________________
૨૦૩
ચતુર્થ સબક/શ્લોક-પપ-પપ૭ શ્લોકાર્ચ -
આના વગર=પ્રશાંતતા વગર, લોક લોકોત્તર શાસ્ત્રના વિભ્રમો લોકશાસ્ત્રનાં અધ્યયનો અને લોકોત્તર શાસ્ત્રનાં અધ્યયનો સંસ્કૃતિના પારને દેનારા નથી=સંસારના પરિભ્રમણના પારને આપનારા નથી. કલા વગર શું સુશિક્ષિતોના કરનર્તના શ્રમો નૃત્યના રહસ્યના પારને દેનારા થાય ?
કોઈ મહાત્મા યોગને બતાવનારાં લોકશાસ્ત્રોને ભણે કે લોકોત્તર શાસ્ત્રોને ભણે તેનાથી તે મહાત્માના ચિત્તમાં શ્રુતના વિકલ્પો વર્તતા હોય તોપણ પ્રશાંતતા વગર સંસારના પરિભ્રમણના પારને દેનારા તે શ્રુતના વિકલ્પો થતા નથી. જેમ નૃત્યના રહસ્યના પારને પામવા માટે નૃત્યની કળા ભરવી આવશ્યક છે તેમ સંસારસાગરથી તરવા માટે પ્રશાંતતારૂપ કળાને સ્થિર કરવા યત્ન કરવો જોઈએ. પિપલા શ્લોક :
तमोभयद्रोहशठत्वमत्सरैविषादपैशुन्यविपर्ययानृतैः । प्रभेव भानो रजनीतमोभरैः,
कदापि नैषाऽत्र सहावतिष्ठते ।।५५७।। શ્લોકાર્ય :
અહીં=ચિત સૌંદર્ય નગરમાં, અંધકાર, ભય, દ્રોહ, શઠપણું, મત્સર, વિશાદ, પશુન્ય, વિપર્ય અને મૃષાવાદથી સહિત આ=પ્રશાંતતા, ક્યારેય પણ રહેતી નથી. જેમ રાત્રીના અંધકારના સમૂહ સાથે સૂર્યની પ્રભા ક્યારેય રહેતી નથી.
જેના ચિત્તમાં કષાયોની પ્રશાંતતા છે તે જીવોને સતત નિરાકુલ વીતરાગતુલ્ય પોતાનો આત્મા દેખાય છે તેથી તેઓના ચિત્તમાં અંધકાર વર્તતો નથી. આથી જ પરમગુરુનાં દર્શન કરીને તેવા મહાત્માઓ સદા યોગનિરોધ અવસ્થાનું જ સાક્ષાત્ દર્શન કરે છે. વળી, પ્રશાંતતાવાળા મહાત્માઓને ભય વર્તતો નથી; કેમ કે આત્માની અંતરંગ સંપત્તિ સ્વાધીન છે તેનો નાશ શક્ય નથી. જેને