________________
૨૫૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
कियानपि गतः, कालस्तद्वार्ता काऽपि न श्रुता ।
उक्तं च पुरुषैरन्यैर्भस्मीभूतं जयस्थलम् ।।६४६।।युग्मम् ।। શ્લોકાર્ચ - પદ્મરાજાના ગુણના આલય એવા નંદીવર્ધનને મારા વડે મદનમંજૂષા આપવા માટે મહત્તમ મોકલાયો હતો. કેટલોક પણ કાળ ગયો. કોઈપણ તેની વાર્તા સંભળાઈ નહીં અને અન્ય પુરુષો વડે કહેવાયું, જયસ્થલ ભસ્મીભૂત થયું છે. ll૧૪પ-૧૪ શ્લોક :
ध्यातं मया किमुत्पातादुत शापान्महामुनेः ।
दग्धं तच्चोरधाट्या वा, जाता शङ्केति मे हदि ।।६४७।। શ્લોકાર્ચ -
મારા વડે વિચારાયુ=અરિદમન વડે વિચારાયું. શું ઉત્પાતથી કોઈક મોટા દેવોના ઉત્પાતથી, અથવા મહામુનિના શાપથી અથવા ચોરોની પાડોથી દગ્ધ થયું છે એ પ્રકારની મારા હૃદયમાં શંકા થઈ છે. II૬૪ના શ્લોક :
अस्य शङ्कान्धकारस्य, कर्तुं प्रलयमर्हति ।
भवानेव जगन्नेत्रपद्मोल्लासी दिवाकरः ।।६४८।। શ્લોકાર્ચ -
જગતના નેત્રરૂપી પદ્મના ઉલ્લાસી એવા સૂર્ય જેવા આપ જ આ શંકારૂપી અંધકારના પ્રલયને કરવા માટે યોગ્ય છો. ll૧૪૮ll શ્લોક :
सूरिराह महाराज ! पश्यस्येनं सभान्तिके । बद्धवक्त्रं तिरश्चीनबाहुबन्धनियन्त्रितम् ।।६४९।।