________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
૮૫ આવ્યો, અને બૌદ્ધ વિદ્વાનોએ પરદેશને આશ્રય શોધ્યો, ત્યારથી ભારતમાં ક્રમે ક્રમે બૌદ્ધ ધર્મની હાર થયે. આત્મસાધના કરતાં પ્રચાર ઉપર વધારે અવલંબતો બૌદ્ધધર્મ ભારતમાં ઊંડાં મૂળ નાખી શકો નહિ, જયારે જૈનધર્મનાં તે પ્રાચીન કાળથી ઊંડા મૂળ નંખાયાં હતાં. વળી, તે આત્મસાધના સાથે જ પ્રચારને પણ ધીરે ધીરે મહત્ત્વ આપતે થે, તે એટલે સુધી કે, પ્રચારની સામે આત્મસાધના પણ ગૌણ બની ગઈ. આ કારણે તે ભારતવ્યાપી થઈ ગયો; પણ જેટલા પ્રમાણમાં આત્મસાધનાની કચાશ આવતી ગઈ, તેટલા પ્રમાણમાં કેવળ પ્રચારને બળે તે સર્વત્ર ટકી શક્યો નહિ; વિરોધીઓનું પ્રચારબળ તેથી વધારે પ્રબળ હતું, એટલે આજે જૈનધર્મ ભારતવ્યાપી પણ નથી.
પ્રચારનાં આંતરિક કારણ જૈન-બૌદ્ધ ધર્મના પ્રચારનાં બાહ્ય કારણોની સાથે સાથે એની આન્તરિક નિષ્ઠા અને માન્યતા વિષે પણ વિચાર કરવો આવશ્યક છે. બુદ્ધની મહાકણાની ભાવનામાં જગદુદ્ધારનાં બીજ રહ્યાં છે, એટલે પ્રાથમિક હીનયાનમાંથી બૌદ્ધધર્મો મહાયાનનું રૂપ લીધું અને બોધિસત્વના આદેશને આગળ કરી સ્વકલ્યાણ કરતાં પરકલ્યાણને મહત્ત્વ આપ્યું. બૌદ્ધધર્મના વિશ્વવ્યાપી પ્રચારમાં આ તત્ત્વ મહત્ત્વને ફાળો આપ્યો છે. આથી ઊલટું, જૈનધર્મમાં મહાકરુણાને અવકાશ છતાં અને અહિંસાના મૂળમાં મહાકરુણાની ભાવના છતાં તેનું વ્યાવહારિક રૂપ નિવૃત્તિઓહિંસાનિવૃત્તિએ લીધું અને કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ત્યાજય ગણાઈ, અહિંસાના અિકાન્તિક આગ્રહ ઉપર જીવનવ્યાપી વ્યવહારનું નિર્માણ થયું, પરકલ્યાણ કરતાં
સ્વકલ્યાણનું મહત્વ વધ્યું, એટલે મહાકરુણાને સક્રિય બનવાનો અવકાશ ઓછો રહ્યો; તે નિષ્ક્રિય રહી. નિષ્ક્રિય મહાકરુણ અમુક વ્યક્તિઓ માટે તે આકર્ષક બની શકે, પણ તે વ્યાપક બની શકે નહિ. આથી જૈનધર્મના પ્રચારમાં આ પણ એક બાધક તત્ત્વ બન્યું.
• જૈન અને બૌદ્ધધર્મમાં બાહ્યાચારનું ઘડતર શ્રમણ ધર્મનાં સામાન્ય લક્ષણો બંને ધમમાં સમાન હોઈ, બાહ્ય આચાર અને અનુષ્ઠાનના નિયમોમાં બંને ધર્મમાં વિશેષ પ્રકારે સાધમ્યું હોય એ સ્વાભાવિક છે. છતાં પણ જેનધર્મના બાહ્યાચારનું અને બૌદ્ધધર્મના બાહ્યાચારનું ઘડતર મહાવીર અને બુદ્ધની પ્રકૃતિને અનુસરીને થયું છે અને તેને લીધે આચરણ પાછળની દૃષ્ટિમાં મૌલિક ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org