________________
(૧) શ્રી આનંદધન રચિત ચોવીસી
(૨) શ્રી દેવચંદ્રજીપ્રણીત ચોવીસી (૩) શ્રી યશોવિજયજીની રચેલી ચોવીસી
પ્રથમ ચોવીસીમાં અધ્યાત્મરસનું સુંદર પોષણ થયું છે, તે સહેલાઈથી સમજાય તેવી છે. સમજણપૂર્વક ગાનારાને તે વૈરાગ્યરસમાં નિમગ્ન કરી દે તેવી છે. જ્ઞાનસાર નામના મુનિએ તેના સંક્ષિપ્ત અર્થ આપ્યા છે.
બીજી ચોવીસીમાં કર્તાએ દ્રવ્યાનુયોગ સભર ભર્યો છે, તે અટપટો છે અને સહેલાઈથી સમજવો મુશ્કેલ છે. તેના પર સ્વરચિત ‘બાલાવબોધ' ઉપલબ્ધ છે.
આ ચોવીસીમાં ચોવીસ તીર્થંકરોની વંદના છે. તેમાં દરેક પ્રાર્થનાનો સાર સર્વપ્રથમ આપણે જોઈએ : ૧. શ્રીૠષભદેવ સ્વામી
સામાન્ય કેવલીમાં પ્રધાન તે ઋષભ. તેનો ભાવ પ્રભુની અલૌકિક અંગરચના વર્ણવે છે. ભાવ એવો છે કે સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી સમયે સમયે ભાવમરણ પામતા જીવોને સાતા ઉપજાવી, એ પીડાઓથી મુક્ત કરી જીવાડનારા શ્રી ઋષભદેવ છે. એવાં મરણ ફરીથી પ્રાપ્ત ન થાય એવી અમર સ્થિતિ પમાડનાર અને તેથી જ જગતના જીવોને પ્રાણથી પણ શ્રી ઋષભદેવ અધિક પ્રિય છે.
૨. શ્રીઅજિતનાથ સ્વામી
પ્રભુ સર્વગુણ સમ્પન્ન હોવાથી તેમની સાથે પ્રીતિ કરવાની ઇચ્છા થઈ તેને અનુલક્ષી આ સ્તવન છે. ભાવ એવો છે કે ઉપસર્ગ, પરિષદ વડે જીતાયેલા પ્રભુ અજિતનાથ સ્વામી સિવાય બીજાની સંગતિ ન ગમે, કારણ ગુણ હોય ત્યાં જ સાચી પ્રીતિ થાય. ૩. શ્રીસંભવનાથ સ્વામી
પ્રભુ સાથે પ્રીતિ કરી, તેથી હવે તેના ફળરૂપે જે માગણી કરવાની છે તે એ છે કે ભક્તની સેવા-ઉપાસનાથી પ્રભુ પ્રસન્ન થાય તેથી બધું છોડી આપને ભજું છું. મારામાં આત્મિક શક્તિ પ્રેરો, પ્રોત્સાહન આપો, મને ઇષ્ટસ્થાન પ્રતિ ગમન કરાવો.
૪. શ્રીઅભિનંદન સ્વામી
પ્રભુને પ્રાર્થના કરી ત્યારે પ્રભુ તો વિદ્યમાન નથી, તેમની પ્રતિમા છે.
પોભારતી = ૨