SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈનધર્મચિંતન મુખની નવી કલ્પના ખરી વાત તો એ છે કે, યજ્ઞયાગ, પૂજા-પાઠ આદિ બધાં ધાર્મિક કહેવાતાં અનુષ્ઠાનનું પ્રયોજન સાંસારિક વૈભવોની વૃદ્ધિ કરવી એમ સામાન્યત: લેકે સમજતા હતા. કામજન્ય સુખ ઉપરાંત આત્મિક સુખના અસ્તિત્વની અને તેની ઉપાદેયતાની કલ્પને તે વખતના આરણ્યક ઋષિઓમાં પ્રચલિત હતી; પરતુ તે આરણ્યક ઋષિઓને અવાજ સાધારણ જનતાના કાન સુધી પહોંચી શક્યો ન હતો. આત્મિક સુખની કલ્પના એક ધાર્મિક ગૂઢ રહસ્યરૂપ હતી. આ કલ્પનાના અધિકારી અમુક તપસ્વી ઋપિઓ જ હતા, પરંતુ ભગવાન મહાવીરને તે ધાર્મિક ગૂઢ રહસ્યને જનતાની સમક્ષ પ્રગટ કરી દેવું યોગ્ય લાગ્યું. એટલે તેમણે તે ધર્મતત્વને ગુફામાં બંધ કરી ન રાખતાં તેને વિશ્વમાં પ્રચાર કર્યો. ભગવાન મહાવીરે તે સ્પષ્ટ જ કહી દીધું છે કે સાંસારિક સુખ કે કામજન્ય સુખ, એ વાસ્તવમાં સુખ નથી, પણ દુ:ખ છે. જેનું પર્યવસાન દુ:ખમાં થાય તેને સુખ જ કેમ કહી શકાય ? કામની વિરક્તિમાં જે સુખ મળે છે, તે સ્થાયી હોવાથી ઉપાદેય છે. પ્રત્યેક કામભોગ વિષરૂપ છે, શલ્યરૂપ છે. ઈચ્છા - આકાશની માફક અનંત હોવાથી તેની પૂર્તિ કરવી સંભવિત નથી. તેથી મનુષ્યને ગમે તેટલું મળે, અરે ! સમસ્ત સંસાર પણ તેને આધીન કરી દેવામાં આવે, તે પણ તેની તૃષ્ણને છેડો આવવાનો નથી. એટલા માટે અકિંચનતામાં જે સુખ છે તે કામગોની પ્રતિમાં નથી. - જ્યારે સુખની આ નવી જ ક૯૫ના ભગવાન મહાવીરે જનસમાજ સમક્ષ રજૂ કરી ત્યારે ક્ષણિક સુખનાં સાધનભૂત ગણાતાં યજ્ઞ-યાગે તથા પૂજા-પાઠનું ધાર્મિક અનુષ્ઠાનોમાં કોઈ સ્થાન જ રહેવા ન પામ્યું. તેના સ્થાને ધ્યાન. સ્વાધ્યાય, અનશન, રસપરિત્યાગ, વિનય, સેવા–આ ભિન્નભિન્ન પ્રકારની તપૂર્યા 'નો ધાર્મિક અનુષ્ઠાન રૂપે પ્રચાર થાય એ સ્વાભાવિક હતું. વિશ્વધર્મ ભગવાન મહાવીરે વૈશ્યને અર્થાત વ્યાપારીઓને એવો ઉપદેશ આપ્યું કે, - તમે લોકે તમારા વૈભવોને ગમે તે પ્રકારે વધારે એ સારું નથી. વળી, વૈભવ ન્યાયસંપન્ન હોવો જોઈએ એટલું જ બસ નથી, પરંતુ તેનું પરિમાણ–તેની | મર્યાદા–પણ નિયત કરવી જોઈએ; અને પ્રતિદિન એવી ભાવના કરવી જોઈએ કે. તે દિવસ ધન્ય છે કે જે દિવસ પર્વને ત્યાગ કરી નિગ્ર" ની નકલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy