________________
૨૫
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૧-પર શ્લોક :
ज्ञात्वाऽथ मां भूपतिरप्यशक्यप्रतिक्रियं दीप्तदुरन्तमोहात् । परीक्षितव्यो भवता कुमार
इति प्रतीतौ विदुरं युयोज ।।५१।। શ્લોકાર્ચ -
હવે રાજાએ પણ દીપ્ત દુરંત મોહને કારણે અશક્ય પ્રતિકારવાળા મને જાણીને તારા વડે, કુમારની પરીક્ષા કરવી જોઈએ, એ પ્રકારની પ્રતીતિમાં વિદુરને નિયોજિત કર્યો.
નંદીવર્ધનમાં અત્યંત અનુચિત પ્રવૃત્તિ કરાવે એવો મોહ છે એટલું જ નહીં પણ તે મોહ અત્યંત દીપ્ત છે તેથી અશક્ય પ્રતિકારવાળો છે એ પ્રમાણે જાણીને રાજાએ વિદુરને તેનું નિરીક્ષણ કરવા અર્થે યોજન કર્યું, કેમ કે પુત્ર પ્રત્યેનો રાગ રાજાને તે પ્રકારની પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે છે. આપના શ્લોક :
दिने द्वितीयेऽथ स मामुपेतो, किं नागतो ह्यस्त्वमितीरितश्च । परीक्षितुं मां स्वविलम्बहेतुं,
जगौ श्रुतं दुर्जनसंगदोषम् ।।५२।। શ્લોકાર્ચ -
હવે બીજા દિવસે તે મારી પાસે આવ્યો. કાલે તું કેમ ન આવ્યો? એ પ્રમાણે પુછાયેલા તેણે મારી પરીક્ષા કરવા માટે સ્વવિલંબના હેતુ રૂપ સંભળાયેલ દુર્જનસંગના દોષને કહ્યું.
નંદીવર્ધન દુર્જનના સંગનો ત્યાગ કરે છે કે નહીં તેની પરીક્ષા કરવા અર્થે વિદુ કાલે પોતે નહોતો આવ્યો તેના હેતુરૂપે દુર્જનસંગના દોષની કથાને કહે છે. આપણા