________________
(૧)
છે
પરમતૃપ્તિનો અનુભવો
છે
:
આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મ.
ન્યાયાચાર્ય “તત્ત્વ વિશારદ' અને “કૂર્ચાલ શારદા'નાં માનભર્યા બિરુદ પામનારા ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતીમાં ગ્રંથો રચ્યા છે, જેની સંખ્યા એકસોથી વધુ છે. આત્મોત્થાન અને શાસનસેવાના પ્રતીકરૂપે અત્યંત ગૂઢ, તાત્ત્વિક અને દાર્શનિક ગ્રંથો તેમણે રચ્યા છે, તો સંઘ અને સમાજની સેવા માટે ઘણે અંશે જનસામાન્યની ભાષામાં તેમણે ધર્મ, ઈન્દ્રિયજ૫, સંયમ, કર્માતીતતા, આત્મજ્ઞાન, ભક્તિ અને આત્મોત્થાન પ્રબોધતાં સરળ કાવ્યો પણ તેમણે રચ્યાં છે. તેમનું આવું એક સમર્થ કાવ્ય છે “ચોવીસી', જે જૈનધર્મી સામાન્યજનોને કંઠસ્થ કરી રોજેરોજ પણ ગાવાનું મન થાય તેવું છે.
હૃદયને પરમ તૃપ્તિનો અનુભવ કરાવે, સતત ભાવવિભોર કરી દે તેવું આ કાવ્ય સિદ્ધ મુક્તાત્માઓ કરતાં પણ મહત્તર મનાયેલા અને જનસામાન્યને તેની સાંસારિકતા, સંયમાભાવ, વાસનામયતા અને કર્મબંધનથી મુક્તિનો માર્ગ બતાવી આત્મોત્થાન સાધવા પ્રેરતા એવા ચોવીસ તીર્થંકરોની મહત્તાનો મર્મ જનસામાન્ય એવા ભક્તની સાદી અને સરળ, કાલીઘેલી વાણીમાં રજૂ કરે છે.
પ્રત્યેક તીર્થકરને પાંચ કે ક્યાંક છ શ્લોકોમાં વંદના કરી છે, યાચના કરી છે, શરણાગતિ યાચી છે. દરેક તીર્થંકરની પ્રાર્થનાને અંતે સ્વનામધન્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જનસામાન્યના પ્રતિનિધિ હોય તે રીતે જ, દરેક તીર્થકરને વંદના કરે છે. આમ, આ પ્રાર્થના સાંસારિકતાથી પર બની મુક્તિની ઝંખના અને તે તરફની ગતિ વાંછતા જીવ માટે છે. જૈન સમાજ અને ધર્મને નીચેની ત્રણ ચોવીસીઓ જાણીતી છે:
પરમદિનો અનુભવ B 1