________________
જૈનધર્મ
પ્રસિદ્ધ થઈ છે, જ્યારે બીજી પરંપરાએ બુદ્ધ નામ ઉપર વધારે ભાર આપ્યો, તેથી તે પરંપરા બૌદ્ધ પરંપરાને નામે ઓળખાઈ.
બે વચ્ચેનો ભેદ બ્રાહ્યણ અને શ્રમણોના પાર્થક અને સમન્વયની ચર્ચાના અનુસંધાનમાં એ જણાવવું જરૂરી છે કે શ્રમણોની આત્મવિદ્યા બ્રાહ્મણોએ સ્વીકાર્યા છતાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે જે એક મોટે ભેદ ઉપનિષદ્ કાળ અને ત્યાર પછી પણ જોવા મળે છે તેના વિષે થોડો વિચાર કરવો અનિવાર્ય છે. બ્રાહ્મણની રુચિ આત્મવિદ્યા તરફ વધી અને બ્રહ્મજ્ઞ ઋષિઓનું બહુમાન થવા લાગ્યું, પણ એ બ્રહ્મા ગણાતા ઋષિઓની ચર્ચા અને લગભગ તે જ કાળે થનાર તીર્થકરોની કે થોડા ઉત્તરકાળે થનાર ભગવાન મહાવીર અને બુધની ચર્યા તરફ આપણે જોઈએ તો એક મોટો ભેદ સામે તરી આવે છે; તે ભેદ જ્ઞાન અને ક્રિયાનચારિયને છે. બ્રહ્મર્ષિ બ્રહ્મજ્ઞાનમાં–તત્ત્વજ્ઞાનમાં પાવરધા હતા પણ ચારિત્ર્યની બાજુ તેમની નબળી હતી. યાજ્ઞવક્ય જેવા મહાન તત્વજ્ઞ બ્રહ્મર્ષિના જીવનની ઘટનાઓ જુઓ અને બુદ્ધ-મહાવીર કે તેમના પૂર્વના શ્રમણોની ચર્ચા જુઓ તો વીતરાગભાવનું પ્રાધાન્ય શ્રમણોમાં મળશે. બ્રહ્મર્ષિમાં નહીં. બ્રહ્મજ્ઞ તરીકે પ્રસિદ્ધ છતાં યાજ્ઞવલક્યને ભરી સભામાંથી ઊભા થઈને ગાયો હાંકી જઈ પોતાનું બ્રહ્મજ્ઞાન સર્વશ્રેષ્ઠ છે એમ અભિમાન કરતાં કે એ ગાયનો પરિગ્રહ સ્વીકાર કરતાં તેમનું બ્રહ્મજ્ઞાન તેમને આડે આવતું નથી, જ્યારે શ્રમણધર્મને સહેજે પરિચય થતાં બુદ્ધ અને મહાવીર ઘર-બાર અને સમગ્ર પરિગ્રહ છેડી અનગાર બને છે. બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્કયને બ્રહ્મધિ છતાં બે પત્નીઓ હતી, અને પિતાની સંપત્તિની વહેચણને પ્રશ્ન તેમની સામે હતો. આ પ્રકારના પરિગ્રહધારીને શ્રમણોમાં કદી આત્મજ્ઞની કે બ્રહ્મજ્ઞની ઉપાધિ મળી શકે નહિ. આ મેટો ભેદ શ્રમણ અને બ્રાહ્મણમાં હતા અને આજે પણ છે.
સંન્યાસને એક આશ્રમ તરીકે સ્વીકાર્યા છતાં બ્રાહ્મણ પરંપરામાં મહત્ત્વ તે ગૃહસ્થાશ્રમનું જ સર્વાધિક રહ્યું છે, જ્યારે શ્રમણોની સંસ્થા એકાશ્રમ સંસ્થા છે. તેમાં સંન્યાસને જે મહત્ત્વ અપાયું છે, તે બીજા કોઈ પણ આશ્રમને નથી અપાયું. ગૃહસ્થાશ્રમ સંન્યાસની પૂર્વ તૈયારી તરીકે પણ અનિવાર્ય નથી મનાય; એ તે ત્યાજ્ય જ છે. આ ભેદમાંથી જ શ્રાદ્ધાદિની કલ્પના અને સંતાનોત્પત્તિની અનિવાર્યતા બ્રાહ્મણ ધર્મમાં મનાઈ, જ્યારે શ્રમણોમાં એવી કશી જ કલ્પનાને સ્થાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org