SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જૈનધર્મચિંતન એતિહાસિક દષ્ટિએ વિચાર કરીએ, તે આ અવતારવાદને સિદ્ધાંત, ભગવાન મહાવીર અને બુદ્ધ જેવા મનુષ્ય પૂજાવા શરૂ થયા ત્યાર પછી શરૂ થયું છે. શ્રમણ સંપ્રદાયમાં તીર્થંકર એ ક્ષત્રિય હતા, તે રામ અને કૃષ્ણ, જે અવતારરૂપે પૂજાય છે, તે પણ ક્ષત્રિયો જ છે. પણ શ્રમણના તીર્થકરે અને આ અવતારમાં જે એક ભેદ છે તે એ છે કે અવતારો સ્વયં મુક્ત પુરુષના હોઈ તેમને જીવનમાં પોતાની ઉન્નતિ માટે કશી જ આધ્યાત્મિક સાધના કરવાની હેતી નથી, આવશ્યક પણ મનાઈ નથી. આવી દેખીતી કોઈ પણ આધ્યાત્મિક સાધના રામ કે કૃષ્ણના જીવનમાં દેખાતી પણ નથી. હા, શિવશંકરના જીવનમાં દેખાય છે ખરી, પણ શિવ, એ મૂળ વૈદિક દેવ નથી, પણ વૈદિક બ્રાહ્મણોએ એ પ્રભાવશાળી પૂજાતા દેવને પિતાની દેવશ્રેણીમાં દાખલ કરી દીધા છે. કૃષ્ણ પણ વેદવિરોધી હશે જ, કારણ, કૃષ્ણ ઈન્દ્ર, જે વૈદિક દેમાં મુખ્ય દેવ છે, તેના ઉપદ્રવથી લેકેને બચાવવા ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. એ ઘટના સૂચવે છે કે કૃષ્ણને અને ઈન્દ્રને વિરોધ હતો. આથી પ્રજામાંથી ઇન્દ્રાદિ વૈદિક દેવોને નિમૂળ કરવામાં કૃષ્ણ ઠીક ઠીક ભાગ ભજવ્યો હશે. પ્રજાના મોટા ભાગમાં પૂજાતા આવા મનુષ્યોને વૈદિકાએ અવતારવાદની કલ્પના કરી પરમાત્માની શ્રેણીમાં દાખલ કરી દીધા. પરિણામે આમજનતામાં ક્રમે કરી વૈદિક ઇન્દ્રાદિ દેવ પૂજાપાત્ર રહ્યા નહિ. સમાજની નાના પ્રકારની મર્યાદાઓ સુસ્થિર કરવામાં ભગવાન રામને ફાળો જે તેવો નથી. અને ખરેખર તેઓ ભગવાન તરીકે પૂજાય તેમાં કશું જ આશ્ચર્ય નથી. આ જ રીતે મહાભારતમાં રાજનીતિમાં કૃષ્ણ જે ભાગ ભજવ્ય, તે તેમને તે કાળના નેતા બનાવવા પૂરતો હતો અને આગળ જઈ તે પણ ભગવાન બની ગયા. તે માટે તેમને કોઈ પણ પ્રકારે સંસાર ત્યાગીને આધ્યાત્મિક સાધના કરવાની આવશ્યકતા હોય એવું તેમના અનુયાયીઓએ કદી માન્યું નથી. આથી વિરુદ્ધ પરિસ્થિતિ શ્રમણોના તીર્થકર અને બુદ્ધ વિષે છે. તેઓ કેઈના અવતાર હોય એવી મૂળ ભાવના નથી. પરંતુ સામાન્ય મનુષ્ય જ જીવનને ઉન્નત બનાવી છેલ્લી હદે પહોંચે એટલે કે વીતરાગ બને ત્યારે તે આદર્શ તરીકે પૂજાય છે. અને એવા વીતરાગ જ્યારે પ્રજાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે પ્રજામાં તીર્થકર કે બુદ્ધ બને છે. આમાં ઈશ્વરનું અવતરણ નથી, પણ મનુષ્યનું ઉત્થાન છે. આવા જગતના કલ્યાણ માટે ઉસ્થિત મનુષ્પો જ જૈનધર્મમાં તીર્થકર તરીકે પૂજાય છે, અને તે તે કાળે જેનધર્મના પ્રવર્તક મનાયા છે. તેમની સંખ્યા ૨૪ મનાય છે કે તે આ યુગ પૂરતી. પણ આવી અનેક ચોવીશી થઈ ગઈ અને થશે–આ સાંપ્રદાયિક માન્યતામાં એટલું તે સત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy