________________
૧૫
નિયુક્ત છે, અને તેમની આસપાસ એ સંસ્થામાં વિદ્વાન અને સુવિધાનેનું એક નાનકડું શું તે મંડળ પણ રચાયું છે.
શ્રી દલસુખભાઈ જન્મે ઝાલાવાડના; ધર્મ સ્થાનકવાસી; પણ એમની જન્મસિદ્ધ સરળતા અને તીકણ દૃષ્ટિએ એમને પંથાતીત બનાવ્યા છે. તેઓ જેટલા પ્રમાણમાં જૈન સાહિત્ય આદિનું પરિશીલન કરતા રહ્યા છે, તેટલા જ પ્રમાણમાં બૌદ્ધ અને કેટલીક વૈદિક પરંપરાઓનું પણ પરિશીલન કરતા આવ્યા છે. તેઓ સંસ્કૃત, પાલિ, પાકૃત, ગુજરાતી, હિન્દી, બંગાળી અને મરાઠી આદિ ભારતીય ભાષામાં લખાયેલ પ્રાચીન અને નવીન વા-મયનું સતત અવગાહન કરતા રહ્યા છે. એ વાફમયમાં અનેક વિષયો અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પણ એમણે અપાર સાહિત્ય વાંચ્યું છે, અને હજી પણ તેમને તે યજ્ઞ અખંડ. પણે ચાલે છે. આને લીધે મારા જેવાને જયારે જયારે શાસ્ત્રીય વિષયો કે રેફરન્સ વિષે જિજ્ઞાસા થાય ત્યારે ત્યારે શ્રી દલસુખભાઈનું વિશાળ વાચન અને તેમની સ્મૃતિ એક વિશ્વકોષની ગરજ સારે છે.
વિદ્યાવ્યાસંગની તેમની તપસ્યા કેવી રીતે ચાલે છે, એ તો તેમના સીધા પરિચયમાં આવનાર જ ખરી રીતે જાણી શકે. હું મારા તરફથી એટલું કહી શકું કે મારા ૧૯૩૫ પછીનાં લખાણે અને સંપાદનમાં શ્રી દલસુખભાઈને ઉદાર હાથ રહેલો છે.
શ્રી દલસુખભાઈની વિશેષતા વિદ્યાવ્યાસંગ કરતાં ય બીજી એક સંસ્કારગત પ્રકૃતિમાં છે. મેં આટલાં વર્ષોમાં જોયું છે કે તેઓને કઈ ગમે તે રીતે લલચાવે તે પણ એવી લાલચથી કદીયે તેઓ અન્યથા ભાષણ કે અન્યથા વતન નહીં કરે. જાણે કે તેમનામાં જન્મસિદ્ધ સરળતા છે. જે સરળતા અને અકૃત્રિમતા ધર્મનો મૂળ પાયે ગણાય છે, અને જેને સાધવા અનેક લોકોને અનેક પ્રયત્ન કરવા પડે છે, તે વસ્તુ તેમનામાં મેં સાહજિક રીતે ક્રિયાશીલ હોય તેમ જોયું છે. અજાતશત્રુપણું એ એમનો બીજો ગુણ છે.
પણ એથીયે એમનું વિશેષ આકર્ષક તત્ત્વ એ બીજાઓનું કઈ પણ રીતે કંઈક સારું અને ભલું થતું હોય તો નિરપેક્ષપણે તે કરી આપવામાં છે. તેઓ
જ્યાં જ્યાં રહ્યા છે, ત્યાં સર્વત્ર એમની આને લીધે વિશેષ સુવાસ ફેલાયેલી છે; અને છતાં નિર્ભયતા એવી કે ગમે તેવા મોટા મનાતા પુરુષ સમક્ષ પણ તેઓ પિતાને લાગતી સાચી વાત કહેતાં ખમચાશે નહીં.
શ્રી દલસુખભાઈ વિષે થોડું લખવું હોય તો પણ તે બહુ થઈ જાય એવી સ્થિતિ છે. એટલે વાચકો માટે આટલે પરિચય પૂરતો ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org