________________
વિદ્યાવિનેદને અવસર
જેમ ઉંમર વધે છે, તેમ નવું નવું જાણવા-સમજવાની જિજ્ઞાસા વધતી હોય એવો કંઈક અનુભવ થાય છે; સામે પક્ષે શરીર મનના વેગ સાથે કદમ મિલાવવાની ના પાડે છે એ તો જાણે સમજ્યા, પણ મન અને મગજ પણ થાકવા માંડ્યાં છે : આવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉપરાંત જીવનનિર્વાહ માટેની દોડધામ, વ્યવહારની સાચવણી માટેની પ્રવૃત્તિ અને ઈતર પ્રવૃત્તિઓની ભીડાભીડ સમય અને શક્તિની તાણમાં ઔર ઉમેરો કરે છે. લાગે છે કે આમાં સ્વસ્થ વાચન-મનન કે નિર્દોષ વિદ્યાવિનોદને હવે અવકાશ મળી રહ્યો !
પણ ક્યારેક, વિદ્યાવ્યાસંગની ઓસરતી જતી આશામાં, ગમે તે રીતે સમય અને શક્તિ શોધીને પણ, માતા સરસ્વતીનું કામ કરવાનું આવી જ પડે છે ત્યારે, જાણે બળબળતા રણમાં મીઠી વીરડી સાંપડી હોય એવો આલાદ થાય છે. આ પુસ્તકનું સંપાદન કરતાં મેં કંઈક આવો જ મધુર આહલાદ અનુભવ્યો છે, સાથે જ, જીવનમાં વિદ્યાવિનોદ માણવાનો એક ધન્ય અવસર સાંપડી ગયો !
મારા દિલોજાન દોસ્ત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાના અગાધ પાંડિત્યનો અને સરળતા, સચાઈ અને સુજનતાથી મઘમઘતા એમના વ્યક્તિત્વનો વિચાર કરું છું ત્યારે સહેજે પ્રશ્ન થાય છે કે એમનું પાંડિત્ય ચડે કે એમનું વ્યક્તિત્વ ચડે ? સોના અને સુગંધના સુમેળ જે અદ્ભુત મેળ શ્રી દલસુખભાઈના જીવનમાં આવા વિરલ પાંડિત્યનો અને આવા ઉમદા વ્યક્તિત્વનો માતા કુદરતે સાધી આયો છે. બીજાઓને માટે જે પ્રયત્નથી પણ સાધ્ય નથી થતું, તે દલસુખભાઈમાં આપમેળે આવી મળેલું જોઈને ખરેખર, અદેખાઈ ઊપજે છે !
શ્રી દલસુખભાઈએ સત્યજિજ્ઞાસની તાલાવેલીથી બધાંય ભારતીય દર્શને અને ધર્મોનો અભ્યાસ કર્યો છે, અને એમાં જેટલે ઊંડે અને જેટલે દૂર જ પહોંચી શકાય એટલે પહોંચવાનો એમને હમેશાં પ્રયાસ રહ્યો છે. આજે પણ એમને આ પ્રયાસ વણથંભ્યો ચાલુ જ છે, એમ કહેવું જોઈએ. એમના આ પ્રયાસમાં પંડિત શ્રી વિધુશેખર શાસ્ત્રી, પૂજ્ય પંડિત શ્રી સુખલાલજી અને પૂજ્ય પંડિત શ્રી બેચરદાસજી જેવા ઋષિઓ સમા સારસ્વતોની લાંબા સમય સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org