SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૧૧ તીર્થકરને સૂચક છે, એમ કેટલાકનું કહેવું છે. જેને પરંપરા પ્રમાણે તે તેમને સંબંધ શ્રીકૃષ્ણ સાથે છે : આ જૈન પરંપરાનું સમર્થન વેદમાંથી મળતું નથી. એટલું નક્કી કે પ્રાચીન કાળમાં અરિષ્ટનેમિ' નામ પ્રચલિત હતું. તે જૈન તીર્થકરનું હોય પણ ખરું અને ન પણ હોય. મહાભારતમાં સહદેવે વેશપલટો કરી વિરાટની સભામાં પિતાને પરિચય આપતા કહ્યું છે કે “વૈશ્યો દમ નાનાદમરિષ્ટનેમિ” (વિરાટપર્વ, દશમો અધ્યાય, શ્લોક ૫)–હું વૈશ્ય છું અને મારું નામ “અરિષ્ટનેમિ છે. અન્યત્ર મહાભારતમાં અરિષ્ટનેમિને જિનેશ્વર પણ કહ્યા છે. આ ઉપરથી એટલું તારવી શકાય કે અરિષ્ટનેમિના અસ્તિત્વ વિષે સંદેહ કરવાને સ્થાન નથી. તેમને જે કૃષ્ણના સમકાલીન માનીએ તે મહાભારત કાળમાં એટલે કે ઈ. પૂ. ૧૦૦-૧૫૦૦માં તેમને સમય કપી શકાય. ભગવાન ઋષભદેવ જેના પ્રથમ તીર્થકર છે. ઋષભ શબ્દને ઉલ્લેખ બ્રાહ્મણ સંપ્રદાયના વેદોમાં પણ મળે છે. અને પુરાણોમાં તે ઋષભચરિત્ર જે પ્રકારનું આપવામાં આવ્યું છે તે વાંચનારને શંકા રહેતી જ નથી કે જૈન તીર્થકર ઋષભદેવનું જ એ ચરિત્ર છે. બ્રાહ્મણોના મતે ઋષભદેવ એ મનુની પાંચમી પેઢીએ થયેલ છે. એટલે એમને કાળ એ પૌરાણિક કાળ ગણાય. એટલે એ કાળ ઈતિહાસની નજર બહાર જ લેખા જોઈએ. અને જેને પુરાણોમાં પણ તેમના કાળને અત્યંત પ્રાચીન ગણવામાં આવ્યા છે. જૈન અને બ્રાહ્મણ બન્ને ગ્રંથોના આધારે કહી શકાય કે ઋષભ એક જબરા તપસ્વી હતા. અને તેમના કાળમાં જેને આપણે સંસ્કૃતિ નામથી ઓળખીએ છીએ તેને ઉદયકાળ શરૂ થયો હતો, અને એ ઉદયમાં ઋષભદેવને પોતાનો હિસે મોટા પ્રમાણમાં હતું. અને એમાંથી એ પણ જાણવા મળે છે કે તેમના પુત્ર ભારતના નામથી આપણું આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું છે. આ પૌરાણિક વર્ણનોને ઈતિહાસ-- સિદ્ધ કાળમાં ગોઠવી શકાય એમ નથી. છતાં વેદ કાળમાં ભાઈ-બહેનના લગ્નની કે સચારની રૂઢિ અને ભકથામાં આવતી યુગલિયાઓની લગ્નપ્રથાની. રૂઢિ એકજેવી છે, જેથી એક સૂચના તે મળી શકે છે કે ઋષભદેવનો કાળ દથી બહુ દૂર તે નહિ હોય. પણ જેને જૈન ધર્મના અસ્તિત્વને અસંવિધ પુરા કહી શકાય એ ઉલ્લેખ તે સર્વપ્રથમ પાલિ પિટકોમાં મળે છે. તેમાં ભગવાન મહાવીરનો ઉલ્લેખ નિગ્રંથ નાથપુત્ર કે નિગ્રંથ જ્ઞાતપુત્રને નામે મળે છે, એટલું જ નહિ પણ, જેનધમને આગવા કહી શકાય એવા સિદ્ધાન્તને ઉલ્લેખ પણ સર્વપ્રથમ બૌદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy