________________
૧૦૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
अत्युत्तमास्तत्र च ते निरस्तं,
ચરેતાતામવાસનામિદ ર૦૦ના શ્લોકાર્ચ -
જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, અને તેવા પ્રકારના ઉત્કૃષ્ટતમ ચાર પ્રકારના લોકો છે. અને ત્યાં તે ચાર પ્રકારના પુરુષોમાં, જેઓ વડે આગમની વાસનાથી આ સ્પર્શન, નિરસ્ત કરાયો. તેઓ અતિ ઉત્તમ છે.
જેઓને ભગવાનનું વચન જ સુખનું પ્રબલ કારણ દેખાય છે તેઓ ભગવાનના વચનથી આચારો આદિનું ભાવન કરીને આત્માના નિરાકુળ સ્વભાવને પ્રાપ્ત કરવા યત્ન કરે છે તેઓ સ્પર્શેન્દ્રિયને દૂર કરે છે. તેવા જીવો અતિ ઉત્તમ છે. I૨૦ના શ્લોક :
ते ब्रह्मचर्येकरता गृहेऽपि, दीक्षां पुनर्भागवतीमवाप्य । भूस्वापलोचादिविशिष्टकष्टैनिधूय तन्मोक्षसुखं लभन्ते ।।२०१।। શ્લોકાર્ચ -
ગૃહમાં પણ બ્રહ્મચર્યમાં એક રતવાળા એવા તેઓ વળી, ભાગવતી દીક્ષાને પામીને ભૂમિનું શયન, લોયાદિ વિશિષ્ટ કષ્ટોથી તેનું સ્પર્શનનું, નિધૂનન કરીને મોક્ષસુખને પામે છે.
કોઈક સંયોગથી ગૃહમાં રહેલા હોય છતાં બ્રહ્મચર્યમાં એકરતિવાળા જેઓ છે અને પાંચેય ઇન્દ્રિયોને સંવર કરીને ભાગવતી દીક્ષા જેઓ ગ્રહણ કરે છે તેઓ સ્પર્શનને પ્રતિકૂલ એવાં કષ્ટો વેઠીને સમભાવની પરિણતિની વૃદ્ધિ કરે છે તેથી ચિત્તમાં સ્પર્શનના વિકારોનું ઉન્મેલન થાય છે. તેઓ ક્રમે કરીને મોક્ષસુખને પામે છે. ૨૦૧૫