર્ગે ચાલવાથી મળી શકે છે. હિંસા અને ધર્મનો તે પારસ્પરિક વિરોધ છે–એનું સચોટ ભાન એમણે લોકોને કરાવ્યું : એ જ તેમના ઉપદેશનો સાર કહી શકાય.
જન સંઘ ભગવાન મહાવીરના મંગળ ઘમનો ઉપદેશ સાંભળી વીરાંગક, વીરયશ સં-૨) વય, સે શિવ ઉદયન ૨ ને – આ સમકાલીન રાજ.
Page #142
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૧૩
ઓએ પ્રવજયા અંગીકાર કરી હતી અને અભયકુમાર, મેઘકુમાર આદિ અનેક રાજકુમારોએ પણ ઘરબારને ત્યાગ કરી વ્રતને અંગીકાર કર્યા હતાં. સ્કંધક પ્રમુખ અનેક તાપસેએ તપશ્ચર્યાનું ખરું રહસ્ય સમજી ભગવાનનું શિષ્યપદ સ્વીકાર્યું હતું. અનેક સ્ત્રીઓ પણ, સંસારની અસારતા સમજી, તેમના શ્રમણીસંધમાં સંમિલિત થઈ હતી. આ શ્રમણુસંધમાં અનેક રાજકુમારીઓ પણ હતી. તેમના ગૃહસ્થ અનુયાયીઓમાં મગધપતિ શ્રેણિક અને કેણિક, વૈશાલિપતિ ચેટક, અવનિતપતિ ચંડપ્રદ્યોત આદિ મુખ્ય હતા. આનંદ આદિ વૈશ્ય શ્રમણોપાસક સિવાય શકઠાલપુત્ર જેવા કુંભકાર પણ ઉપાસકસંઘમાં ભળ્યા હતા. અજુનમાળી જેવા દુષ્ટમાં દુષ્ટ લૂંટારા પણ તેમની પાસે વૈરનો ત્યાગ કરી શાંતિ રસનું પાન કરી, ક્ષમા ધારણ કરી દીક્ષિત થયા હતા. શો તેમ જ અતિશદ્રોને પણ તેમના સંધમાં માનભર્યું સ્થાન હતું.
તેમનો સંઘ રાઢ દેશ, મગધ, વિદેહ, કાશી, કેશલ, રિસેન, વસ, અવનતી આદિ દેશોમાં ફેલાયેલા હતા. તેમના વિહારના ક્ષેત્ર વિસ્તાર મુખ્યતઃ મગધ, વિદેહ, કાશી, કોશલ, રાત દેશ અને વત્સ દેશ સુધી વિસ્તર્યો હતો.
તીર્થકર થયા બાદ ૩૯ વર્ષ પર્યત સતત જનપદવિહાર કરી, ભગવાન મહાવીરે આદિમાં ક૯યાણ અને અંતમાં કલ્યાણ એવા મંગલમય અહિંસક ધ ને ઉપદેશ આપી ઈહજીવનલીલા સમાપ્ત કરી ઉર વર્ષની ઉંમરે મોક્ષલાભ કર્યો. લોકોએ દીપક પ્રગટાવી તેમને વિદાય આપી; ત્યારથી દીપાવલી પર્વ ઊજવાય છેએવી પરંપરા છે.
ચરિત્રની વિશેષતા તે વખતે ધાર્મિક સમજેમાં નાનામોટા અનેક ધર્મ પ્રવર્તક વિચરતા હતા. પણ તેમાં ભગવાન મહાવીર પ્રભાવ અભૂતપૂર્વ હતો. એમના શ્રમણસંઘોએ બ્રાહ્મણ ધર્મમાંથી હિંસાનું નામનિશાન ભૂંસી નાખવા માટે અતિ ઉમ્ર પ્રયત્ન કર્યો હતો. આનું પરિણામ એ આવ્યું કે ધર્મના નામે થતી હિંસાનું તો નિર્મુલન જ થઈ ગયું. જે યજ્ઞની પૂર્ણાહુતિ પશુવધ કર્યા વિના થઈ શકતી ન હતી, એવા ય તો ભારતવર્ષમાંથી પ્રાય: અદશ્ય થઈ ગયા છે. પુષ્યમિત્ર જેવા કફર હિંદુ રાજાઓએ તે નામશેષ યજ્ઞોને પુનઃજીવિત કરવાનો પ્રયત્ન કરી જો, પણ તેને પણ શ્રમણોના અપ્રહિત પ્રભાવ તેમ જ તેમના ત્યાગ
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈનધર્મચિંતન
અને તપશ્ચર્યાના શુભ પરિણામને કારણે તે હિંસક યનું પુનજીવન લાંબા સમય સુધી ટકાવી રાખવામાં સફળતા મળી નહિ.
કર્મવાદ ભગવાન મહાવીરે તે મનુષ્યનું ભાગ્ય, ઈશ્વર અને દેવોના હાથમાંથી ઝૂંટવી લઈ, મનુષ્યના પિતાના હાથમાં સોંપી દીધું છે. દેવની પૂજા-ભક્તિ કરવાથી કે તેમને પશુબલિ દ્વારા તૃપ્ત કરવાથી કેઈ સુખની પ્રાપ્તિ થશે એમ કઈ માનતું હોય તો તેવાઓને ચેતવણી આપતાં ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહી દીધું છે કે હિંસાથી તે પ્રતિહિંસાને જ ઉોજન મળે છે, લોકોમાં પરસ્પર શત્રતા–વૈરવિરોધ વધે છે અને પરિણામે સુખની આશા જ નિરાશાનાં પરિણમે છે. જે સાચું સુખ ચાહતા હો તે સર્વ જી સાથે મૈત્રી બાંધે, પ્રેમ કરે; અને બધાં પ્રાણુઓ ઉપર કરુણું રાખો. આ પ્રેમમાર્ગે જ સાચા સુખની પ્રાપ્તિ થઈ શકશે. બાકી તમને સુખ–દુ:ખ આપી શક્યાનું સામર્થ્ય ઈશ્વર કે દેમાં નથી. તમારાં કર્મો જ તમને સુખી કે દુ:ખી બનાવે છે. સારું કર્મ કરો તે સારું ફળ પામે અને ખરાબ કર્મ કરો તો ખરાબ ફળ ભોગવવા માટે તૈયાર રહે.
જીવ જ ઈશ્વર છે અને ઈશ્વર , દેવ, એ તો તમે પોતે જ છો. તમારામાં અનત શાત, અનંત સુખ છુપાયેલાં છે. તેને આવિર્ભાવ કરી તમે જ ઈશ્વરરૂપ બની શકો છે. પછી તમારામાં અને મારામાં તત્ત્વત: કઈ ભેદ જ રહેતા નથી. આપણે બધા ઈશ્વર છીએ. ભક્તિ કે પૂજા કરવી જ છે તે પોતાના આત્માની કરો. અંતરાત્માને રાગ અને દંષ, માહ અને માયા, તૃષ્ણ અને ભયથી મુક્ત કરે – એથી વિશેષ કંઈ પૂજા. કાઈ ભક્તિ શ્રેષ્ઠ હોઈ શકે નહિ. જે બ્રાહ્મણોને તમે મધ્યસ્થ બનાવી દેવાનું આવાહન કરે છે, તેઓ તે અર્થશૂન્ય માત્ર વેદપાઠ. જ કરી જાણે છે. અરે બ્રાહ્મણ કેવો હોય છે તે હું તમને બતાવું –
અરે બ્રાહ્મણ
તે પોતાની રાંપત્તિમાં આસકત નથી; ઇષ્ટવિયોગમાં શેકાફલ થતા થિી. પ્ત સુવર્ણની માફક નિમળ છે; રાગદ્ર અને ભયથી રહિત છે; --પસ્વી અને ત્યાગી છે, બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે અને તેથી કઈ . ઇવની
Page #144
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૧૫
હિંસા કરતા નથી; ક્રોધ, લાભ, હાસ્ય કે ભયને કારણે અસત્ય ખેલતેા નથી; ચારી કરતા નથી; મન, વચન અને કાયાને સયમમાં રાખે છે; થાચય પાળે છે અને નિષ્પરિગ્રહી છે—ત જ ખરો બ્રાહ્મણ છે. આવા સુચરિત બ્રાહ્મણના સાંનિધ્યમાં રહી પેાતાના આત્માનું ચિંતન, મનન અને નિર્દિષ્ટાસન કરી આત્મસાક્ષાત્કાર કરો. આ જ ભકિત છે, પુખ્ત છે અને સ્તુતિ છે.
ખરા યજ્ઞ
ખરા યજ્ઞનું` સ્વરૂપ પણ ભગવાને બતાવ્યું કે જીવહિંસાને ત્યાગ, અસત્ય, ચેારી અને અસંયમના ત્યાગ, સ્ત્રી, માન અને માયાનેા ત્યાગ, આ જીવનની આકાંક્ષાને ત્યાગ, શરના મમત્વને પણ ત્યાગ—આ પ્રમાણે દરેક પ્રકારની છુરાઈઓના જે પરિત્યાગ કરે છે તે જ ખરી મહાયાજી (મેટા યજ્ઞા કરનાર) છે. યજ્ઞયાગમાં સભક્ષી અગ્નિનું કાંઈ પ્રયે!જન નથી; જરૂર હોય તે તપશ્ચર્યારૂપી તેજસ્વી અગ્નિને પ્રગટાવવાની છે.
પૃથ્વીને ખાદીને કુંડ બનાવવાની કોઈ આવશ્યકતા નથી, જીવાત્મા જ અગ્નિકુંડ છે. લાકડાની બનેલી કડછીની પણ કાઈ જરૂર નથી. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ જ કડછીનુ કામ આપશે. ઇન્ધન બાળવાની પણ શી જરૂર છે? પાતાનાં કર્માંને-પાતાના પાપકર્માંને—જ બાળી દો. આવા સંયમરૂપ યજ્ઞ જ શાન્તિદાયી અને ઋષિએ દ્વારા પ્રશંસનીય હોવાથી ખરી યજ્ઞ છે.
શૌચ
તે વખતે બહારની શુદ્ધિ-સફાઈનુ અને તેના સાધન તીર્થંજલનું એટલુ બધું મહત્ત્વ વધી ગયું હતું કે કાઈક તીર્થ સ્થાને જળસ્નાન કરવામાત્રથી લેકે પોતાને પરમપવિત્ર થયેલ સમજતા હતા. ખરી રીતે આ બાહ્ય સૌચથી અંતઃ શુદ્ધિ થતી નથી. સાચું શૌચ કેવુ હાવુ જોઈએ એવું સ્પષ્ટીકરણ પણ ભગવાને કરી દીધું કે :—
ધમ એ ખરું જળાશય છે અને બ્રહ્મચર્ય જ શાંતિદાયક તીથ છે. આ તીર્થ સ્થાને જલસ્નાન કરવાથી આત્મા નિળ અને શાંત થાય છે. ભગવાને તે કેવળ જલસ્તાન દ્વારા પવિત્રતા થવાની વાતને નિરર્થીક બતાવતાં સ્પષ્ટ જ કહ્યું છે કે, સવાર-સાંજ સ્નાન કરવાથી જ જો મેાક્ષ-લાભ થતા હોય તે જલચરાને સૌથી પહેલાં અને શીઘ્ર મેાક્ષ મળવે! જેઈએ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જૈનધર્મચિંતન
મુખની નવી કલ્પના ખરી વાત તો એ છે કે, યજ્ઞયાગ, પૂજા-પાઠ આદિ બધાં ધાર્મિક કહેવાતાં અનુષ્ઠાનનું પ્રયોજન સાંસારિક વૈભવોની વૃદ્ધિ કરવી એમ સામાન્યત: લેકે સમજતા હતા. કામજન્ય સુખ ઉપરાંત આત્મિક સુખના અસ્તિત્વની અને તેની ઉપાદેયતાની કલ્પને તે વખતના આરણ્યક ઋષિઓમાં પ્રચલિત હતી; પરતુ તે આરણ્યક ઋષિઓને અવાજ સાધારણ જનતાના કાન સુધી પહોંચી શક્યો ન હતો. આત્મિક સુખની કલ્પના એક ધાર્મિક ગૂઢ રહસ્યરૂપ હતી. આ કલ્પનાના અધિકારી અમુક તપસ્વી ઋપિઓ જ હતા, પરંતુ ભગવાન મહાવીરને તે ધાર્મિક ગૂઢ રહસ્યને જનતાની સમક્ષ પ્રગટ કરી દેવું યોગ્ય લાગ્યું. એટલે તેમણે તે ધર્મતત્વને ગુફામાં બંધ કરી ન રાખતાં તેને વિશ્વમાં પ્રચાર કર્યો.
ભગવાન મહાવીરે તે સ્પષ્ટ જ કહી દીધું છે કે સાંસારિક સુખ કે કામજન્ય સુખ, એ વાસ્તવમાં સુખ નથી, પણ દુ:ખ છે. જેનું પર્યવસાન દુ:ખમાં થાય તેને સુખ જ કેમ કહી શકાય ? કામની વિરક્તિમાં જે સુખ મળે છે, તે
સ્થાયી હોવાથી ઉપાદેય છે. પ્રત્યેક કામભોગ વિષરૂપ છે, શલ્યરૂપ છે. ઈચ્છા - આકાશની માફક અનંત હોવાથી તેની પૂર્તિ કરવી સંભવિત નથી. તેથી મનુષ્યને ગમે તેટલું મળે, અરે ! સમસ્ત સંસાર પણ તેને આધીન કરી દેવામાં આવે, તે પણ તેની તૃષ્ણને છેડો આવવાનો નથી. એટલા માટે અકિંચનતામાં જે સુખ છે તે કામગોની પ્રતિમાં નથી.
- જ્યારે સુખની આ નવી જ ક૯૫ના ભગવાન મહાવીરે જનસમાજ સમક્ષ રજૂ કરી ત્યારે ક્ષણિક સુખનાં સાધનભૂત ગણાતાં યજ્ઞ-યાગે તથા પૂજા-પાઠનું ધાર્મિક અનુષ્ઠાનોમાં કોઈ સ્થાન જ રહેવા ન પામ્યું. તેના સ્થાને ધ્યાન. સ્વાધ્યાય, અનશન, રસપરિત્યાગ, વિનય, સેવા–આ ભિન્નભિન્ન પ્રકારની તપૂર્યા 'નો ધાર્મિક અનુષ્ઠાન રૂપે પ્રચાર થાય એ સ્વાભાવિક હતું.
વિશ્વધર્મ ભગવાન મહાવીરે વૈશ્યને અર્થાત વ્યાપારીઓને એવો ઉપદેશ આપ્યું કે, - તમે લોકે તમારા વૈભવોને ગમે તે પ્રકારે વધારે એ સારું નથી. વળી, વૈભવ
ન્યાયસંપન્ન હોવો જોઈએ એટલું જ બસ નથી, પરંતુ તેનું પરિમાણ–તેની | મર્યાદા–પણ નિયત કરવી જોઈએ; અને પ્રતિદિન એવી ભાવના કરવી જોઈએ કે. તે દિવસ ધન્ય છે કે જે દિવસ પર્વને ત્યાગ કરી નિગ્ર" ની નકલ.
Page #146
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
૧૧૭
હું વધારે કમાઈશ તા વધારે દાન કરીશ એટલા માટે કાઈ ખરા કે ખાટા ઉપાયનુ અવલઅન લઈ ધનદોલત એકઠી કરવી એમાં કાંઈ ખાટુ નથી —આ પ્રકારની દલીલ સાચી નથી, પરંતુ પેાતાના આત્માને પતનેાન્મુખ બનાવનારી જ છે. ભગવાને દાનના મહિમા ઘણા બતાવ્યા છે, પરંતુ એને અર્થ એ નથી કે દાન કરતાં ચડિયાતી બીજી કોઈ ચીજ સંસારમાં છે જ નહિ. ભગવાને તે સ્પષ્ટ કહ્યું છે કે, જે પ્રતિમાસ લાખે! ગાયાનુ દાન કરે છે તેના કરતાં કાંઈ પણ નહિ આપનાર અકિંચન પુરુષને સંયમ અધિક શ્રેયસ્કર છે; એટલા માટે ધનદોલતને, પોતાની મર્યાદામાં રહીને, ન્યાયસંપન્ન માગે મેળવવાં અને અંતે સ`સ્વને ત્યાગ કરી અકિ ંચન બની જવું એ જ ભગવાનના માર્ગ છે,
શૂધમ
ભગવાને શુદ્રોને લક્ષીને એવે ઉપદેશ આપ્યા છે કે, તમારા જન્મ ભલે શૂદ્ર કુળમાં થયા, પરંતુ તમે પણ સારાં કર્મો કરે તેા આ જ જન્મમાં દ્વિજબધાનાં પૂયબની શકે છે. નીચ કહેવાતા કૂળમાં જન્મ ધારણ કરવા એ કાંઈ
સયમપાલનમાં આધક નથી.
ક્ષત્રિયધમ
પારકા માલના પોતાને કરી પારસ્પરિક ઇર્ષ્યા, દ્વેષ અને શત્રુતા વધારી એકબીજા સાથે કલેશ-કંકાસ કરવા એ પ્રાય: ક્ષત્રિય લેાકેાનુ કાય હાય, એમ વ્યવહારમાં જોવાય છે. ભગવાન પણ ક્ષત્રિય હતા. એટલા માટે તેમણે જે ક્ષત્રિયધર્મ --સંસારમાં સ્થાયી શાંતિની પ્રતિષ્ઠા કરનાર ક્ષાત્રધર્મ-શીખડાવ્યેા છે તને! અત્રે નિર્દેશ કરવેા આવશ્યક છે.
