________________
go
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કાલનો મેઘ અસ્મલિત વરસાદનું સર્જન કરીને વિનાશ કરે છે તેમ જીવમાં ઊઠેલી ભોગતૃષ્ણા સતત આત્માના નિરાકુળ સ્વભાવને છોડીને બહારના વિષયમાં પ્રવર્તે છે અને રાગ અને દ્વેષના પરિણામથી ઘેરાયેલી તે ભોગતૃષ્ણાની પરિણતિ છે તેથી અવિવેકી જીવો ભોગતૃષ્ણામાં નિર્ભય રહી શકે છે અને વિવેકી જીવોને તે ભોગતૃષ્ણા નરકાદિ પાતનો હેતુ જણાવાથી અત્યંત ભયરૂપ જણાય છે. I/૧૧પણા
શ્લોક :
तावाहतुर्मुक्तिरनिष्टशक्तेरस्याः सकाशात् कथमावयोः स्यात् । ज्ञानी जगावन्यभवे भवित्री,
मोहोल्बणत्वान्न पुनर्भवेऽस्मिन् ।।११६।। શ્લોકાર્ચ -
તે બંનેએ=કાલજ્ઞ અને વિચક્ષણાએ, કહ્યું. અનિષ્ટ શક્તિવાળી આનાથી દુર્ગતિમાં પાત કરાવે એવી ભોગતૃષ્ણાથી કેવી રીતે અમારા બેની=કાલજ્ઞ અને વિચક્ષણાની, મુક્તિ થાય? જ્ઞાની બોલ્યા, અન્ય ભવે મુક્તિ થશે, વળી, આ ભવમાં વ્યંતરના ભાવમાં મોહનું ઉલ્કણપણું હોવાથી નહીં=મુક્તિ થશે નહીં. ll૧૧૬ll શ્લોક -
अस्याः परं निर्दलनाय वज्रं, सम्यक्त्वमाप्तं सुदृढं भवद्भ्याम् । उद्दीपनीयं मुहुरेतदेवं,
तनूभवित्री खलु भोगतृष्णा ।।११७।। શ્લોકાર્ચ -
પરંતુ આના નિર્દેશન માટે તમારા બંને દ્વારા સુદઢ વજ જેવું સમ્યક્ત પ્રાપ્ત કરાયું, આને=સમ્યક્તને, વારંવાર ઉદ્દીપન કરવું જોઈએ, આ