________________
અનેકાંતવાદ
૧૩૭
ત્યાં સુધી તે મંતવ્ય આદરપાત્ર તો બને જ નહિ; એટલે તેમાંથી સત્ય શોધવાને પ્રયત્ન અનિવાર્ય બને છે. આ પ્રયત્નમાંથી એક દૃષ્ટિએ નહિ પણ અનેક દૃષ્ટિએ વસ્તુનું નિરીક્ષણ કરવાની પ્રવૃત્તિ વધે છે, અને તે જ અનેકાંતવાદને જન્મ આપે છે. આમ અહિંસાની ભૂમિકા ઉપર જ અનેકાંતવાદનો પ્રાસાદ ઊભે થાય છે.
સમવયની સંજીવની
આચાર્ય સિદ્ધસેને કહ્યું છે કે, જેટલા વચન માગે છે તેટલા જ નયે છે અને જેટલા નો છે તેટલાં જ પરદશન છે. આ જ વાતને આગળ વધારીને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટ કરી છે કે જેટલાં પરદર્શન છે તે બધાં મળીને જૈન દર્શન બને છે. પરસ્પરવિરોધી મંતવ્યોમાં વિરોધ ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી એ બધાંને સંગત કરી તેમને એમ સમગ્ર-પૂણ દર્શનરૂપે સમન્વય કરવામાં ન આવે. વિરોધનો આધાર પરસ્પરમાં રહેલ દોષો કે ન્યૂનતાઓ છે. પણ જેમ કોઈ મંતવ્યમાં દેષ કે ન્યૂનતા હોય છે, તેમ તેમાં ગુણ અને વિશેષતા પણ હોય છે. જે ક્ષણે એ ગુણ અને વિશેષતા તરફ ધ્યાન આપવામાં આવે છે, તે ક્ષણે જ વસ્તુદર્શનનો એ પણ એક પ્રકાર છે, નય છે, એમ સ્પષ્ટ થાય છે અને વસ્તુદર્શનની પૂર્ણતામાં એ પણ એક અંગ બની જાય છે. જેમ નાના પ્રકારના, જુદા જુદા રંગનાં મોતીએ જ્યાં સુધી પૃથફ હોય છે, ત્યાં સુધી તેમની જુદાઈ તરફ જ વિશેષ ધ્યાન જાય છે અને તેમની એકતાને બદલે પાર્થક્ય વિષે જ મત દઢ બનતું જાય છે. પણ એ બધાં મોતીઓને જ્યારે એક હાર બનાવવામાં આવે છે, ત્યારે તેઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોઈને એક હારના અંગ રૂપે બની જાય છે. તેમાં એક નવા જ પ્રકારની સંગતિ તેઓ ઊભી કરે છે. આ જ રીતે જ્યાં સુધી ભિન્ન ભિન્ન દશનો પિતાની જ સચ્ચાઈ વિષે આગ્રહ રાખે ત્યાં સુધી તે દર્શન મિથ્યા કહેવાય, કારણ, તેઓ આંશિક સત્યને પૂર્ણ સત્ય માનીને રાચતાં હોય છે; પણ જ્યારે તેમાંથી પૂર્ણતાને આગ્રહ દૂર કરીને તેમને પૂર્ણ દર્શનના અંગ તરીકે, નય તરીકે, એક પ્રકાર તરીકે જૈન દર્શનમાં મૂકવામાં આવે છે, ત્યારે તેઓ મિથ્યા મટીને સત્ય બની જાય છે. અને એવા આંશિક સત્યોને એકત્ર કરીને વિવિધ નયોમાંથી જૈન દર્શનનો પ્રાસાદ ખડે કરવામાં આવે છે. એટલે તે મિથ્થામાંથી ઊભો થયેલ છતાં પોતે મિથ્યા નથી, એટલું જ નહિ પણ, પ્રથમ જે મિથ્યા હતા તેમાંથી પણ મિથ્યાત્વને ગાળી નાખનાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org