ભગવાને ક્ષાત્રધર્મ સમજાવતાં કહ્યું છે કે, યુદ્ધમાં લાખા જીવાની હત્યા કરી જે કાઈ પાતાને વિજયી સમજતા હોય તે તે અધારામાં છે. મનુષ્ય ભલે બહારના બધા શત્રુઓને જીતી લે, પરંતુ પેાતાની જાતને જીતવી એ જ બહુ મુશ્કેલીનું કામ છે, જ્યાં સુધી પોતાના આત્મા ઉપર વિજય પ્રાપ્ત થતા નથી, ત્યાં સુધી બધાં યુદ્ધોની જડ કાયમ રહે છે; તેનુ યુ કેાઈ દિવસ બંધ થઈ શકતું નથી; વૈર પ્રતિવેરની પરપરા ચાલુ જ રડે છે. આત્માને જીતવાનેા શે અર્થ છે?—પોતાની પાંચે ઇંદ્રિયાને વશ કરી જિતેન્દ્રિય બનવું, ક્રોધને ક્ષમા દ્વારા પરાજિત કરવા, માનને નમ્રતા દ્વારા પરાજિત કરવું, માયાને સરળતા
Page #147
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ ચિ'તન
૧૧૮
દ્વારા જીતવા અને લાભને સઢાષ દ્વારા દબાવી દેવા તથા દુર્જન વાનરપ્રકૃતિવાળા મનને પેાતાના વશમાં કરી લેવું, એ જ ખરા આત્મવિજય છે. આવા આત્મવિજયમાં જ્યારે વિશ્વ તન્મય--મસ્ત બનશે, ત્યારે જ થાયી શાંતિના પ્રતિષ્ઠા થઈ શકશે નહિ તે! પછી એક યુદ્ધને દબાવી નવા યુદ્ધના બીજને વાવવા જેવુ જ બનશે.
વારાની વારતા સુખશીલતાના ત્યાગમાં અને કામનાઓને શાંત કરી અનાસક્તભાવે રહેવામાં જ રહેલી છે. નિર્દોષ પ્રાણીઓની હત્યા કરી વૈભવે વધારવાનું પરાક્રમ કરવું એ તે કેવળ ધનતા જ હેતુ છે.
અહિંસક માર્ગ
ભગવાન મહાવીરને આ ઉપદેશ આમ તે સીધે! સરલ જણાય છે, પરંતુ તેને જીવનમાં ઉતારવા તેટલા જ મુશ્કેલ છે. એ જ કારણ છે કે વારવાર થતાં ભયંકર યુદ્ધોનાં દુષ્પરિણામ જોવા છતાં લેાકેા યુદ્ધને છેાડી શકતા નથી, અને અહિસાન: માને અપનાવવાને બદલે બધા ઝઘડાઓને શાંત કરવાનું સાધન 4જી યુદ્ધને જ માનતા અને સમજતા રહ્યા છે ! પરંતુ કેઈ એક દિવસ એવે અવશ્ય આવવાને છે કે જે દિવસે જનસમુદાયે આ હિ ંસક યુદ્ધનાં સાધનાને છેડી દઈ ભગવાને બતાવેલા ઉક્ત અહિંસક માર્ગોનું અવલંબન અવશ્ય કરવું જ પડશે: નહિ તેા છેવટે એટમથ્યાંબ અને તેથી પણ અધિક વિદ્યાતક શસ્ત્રાસ્ત્રોથી પોતાના નાશ માટે તૈયાર રહેવું પડશે. અહિંસક યુદ્ધમાં જેટલા જલદી વિશ્વાસ પેદા થશે તેટલે જ જલદી આ માનવસમુદાયના ઉદ્ધાર થવાને છે.
મૂળ હિન્દા ઉપરથી]
—જૈન સંસ્કૃતિ સોોધન મંડળની પત્રિકા ૮
૧. મૂળ હિંદી લખાણના શ્રી શાંતિલાલ વનમાળી શેડે કરેલ ગુજરાતી અનુવાદ જૈન સિદ્ધાંત” માસિકના નવેમ્બર, ૧૯૪૭ અંકમાં છપાયા હતા. ત્યાંથી સાભાર ઉદ્ભુત.
Page #148
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર
જીવનકથાના ત્રણ સ્તરે
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં જીવનચરિતાને વિચાર કરીએ તે જણાશે કે તે અનેક સ્તરોમાંથી પસાર થયાં છે. જેનોમાં સૂત્રાગમ અને બૌદ્ધોમાં પિટક–આ પ્રાચીન શાસ્ત્રોમાં બંનેની કથાને ઝોક એક છે, તે જૈન ટીકાગ્રંથ અને ચરિતગ્રંથ અને બૌદ્ધોમાં અકથા અને મહાયાની બુદ્ધચરિતમાં કથાને વળાંક જરા જુદો જ છે. અહીં એ વિષે જરા વિસ્તારથી વિચાર કરીએ.
પ્રથમ સ્તર જૈન આગમ સૂત્ર અને પિટકમાં બંને મહાપુરુષોનું જે જીવન ફુટ થાય છે તે એ છે કે એક માનવે કરેલો આધ્યાત્મિક વિકાસ, યાતનાઓમાંથી પસાર થયા પછી, તેની ચરમ સીમાએ કેવી રીતે પહોંચે છે, તેમાં માનવમાંથી અતિમાનવવું સર્જન કેવી રીતે થયું તે સામાન્ય માનવી પણ સમજી શકે છે, અને સહેજે પ્રેરણું પણ મેળવી શકે છે.
પરંતુ સુબદ્ધ સંપ્રદાયના નાયક તરીકે સ્વીકારાઈ ગયા પછી બંને મહાપુરુષનાં જીવનચરિતની કથા તે પછીના કાળમાં જરા બદલાઈ જાય છે. મૂળ સૂત્ર અને પિટકમાં જે વર્ણન છે તે સમકાલીન ગણી શકાય તેવું છે અને એમ સહેજે કહી શકાય કે તેમાં કવિકલ્પનાને બહુ જ ઓછો અવકાશ મળ્યો છે. પણ પછીના ચરિતગ્રન્થનો કાળ જેમ બદલાઈ ગયે, તેમ લેખકની કલ્પના પણ બદલાઈ ગઈ અને ચરિતગ્રન્થમાં સાંપ્રદાયિક પુટને વધારે અવકાશ મળે.
પ્રથમ અને પછીના સ્તરોમાં જેવો મૌલિક ભેદ બુદ્ધચરિતમાં જણાય છે, તેવો ભેદ મહાવીરચરિતમાં નથી. તેનું કારણ એ છે કે તીર્થકર વિષેની મૌલિક માન્યતામાં જૈન સંપ્રદાયમાં નજીવો ભેદ પડ્યો છે; જ્યારે બુદ્ધ વિષેની માન્યતામાં તે મૌલિક પરિવર્તન થઈ ગયું છે. આથી પિટકગત બુદ્ધ અને મહાયાની બુદ્ધ એક જ છતાં કથાવર્ણનની દૃષ્ટિમાં પણ મૌલિક ભેદ પડી ગયો છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જેનધર્મચિંતન
જૈન-બૌદ્ધની જૂની અને મૌલિક માન્યતા એવી છે કે સંસારચક્રમાં પડેલ માનવી તેના કોઈ પૂર્વજન્મમાં સક પ્રાણીને હિતકારી થવાની ભાવના ભાવે છે, તે પ્રમાણે આચરણ કરે છે અને પિતાના આત્માને ઉન્નત કરતો કરતો અંતિમ માનવભવમાં તીર્થકર કે બુદ્ધ બને છે. સામાન્ય માનવી અને એમનામાં જે કાંઈ ભેદ હોય છે તે આત્માના સંસ્કારનું હોય છે અને એથી તેઓ આધ્યાત્મિક ક્ષેત્રે નેતા બને છે. આવા સ્વાભાવિક ભેદ વિના બીજે કશે ભેદ બીજા સામાન્ય માનવીમાં અને તીર્થકર કે બુદ્ધમાં હેત નથી. સારાંશ એ છે કે બંને પ્રારંભથી એટલે કે અનાદિ કાળથી સંપૂર્ણ શુદ્ધ-બુદ્ધ હોતા નથી, પણ ક્રમે કરી શુદ્ધ થાય છે અને તીર્થકર અથવા બુદ્ધિપદને પામે છે.
પ્રાચીન ચરિતો, જેમાં ભગવાન મહાવીર અને બુદ્ધનાં ચરિતેનું વર્ણન છે, તે આ ભૂમિકા સ્વીકારીને થયેલું છે. એથી બંને મહાપુરુષોને આત્માને ઉન્નત બનાવવા માટે સર્વસામાન્ય પ્રયાસ કરે જરૂરી થઈ પડે છે. આથી બંનેનાં જીવનમાં ગૃહત્યાગ, સંન્યાસ અને તપશ્ચર્યાનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરને તપશ્ચર્યાને માર્ગમાં સન્માર્ગ દેખાય છે, જ્યારે બુદ્ધને તે માર્ગ, અમુક અનુભવ પછી, છોડવા જેવા લાગે છે. પણ તે તે તે બંનેની પ્રકૃતિના વૈવિધ્યને કારણે બન્યું હોવું જોઈએ. પણ સામાન્ય માનવી પિતાની ધારણથી કે બીજા પાસેથી જાણીને જેમ માર્ગાવલંબી બને છે અને સારાસારને વિવેક ગ્રહણ કરી આગળ વધે છે તે જ રીતે એ બંને મહાપુરુષ આગળ વધ્યા છે તેવી છાપ પ્રાચીન ચરિત્રો આપે છે.
બીજો સ્તર પણ જ્યારે એ બંને મહાપુરુષોની જીવનકથાના બીજા સ્તરમાં–એટલે કે સમકાલીન નહિ પણ પછીના કાળમાં સંપ્રદાય સુબદ્ધ થયા પછી–કથાનું આલેખન થાય છે, ત્યારે એ બંનેની કથામાં કેટલાંક અલૌકિક તો દાખલ થાય છે અને પૂર્વજન્મની કથાઓનો વિસ્તાર વધી જાય છે.
ભગવાન મહાવીરની જીવનકથા ભગવાન ઋષભથી પણ પહેલાંના કાળના મહાવીરના ભવની વાતથી શરૂ થાય છે અને તીર્થકર થવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત થઈ તે વર્ણન એ કથામાં આવે છે. ત્રષભદેવના પૌત્ર તરીકે એટલે કે તીર્થકરના પૌત્ર; વળી ભાવમાં ચક્રવતી અને તીર્થંકર થવાની આગાહી સાંભળી મનમાં ગર્વ–આવી આવી અનેક જીવનઘટનાઓ ચરિતમાં ગૂંથી લઈને ભગવાન
Page #150
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરે ૧૨૧
મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે, તેને કર્મબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે : આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કમનિયમની સમજ, ભગવાન મહાવીરને ચરિત દ્વારા, આપવાને છે. કર્મનો નિયમ એ સકલ છવને ઈશ્વરની અધીનતામાંથી છોડાવી સ્વાધીન કરે છે. ભગવાન મહાવીરના આ મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ઘડતર લેખકોએ કર્યું છે.
અને હર સંપ્રદાય સુરિથર થયો હોઈ તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા માટે ટાણે--કટાણે જીવનકથામાં દેવોને ભગવાનના સેવકો અને પૂજક તરીકે ચીતર્યા છે. આને ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરનો તૃષ્ણત્યાગનો જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતો, તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેવોને માનવો બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે. તે તે આ ભગવાન મહાવીર, જે આમિકની સંપત્તિનું વિતરણ કરે છે, તેમના દાસ છે; તો બાહ્ય અને આત્મિક એ બંને પ્રકારની સંપત્તિઓમાં આત્મિક સંપત્તિ જ ચડિયાતી ઠરે છે. એથી પૂજવા હોય તે તીર્થકરને જ પૂજવા, જેની પૂજા આ લેકમાં પૂજાતા દેવ પણ કરે છે.
ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્યનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને ભગવાન બુદ્ધના પૂર્વભવ સાથે–બોધિસત્ત્વના જીવન સાથે-સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધે બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણું, મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણોને ક્રમે કરી કેવી રીતે વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાને એ જીવનકથાનો ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણ દેવનું આગમન, એ જ ઉદ્દેશોને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે.
બીજી રીતે વિચારીએ તે, ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂર્તિરૂપ બની ગઈ છે. કમનો નિયમ અચળ છે, એ બંનેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીરકથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણો હોય તેને વિકાસ કેવી રીતે કરવો તેને ઉઠાવ બુદ્ધકથામાં છે. બંનેમાં એ સામાન્ય તત્ત્વ તો છે જ કે કમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે, તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હોતા.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જૈનધર્મચિંતન
ત્રીજો સ્તર ત્રીજા સ્તરમાં મહાવીરકથાનું નિર્માણ પ્રાચીન પ્રાકૃત ભાષાને છેડીને સંસ્કૃતમાં થયા લાગ્યું. આથી સંસ્કૃત સાહિત્યની કવિકલ્પનાઓને આશ્રય લઈ તેમનું જીવન વર્ણવાયું. આ ત્રીજા સ્તરમાં આ એક ભેદ જણાય છે, જેને તાવિક રીતે ભેદ લેખી શકાય નહીં. વળી, તે કાળના મહાપુરુષોની બીજી કથાઓમાંની – જેવી કે કૃષ્ણ-રામની કથાઓમાંની કેટલીક ઘટનાઓનું સામ્ય પણ નહાવીરકથામાં દેખાય તે સ્વાભાવિક છે. એમ કહી શકાય કે તે કાળના બીજ કાવ્યાત્મક ચરિતગ્રન્થોની હોડમાં પણ આ કાળની ચરિતકથા ઊતરી શકે એવી છે. આથી પ્રાકૃત કથામાં નહીં એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ પણ ચરિતમાં દાખલ થાય એ સ્વાભાવિક છે. વળી, શ્વેતામ્બર અને દિગંબર મહાવીચરિતમાં પણ જે કેટલોક ભેદ પડી ગયે હતું તે પણ આ કાળમાં સ્પષ્ટ થાય છે; જેમ કે ભગવાન મહાવીર પરણ્યા હતા કે નહીં, તીર્થકર આહાર ફરતા હતા કે નહીં આદિ. આ બધું છતાં એક વાત સ્પષ્ટ જ રહી છે કે જેના સંપ્રદાયની જે મૌલિક ભાવના છે કે આત્મા ક્રમે કરીને જ ઉન્નતિના શિખરે પહોચે છે, એમાં જરાય ભેદ પડ્યો નથી. એ સિદ્ધાંત કાયમ રાખીને જ તેમના જીવનમાં અલૌકિક ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
પણ બૌદ્ધોના સંપ્રદાયભેદને કારણે બુદ્ધના ચરિત્રમાં પણ મૌલિક ભેદ પડી પડી ગયો છે. હીનયાનમાં બુદ્ધને માનવ ચીતરવામાં આવે છે, પણ મહાયાનમાં તે માનવ નથી રહેતા, પણ નિત્યસિદ્ધ એવા બુદ્ધના અવતારરૂપ બની જાય છે; આથી તેમની જીવનકથામાં લીલાનું તત્ત્વ દાખલ થાય છે. ઈશ્વરના અવતારરૂપ કૃષ્ણ કે રામ સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે તે તેમની લીલા ગણાય છે; તેમ બુદ્ધચરિતમાં પણ વારે વારે કહેવામાં આવે છે કે ભગવાન પણ લેકનુભવન ખાતર જ ભણવા જાય છે, પરણે છે, અને બીજાં બધાં સાંસારિક કાર્યો કરે છે. ભણવા વિષે મહાવીરકથામાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે તેમને ભણવાની જરૂર ન હતી, કારણ, તેમને એ વખતે વિશિષ્ટ જ્ઞાન હતું; પણ સાથે સાથે એ પણ ખરું કે બાલકાળમાં તેઓ ઈશ્વર કે સર્વજ્ઞ ન હતા. આને આપણે અતિશય-દ્ધિ માનીએ; પણ બુદ્ધચરિતમાં તે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તે સંસારકાળમાં પણ સર્વ જ હતા. વળી, એથી પણ આગળ વધીને, બુદ્ધ કૃષ્ણની જેમ ૮૪ હજાર પત્નીઓને રીઝવે છે તે પણ લોકાનુભવનની લીલા જ
Page #152
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનસ્થાના ત્રણ સ્તરો
૧૨૩
છે. આવી તે કેટલીય ઘટનાઓ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશોદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે; તે કૃષ્ણની ગોપીઓની યાદ આપે છે. વળી, એ ગોપા રાધાની જેમ સર્વ પનીઓમાં પ્રધાન પણ છે.
વળી, બુદ્ધ અને ગોપા એ બંને જાણે કે પ્રારંભથી સર્વગુણસંપન્ન જ હાય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય, તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કોઈ માનવનું ચરિત નથી, પણ અવતારી પુરુષનું ચરિત છે.
હીનયાનનો આદર્શ હતા કે બુદ્ધ સ્વયં પિતાનું આયુ પૂરું થાય એટલે નિવાણને પામે છે. આથી વિરુદ્ધ, મહાયાનનો આદર્શ એ છે કે બોધિસત્વને નિર્વાણ હેય નહીં; તે તે જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનબદ્ધ છે,
ત્યાં સુધી મુક્તિલાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજ સ્તરની બુદ્ધકથામાં ભેદ પડી ગયું છે.
