SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જૈતધમ ચિ'તન જેમ અનેક દિશામાંથી આવનારી નદી સમુદ્રમાં મળીને એક થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ખાઈ નાખે છે, તેમ અનેકાંતવાદમાં પણ અનેક એકાંતવાદી મતો મળી જાય છે અને પેાતાનું અસ્તિત્વ ખાઈ નાખે છે. અર્થાત્ તે જુદા હતા ત્યારે મિથ્યા કહેવાતા, પણ જ્યારે અનેકાંતમાં સમન્વિત થઈ ગયા ત્યારે તેમનું જુદું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને સત્યના એક ભાગ તરીકે જ વમાનમાં રહે છે; આથી તેઓ મિથ્યા મટી જાય છે. અનેકાંતવાદની સંજીવની શક્તિ એવી છે કે, એ મતાને નવતર રૂપ આપી દે છે; તેમાંથી કદાગ્રહનું વિષ નીકળી જતુ હાઈ તે મિથ્યા રહેતા નથી; સત્યના એક અશ તરીકે નવજીવન પ્રાપ્ત કરે છે. ૧૩૮ જૈન દશ્યનની આ 'જીવની જેમનામાં હાડાહાડ વ્યાપી ગઈ છે તેવા આચાર્ય હરિભદ્ર કે હેમચંદ્રને કહેવાતા મિથ્યાદર્શનમાં કે મિથ્યાત્વી દેવમાં કશે જ દોષ જણાતા નથી. અને તેથી; આપણે જોઈએ છીએ કે, આચાય હરિભદ્ર અન્ય નાના કપિક આદિ પ્રણેતાઓને પણ જૈન તીથ કરની કાટિથી ઊતરતા ગણવા તૈયાર નથી; અને આચાર્ય હેમચંદ્ર જે ભક્તિભાવથી તીય કરની સ્તુતિ કરે છે એ જ ભક્તિભાવથી શિવની પણ સ્તુતિ કરી શકે છે. એમને શિવ પણ એક વીતરાગી દેવ તરીકે દેખાય છે : આ છે અનેકાંતવાદની સવની શક્તિ. દેવામાં એકતાનું ભાન કરવું એ તે કદાચ મનુષ્યમાં ઉદારતા હાય ! પણ સ ંભવે. પરંતુ વિભિન્ન મતોમાં સામજસ્ય સ્થાપવું એ સરલ નથી. સામાન્યપણે એમ કહી દેવું કે, બધાં દનાનો સમૂહ એ જૈન દર્શન છે એ એક વાત છે, પણ એ બધાંને સમન્વય કરીને એક વ્યવસ્થિત દન ઊભું કરવું એ અત્યંત કઠણ કામ છે. કારણુ કે, અનેક વિરેાધી મતથ્યામાં રહેલ એકતા શાધવાનુ કા સર” નથી. પણ જૈન દાનિક આચાયેંએ એ પાતાનું ધ્યેય જ બનાવ્યું છે કે પોતાના સમય સુધી જે જે નવાં નવાં મહતવ્યેા ઊભાં થયાં હાય છે તે સૌને યથાસ`ભવ તાર્કિક સમન્વય કરીને તેને અનેકાંતવાદના વિશાળ પ્રાસાદમાં યેાગ્ય સ્થાન આપી દેવું. આમ કરવામાં તેમની તાકિ કતાની અને મધ્યસ્થપણાની પૂરી કસોટી થઈ ય છે. કારણ, આ માટે સમગ્ર ભારતીય દર્શનની પૃષ્ઠભૂમિમાં તે તે મંતવ્યનું સ્થાન, સમગ્ર દાનિક વિકાસક્રમમાં તેમનું ઉપયુક્ત સ્થાન, તે તે મંતવ્યેના ઉત્થાનનાં અનિવાય` કારણે, તે તે મ'તવ્યેાના ગુણદાષા, તે તે મતવ્યેામાં પરસ્પરના વિરાધ, અને છેવટે સમન્વયનેા માર્ગ—આટલી બાબતોની વિચારણા અનિવાય થઈ પડે છે. આ વિના અનેકાંતવાદના પ્રાસાદમાં તે તે મંતવ્યનું સ્થાન નિશ્રિત થઈ શકતુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy