________________
જનધર્મચિંતન
નિબન્ધકારોએ આ વિરોધનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે, પણ તે બચાવ લૂલો જણાય છે. ખરી વાત એવી છે કે સ્મૃતિકાએ પોતાના કાળની માન્યતાઓને નિયમનું રૂપ આપી દીધું છે, અને વેદની પ્રતિષ્ઠાનો માત્ર તેમાં પ્રામાણ્ય લાવવા પૂરતો જ ઉપયોગ કર્યો છે.
શ્રુતિ અને સ્મૃતિ ઉપરાંત તદ્વિદોનું શીલ-અનુષ્ઠાન પણ આચરણમાર્ગમાં પ્રમાણુ ગણાય છે. આને અર્થ એ થાય કે જેનો આધાર કૃતિ અને સ્મૃતિ બંનેમાં ન મળતો હોય, છતાં પણ તિદો કેઈ અનુષ્ઠાન કરતા હોય, તો તે સદાચાર પણ અનુયાયીઓ માટે માર્ગદર્શક બને છે. આ ઉપરાંત ધર્માચરણના સ્ત્રોત તરીકે પુરાણો પણ છે. પુરાણોમાંનાં કથાનકોમાંથી પણ અમુક પરિસ્થિતિમાં કરણીય અને અકારણ શું એને નિર્દેશ મળી રહે છે. એટલે પુરાણોને પણ સદાચરણના સ્રોત તરીકે ગણવામાં આવે છે. છતાં પણ આચરણ વિષે જ્યાં શંકા ઉપસ્થિત થાય ત્યાં પરિપદ અર્થાત્ વેદ અને ધર્મશાસ્ત્રોની સભા જે નિર્ણય આપે તે પણ સદાચારને સ્ત્રોત બને છે. આમ તે અનેક છતાં એ બધાનું મૂળ ઉદ્દગમસ્થાન વેદ છે. અને તેમાં જે સદાચાર ન હોય તે પણ છેવટે તે તેથી અવિરુદ્ધ હોવો જ જોઈએ, એમ મનાયું છે. દેખીતી રીતે કોઈ સદાચાર વેદથી વિરુદ્ધ જણાય તો પણ તે વેદથી અવિરુદ્ધ જ છે એવી ઉપપત્તિ શોધી કાઢવામાં આવે છે. એટલે કે બધા આચારનું મૂળ વેદ છે અને વેદથી જે વિરુદ્ધ હોય તે ધર્મજનક બની શકે નહિ અથવા તો ધર્મ ગણાય નહિ. આમ વેદિક માટે વેદ એ આચરણની બાબતમાં પ્રમાણ છે.
પણ આને અર્થ કોઈ એમ કરે કે વેદકાલીન આચાર જ આજે હિન્દુ સમાજમાં પ્રવર્તે છે, તે તે મોટી ભૂલ કરે છે. વસ્તુસ્થિતિ એવી છે કે સ્મૃતિકારે અને નિબંધકારીએ પોતપોતાના કાળમાં પ્રચલિત અને પરિવર્તિત આચારોનું સમર્થન કર્યું છે, અને કેટલાક વેદકાલીન આચારને તે કલિવજયે ગણીને વેદવિહિત છતાં વજ્ય ગણ્યા છે, અને તેને બદલે સમકાલીન પ્રચલિત અને પરિવર્તિત આચારોને ગ્રાહ્ય ગણ્યા છે. આમ છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે તેઓ એ પરિવર્તિત આચારને પણ વેદથી અવિરુદ્ધ છે એમ સ્થાપવાને પ્રત્યન તે અવશ્ય કરે છે. તેથી એમ કહી શકાય કે તેમને માટે તે બધા આચાર વેદવિહિત જેવા જ છે અને તેમનું પ્રામાણ્ય વેદથી જ છે. એટલે કે બધા આચારોનું મૂળ તેઓ વેદમાં જ શોધે છે–પછી ભલે વેદમાં એમાંનું આપણું દષ્ટિએ કશું જ ન હોય. સંક્ષેપમાં એમ કહી શકાય કે વેદથી આજ સુધીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org