બન્નેની સમાનતા
(૧) વાદક પરંપરાને વિરોધ ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બંનેએ એક જ પરિસ્થિતિને સામને સમાન ભાવે કર્યો. બંનેએ વેદપરંપરાનો વિરોધ કર્યો, વૈદિક દેવેની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને એક જુદું જ વલણ આપ્યું. આરાધ્ય દેવ વિષેની કલ્પના બદલવામાં બંનેનું પ્રદાન નોંધપાત્ર છે. માનવસુલભા ક્રોધ, પક્ષપાત, રાગદ્વેષ આદિ દૂષણે વૈદિક આરાધ્ય દેવમાં હતાં, તેને સ્થાને તેવાં દૂષણોથી રહિત હોય તે જ આરાધ્ય દેવ બને છે એવી ભવ્ય કલ્પના દેવ વિષે બંનેએ આપી.
- ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચ-નીચપણની ભાવનાને નિરાશ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બંનેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે પુરેહિતાઈ ચાલતી હતી એટલે ત્યાં એક રીતે દલાલીની ભાવ પસી ગઈ હતી. તેને દૂર કરી ધર્માચરણમાં મધ્યસ્થીની સદંતર અનાવશ્યકતાને નિર્દોષ બંનેએ સમાનભાવે કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણે જ પામી શકતા,
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જૈનધર્મચિંતન તેને સ્થાને ગુણવાન વ્યક્તિ–પછી ભલેને તે જન્મ ચંડાલ હેય–ગુરુપદને રેગ્ય બને છે એમ જાહેર કર્યું; એટલું જ નહીં પણ પિતાના ભિક્ષુકસંધમાં તથાકથિત શુદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું. આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી-પુરુષના ભેદ ખતમ કરીને બંનેને સાધના કરવાને સમાન હકક આપ્યો. બંનેએ આધ્યામિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને તુચ્છ ગણી. બંનેએ સંસ્કૃતને બદલે લોકભાષાને મહત્વ આપ્યું.
આવી ઘણી સમાનતાને કારણે તેમ જ તેમના સંબંધીઓના નામ સામ્યને કારણે એક સમય એવો હતો જ્યારે બંનેનું વ્યક્તિત્વ એક જ મનાયું હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન–બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં ગયાં અને એનું અધ્યયન થતું ગયું તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બંને મહાપુરુષોને એકમતે સૌ વિદ્વાને જુદા જ માનતા થયા છે.
(૨) બંનેના ઉપદેશનું સામ્ય (૧) કર્મ-પુનર્જન્મ-કર્મ અને પુનર્જન્મને સિદ્ધાંત બંને માને છે, એટલું જ નહીં પણ, તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે રજૂ કર્યો છે. એટલે કે ઈશ્વરની દખલગીરી વિના કર્મને નિયમ સ્વતઃસિદ્ધ છે. કર્મફળ દેવામાં કર્મની જ શક્તિ છે, ઈશ્વરની નહીં–આમ સ્પષ્ટપણે ઉપદેશાને બંનેએ કમને આધારે સંસારચક્ર અને સૃષ્ટિના કમને સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના પિતાના ભાયના સ્ત્રષ્ટા બનાવી દીધા છે. પોતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ બીજાના હાથમાં નહીં, ઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પિતાના હાથમાં છે આવી સ્પષ્ટ ઘોષણા બંનેએ સમાનભાવે કરી છે.
(૨) ઈશ્વરનું નિરાકરણ–સ્વયં તીર્થકર મહાવીર કે બુદ્ધ એ બંને ઉપદેશ આપી શકે છે, આદર્શ ઉપસ્થિત કરી શકે છે, મોક્ષને માર્ગ ચીંધી શકે છે, પણ તેમની કૃપા વડે કોઈ મોક્ષ પામી શકતું નથી, તેમને બંનેને કેઈને પણ પસંદ કરીને મેક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે મોક્ષ મેળવવો હોય તેણે માર્ગગામી બનવું પડે છે. એટલે ખરી રીતે તેઓ માર્ગદર્શક છે.
(૨) યોગમાર્ગ–યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિના ધ્યેયને બદલે બંને એ સમાનભાવે યોગ–સમાધિના માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પશુહિંસા જેવી સામનસામગ્રીની જરૂર પડતી તેને સ્થાને બંનેએ આધ્યાત્મિક યજ્ઞનો
Page #154
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનથાના ત્રણ સ્તરી
પ્રચાર કર્યાં. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રીની જરૂર નથી; બલકે ખાવ સામગ્રીના ત્યાગને જ ઉપદેશ છે. આત્મામાં રહેલા કલેશે। અને દોષોને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિમ`ળ કરવા પ્રયત્ન કરવા-એ જ સક્ષેપમાં યેાગમાગ છે. એ માટે એકાંતવાસ, અપરિગ્રહી જીવન અને આત્મનિરીક્ષણની ટેવ-એટલુ હોય તેાપણ બસ છે.
(૪) સંચમી જીવન—રામ અને કૃષ્ણના જીવનમાં સન્યાસની વાત નથી. એટલે કે તેઓ સંસારને અસાર સમજીને ભરયુવાનવયે સંસારત્યાગના મહત્ત્વને સ્વીકારતા નથી; એટલું જ નહીં પણ, પેાતાના જીવનમાં સન્યાસના એ પ્રકારના માને અપનાવતા પણ નથી. તેથી ઊલટુ, આ બંને મહાપુરુષો-ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે સંસારને ત્યાજય સમજે છે; અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે સાંસારને છેાડી જવામાં માને છે; અને પેાતાના જીવનમાં ભરયુવાન વયે પત્નીને છેડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી તેએ સ ંસારી વેા માટે એક નવેા જ આદશ ઉપસ્થિત કરે છે અને તે છે સંયમને. ભાગને
૧૨૫
મા સસારમાં સામાન્ય છે, પણ જન્મીને જે માટે પ્રયત્ન કરવા પડે તે તા સયમમાગ છે. જીવન ભાગ માટે નથી પણ ત્યાગ માટે છે, અને તેની પ્રતીતિ કરાવવા પાત ત્યાગમાના અંગીકાર કરી આત્યંતિક રીતે ભાગવિમુખ થવાના પ્રયત્ન કરી મેાક્ષ મેળવે છે. બ'ને સંયમી જીવન સ્વીકારે છે, છતાં પણ તેના સયમમાગ માં એક તફાવત સ્પષ્ટ છે : ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને છે અને યુદ્ધ મધ્યમ માર્ગે ચાલનારા છે. આથી તેના સધ્રામાં પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માગ અને મધ્યમ માર્ગ અપનાવાયેા છે.
(૫) તૃષ્ણા અને અજ્ઞાનના ત્યાગ—અને સમાનભાવે ધોષણા કરે છે કે જીવનમાં જે વિપર્યાસ છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવા વિવેક ગુમાવી બેસે છે અને તૃષ્ણામાં પડે છે. અને એ તૃષ્ણાવલ્લીમાંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્વેષનાં જાળાં ગૂથાય છે, અને સંસારચક્ર ફર્યાં કરે છે. આ વિષચક્રના ભેદનના એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. આથી તૃષ્ણા પર કુઠારાધાત થશે અને સમગ્ર સંસારતું મૂળ કપાઈ જશે.
આમ આટલે સુધી બંને એકમાગી છે, પણ પછી અજ્ઞાન દૂર થઈ જે બવાનુ છે તેનાં “તેનું દન જુદ છે. અનુ દર્શન ક્ષણિકામાં પિ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જૈનધર્મચિંતન
જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિકતા ઉપર ભાર હોવા છતાં તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ માનતા નહીં. અને વેદાંત કે ઉપનિષદોની જેમ સર્વથા કુટસ્થ નિત્યતા પણ એ સ્વીકારતા નહીં. આથી તેમના દર્શનને અશાશ્વતાનુછેદવાદ કહી શકાય. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીર નિત્યાનિત્યવાદ અથવા શાશ્વતવિચ્છેદવાદમાં માનતા હતા. આમાં જે ભેદ છે તે વિધિ અને નિષેધ છેભગવાન બુદ્ધ શાશ્વત કે વિચ્છેદની વિધિમાં માનતા નહીં; જ્યારે મહાવીર તેમાં માનતા. આથી આગળ જઈ બંનેનાં દર્શનમાં પણ જુદાઈ ઊભી થઈ. પણ બંનેને સમાનભાવે કમ–પુનર્જન્મની વ્યવસ્થા માન્ય છે. આત્માને બુદ્ધના મતે અશાશ્વતાછિન્ન માનવામાં આવે કે મહાવીરને મતે શાશ્વત-વિછિન માનવામાં આવે, પણ કમ અને તેનું ફળ અને સંસાર અને મોક્ષ અને પુનર્જન્મની વ્યવસ્થા તે બંનેએ માની જ છે. આથી તાત્વિક રીતે સૂક્ષ્મભેદ ભલે હોય. પણ બંનેના આત્મ વિષેની મૌલિક માન્યતામાં ભેદ નથી, એટલે કે આ બંધનબદ્ધ આત્માએ પ્રયત્ન કરીને મુક્ત થવાનું છે અને પુનર્જન્મના ચક્રને કમને નાશ કરી લેવાનું છે--આમાં તે બંનેનું એકમાત્ય છે. " (૬) તપસ્યા–ભગવાન મહાવીર અને બુક બંનેએ આન્તર અને બાહ્ય તપસ્યા પિતાના જીવનમાં આચરી છે એ હકીકત છે, પણ બુદ્ધને છેવટે બાહ્ય તપસ્યાને ઉત્કટ માર્ગ છોડવો પડ્યો છે એ પણ હકીકત છે. આમ કર બન્યું એ વિષે વિશેષ વિચાર કરવો જરૂરી છે. બંનેની જીવનકથાઓને વિચાર કરતાં એક વાત તે સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા આંતરિક તપસ્યાના ઉત્કર્ષ માટે હતી. તેઓ લાંબા લાંબા ઉપવાસ કરતા હતા, પણ તેની પાછળ મુખ્ય ઉદ્દેશ ધ્યાન અને સમાધિને હત; એટલે કે ધ્યાન અને સમાધિમાં અનુકૂળતા રહે તે ખાતર તેઓ લાંબા ઉપવાસ પર ઊતરતા અને ધ્યાનમાં પ્રતિકૂળતા અનુભવાતી ત્યારે પારણું કરતા હતા. આ હકીકન તેમની જીવનકથાથી સ્પષ્ટ થાય છે. પારંણ કરવાની ઈચ્છા છતાં ભિક્ષા ન મળે તે કારણે ઉપવાસ અનિવાર્ય થાય એ જુદી વાત છે; આપણે તેમની કથામાં જોઈએ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તે ઉપવાસ કર્યો. અમુક અભિગ્રહ ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાને જ પ્રકાર છે અને શરીર ઉપરની મમતા ઓછી કરવા માટેની એ સાધના છે. પણ શરીરને આવશ્યક હોય તે આપવું તે વિષે તેમની પોતાની બેદરકારી નથી. માગવા છતાં ન મળે તે તેના અસંતોષ અગર રોષ પણ નહીં, પણ મળે તે નિર્મમ ભાવે સ્વીકારત.
Page #156
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનના ત્રણ સ્તરો
૧ર૭
ઉપરાંત, શરીરે નગ્ન રહી શીતષ્ણતાના જે કંઈ અનુભવ થાય તે સહવા, દેશ–મશકના ઉપદ્રવોથી ગભરાવું નહિ, સમભાવે સહવું –મહાવીરની બાહ્ય તપસ્યા કહો કે કાયાકલેશ કહે તે આ પ્રકારનાં હતાં. સારાંશ કે જે કાંઈ કાયાકલેશ હતો તે ગ–સમાધિમાં ઉપકારક રૂપે હતો, સમાધિના અંગ તરીકે હતો. બંને તપસ્યા-આંતર અને બાહ્ય-સાથે જ ચાલતી હતી. ભાર આંતર ઉપર હતો અને એથી તેમણે વીતરાગતા અને અર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
બુદ્ધના જીવનમાં તે ધ્યાનનું મહત્ત્વ દીક્ષા પહેલાં પણ જણાવે છે, આથી તે તેમના પિતાને, એ માર્ગથી એમને વિમુખ કરવા માટે, રાગ-રંગની વ્યવસ્થા કરવી પડી અને અનેક સ્ત્રીઓને સંગ ગોઠવવો પડ્યો. પણ એ જીવ તે ધ્યાનમાગી અને વિરાગમાગી હતી. આથી એણે સંન્યાસ લીધે. સંન્યાસી થઈને બુદ્ધ પ્રથમ કેવળ ધ્યાનમાર્ગનું જ અવલંબન લે છે. એક ગુરુ પાસેથી એ વિદ્યાની જેટલી ઉન્નતિ થઈ શકતી હતી તેટલી સાધીને બીજા ગુરુ પાસે જાય છે. ત્યાં પણ ધ્યાનમાગે જ આગળ વધે છે. આમાં શારીરિક કલેશ એટલે કે ઉપવાસ આદિ વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એટલે વખત ધ્યાન કરવું હોય તેટલો વખત શરીર થિર રાખવાનું કષ્ટ તે સ્વીકારવું અનિવાર્ય હોય જ, પણ એમાં આહાર છોડવાની વાત નથી. જ્યારે આ બંને ગુરુના ધ્યાનમાગન. અનુસરણ પછી પણ બુદ્ધને એમ લાગ્યું કે હજી જે જાણવાનું છે, જે બાધિ પ્રાપ્ત કરવાની છે, તે તે પ્રાપ્ત થતી નથી, ત્યારે એ ધ્યાનમાર્ગ છોડીને બીજા ગુરુની તલાશ કરે છે અને ક્રમે કરી નિરાહારી બને છે, અને તેમની જીવનકથામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. તેમણે અનશનના – ઉપવાસના માર્ગમાં એટલી બધી ઉત્કટ તપસ્યા કરી કે તેમને જેનાર પારખી શક્તા નહીં, કે આ કઈ જીવિત વ્યક્તિ છે. તેઓ શબ કે હાડપિંજર જેવા થઈ ગયા. તેમની આ તપસ્યા ધ્યાનવિહીન તપસ્યા હતી, એ પણ ફલિત થાય છે. એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમને ઉપદેષ્ટા ઓએ કહ્યું કે આ કાયલેશને માગ એ જ ખરો મુક્તિનો માર્ગ છે. એટલે તેઓ ધ્યાનમાર્ગ છોડીને આ કાયકલેશને માર્ગ સંચર્યા. પણ આથી તે કેવળ શરીર રકાયું અને આત્મામાં બોધિનું જાગરણ થયું નહીં ! આથી તે હારીને તેમણે આ કાયકલેશનો માર્ગ છેડ્યો અને ફરી પાછા ધ્યાનમાર્ગ અપનાવ્યું, અને સ્પષ્ટ કહ્યું કે આ કાયલેશને માર્ગ મુક્તિનો માર્ગ નથી,
આટલા વિવરણથી સ્પષ્ટ છે કે ભગવાન બુદ્ધ આંતર, બાહ્ય, આતર– એમ કર્મ કરી તપસ્યા કરી તેના પરિણામરૂપે તેમને કાચલેશ વિરે કરવા
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈનધર્મચિંતન
અનુભવ થયો. કાયફલેશની એક મર્યાદા છે, એટલે કે તે માત્ર આંતર તપસ્યાના સાધનરૂપ છે; તેને બદલે મુક્તિના એકમાત્ર સાધનરૂપે કાયફલેશને માનીને બુદ્ધ તેનું આચરણ કર્યું. આથી તેમને તેમાં નિષ્ફળતા મળે તે સ્વાભાવિક જ છે. પણ જે ભગવાન મહાવીરની જેમ બુદ્ધ પણ કાયફલેશને મુક્તિના સાક્ષાત્ કારણરૂપે નહીં પણ આંતર તપસ્યાના-ધ્યાનરૂપ તપસ્યાના-સાધનરૂપે માન્યું હોત તે જે પ્રકારની નિરાશા તેમણે અનુભવી તે પ્રકારની અનુભવવી ન પડત. આમ બુદ્ધ તપસ્યાને માર્ગ એ મુક્તિ માગ નથી એમ જે કહ્યું તે પણ એક રીતે તો સાચું જ છે, કારણ, તેમની તપસ્યામાં માત્ર કાયફલેશને સ્થાન હતું. પણ મહાવીરનો અનુભવ આથી જુદો જ હતો આથી તેઓ કાયાકલેશને પણ એક ગૌણ સાધન તરીકે સ્વીકારી શક્યા. પરિણામે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશમાં કાયાકલેશને પણ સારું એવું મહત્ત્વ આપ્યું છે, જ્યારે બુદ્ધ કાયકલેશની નિદા કરી છે.
આ બાબતમાં બુદ્ધના મધ્યમ માગને કારણે સંઘમાં શિથિલતાએ બહુ જલદી પ્રવેશ કર્યો. અને એક સમય એવો આવ્યો, જ્યારે બૌધર્મના ભારતમાંથી વિસર્જનનાં અનેક કારણોમાંનું એ પણ એક કારણ બન્યું. ભગવાન મહાવીરને સંધ શિથિલ ન જ થયો એમ તો ન કહેવાય, પણ તેને ક્રમ મંદ રહ્યો. વળી, સમગ્રભાવે સંઘનું વલણ શિથિલતા તરફ નહીં પણ ઉત્કટ બાહ્ય આચાર તરફ રહ્યું. આથી વારંવાર કિયોદ્ધાર થતો રહ્યો અને, ભલે નાના ઝરણું રૂપે પણ, અવિચ્છિન્ન પ્રવાહરૂપે તે ધર્મ ભારતમાં ટકી રહ્યો. જ્યારે બૌદ્ધ ધર્મ ભારત બહાર તેના નવા રૂપે ફેલાયે, જેમાં ભારતીય બૌદ્ધધર્મની છાપ ઓછી પણ તે તે દેશની ધર્મ-સંસ્કૃતિની છાપ વધારે. આ પ્રકારનો બૌદ્ધધર્મ જીવિત છતાં તેના મૂળ ઉદ્દેશથી વિમુખ છે.
બનેની વિશેષતા
(૧) સ્વભાવગત ભગવાન મહાવીર અને બુદની સ્વભાવગત વિશેષતા એ જણાય છે કે ભગવાન મહાવીરમાં શ્રદ્ધાપ્રધાન વલણ વધારે છે, જ્યારે બુદ્ધમાં તર્ક પ્રધાન. આનું મુખ્ય કારણ તો એ જણાય છે કે ભગવાન મહાવીરની પરંપરા જની હતી અને તેમને માર્ગ નિશ્ચિત રીતે અંકણેલે હવે તે માર્ગની સીધી લીધર
Page #158
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગાવન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરી
૧૨૯
એમને ચાલી જવાનું હતું. એટલે કે ભગવાન મહાવીર પ્રાચીન જૈનધર્મના અનુયાયી બની સાધના કરે છે. પાર્શ્વનાથના સંધમાં જે સાધનામાર્ગ પ્રચલિત હતા અને જે ་નસરણી વિદ્યમાન હતી તેમાં ગણનાપાત્ર નવું કશું કરવાની તેમની અપેક્ષા હતી નહી; માત્ર જે વસ્તુ સાંભળેલી હતી તેને સાધના દ્વારા સાક્ષાત્કાર કરવાના હતા. આથી તેએ અનેક વાર કહે છે કે આ હું જે કહું છું, ભગવાન પાર્શ્વ પણ તે બાબતમાં એમ જ કહ્યું છે. અર્થાત્ હું કાંઈ નવુ નથી કહેતે, અમારી માગ એક જ છે. આચારના થાડા ભેદ હતા તે બાબતમાં પણ ખુલાસે થઈ ગયા કે ઉદ્દેશ એક જ છે. પછી બાહ્ય ચિહ્નમાં કદાચ થાડા ભેદ પડે તેથી કાંઈ વિશેષતા નથી. પાર્શ્વ સંધની શિથિલતા દૂર કરી મહાવીરેતેને નવું તેજ આપ્યું અને નવેસરથી સંધની રચના કરી તેમાં પાના સંધને ભેળવી દીધા. આ કારણે તેઓ તીર્થંકર થયા અને પછીના સંધ તેમને નામે ઓળખાયા.
;
ભગવાન મહાવીર શ્રદ્ધાપ્રધાન છતાં તેમણે દીક્ષિત થઈ કાઈને પોતાના ગુરુ કર્યાં નથી. જે કાંઈ સાંભળ્યું હશે અને જે વિષે શ્રદ્ધા બેઠી હશે એ માર્ગે સ્વયં ચર્યાં અને વીતરાગ થયા. પણ યુદ્ધ વિષે એમ નથી બન્યું. તેમણે પ્રથમ શ્રદ્ધાને સ્થાન આપ્યું અને ગુરુ કર્યાં. પણ સ્વભાવમાં તર્કનું પ્રાધાન્ય હાઈ એકેક ગુરુ કરી છેડતા ગયા અને છેવટે પોતે પોતાના માર્ગ કાઢયો. એ નવે છે, અપૂર્વ છે, એવા એકરાર એમણે પોતે કર્યો જ છે. પણ સાથે જ તેમણે શ્રાંતાઓને પોતાનું કથન અધશ્રદ્ધાથી માની લેવા પ્રેર્યાં નથી; પણ પેાતાના તર્કની કસોટીથી કસી જોઈને પછી જ અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં પછીના આચાžએ, બધા જ મુદ્દો આ જ માગનું પ્રતિપાદન કરે છે અને આ ગૌતમ બુદ્ધ પચીસમા મુદ્ર છે એમ, સંપ્રદાય સ્થિર થયે, કરાવી દીધું છે.
શ્રદ્ધા અને તર્ક પ્રધાન બન્ને મહાપુરુષાની છાપ પછીના જૈન બૌદ્ધ બન્ને ધર્મીના ઇતિહાસ ઉપર પણ પડી છે. શ્રદ્ધાપ્રધાન જૈન ધમે દાર્શનિક નવાં પ્રસ્થાન કર્યાં નહી", જ્યારે ત`પ્રધાન બૌદ્ધધર્મે દાનિક અનેક નવાં પ્રસ્થાને કર્યાં અને તે તે કાળે અનેક ભારતીય દર્શનને પડકાર ફેંકવા. અને તે કારણે ભારતીય દર્શીનેામાં નવું ચૈતન્ય લાવવામાં નિમિત્ત પણ તે ધર્મી બન્યા. તેથી ઊલટુ, જૈનધર્માંના અનુયાયીઓએ પોતાનું મૌલિક મન્તવ્ય સાચવીને પણ તે તે કાળના નવીન વિચારાને જૈનધમમાં સમન્વિત કરવાના પ્રયત્ન કર્યાં.
Page #159
--------------------------------------------------------------------------
________________
જનધર્મચિતન
બન્નેના સ્વભાવમાં બીજી એક વિશેષતા એ હતી કે ભગવાન મહાવીર નિયમાના નિર્માણ અને પાલનમાં કડક વલણવાળા હતા, એટલે કે પિતૃહૃદય હતા; જ્યારે યુદ્ધ આ બાબતમાં માતૃહૃદય હતા. આ કારણે સ્વયં યુદ્ધે પેાતાના જ સમય દરમિયાન સંધમાં કેવળ અનેક અપવાદાનુ સર્જન જ નહીં, પણ અનેક નિયમેનુ વિસન પણ કરી દીધું હતું; જ્યારે મહાવીરે ઉત્સર્ગી મા ના જ આગ્રહ રાખ્યા હતા, અને અનિવાય હાય ત્યાં જ અપવાદ કર્યાં હતા; અને તે અપવાદ પણ ભગવાન બુદ્ધના નિયમાની તુલનામાં પાલનની દૃષ્ટિએ કઠોર જ ગણી શકાય એવા હતે.
૧૩૦
આગમ અને ત્રિપિટક વાંચતાં, એ બન્ને મહાપુરુષોનું જે ચિત્ર ખડું થાય છે તે એ કે ભગવાન મહાવીર તે ત્રણે લેાની વાતમાં ખૂ`પી ગયા છે; ત્રણે લેાકની જ નહી પણ તેમાં રહેલ ચોરાસી લાખ જીવયોનિની વિચારણામાં તન્મય થઈ ગયેલા દેખાય છે. આત્માની જે વિવિધ અવસ્થાએ ત્રણે લેાકમાં થાય છે તેનું વિવરણ કરતાં જાણે તેઓ થાકતા જ નથી. અને છેવટે તા તેમને એ જ કહેવાનું છે કે આ બધા વૈચિત્ર્યમાંથી અને તેમાં અનુભવાતાં અનેક પ્રકારનાં દુ:ખામાંથી મુક્ત થવુ હાય તેમ વીતરાગ બને, કોઈ પણ જીવને કષ્ટ આપ નહી. જેમ તમને કષ્ટ નથી ગમતુ ં, તેમ કોઈને પણ નથી ગમતું, માટે અપ્રમાદી અની હિંસાથી વિરત થાવ, ભગવાન મહાવીરને નાનીમેટી સૌ ક્રિયામાં હિ ંસા નજરે ચડે છે અને સર્વત્ર જીવ અને જીવ જ નજરે ચડે છે, તેથી તેમની હિંસામાંથી કેમ ખચવું એની જ ચિંતા એમને રહેછે; અને એની જ વિચારણા અને ઉપદેશ સત્ર દેખાય છે.
ભગવાન મુદ્ધને ત્રણે લાકની ચર્ચામાં કે જીવની અનેક વિવરણમાં જરાય રસ નથી; તેમને તે ખરી રીતે આત્માની નથી; બ્રહ્મની વિચારણામાં પણ રસ નથી; એમને તે આ લેકમાં જ જે દુ:ખ અનુભવાય છે તે દુ:ખના નિવારણના જ રસ છે; અને જે કાંઈ ધર્મના નામે કરો તેના ફળનો રસ અહી ને અહી જ કેમ ચાખી શકાય તેનું વિવરણ કરવામાં રસ છે. બાકીની બધી વાતે ફયાં ખાંડવા જેવી તેએ માને છે. આથી ભગવાન મહાવીરની જેમ ત્રણે લોકની અને તેમાં રહેનારા જવાની ચિંતા બુને નથી, પણ તેમની સામે ઊભેલ નેનુષ્ય તે જ ક્ષણે ધર્માં પામીને ત્યાં જ ધર્મ ના રસનેં। આસ્વાદ લેતા કેમ થાય, એની જ
યોનિમા કે તેના વિસ્તારણામાં રસ લાકમાં અને આ
માર્ગ બતાવવામાં
Page #160
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરે
૧૩૧
ચિંતા બુદ્ધ કરે છે. આથી કહી શકાય કે બુદ્ધ એક વ્યવહારુ ઉપદેશક છે, તે સીધે માર્ગ બતાવવામાં રસ ધરાવે છે.
(૨) ધર્મગત અને સંઘગત ભગવાન મહાવીરના ધર્મમાં, પ્રથમ કહ્યું તેમ, કઠોર ચર્યા ઉપર ભાર છે, જ્યારે ભગવાન બુદ્ધના ધર્મની ચર્ચા મધ્યમ માર્ગે ચાલે છે. કઠોર ચર્યાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માર્ગની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેને માગ ઘણે લાંબે હોય છે. અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠોર એ બેની વચ્ચેને તરતમભાવ અનેક રૂપ ધારણ કરે છે. પરિણામે અચારનું એક નિશ્ચિત સ્તર બંધાતું નથી. પરિણામે, આપણે જોઈએ છીએ કે, જૈન સંઘમાં શ્રાવક હાયક સાધુ હોય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને ઓળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્વિત ધોરણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંઘને મળે; અને તેથી જૈન આચારને સ્તર બાંધી શકાય છે.
પણ બૌદ્ધધર્મ અને સંગમાં મધ્યમમાગ માનેલ હોઈ આચારનું એક નિશ્ચિત ધારણ બાંધી શકાય એમ રહ્યું નહીં. પરિણામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધોરણે નિશ્ચિત રહી શક્યાં નહી. પરિણામ આવ્યું કે તિબેટને બૌદ્ધધર્મ અને સિંહલને બૌદ્ધધમ બુદ્ધાદિ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં, એમની વચ્ચેના આચારભેદની ખાઈ ન પૂરી શકાય એવી થઈ ગઈ અને છતાં બને બૌદ્ધધ ગણુયા. એથી ઊલટું, જૈનધર્મ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં હોય છતાં પણ તેના આચારના નિયમોનું અમુક ઘેરણ તા રહેવાનું જ.
બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે મૌલિક બૌદ્ધધર્મ રહ્યો નહીં; જ્યારે જૈનધર્મ પિતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શક્યો, પણ જેનધમ રહ્યો. મધ્યમ માર્ગ અને ઉત્કટ માર્ગના આગ્રહનાં આ બે પરિણામે પ્રત્યક્ષ છે.
– પ્રબુદ્ધવન, તા. ૧-૧૧-૬૪ તથા ૧૬-૧૧-૬ ૪
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૨
અનેકાંતવાદ
(૧) જીવન અને વિચાર માટે અનિવાય
એકાંત એટલે એક છેડા. ગુજરાતીમાં આપણે કહીએ છીએ એ તે છેલે પાટલે બેઠે છે; તાત્પર્ય એ કે એ હઠે ચડયો છે. કોઈ પણ વસ્તુ વિષે એક રીતે જ વિચારવું અને તે વિષે ખીજા દૃષ્ટિબિન્દુને લક્ષ્યમાં લેવું જ નહિ– આવી હઠાગ્રહી-કદાગ્રહી વૃત્તિમાંથી એકાંતવાદ જન્મે છે. તત્ત્વ વિષેના, જીવ, જગત અને ઈશ્વર આદિ વિષેના આવા હઠાગ્રહ એકાંતવાદ છે અને તેથી વિરાધી તે અનેકાંતવાદ છે. જીવનમાં જેમ કેવળ હઠાગ્રહથી ચાલતું નથી, માંડવાળ કેળવવી પડે છે, તેમ દા`નિક વિચારામાં પણ એવી માંડવાળ કરવાની વૃત્તિમાંથી અનેકાંતવાદને જન્મ થાય છે.
સત્યદર્શન માટે અનેકાંતવાદની જરૂર
હાથીની એક માટી હાર ઊભી હોય. બધા હાથીની સૂંઢ પૂર્વ દિશામાં અને પૂંછ્યુ... પશ્ચિમ દિશામાં હોય. માત્ર સૂઢને જોનારને એ ખ્યાલ નહિ આવે કે હાથીને પૂ`છ્યું પણ છે, અને પૂછડાં જોનારને એ ખ્યાલ નહિ આવે કે તેને સૂંઢ પણ છે. હાથીની એક બાજુ જોઈ શકનાર માટે આમ થવુ સ્વાભાવિક છે. પણ તેથી કાંઈ હાથીનું પૂછ્યું કે સૂંઢ મટી જતાં નથી. જોનારની મર્યાદાને કારણે એકાંગી દર્શીન થયું છે, પણ જોનારની મર્યાદાને વધારવામાં આવે. તેને એવી જગ્યાએ ઊભા કરવામાં આવે કે તે હાથીના ઉક્ત બંને અવયવ જોઈ શકે, તે। પછી તેને વિવાદનું સ્થાન નહિ રહે. આ જ વાતને વસ્તુ વિશેના તત્ત્વવિચારમાં પણ સ્થાન છે. મનુષ્યથી જ્ઞાનમર્યાદા જેમ જેમ વધે છે; તેમ તેમ તે એક જ વસ્તુનાં નવાં નવાં રૂપાને જાણતા થાય છે. પણ પ્રથમ તેણે વસ્તુમાં જે જોયું કે માન્યું તેને જ પકડીને બેસી રહે અને એથી આગળ જોવાને તૈયાર જ ન થાય તે તેને આપણે એકાંતવાદી કહીએ. અને જે વસ્તુ વિષે એક બાજુ નહિ, પણ સાઁભવતઃ બધી બાજુતે શતાની શક્તિ અનુસાર વિચાર કરવા તૈયાર હાય તે અનેકાંતવાદ કૃષ્ણ! ટ
Page #162
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૩૩
જીવનવ્યવહારમાં જે મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તો જીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ-એમ અનેક અનુભવોથી આપણે શીખ્યા છીએ. પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તત્ત્વજ્ઞો કે દાર્શનિકે એ તત્ત્વવિચારમાં સર્વાશે સ્વીકારી નથી. કેટલીક વાર એ શીખ વિચારક્ષેત્રમાં પણ જાયે-અજાથે કામ કરતી જ હોય છે, પણ તેમને હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે.
અનેકાંતવાદની સમજૂતી આપવા અંધગજન્યાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજનો હાથી કેવો છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂછડું, પગ, કાન આદિ જુદા જુદા અવયવોને સ્પર્શ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભો થાય છે, તેવા પ્રકારને વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કઈ પણ તત્ત્વ કે વસ્તુના આંશિક દર્શનથી થાય છે, અને એમાંથી એકાંતવાદોનો ઉદ્દભવ થાય છે. પણ જેમ એ બધા અને વિવાદ દ્રષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને, વસ્તુના પૂર્ણરૂપને સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક વિરોધી મન્તવ્યોને સમાવેશ થઈ જતો હોઈ દેખીતો વિરોધ ત્યાં ગળી જાય છે એમ માનવું જોઈએ.
ત્રાજવાની દાંડી એની એ જ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની દાંડીના ઊંચાનીચાપણામાં જુદે જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પિતાનું હિત જણાય છે, જ્યારે વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું સમધારણ રહે. ત્રાજવાના નીચાપણુમાં દૃષ્ટિભેદને કારણે બે વ્યક્તિઓમાં લાભ–અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ, તેઓ એકબીજાનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી; બને પિતાના જ લાભને વિચાર કરે છે, સામાના ગેરલાભને નહિ. પણ જો તેઓ માત્ર પિતાના લાભનો જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે તરત જ તેમને સ્પષ્ટ થશે કે ત્રાજવું જે સમધારણ રહે તો જ બન્ને પક્ષે ન્યાય થાય છે. આપણા વિચારો વિષે પણ આવું જ બને છે. આપણે કોઈ એક બાબતમાં કેવળ આપણું જ વિચારની સત્યતા સ્વીકારતા હોઈએ તે સામા પક્ષના સત્યને દેખી શક્તા નથી; પણ જે મનને સમન્વયશીલ કે મધ્યસ્થ બનાવીએ તો તરત જ સામાના વિચારમાં રહેલ સત્યનું પણ દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ અનેકાંતવાદ વિકસે છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જેનધર્મચિંતન
ધાર્મિક અસહિષ્ણુતા ટિબેટમાં માત્ર બૌદ્ધધર્મને જ પ્રચાર હતો અને ખ્રિસ્તી લેકે પિતાન. ધર્મને પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા પાસે ગયા. ત્યાંના રૂટ કારભારીઓ અને એવા જ પ્રજાજના અગ્રણીઓએ રાજાને ખ્રિસ્તી લેકાને ધર્મ પ્રચારની છૂટ ન આપવી સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપે કે, “આપણે તેમની વાત જરૂર સાંભળીશું. આપણામાં જ–આપણા ધર્મમાં જબધું કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું રહ્યું નથી એમ કેમ કહેવાય ? આપણા માગે આપણે ચાલીએ છીએ, તેમના માર્ગે તેઓ ચાલે છે: પણ જે આપણે તેમના માર્ગના અનુભવો સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને ગ્ય હશે તો તેનો મેળ આપણા માર્ગમાં આપણે કરી લઈશું. તે તેથી આપણે માર્ગ પણ સરલ બનશે. આથી બીજાને સાંભળવામાં અંતે તો આપણે જ ફાયદામાં રહીશું; તો શા માટે તેમને અવકાશ ન આપવો ? વળી આપણે ધર્મ તો આપણી રગેરગમાં ઊતરી ગયા છે; ને ત્યાંથી ખસી જવાને કઈ ભટ્ટ નથી; તો બીજાને સાંભળવામાં શું નુકસાન છે ?”
રાજએ તો પોતાની ઉદારતા બતાવી. પણ ખ્રિસ્તીઓ આવી ઉદારતા બતાવી શક્યા નથી. તેઓ જ્યાં જાય છે ત્યાંના ધર્મનાં દૂષણો શોધવાનું જ કામ કરે છે. આથી અંતે તેઓ વિવિધ ધર્મોવાળી પ્રજાઓ સાથે એકરસ થઈ શકતા નથી. ટિબેટના રાજાની ઉદારતાને ગેરલાભ ઉઠાવી અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખ્યો ! રોમમાં ખ્રિસ્તીઓએ બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યની હોળી કરી હતી ! મુસલમાન પણ આવું જ કરે છે. તેમને પણ કુરાન સિવાય અન્યત્ર ધમ દેખાતો જ નથી. જે વયં કુરાનમાં તે ઘણી જ ઉદારતા બતાવવામાં આવી છે, પણ મુસલમાનોમાં અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતાનો સદંતર અભાવ જ દેખાય છે; અને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરોધી ધર્મોને નેસ્તનાબૂદ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આથી તેઓ પણ અન્ય ધર્મીઓ સાથે એકરસ થઈ શક્યા નથી.
કોઈ પણ સાચો ધાર્મિક પુરુષ પિતાના માની લીધેલા ધર્મમાં એકાંત બંધાઈ ન રહેતાં, જ્યાંથી પણ તેને જે કાંઈ સાચું અને એગ્ય મળે તેને સ્વીકાર રહે. તે તે અંતે તો પિતાના જ ધર્મની પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ ફાઈ પણ ધર્મના ઇતિહાસમાંથી પ્રમાણ સાથે સિદ્ધ કરી શકાય તેમ
Page #164
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૩૫
છે. અને જે ધર્મોએ આવી ઉદારતા નથી દેખાડી તે પૃથ્વી પટ ઉપરથી નાખૂદ પણ થઈ ગયા છે અથવા પૂર્ણ પ્રતિષ્ઠા જમાવી શકયા નથી.
જૈનધમ ની પ્રગતિશીલતા
જે સમાજ પાતાને સનાતની તરીકે ઓળખાવતા હોય તેમાં પેાતાની રઢ માન્યતાઓમાં સ્વૈચ્છિક પરિવતન કે પરિમાજન કરવાની તમન્ના નથી હતી, પણ આસપાસનાં પરિબળેા તેમને તેવું પરિવર્તન કે પરિમાન કરવાની ફરજ પાડે છે, અને અંતે તેના નેતાએ પેાતાનાં રૂઢ મન્તવ્યાને કાયમ રાખીને પણ તેવું પરિવર્તન કાળબળને નામે સ્વીકારી તે લે છે, પણ્ ગુણગાન તે રૂઢ માન્યતાનાં જ કરે છે. પ્રત્યેક ધાર્મિ ક સમાજની આ એક ખાસિયત હોય છે. આથી રૂઢ સનાતન માર્ગમાં નવું નવું સત્ય સ્વીકાર કરવાના આગ્રહ ધરાવતા અનેકાંતવાદના પ્રવેશને બહુ જ એઅે અવકાશ રહે છે. અનેકાંતવાદના પ્રવેશ ત્યાં જ સહજ બને છે, જે સમાજ પ્રગતિશીલ હૈાય. આ દૃષ્ટિએ સનાતની હિન્દુ-વૈદિક સમાજ કરતાં જૈનધર્માંન વધારે પ્રગતિશીલ ગણવા જોઈએ. જૈનધર્મના અનુયાયીઓમાં પણ વૈદિકની અસર જેવી તેવી નથી થઈ, તે પણ પેાતાના સનાતનપણાના સમથનમાં અનેક દલીલે! કરતા થઈ ગયા છે, પણ સમગ્ર ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, જૈનને અને ધમે પોતાને સનાતની કહેવરાવવામાં રાચવા છતાં સત્ય સ્વીકાર માટેના પેાતાનાં કાર હમેશાં ખુલ્લાં જ રાખ્યાં છે. અને સમાજના આચરણમાંથી કે આસપાસના દાનિક વિચારામાંથી જે કાંઈ ઉચિત જણાયું, સત્ય જાણ્યું, તેને પેાતાના આચાર અને દર્શીનમાં સ્વીકારીને આત્મસાત્ કરી લીધું છે, અને તેમ કરવામાં ગૌરવના જ અનુભવ કર્યાં છે. આનુ કારણ જૈન દનની પ્રકૃતિમાં જ અનેકાંતવાદની ભાવના મૂળથી રહી છે તે છે. આથી નિઃસ`શય કહી શકાય કે ભારતીય વિવિધ સમાજોમાં જૈન સમાજ પ્રગતિશીલતાની દૃષ્ટિએ અગ્રણી મનાવા જોઈએ. દાનિકોને એક યા ખીજી રીતે વિચારક્ષેત્રમાં અનેકાંતવાદને આશ્રય લીધા વિના ચાલતું જ નથી; પણ જૈન દર્શન જ એવું દન છે કે જેણે પેાતાના સમગ્ર દાર્શનિક વિચારને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ ગાઠવ્યા છે. તેથી તે વાદ જૈતાના પેાતાના થઈ ગયા હાઈ, બીન દાનિકા જૈનેની જેમ અનેકાંતવાદી બનવામાં ગારવનો અનુભવ નથી કરતા. પણ કાઈ ગારવનો અનુભવ કરે કે ન કરે, તેથી કાંઈ અનેકાંતવાદનું ગૈારવ ધટતુ નથી. સત્યન અને વિચારવિકાસ માટે અનેકાંતવાદનો સર્વક્ષેત્રે સ્વીકાર કર્યાં વિના ખીજો કાઈ રસ્તા છે જ નહિ.
ન્
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જૈનધર્મચિંતન
(૨) અનેકાંતવાદનું મૂળ અહિંસા આટલી અનેકાંતવાદની સામાન્ય ચર્ચા પછી જૈન દર્શન અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ કેમ ઊભું થયું એ વિચારવાનું પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરને જીવનનો મંત્ર એક જ હતો અને તે છે અહિંસા. ભગવાન મહાવીરે જગતને અણુઅણુમાં વોનો વાસ છે. તેમનું સંવેદનશીલ સમભાવી હૃદય અનુભવવા લાગ્યું, કે જીવન મને જેમ પ્રિય છે, તેમ આ સૂક્રમમાં સૂક્ષ્મ જંતુઓને પણ પ્રિય છે; મને દુ:ખ ગમતું નથી તેમ એ સર્વને પણ દુ:ખ અપ્રિય છે. તો મારે જીવનવ્યવહાર એવી રીતે ગોઠવો જોઈએ, જેથી અન્ય જીવની હિંસા થાય નહિ. આવા તીવ્ર સંવેદનમાંથી મહાવીરે અહિંસક જીવનવ્યવહાર અપનાવ્યો અને લેકજીવનમાં સંયમનો ઉપદેશ દીધે.
વિચારસંપત્તિનું મૂલ્ય અહિંસક જીવનવ્યવહારમાંથી જ બીજાના વિચારને ઠેસ ન પહોંચાડવાની વૃત્તિનો જન્મ થાય છે, કારણ કે એ અનુભવની વાત છે કે, સૌને મન પિતાની બાહ્ય સંપત્તિની જેમ વિચારસંપત્તિનું પણ બહુમૂલ્ય હોય છે. એ પણ અનુભવાય છે કે માણસની બાહ્ય સંપત્તિ ભલે ફના થતી હોય, પણ પિતે નક્કી કરેલા વિચાર કે મંતવ્યને છોડવા તે ઝટ તૈયાર થતું નથી. આમ પોતાના મત, મંતવ્ય કે વિચાર પ્રત્યે વ્યક્તિને એક પ્રકારની નિષ્ઠા અને મમતા હોય છે. એની એ નિષ્ઠાને કે મમતાને જ્યારે આપણે વગર વિચાર્યું ઝટ જૂઠી કહી દઈએ છીએ ત્યારે તે આંચકે અનુભવે છે, તેને તીવ્ર દુઃખ થાય છે અને તેની પ્રતીકાર કરવા તે તયાર થઈ જાય છે; અને પિતાનાં સાચાં-ખોટાં મંતવ્યોને વધારે બળપૂર્વક વળગી રહેવા તૈયાર થાય છે. સામી વ્યક્તિ પણ પિતાનાં મંતવ્યોને તે જ પ્રમાણે વળગી રહેવા તૈયાર હોય છે. આથી વાદ-વિવાદની, વૈર–પ્રતિવેરની પરંપરા જ વધે છે, અને આ હિંસા જ છે. આ વૈચારિક હિંસાના નિવારણરૂપે જ અનેકાંતવાદનો વિકાસ કરવાનું ભગવાન મહાવીરે ઉચિત માન્યું અને તેમણે પિતાના દર્શનને અનેકાંતવાદની ભૂમિકા ઉપર જ વિકસાવ્યું. જીવની હિંસા જે વિજય હોય તો જીવના કોઈ પણ મંતવ્યને ઝટ દઈ બેટું કહી દઈ તેને દુ:ખ પહોંચાડવું, એ પણ હિંસા જ છે અને તેથી તેમ કરવું પણ વર્જ્ય ગણવું જોઈએ. આથી કંઈ મંતવ્યને જે ખોટું ન કહેવું હોય તે તેમાંથી સત્ય શોધવાની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. જ્યાં સુધી વિરોધીના મંતવ્યને અસત્ય માનતા હોઈએ
Page #166
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૩૭
ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તો બને જ નહિ; એટલે તેમાંથી સત્ય શોધવાને પ્રયત્ન અનિવાર્ય બને છે. આ પ્રયત્નમાંથી એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે, અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભે થાય છે.
સમવયની સંજીવની
આચાર્ય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલા વચન માગે છે તેટલા જ નયે છે અને જેટલા નો છે તેટલાં જ પરદશન છે. આ જ વાતને આગળ વધારીને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદર્શન છે તે બધાં મળીને જૈન દર્શન બને છે. પરસ્પરવિરોધી મંતવ્યોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરી તેમને એમ સમગ્ર-પૂણ દર્શનરૂપે સમન્વય કરવામાં ન આવે. વિરોધનો આધાર પરસ્પરમાં રહેલ દોષો કે ન્યૂનતાઓ છે. પણ જેમ કોઈ મંતવ્યમાં દેષ કે ન્યૂનતા હોય છે, તેમ તેમાં ગુણ અને વિશેષતા પણ હોય છે. જે ક્ષણે એ ગુણ અને વિશેષતા તરફ ધ્યાન આપવામાં આવે છે, તે ક્ષણે જ વસ્તુદર્શનનો એ પણ એક પ્રકાર છે, નય છે, એમ સ્પષ્ટ થાય છે અને વસ્તુદર્શનની પૂર્ણતામાં એ પણ એક અંગ બની જાય છે. જેમ નાના પ્રકારના, જુદા જુદા રંગનાં મોતીએ જ્યાં સુધી પૃથફ હોય છે, ત્યાં સુધી તેમની જુદાઈ તરફ જ વિશેષ ધ્યાન જાય છે અને તેમની એકતાને બદલે પાર્થક્ય વિષે જ મત દઢ બનતું જાય છે. પણ એ બધાં મોતીઓને જ્યારે એક હાર બનાવવામાં આવે છે, ત્યારે તેઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોઈને એક હારના અંગ રૂપે બની જાય છે. તેમાં એક નવા જ પ્રકારની સંગતિ તેઓ ઊભી કરે છે. આ જ રીતે જ્યાં સુધી ભિન્ન ભિન્ન દશનો પિતાની જ સચ્ચાઈ વિષે આગ્રહ રાખે ત્યાં સુધી તે દર્શન મિથ્યા કહેવાય, કારણ, તેઓ આંશિક સત્યને પૂર્ણ સત્ય માનીને રાચતાં હોય છે; પણ જ્યારે તેમાંથી પૂર્ણતાને આગ્રહ દૂર કરીને તેમને પૂર્ણ દર્શનના અંગ તરીકે, નય તરીકે, એક પ્રકાર તરીકે જૈન દર્શનમાં મૂકવામાં આવે છે, ત્યારે તેઓ મિથ્યા મટીને સત્ય બની જાય છે. અને એવા આંશિક સત્યોને એકત્ર કરીને વિવિધ નયોમાંથી જૈન દર્શનનો પ્રાસાદ ખડે કરવામાં આવે છે. એટલે તે મિથ્થામાંથી ઊભો થયેલ છતાં પોતે મિથ્યા નથી, એટલું જ નહિ પણ, પ્રથમ જે મિથ્યા હતા તેમાંથી પણ મિથ્યાત્વને ગાળી નાખનાર છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
જૈતધમ ચિ'તન
જેમ અનેક દિશામાંથી આવનારી નદી સમુદ્રમાં મળીને એક થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ખાઈ નાખે છે, તેમ અનેકાંતવાદમાં પણ અનેક એકાંતવાદી મતો મળી જાય છે અને પેાતાનું અસ્તિત્વ ખાઈ નાખે છે. અર્થાત્ તે જુદા હતા ત્યારે મિથ્યા કહેવાતા, પણ જ્યારે અનેકાંતમાં સમન્વિત થઈ ગયા ત્યારે તેમનું જુદું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને સત્યના એક ભાગ તરીકે જ વમાનમાં રહે છે; આથી તેઓ મિથ્યા મટી જાય છે. અનેકાંતવાદની સંજીવની શક્તિ એવી છે કે, એ મતાને નવતર રૂપ આપી દે છે; તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતુ હાઈ તે મિથ્યા રહેતા નથી; સત્યના એક અશ તરીકે નવજીવન પ્રાપ્ત કરે છે.
૧૩૮
જૈન દશ્યનની આ 'જીવની જેમનામાં હાડાહાડ વ્યાપી ગઈ છે તેવા આચાર્ય હરિભદ્ર કે હેમચંદ્રને કહેવાતા મિથ્યાદર્શનમાં કે મિથ્યાત્વી દેવમાં કશે જ દોષ જણાતા નથી. અને તેથી; આપણે જોઈએ છીએ કે, આચાય હરિભદ્ર અન્ય નાના કપિક આદિ પ્રણેતાઓને પણ જૈન તીથ કરની કાટિથી ઊતરતા ગણવા તૈયાર નથી; અને આચાર્ય હેમચંદ્ર જે ભક્તિભાવથી તીય કરની સ્તુતિ કરે છે એ જ ભક્તિભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે દેખાય છે : આ છે અનેકાંતવાદની સવની શક્તિ. દેવામાં એકતાનું ભાન કરવું એ તે કદાચ મનુષ્યમાં ઉદારતા હાય ! પણ સ ંભવે. પરંતુ વિભિન્ન મતોમાં સામજસ્ય સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધાં દનાનો સમૂહ એ જૈન દર્શન છે એ એક વાત છે, પણ એ બધાંને સમન્વય કરીને એક વ્યવસ્થિત દન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણુ કે, અનેક વિરેાધી મતથ્યામાં રહેલ એકતા શાધવાનુ કા સર” નથી. પણ જૈન દાનિક આચાયેંએ એ પાતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવાં નવાં મહતવ્યેા ઊભાં થયાં હાય છે તે સૌને યથાસ`ભવ તાર્કિક સમન્વય કરીને તેને અનેકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યેાગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાકિ કતાની અને મધ્યસ્થપણાની પૂરી કસોટી થઈ ય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિમાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાનિક વિકાસક્રમમાં તેમનું ઉપયુક્ત સ્થાન, તે તે મંતવ્યેના ઉત્થાનનાં અનિવાય` કારણે, તે તે મ'તવ્યેાના ગુણદાષા, તે તે મતવ્યેામાં પરસ્પરના વિરાધ, અને છેવટે સમન્વયનેા માર્ગ—આટલી બાબતોની વિચારણા અનિવાય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્રિત થઈ શકતુ નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૩૯
અનેકાંતવાદના પ્રાસાદની ભવ્ય રચના અને વિકાસ માટે ભગવાન મહાવીરથી માંડીને ઉપાધ્યાય યશવિજય સુધી બરાબર કાળક્રમે પ્રયત્ન થતિ રહ્યો છે. પરિણામે એમ નિ:સંકેચપણે કહી શકાય કે ભારતીય સમગ્ર દર્શનોના વિકાસ સાથે સાથે જૈન દર્શન પણ તે સૌને આત્મસાત કરતું ભારતીય દર્શનની વૈજયન્તી લહેરાવે છે. અને એ એક જ દર્શનને અભ્યાસ કરવામાં આવે તો સમગ્ર ભારતીય દર્શનના વિકાસને તાદશ ઈતિહાસ વાચક સમક્ષ ખડે થઈ જાય છે.
(૩) અનેકાન્તદષ્ટિએ વિવિધ મને સમન્વય જૈન દર્શનની અનેકાંતવાની ભાવના વિષે આટલે વિચાર કર્યા પછી તેનું અવતરણ કેવા કેવા માગે ક્યાં ક્યાં જૈનોએ કર્યું છે તે વિષે સંક્ષેપમાં વિચાર કરી લઈએ.
સૌ ધર્મોમાં પોતપોતાનાં શાસ્ત્રની જે પ્રતિષ્ઠા હોય છે તે અનુપમ છે. જૈનધર્મમાં પણ પિતાનાં શાસ્ત્રની પ્રતિષ્ઠા અનુપમ છે જ. છતાં પણ ત્યાં અનેકાંતભાવના કેવી નિરાગ્રહવૃત્તિ ધારણ કરી શકે છે, તેનું ઉદાહરણ જેનેનું નંદીસૂત્ર નામનું શાસ્ત્ર પૂરું પાડે છે. નંદીસૂત્રમાં સભ્યશાસ્ત્ર અને મિથ્યાશાસ્ત્રની કસોટી આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે, સ્વયં વ્યક્તિ જે સમ્યકત્વી અર્થાત વિવેકી, જ્ઞાની હોય તે તેને માટે જૈન આગમો કે અજેને મહાભારત આદિ શાસ્ત્રો એ બધાં જ સરખી રીતે સમ્યફ શાસ્ત્રો છે. પણ જે વ્યક્તિ સ્વયં મિથ્યાત્વી અર્થાત અવિવેકી. અજ્ઞાની હોય તો તેને માટે જેન–અજેન સર્વ શાસ્ત્રો મિથ્યાશ્રુત-મિથ્યાશાસ્ત્રો બની જાય છે. આમ માનવાનું કારણ એ છે કે, એકની એક વસ્તુ જેમ દ્રષ્ટાની ભાવના પ્રમાણે વિવિધ રૂપ ધારણ કરે છે, તેમ શાસ્ત્રો પણ દ્રષ્ટાની ભાવના પ્રમાણે જ વિવિધ રૂપ ધારણ કરે છે. આથી કઈ એક શાસ્ત્ર એકાંત સમ્યફ કે મિથ્યા છે એવો નિયમ કરી શકાય નહિ.
સૂર્ય પ્રકાશ આપે છે ખરે, પણ ઘૂવડને એ કશા કામને નથી, ચરોને એ પોતાની ઈષ્ટ સિદ્ધિમાં બાધક જ બને છે, તેમ તીર્થંકરો કે મહાપુરુષો વિષે પણ છે. સર્વજનહિતનું ધ્યેય લઈ ચાલવા છતાં તેઓ સરખી રીતે સૌના પૂજ્ય બનતા નથી; કારણ, ગ્રાહકની યોગ્યતા-અયોગ્યતાને લીધે તેમના પ્રત્યે આકર્ષણ -વિકર્ષણ થાય છે. એટલે તીર્થંકર પણ સૌને માટે સરખી રીતે તીર્થકરરૂપ બની શકતા નથી. આ જ ન્યાય સૌ વસ્તુ વિષે અનુભવાય છે. વસ્તુ એની એ છતાં, દ્રષ્ટાના દષ્ટિબિંદુ પ્રમાણે, તે વિવિધ દશને ઊભાં કરે છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈનધર્મચિંતન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય–વસ્તુદર્શનના જે નાના પ્રકારે છે એ બધાનું વગીકરણ જૈન આચાર્યોએ, ભગવાન મહાવીરને અનુસરીને, બે દૃષ્ટિ કે બે નયામાં કર્યું છે : એક છે ભેદર્શન અને બીજુ છે અભદદર્શન; એક છે વિશેષગામી દર્શન અને બીજુ છે સામાન્યગામી દર્શન; એક છે અનેકત્વનું દર્શન અને બીજુ છે એકત્વનું દર્શન. દર્શન ગમે તે હોય, પણ તે આ બેમાંથી ગમે તે એકમાં સમાવિષ્ટ થઈ જ જવાનું. જૈન પરિભાષામાં અભેદ દર્શનને દ્રવ્યાર્થિક નય અને ભેદર્શનને પર્યાયાથિક નય કહે છે. ભારતીય તો શું પણ વિશ્વના કોઈ પણ દાર્શનિક મન્તવ્યને આ બેમાંથી ગમે તે એકમાં સમાવેશ થઈ શકે છે એવો દાવ જૈન આચાર્યો છે. અને તેમણે અત્યાર સુધીમાં ઊભા થયેલા તેમને જ્ઞાત સમગ્ર દર્શને આ બેમાંથી ગમે તે એકમાં કેવી રીતે સમાવી શકાય છે તે યુક્તિપૂર્વક બતાવ્યું પણ છે. એ બે નયોના અવાંતર ભેદ સાત કરવામાં આવ્યા છે અને તે સાત નિયામાં ભારતીય દર્શનના સમગ્ર વિસ્તારને સમાવી લેવામાં આવ્યો છે.
વ્યવહારનય–કવ્યાર્થિક નયના એક ભેદ તરીકે વ્યવહારનય માનવામાં આવે છે. વ્યવહારનું તાત્પર્ય એ છે કે લોકવ્યવહારને પ્રમાણ માનીને ચાલવું. લોકવ્યવહાર વસ્તુગત સૂકમ ભેદોને ધ્યાનમાં લીધા વિના જ સ્થૂલ અભેદ માનીને ચાલે છે. આથી વ્યવહારનય દ્રવ્યાર્થિકનો ભેદ છે અને જ્ઞાનને નહિ, પણ અજ્ઞાનને મહત્ત્વ આપે છે. ચાર્વાકે વ્યવહારનયવાદી જ છે, કારણ કે તેઓ પણ માત્ર ભૂતને જ માને છે અને સ્વતંત્ર એવા જ્ઞાનમય ચૈતન્ય આત્માને માનતા નથી, કારણ કે તેઓ લેકવ્યવહારને જ પ્રમાણ માનીને ચાલે છે; આત્મા જેવી સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પડતા નથી. આથી તેઓ અજ્ઞાનવાદને જ આશ્રય લે છે. ચાર્વાકને વિરોધ તે દાર્શનિકોએ આત્મતત્ત્વ સ્વતંત્ર માનીને કર્યો જ છે. જૈન દર્શનમાં છવ અને અજીવ તોની માન્યતા સ્થિર થયેલી છે. આથી જડ ભૌતિક વસ્તુ પૂરતું ચાર્વાક દર્શન સાચું છે, પણ ચૈતન્ય વિષેની તેની માન્યતા ભ્રામક છે; એટલે તે પણ એક નયને અનુસરે છે એમ માનવું રહ્યું. અને એક નયમાં પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી, પણ સર્વનોમાં પૂર્ણ સત્ય પ્રગટ થાય છે. આથી ચાર્વાકને પણ એકાંત અસત્ય દર્શન કહી શકાય નહિ; તેમાં પણ આંશિક સત્ય તે છે જ, એમ જૈન દર્શન કહે છે. સંસારી જીવાત્મામાં અધિકાંશ એવા છે, જેમને આત્મ-અનાત્મને વિવેક છે જ નહિ. અને તેઓ અજ્ઞાનને કારણે શરીરને જ આત્મા માનીને વ્યવહાર કરે છે. આ વ્યવહાર ચાર્વાક દર્શનને આધારે છે એમ જ કહેવું જોઈએ. વ્યવહારનયનું મંતવ્ય છે
Page #170
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૪૧
કે પ્રમાણમાં વિવિધ લક્ષણે, જે દાર્શનિકે દ્વારા આપવામાં આવ્યાં છે, તે એકબીજાથી જુદાં પડે છે. એટલે એમાંથી કોને સાચું માનવું ? પ્રમાણ કોને માનવું ?—એ જ્યાં નક્કી થઈ શકતું ન હોય, ત્યાં તે દ્વારા વસ્તુતત્ત્વનું જ્ઞાન કરવા જવું, એ વળી, તદ્દન અશક્ય છે. માટે લેકમાં સાચું માનીને જે વ્યવહાર ચાલે છે તે ઉચિત છે, વસ્તુતત્ત્વનું યથાર્થ જ્ઞાન અશક્ય જ છે, જ્ઞાન થઈ શકતું નથી, માટે અજ્ઞાન જ શ્રેય છે–આમ વ્યવહારનયને આશ્રયે અજ્ઞાનવાદનું ઉત્થાન છે. લોકમાં આવા અજ્ઞાનવાદને આશ્રય આપણે જયાં ત્યાં જોઈએ જ છીએ અને શાસ્ત્રોમાં પણ એનું સમર્થન કરે એવાં વાક્યો છે. દમાં જ
કહ્યું છે :
અઢા વેઢચુત લાગતા ડુત સુર્ય વિષ્ટિ : : ........ ... अस्याध्यक्षः परमे व्योमनू सेा अङ्ग वेद यदि वा न वेद ।"
ભર્તુહરિએ કહ્યું છે – “નૈનાનુમિતિisધ્યર્થ કુરતુમાતૃમિ: મિથુરાતતરર-રવિવારતે ”
એક કુશલ પુરુષ એક રીતે અનુમાનથી વસ્તુ જ્ઞાન કરે છે, પણ તેથી વધારે કુશલ પુરુષ હોય તો તેના એ અનુમાનજ્ઞાનને ઉથલાવી પાડે છે. ત્યાં કેના અનુમાનજ્ઞાન ઉપર ભરોસે કરવો ? જૈન શાસ્ત્રોમાં પણ અજ્ઞાનવાદને ક્રિયાવાદ આદિ ચાર વાદના એક ભેદ તરીકે ઉલ્લેખ આવે જ છે. આમ અજ્ઞાનવાદ ખરી રીતે મનુષ્યજાતિ એટલે જ જૂને ગણી શકાય. વળી, મીમાંસકેએ તે જ્ઞાન કરતાં કમને જ મહત્વ આપ્યું છે અને તે રીતે જ્ઞાન નહિ તે અજ્ઞાન એ અર્થમાં તેમને કર્મવાદ પણ એક પ્રકારનો અજ્ઞાનવાદ જ છે. આ બધા પ્રકારના અજ્ઞાનવાદને સમાવેશ જૈનસંમત વ્યવહાર નયમાં છે. અને તે મતને સમન્વય જેનોએ જીવ અને અજીવ તત્ત્વ માનીને તથા આત્મામાં–સંસારી આત્મામાં-જ્ઞાન-અજ્ઞાન અને માનીને કરેલ છે. પરમ તત્વનું ભલે પ્રત્યક્ષ જ્ઞાન ન હોય, પરંતુ પરાક્ષ જ્ઞાન એ કાંઈ અજ્ઞાન જ છે એમ કહી ન શકાય. વળી, અજ્ઞાનવાદીએ દાર્શનિકનાં લક્ષણોમાં વિરોધ દર્શાવ્યો છે, પણ તે વિરોધ દર્શનને તે તેને જ્ઞાન જ માનવું પડે છે, અન્યથા વિરોધ સિદ્ધ નહિ થાય. આમ લેકવ્યવહારમાં પણું જ્ઞાન–અજ્ઞાન બનેથી કાર્યસિદ્ધિ થાય છે, નહિ કે એકલા અજ્ઞાનના આશ્રયથી. મીમાંસક વેદોનું તાત્પર્ય ભલે ફમાં માને, પણ એ કમ વિષે તે યથાર્થ જ્ઞાન જોઈએ જ ને ? આમ કર
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જનધર્મચિંતન
પોતે ભલે જ્ઞાન રૂ૫ ન હોય, પણ તે વિષેનું જ્ઞાન જે ન હોય અને અજ્ઞાન જ હોય તો અમુક જ કર્મમાં પ્રવૃત્તિ અને અમુકમાં નિવૃત્તિ કેવી રીતે થાય ? માટે મીમાંસકોએ પણ એકાંત કર્મ નહિ પણ જ્ઞાનને પણ માનવું જરૂરી છે. માત્ર દવા લેવાની ક્રિયાથી-કર્મમાત્રથી રોગમુક્તિ નથી થતી, પણ યોગ્ય દવા કઈ એ જાણીને દવા લેવાથી રોગમુક્ત થવાય છે. માટે જ્ઞાન અને કર્મના સમુચ્ચનો માર્ગ એ જ હિતાવહ છે.
મીમાંસકેએ વેદોને અપૌરુષેય માન્યા, તેમાં પણ અજ્ઞાનવાદને જ આશ્રય છે. કયા પુરુષે અને ક્યારે તે રચ્યા તે જાણી શકાતું નથી માટે તે અપરણેય છે. પણ તેથી વિરુદ્ધ, જેનું કહેવું છે કે, વિદ્યાઓ ભલે અનાદિ હોય અને તે તે વિદ્યાઓના આદિ ઉપદેષ્ટા જ્ઞાત નથી માટે તે દષ્ટિએ ભલે તેને અપૌરુષેય કહે, પણ તે તે વિદ્યાઓને નવું નવું રૂપ આપનાર તે પુરુષો જ છે અને તેઓ સાત પણ છે. ઋચાના અમુક મંત્રના દ્રષ્ટા અમુક ઋષિઓને માનવામાં આવે જ છે, તો પછી એ દૃષ્ટિએ વેદોને પૌરુષેય માનવામાં શે બાધ છે ? જેનોનાં બાર અંગે વિશે પણ જેની ધારણું છે કે, તે અનાદિ-અનંત છે અને છતાં વિદ્યમાન અંગે ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને ગણધરની રચના છે. આમ તે પણ પૌરુષેય અને અપૌરુષેય સિદ્ધ બને છે.
સંગ્રહનય–એક તરફ ચાર્વાક છે, જેણે માત્ર જડ તત્વે જ માન્ય પણ તેથી વિરુદ્ધ વેદાંત કે ઔપનિષદ દર્શન છે, જેણે માત્ર ચેતન્યને જ માન્યું. એ વેદાંત દર્શનનો સમાવેશ જૈનસંમત સંગ્રહનમાં છે. લોક્માં જે કાંઈ છે તે સવને સંગ્રહ–સમાવેશ સત્તત્ત્વમાં થઈ શકે છે, કારણ તે બધું સત તે છે જ—એમ સંગ્રહનય પણ માને છે. વેદાંત દર્શન તત્વને માત્ર સત કહીને જ સંતુષ્ટ નથી થતું, પણ તે સત ચૈતન્યરૂપ જ છે, જે પુરુષ કે બ્રહ્મ કે આત્મા કહેવાય છે આમ પણ આગ્રહ ધરાવે છે. જૈન દર્શન તન્યતત્વના અસ્તિત્વમાં તો સંમત છે જ, પણ તે માને છે કે, ચૈતન્ય ઉપરાંત અચેતન કહી શકાય તેવું તત્વ પણ હોવું જોઈએ, અન્યથા ચૈતન્યમાં બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણની ઘટના સંભ નહિ. વેદાંતમાં માયા, મિથ્યાત્વ, અજ્ઞાનને ચૈતન્યવિરાધી માનવામાં આવે છે, પણ માવાને સત્ શબ્દથી કહેવામાં તેઓ સંમત નથી. પણ તેને અનિર્વા કહે છે. તે એટલા માટે કે, બ્રહ્મથી માયાને ભિન્ન પણ નહિ તેમ જ અભિન્ન પણ નહિ એવી તેઓ માને છે. એ ગમે તે હે પણ માયા જેવું કાંઈક પણું–ભલે તેને તેઓ સત્ શબદથી કહેવા ન માગે— માન્યા
Page #172
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૪૩
વિના તે ચાલતું જ નથી. એ જ તો જેનો કહે છે કે, જડ તત્તવ છે, જેને કારણે આત્મા બંધનમાં પડે છે. માયાને જે સત માનવામાં આવે તો બ્રહ્મ અને માયા એમ બે સત થાય તે અત સિદ્ધ ન થાય અને જે માયાને અસત કહેવામાં આવે તો અસથી પ્રપંચ કેમ ઘટે ? આત્મા આત્માથી બંધાય નહિ પણ અનાત્માથી બંધાય, માટે આત્મા અને અનામા-અજીવતવ–બને સ્વીકારવા આવશ્યક છે, આથી વેદાંત દશનને પણ આંશિક સત્યરૂપે સંગ્રહનયમ ના - ચાર્યોમાં સમાવિષ્ટ કર્યું છે.
જેનોની જેમ જ સાંખ્યો પણ જીવ અને અજીવ એ બે તને પુરુષ અને પ્રકૃતિરૂપે માને છે. અને પ્રકૃતિમાંથી જ સમગ્ર જડસુષ્ટિને વિકાસ પુરુષ સંપર્કને કારણે સ્વીકારે છે. નૈયાયિકાદિ દશને પણ જીવ અને જડ સુષ્ટિ સ્વીકાર છે. આથી કેવળ છવ–આત્મા માનવ એ જૈન દૃષ્ટિએ આંશિક સત્ય છે. પણ સત્ય જીવ અને અજીવ બંને માનવામાં આવે તે બને.
આ જ ન્યાયે કેવળ વિજ્ઞાનવાદ, શુન્યવાદ અને શબ્દાદ્વૈતવાદને પણ જેને આંશિક સત્ય માની સંહયમાં સ્થાન આપે છે.
જસુત્રનય–વેદાંતને મતે સંત તે કહેવાય, જે શૈકાલિક હોય. પણ તેથી વિરદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સત્ તે જ કહેવાય, જે માત્ર વર્તમાનકાલિક હેય. અન્ય નહિ. વેદાંતને મતે સર્વ પ્રપંચન સંગ્રહ એક બ્રહ્મમાં–એક સામાન્ય સિતમાં થઈ જાય છે. તેથી પૃથફ કાંઈ રહેતું નથી. પણ તેથી વિરુદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સામાન્ય જેવી વાતુ કઈ છે જ નહિ, જે સર્વ સંગ્રાહક હેય; રાત્રે વિશેષ જ છે, અને તે સૌ પૃથ પૃથફ છે, અને ક્ષણિક છે; સંસારમાં નિત્ય એવી કઈ વસ્તુ જ નથી. બૌદ્ધોને આ વાદ પયયનયના એક ભેદ ઋજુસૂત્રમાં સમાવિષ્ટ છે. બૌદ્ધ અને વેદાંત પરસ્પરવિરોધી મંતવ્યો છે. પણ જેનોએ એ બંનેને આંશિક સત્ય માની પોતાનાં દ્રવ્ય-પર્યાયવાદમાં સમાવી લીધાં છે. દ્રવ્ય એ કાલિક સ-નિત્ય છે, પણ તેનાં પરિણામો-વિશેષો અનિત્ય છે, એમ કહી ઉકત બંને વિરોધી વાદને એણે સમન્વય કર્યા છે. વેદાંતને જૈન રમત ગ્રહનયમાં સમાવેશ છે, તો બૌદ્ધોને પર્યાયનના એક ભેદ જુસૂત્ર નામના નિયમ છે. જે વસ્તુને સામાન્ય-વિશેષાત્મક માને છે, આથી તે બંને ને તેમાં સ્થાન છે.
નેગમનથ–વેદાંતને મતિ રત્ તે જ કહેવાય છે કાલિક હોય. આની સામે ન્યાય–વૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો શૈકાલિક સત
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈનધર્મચિંતન છે, પણ બધાં કાર્યદ્રવ્યો સૈકાલિક સત નથી હોતાં. તેઓ તો પ્રથમ અસત્ હોય, પણ પછી સત્ થાય અને પાછા અસત્ થઈ જાય. વળી કેટલાક પદાર્થો માત્ર સામાન્ય છે, કેટલાંક માત્ર વિશેષ છે અને કેટલાક સામાન્ય–વિશેષ છે. પણ વિદાંતની જેમ જે કાંઈ સત છે તે માત્ર સામાન્ય જ છે, અર્થાત્ સર્વસંગ્રહી જ છે, એક જ છે, એમ ન્યાય-વૈશેષિકે માનતા નથી. વૈશેષિકાના આ મંતવ્યને જૈન દર્શને ગમનય કહ્યો છે, એટલે કે તેઓ સામાન્ય અને વિશેષ બનેને માને છે. માત્ર સામાન્ય કે વિશેષને નહિ, પરંતુ આમ છતાં તેઓ એક જ વસ્તુને સામાન્ય-વિશેષાત્મક તો નથી જ માનતા, જેવી રીતે જેને માને છે. આથી તેઓને મત પણ એક સ્વતંત્ર નય છે. જેનું મંતવ્ય છે કે, સામાન્ય વિ વિશેષ ન હોઈ શકે અને વિશેષ વિના સામાન્ય ન હોઈ શકે. આથી બંને પરસ્પરાશ્રિત હોઈ સ્વતંત્ર નથી; એક જ વસ્તુના બે પાસા છે.
વેદાંતની જેમ જ સાંખ્યો પણ સને શૈકાલિક જ માને છે. આથી તેમના મતે કઈ પણ કાર્ય નવું ઉત્પન્ન થતું નથી, પણ તલમાંથી તેલની જેમ માત્ર આવિર્ભાવને પામે છે. વેદાંતના બ્રહ્મની જેમ સાંખ્યોની પ્રકૃતિ સર્વપ્રપંચાત્મક છે. પ્રકૃતિમાંથી નવાં નવાં પરિણામ-કાર્યો આર્વિભૂત થાય છે અને તેમાં જ પાછાં વિલીન થઈ જાય છે. આ બધાં કાર્યોને સમન્વય એક જ પ્રકૃતિમાં હોઈ બધા એક જ રૂપ છે. આથી કઈ પણ વસ્તુને ક્યાંય પણ અભાવ નથી. સર્વ
મક એવી માન્યતા સાંખેની છે. તેમના આ વાદને સત્કાયવાદ કહેવામાં આવે છે. આથી વિરુદ્ધ નિયાયિકા, વૈશેષિકે અને બૌદ્ધો અસતકાર્યવાદી છે. તેમને મતે કાર્ય જે ઉત્પત્તિની પહેલાં પણ સતુ હોય તો તેના ઉત્પાદનો પ્રયત્ન વ્યર્થ લેખાય. માટે કાર્યને તેની ઉત્પત્તિની પૂર્વે અને વિનાશની પછી અસત જ માનવું જોઈએ. આ બંને વિરોધી મંતવ્યોનો સમન્વય જેનોએ દ્રવ્યપર્યાયવાદથી જ કર્યો છે. દ્રવ્યરૂપે સત છતાં પર્યાયરૂપે અસત માનવું જોઈએ. માટી એની એ જ છતાં તેમાંથી નવાં નવાં પાત્રો બનાવી શકાય છે. સુવર્ણ એનું એ છતાં તેમાંથી નવા નવા ઘાટ ઘડાવી શકાય છે. માટે માટી કે સુવર્ણ રૂપે નિત્ય સ્થિર છતાં જુદા જુદા ઘાટ તે નવા બનતા-બગાડતા હોઈ તે તે યે તે અનિત્ય પણ છે. આ વિવાદ પણ દ્રવ્ય-પર્યાયનોનો છે.
અર્થનય અને શબ્દનય–વસ્તુવિચાર કરનારા અર્થન છે, પણ વ્યવહારાતા શબ્દોને અર્થ કેવી રીતે કરો એમાં પણ વિવિધ મંતવ્યો છે. એ મને રામાવેશ શબ્દ . ઉપર જેમને વિષે વિચાર કર્યો છે તે બધા
Page #174
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૪૫
અર્થનો છે, એટલે કે, નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ અર્થન છે; જ્યારે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દો પર્યાયાર્થિક નયમાં ગણાય છે, કારણ કે, તે સામાન્યને-દ્રવ્યને નહિ, પણ વિશેષને -પર્યાયને પિતાના વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દનયને એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થનો બેધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારકભેદે કે કાલભેદે અર્થભેદ છે, પર્યાય. ભેદે નહિ. પણ સમભિરૂઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે સમભિરૂઢના મત પ્રમાણે કોઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ, શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણા એવંભૂત નય કરે છે. તેના મતે તે શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાને અર્થ જે વરતુમાં ન મળે તો તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. જેમ કે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગૌ ન કહેવાય, પણ જે ચાલતી હોય તો જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્યો ઉપર ભાર આપે છે, પણ તેમને અને કાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયને નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌનો સ્વીકાર કરી એમને યથાસ્થાને ગોઠવે છે. ' અને આ રીતે, આપણે જોયું તેમ, તે પિતાની સર્વયમયતા સાધે છે અને આચાર્ય જિનભદ્રની એ ઉક્તિ છે, જેના દર્શન એ સર્વ દર્શનના સમૂહરૂપ છે, તેને સાચી ઠરાવે છે.
આ અનેકાંતની વિચારણની પુષ્ટિ અથે જ સાત ભંગની રચના કરી વસ્તુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જૈન દર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે કે, જે કાંઈ પ્રતિપાદન છે તે એક કોઈ અપેક્ષાએ છે, કેઈ એક નય પ્રમાણે છે, નહિ કે, એકાંત; આમ “સ્માત’ શબ્દના પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજુ નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે.
(૪) આક્ષેપ-પરિહાર સંશયાદિ દોષનો પરિહાર–સાંપ્રદાયિક અભિનિવેશને કારણે અનેકાંતવાદ, જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાર્ય છે, તે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જનધર્મચિંતન વિષે દાર્શનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવી તેનો જે નિરાશ કર્યો છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાર્ય જેવા મહાન દાર્શનિક ગણાતા આચાર્યું પણ અનેકાંતવાદમાં ગુણ જેવાને બદલે, પિતાની સાંપ્રદાયિકતાને કારણે, દોષો જોયા છે, અને તેનું જે ખંડન કર્યું છે તે તેમની કીર્તિ ને ઉજજવલ કરનાર તો નથી જ. સ્યાદ્વાદને સંશયવાદ કહેવો એ તો જ સાચું ઠરે છે જેને બે ધર્મો વિષે ડેલાયમાન સ્થિતિમાં હોય અને બેમાંથી એક વિષે પણ નિર્ણય આપી શકતા ન હોય. જેનેએ બે વિરોધી ધર્મોની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તો પછી તેમાં સંશય જેવું ક્યાં રહ્યું ? સામે ઊભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ છે અને ધમ વિષે નિશ્ચિત મત હોય અને એ બંને ધર્મ વિષે નિશ્ચિત દલીલ પણ હાવ, તો પછી તે બંને ધર્મો માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરોધ પણ નથી, કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાઓ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ–પત્નીત્વ માનવા જતાં જરૂર વિરોધ આવે, પણ તેમ તે જૈનો માનતા જ નથી. વસ્તુમાં એકતા, નિત્યતા માનવામાં દ્રવ્યદષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાયદષ્ટિને. આશ્રય છે; તો પછી વિરોધ ક્યાં રહ્યો ?
વેદમાં દેવસમન્વય–અનેકાંતની ભાવના તે વેદ જેટલી નો મળે છે. જ્યારે અનેક દેવવાદ ચાલ્યો ત્યારે ઇન્દ્રદેવ મોટા ક વરુણ મેટા એ વિવાદ શરૂ થયો. ભક્તો પિતાપિતાના ઇષ્ટદેવને ઊંચા કરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદને અંત તો અનેકાંત જ કરી આપે છે, દીર્ઘતમા કષિએ કહ્યું કે –“ સત્ વિઘા વહુધા વનિત” ( વેદ ૧, ૧૬૪, ૬) પરમ સત એક જ છે, પણ કવિઓ તેમને જુદા જુદા નામે કહે છે. આમ અનેક દેવોને સમન્વય એકમાં કરવામાં આવ્યો. ક્યાં વરુણ અને કયાં ઇ-- બેને અને તેવા જ બીજા અનેક દેવોનો દેખીતે વિરોધ ગાળીને તેને રીને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યો. આમ કરવામાં ઋષિને અનેકાંતવાદમાં તે અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાય, અને ન વિરોધ પણ દેખાયો. તે પછી શંકરાચાર્ય જેવા વિદ્વાન દાર્શનિકને જૈન અનેકાંતમાં એ બધા દે શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની પ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે.
શ્રામાં સમન્વય –એ - શંકરાચાર્ય, મને જેન અનેકાંતના શય, અજ્ઞાન, વિરોધ આદિ દે દેખાય છે, તેમણે જ્યારે ઉપનિષદની ટીકા. રચી
Page #176
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૪૭
ત્યારે તેઓ અનેકાંતના એ દોષોને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત, અસત જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે. એટલું જ નહિ. પણ, તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એક માનવામાં આવ્યું છે અને ઉપનિષદોનાં એવાં અનેક વિરોધી મંતવ્યોનો સમન્વય એક માત્ર કલ્મમાં સ્વયં શંકરાચાર્યો કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે; બ્રહ્મને “ગળ રળીવાનુ મતે મીયાન” (કઠ. ૧–ર–ર૦)–તે બ્રહ્મ અણુથી પણ આણુ અને મહતથી પણ મહત છે; વળી “લરમાં ૨ ચ#ાવ્ય” (શ્વેતાશ્વતર –૮)-તે બ્રહ્મ ક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યક્તિ પણ છે અને અવ્યક્ત પણ છે; “તગતિ તેજગતિ” –શાવા૪–તે ચંચલ છે અને અચંચલ છે–આવા આવા અનેક વિરોધી ધર્મોવાળું બ્રહ્મ ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિરોધોનું સમાધાન શંકરાચાર્યે ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કઈ દેષ દેખાયો નથી; પણ જેને જ્યારે વસ્તુને તેવા જ વિરોધી ધર્મોવાળી સિદ્ધ કરે છે, ત્યારે તેમને અનેકાંતમાં–સમન્વયવાદમાં અનેક સંશયાદિ દોષ સૂઝે છે – આ તેમની સાંપ્રદાયિક દૃષ્ટિનું જ પરિણામ છે.
નિર્વિકલ્પ અને સકવિ૮૫–આપણું રાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદશી પુરુષ છે. તેમનાં લખાણમાં, બીજ દશ નિકેની જેમ, ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમનાં ધર્મો અને દર્શનના મહાન સમન્વેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષ ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અદ્વૈત બ્રહ્મનો પ્રભાવ અજબ પડ્યો છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે ટીકા કરતાં કહ્યું છે કે અનેકાંતવાદમાં ત્રુટિ હોય તે તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્ત્વ-બ્રહ્મ જેવા એકાંત તત્ત્વને) સ્થાન નથી. અહીં બહુ જ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absolute-એકાંતને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના assoluteો વિરોધ કરવા માટે જ તે અનેકાંતવાદ (non-absolute) નો જન્મ થયો છે. તે પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્ત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે ? તેમને મતે તો પરમતત્ત્વ absolute જે કાંઈ હોય તે non-absolute-અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absoluteને અનેકાંતમાં અવકાશ જ નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ; કારણ કે, પહેલાં જણાવી ગયા તેમ, અદ્વૈત વેદાંતસંમત બ્રહ્મની કલ્પનાને
Page #177
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મચિંતન
absoluteને જેનેએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કલ્પિત absoluteમાંથી જ ઊભા થાય છે અને તેમને તેમનું સ્થાન સોંપૂર્ણ સત્યમાં કથાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absoluteને સમન્વય જો કરવામાં ન આવે તે અનેકાંતવાદનુ ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનને આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના પક્ષપાતને લઈને જ છે એમ માન્યા વિના છૂટકો નથી.
૧૪૮
એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જ્યાં વિતર્ક કે વિચારને અવકાશ નથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કે એવા જ કાઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત્કરણ છે, ત્યાં અખંડ મેધ થાય છે અને એવા મેાધને absolute−નિવિકલ્પ શબ્દથી વવવામાં આવે છે. પણ એ જ નિવિ કલ્પનું યારે વર્ણન કરવામાં આવે છે, ત્યારે વિકલ્પો ઊભા થાય છે. આમ નિવિકલ્પ અને સવિકલ્પને પુણ્ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. ખીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બંનેને સ્વીકાર અનેકાંતવાદમાં છે જ. આ રીતે પણ absoluteતે અનેકાંત. વાદમાં સ્થાન નથી એમ કહેવું તે, મારા નમ્ર મત પ્રમાણે, વિચારણીય ઠરે છે. અનેકાંતમાં absolute તે પણ સ્થાન છે જ, પણ માત્ર absoluteને જ સ્થાન છે એવું નથી. અનેકાંતવાદના સ્વરૂપને કારણે આમ બને છે. અનેકાંતવાદની એ વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઇન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈના નિષેધ કરતો નથી; તેને મતે જેમ નિશ્ચિયનય સાચા છે, તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી જૈન દર્શનમાં નથી બતાવી; તેથી જ આત્માને અરસ, અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સ*સારી આત્મામાં રૂપ, રસ, ગંધ આદિના સ્વીકાર પણ કર્યાં છે. આત્માના મેક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી તેની સ`સારાવસ્થા પણ છે. ભેદ છે તો તે એ કે એક ત્યાજ્ય છે, જ્યારે બીજી ઉપાદેય છે. પણ આર્થી તેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દનમાં અહી જ ભેદ પડે છે. અદ્વૈતવેદાંત કહે છે કે જે મુક્તાત્મા-બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન ન આત્માની મુક્તાવસ્થાની જેમ જ સ'સારી આત્માને પણ સત્ય કહેશે. વેદાંત આત્માની વૈકાલિક સત્તાને સત્ય માને છે, પણ આત્માની કાલમર્યાદિત કોઈ પણ અવસ્થાને સત્ય માનતું નથી, જ્યારે જૈને વૈકાલિક આત્મચૈતન્યની જેમ જ આત્માને મનુષ્યજન્મ આદિ,
Page #178
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ
૧૪૯
જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે, તેને પણ સત્ય માને છે. ટૂંકમાં, અદ્વૈતવેદાંત જે પ્રપંચને મિથ્યા માને છે, તેને જૈન દર્શન સત્ય માને છે. જૈન દર્શનમાં પરમબ્રહ્મ સમાવેશ નિશ્ચયનયમાં છે અને પ્રપંચનો સમાવેશ વ્યવહારનયમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બંનેને જૈન દર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ absoluteને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ માત્ર absoluteને જ જૈન દર્શનમાં સ્થાન છે એવું નથી. non-absolute પણ જૈન દર્શન માને છે, કારણ કે, તે વ્યવહારને પણ સત્ય માને છે.
શ્રી અરવિંદને સમન્વય–શ્રી અરવિંદને તત્ત્વજ્ઞાનમાં એક પરમતત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તવમાંથી ચેતન અને જડ બંને તત્ત્વોની સૃષ્ટિ થાય છે. અર્થાત્ એક જ તત્ત્વમાં જડ-ચેતનને કશે જ વિરોધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જ્યારે સતવમાં ચેતનશક્તિ કે જ્ઞાનશક્તિ સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિકસે ત્યારે અંતમાં ચૈતન્ય એના પૂર્ણ સ્વરૂપમાં આવી જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને શંકરની જેમ શ્રી અરવિંદ માયિક નથી કહેતા, જેન દૃષ્ટિએ પણ સત્ સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષ છે : એક શૈતન્ય અને બીજુ જડ. આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ.
બૌદ્ધ વગેરેમાં અનેકાંતવાદ––ભગવાન બુદ્ધના અનુયાયી ધમકીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયાં છે, પણું સ્વયં બુદ્ધ વિભજ્યવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એ કાંતોને નિષેધ કરીને પિતાના માર્ગને મધ્યમ માર્ગનું નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધમકીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદને નિષેધ કરવા છતાં તેઓ આડકતરી રીતે તેને સ્વીકાર કરે છે જ.
મીમાંસક કુમારિલ એક તરફ એમ કહે છે કે જેન–બૌદ્ધને અહિંસા આદિને ઉપદેશ સાર તો છે, પણ તે ચામડાની બોખમાંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવિરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જૈનધર્મચિંતન
જ્યારે વસ્તુવિચાર કરે છે, અને ખાસ કરી આત્મવિચાર કરે છે, ત્યારે જેના અનેકાંતવાદને સંમત એવા ભેદભેદને આશ્રય લે છે. અને દ્રવ્ય-પર્યાયવાદનો આશ્રય લઈ વસ્તુની નિત્યતા-અનિત્યતા સિદ્ધ કરે છે.
નૈયાયિકને અનેકાંતવાદમાં વિરોધ જણાય છે, પણ એ જ તૈયાયિકોએ અવાન્તર જતિને એક પ્રકારને સામાન્ય–વિશેષ કહ્યો છે, જેમ કે ગોત્વ જાતિ રએ ગાયેની અપેક્ષાએ સામાન્ય છે, પણ અશ્વત્વની અપેક્ષાએ વિશેષ છે.
રામાનુજ, વલ્લભ આદિ બ્રહ્મના પરિણામવાદને માનનારા હોઈ તે વિષે તેઓ પણ અનેકાંતવાદી જ કહેવાય, છતાં પણ તેઓ શંકરાચાર્યે કરેલ અનેકાંતવાદના બંડનમાં સંમત થાય છે, તે સાંપ્રદાયિક અભિનિવેશ જ છે.
–“પ્રબુદ્ધજીવન”, ૧-૩-૬૩, ૧-૪-૬૩, ૧૬-૪-૬૩.
Page #180
--------------------------------------------------------------------------
________________
ધર્મની કસોટી
ભગવાન મહાવીરના ધર્મનું રહસ્ય એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે તમે તમારા પિતાના ઉપર ભરોસે રાખી આગળ વધે. તમારો ઉદ્ધાર અગર નાશ તમે પોતે જ કરી શકે છે. આ રહસ્ય ભૂલવાને કારણે જ આપણે ધમની ચાવી બીજના હાથમાં સોંપી દીધી છે. જૈનધર્મનું ઉત્થાન શાથી થયું એ જે ઈતિહાસ ને પૂછવામાં આવે તો તે કહેશે કે હિંદુધર્મના ગુરુઓએ. અને ઈશ્વરે લેકોના ઉદ્ધારની ચાવી પોતાની પાસે રાખી લોકોને નિર્બળ અને અસહાય બનાવી મૂક્યા હતા. એ તેમની અસહાયતા ટાળવા માટે જ જૈન અને બૌદ્ધ ધર્મો આગળ આવ્યા છે. આચાર્ય હરિભકે ધર્મની શી કસોટી છે તે દ્રામાં બતાવી છે. જેમ સોનાન તાપ, છેદ અને કવથી પરીક્ષા થાય છે. તેમ ધર્મની પણ એ ત્રણ પરીક્ષાઓ છે.
કષ–ોઈ પણ જીવની હિંસા ન કરવી. હિંસાને અર્થ મા મારવું એ નથી, પણ મનવચન-કાયાથી કોઈ પણ જીવને ન દુભવ એ તે છે જ; તે ઉપરાંત પિતાના આત્મામાં પણ કલેશને ઉત્પન્ન ન થવા દેવો તે પણ છે. આવા વ્યાપક અર્થમાં (૧) હિંસાને નિવેધ અને (ર) આમાને શાંતિ મળે તેવા ઉપાયોની યેજના કરવી–એ બે વસ્તુ જેમાં હોય તે ધર્મ છે, તે શુદ્ધ વિમ છે : ધર્મના વિષયમાં આ પરીક્ષા ક્યા કહેવાય છે.
છેદ – કોઈ પણ બાહ્યાનુદાન એવું ન હોય, કોઈ પણ વ્યવહાર એ ન હાય, કેઈ પણું આચરણ એવું ન હોય, જેથી ઉપલી બે બાબતમાં બાધા આવે અર્થાત ધર્મને નામે સમાજમાં કલહરદ્ધિ, ઈર્ષ્યા. દ્રવને વધારે થાય એવું કઈ પણ કૃત્ય કરવાની ધર્મમાં છૂટ નથી. ધર્મના વિષયમાં આ પરીક્ષા છેદ કહેવાય છે,
તાપ–જીવ છે, તેને સંસાર છે, બંધ છે અને મોક્ષ છે એવી માન્યતા જેમાં હોય તે ધર્મ છે. આ પરીક્ષા તાપ કહેવાય છે.
આમ સોનું જેમ તવાઈ, દાદ અને કસેટી ઉપર ચડી શુદ્ધ થાય છે. અને બધી પરીક્ષામાં પાર ઊતરે છે અને શુદ્ધ કરે છે, તેમ ધમ પણ ઉપલી ત્રણે પરીક્ષામાં પસાર થાય તે તેને શુદ્ધ ધર્મ કહે. અન્યથા કિ હમ,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જૈનધમ ચિતન
બનાવટી ધમ, ઠગાર ધર્મ કહેવા. એવા ધર્માંથી જીવનું ભલું થવાને બદલે અહિત જ થવાનું છે.
નિશ્ચય અને વ્યવહારની સમતુલા
આ કસાટી ઉપર ચડાવી જો ધમની પરીક્ષા કરવામાં આવે તો તે નહિ મળે એકાંત નિશ્ચયના ઉપદેશ કરનારામાં અને નહિ મળે માત્ર વ્યવહારની મોટી મેટી વાતે કરનારામાં. ઉપદેશ નિશ્ચયના હોય કે વ્યવહારના, પણ તેથી સમાજમાં લહવૃદ્ધિ જે થતી હોય તો તે ધમ હાઈ શકે જ નહિ અને તેના ઉપદેશક કથાંઈક ભૂલે છે એમ જરૂર માનવું જોઈએ. ધર્માંના ઉપદેશ અને અનુષ્ઠાનને પરિણામે જો જીવનમાં અશાંતિ જ લાધતી હાય તો સમજવુ કે તે ધર્મ નથી, ધર્માનુષ્ઠાન નથી, પણ ધર્મના નામે કાંઈક ભળતુ' જ આપવામાં આવ્યુ છે.
હરિભદ્રાચાય એક સ્થળે વ્યવહારધમ અને નિશ્રયધના સમન્વય કરતાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં તે બ ંને નયાનું સમપ્રાધાન્ય છે. જો તુ જૈન મતને સ્વીકારતે હોય તો પછી એ એમાંથી એકને પશુ ડીશ નહિ. વ્યવહારના ઉચ્છેદથી તીને ઉચ્છેદ થાય છે અને વ્યવહારમાં પ્રવૃત્તિ થવાથી ક્રમશ: જીવના શુભ પરિણામ થઈ તે દ્વારા તે પરિણામે તો કબ ધનેને ઢીલા કરી મેાક્ષમાગે ચડે છે અને તે જ તો નિશ્ચયનયને ઇષ્ટ છે. તો પછી વ્યવહાર છેાડી નિશ્ચયમાં શા માટે રાચવુ’?
આચાર્ય ભદ્રબાહુના શબ્દોમાં કહેવુ હાય તો કહી શકાય કે જેમને આકરાં અનુષ્ઠાને! ગમતાં નથી, કાંઈક કરવુ પડે તેમાં આળસ ચડે છે, તે વાતો કરીને ભગવાનના શાસનના નાશ કરે છે.
નિશ્ચયની
પણ તેથી ઊલટુ, જે લેાકેા ખાલી વ્યવહારની વાતો કરે છે, ભાવની નિશ્ચયની પરવા નથી કરતા, વ્યવહારના નામે સમાજની શાંતિને પણ જેખમમાં નાખે છે, તે સમાજને શાંતિના માર્ગે તો લઈ જતાં જ નથી, ઊલટું આ બરમાં જ પડી ધર્માંનાં રહસ્યને, સાધારણ મનુષ્યની સમાજમાં તે આવવા જ ન પામે તેવી રીતે, ગેપવી રાખી મહાપાતક કરે છે. એટલે ગમે તેને ઉપદેશ સાંભળીએ,
પણ તેની ફુસાટી સદાય પોતાની હાવા જોઈએ; તે કસોટી આચાય હરિભદ્રે બતાવી છે તે અગર તેવી જ પાતે ઘડી કાઢવી જોઈએ અને તે કસાટીએ કસી જોયા પછી જ એ ઉપદેશના આદર
પ્રંગ અનાદાર ક! જોઈએ.
---પ્રમુદ્વવન”. તા. ૧૫-૮-૪૩
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪
ગામો માં આત્મદીપ બનો
ભગવાન મહાવીરને અંતિમ સંદેશ કર્યો એ જાણવું જરૂરી છે. કોઈ ઉત્તરાધ્યયન સૂત્રને તેમને અંતિમ સંદેશ કહે છે; તો કોઈ કહે છે કે, કેટલાક અણપૂળ્યા પ્રશ્નોના ઉત્તર તેમણે અંતિમ કાળમાં આપ્યા છે. એ ગમે તેમ હો, પણ એક વાત નકકી છે કે, તેમણે ગૌતમને જે રીતે ઉપદેશ આપ્યો અને ગૌતમને જે પ્રકારે મોહ નષ્ટ થયો, એ આપણે જાણીએ તો તેમના અંતિમ ઉપદેશનું રહસ્ય મળી રહે છે.
મૂછ-મોહને ત્યાગ ભગવાન મહાવીરના સમગ્ર ઉપદેશ સાર “મૂછત્યાગમાં સમાયો છે. અને એ મૂછત્યાગનો આધાર મનુષ્યનો પિતાને પુરુષાર્થ છેતેમાં કોઈની પણ કૃપા કામ કરી શકતી નથી.
ગૌતમ ભગવાનના અનન્ય ઉપાસક હતા. અને તેઓ ભગવાનને સર્વસ્વ માનતા. એમ પણ કહી શકાય કે તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ સૂકમ મૂછ– મોહમાં પરિણમી હતી. આ સૂક્ષ્મ મેહ જ તેમના કેવળજ્ઞાનમાં બાધક હતો, એ ભગવાન પણ સારી રીતે જાણતા હતા. ભક્તિ અને મોહમાં જે ભેદ છેજે સૂક્ષ્મ ભેદ છે–તેનું રહસ્ય પિતાના જીવનની અંતિમ ક્ષણમાં બતાવવા માટે ભગવાને સ્વયં ગૌતમને પોતાથી અળગા કર્યા. ગૌતમને પોતાને જીવનભર એ દુ:ખ રહ્યું હતું કે, મારા પોતાના શિષ્યો કેવળજ્ઞાનને પામ્યા, છતાં હું કેમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી ? પણ તેમની પોતાની સૂક્ષ્મ મૂછ તેમાં બાધક હતી, તેને ખ્યાલ તેમને ન હતો. આ રેગનું નિદાન ભગવાને કર્યું : પિતાના નિર્વાણ સમયે જ ગૌતમને પોતાથી અળગા કર્યા અને પોતે નિર્વાણને પામ્યા.
આ વાતની ખબર જ્યારે તેમને પડી ત્યારે જ ગૌતમે પિતાના જીવનમાં એક અપૂર્વ આંચકે અનુભવ્યો. તેમને લાગ્યું કે ભગવાનની આ કેવી નિમમતા કે રતિમ ક્ષણે જ મને અળગે ! જીવનભર સાથીની રાત્રી ઉપેક્ષા માટે
Page #183
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ ચિ'તન
તેમને ક્ષણભર રાષ પણ આવ્યા અને એ રાષમાંથી જ તેઓ તેમના જીવનના અંતિમ ઉદ્ધારને માર્ગે વળ્યા. તેમણે વિચાર્યું કે મેં ભગવાનની અનન્યભાવે ઉપાસના તો કરી, પણ મારા પોતાના આત્માની ઉપાસના' હું ચૂકી ગયા ! ઉપાસના આવશ્યક છે, પણ તેમાં જીવ જો પેાતાના આત્માને જ ચૂકી જાય તો તે ઉપાસના ગમે તેટલી તીવ્ર હેય છતાં તે પેાતાના ઉલ્હાર કરી શકે નહિ. એટલે ઉપાસના એ ઉપાસના ખાતર જ નહિ, ઉપાસ્ય ખાતર પણ નહિ, પણ ઉપાસકના ‘આત્મા' ખાતર જ છે એનું ભાન સતત રહેવું જોઈએ. આવું ભાન જો રહે તો તે ઉપાસક ઉપાસના ગમે તેની કરે પણ તે ઉપાસનાનું પરિણામ તો પેાતાની ઉપાસનામાં જ આવે અને ત્યારે જ તે પોતાના ઉદ્ધાર પોતે કરી શકે. ભગવાનના હું અનન્ય ઉપાસક છતાં તેમને મારામાં રાગ–માહ હતો નહિ, એટલે જ તે મારા જેવા અનન્ય ઉપાસકને પણ છેાડી શકયા, મારા પ્રત્યેના રાગ તેમને બાંધી શકયો નહિ, મારી ઉપાસના તેમને રીકી શકી નહિ; તો મારા પણ એ જ મા હોઈ શકે. તેએ મારા ઉપાસ્ય ખરા પણુ મારી મહાવીરની ઉપાસના મારા પોતાના આત્માની ઉપાસનાના એક સાધનરૂપ જ છે. તેમની ઉપાસના કરતો કરતો હું જો મારા આત્માની ઉપાસનાને ભૂલી જાઉં કે તેમની ઉપાસના દ્વારા આત્માની ઉપાસનાને માગે ન વળું અને કેવળ તેમની જ ઉપાસનાને વળગી રહું તો એ પણ એક માહ છે, સૂક્ષ્મ મૂર્છા જ છે. આવી મૂર્છા મારામાં છે જ અને એ મૂર્છાને જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી મારી આત્માપાસના પૂર્ણ થતી નથી અને એવી આત્માપાસના વિના આત્માદ્વારને! માગ મળતો નથી.
૧૫૪
આવી જ કાઈક વિચારણાને આધારે ગૌતમે મૂર્છામાં અટવાઈ પડેલા આત્માને પ્રાપ્ત કર્યાં અને તેમનાં બંધન તૂટી ગયાં; તેઓ નિર્માહી બન્યા અને કેવળ જ્ઞાનને પામ્યા.
આપણે જ આપણા ઉદ્ધારક
આ ઘટના ઉપરથી આપણે સહેજે એ તારવી શકીએ છીએ કે, જૈન ધમ'માં ભક્તિનું સ્થાન છે ખરું, પણ એ ભક્તિ એકપક્ષીય છે; એટલે કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તેએ આપણા ઉપર કશી જ કૃપા કરતા નથી, તેઓ આપણા ઉપર રાગ કરતા નથી, એટલે છેવટે તો આપણા ઉદ્ધાર આપશે જ કરવાના છે. ઉપાસ્ય એ તો માત્ર ઘ્રુવતારા છે, એ બતાવે છે કે, મા કા છે. એ માર્ગ નિર્દેમતાને છે. એટલે આપણે પણ છેવટે નિમાઁમ જ થવાનું છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૫
આત્મદીપ અને
આ યુવમંત્ર એ ધ્રુવતારા રૂપ ઉપાસ્ય પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એમાંથી જ આપણું ઉદ્ધારને માગે આપણે વળીએ છીએ.
આત્મદીપ બનીએ ભગવાનને અંતિમ ઉપદેશ કર્યો તે એક શબ્દમાં કહેવું હોય તો તે પરિગ્રહત્યાગ છે. આપણે આંતર-બાહ્ય પરિગ્રહોના ત્યાગની ભાવના પ્રબળ બનાવીએ અને “આત્મદીપ” બનીએ એ જ આત્માને પામવાને મુખ્ય માર્ગ છે.
બાહ્યદીપ ભગવાન છે. એ દીપથી આત્મદીપ સળગાવી આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને બીજાને માટે બાહ્યદીપ બનીએ. અને એ દીપ પરંપરા સદા જલતી રાખવામાં આપણું જીવનની સાર્થકતા અનુભવીએ તો જ આપણું જીવન અને આપણી સાધના સાર્થક બને.
– “જેનપ્રકાશ', તા. ૧–૧૧–૫૧
Page #185
--------------------------------------------------------------------------
________________
Page #186
--------------------------------------------------------------------------
________________ Jain Education Intemational Www.janelbrero