________________
૨૬ર
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ ક્યારેક પ્રાપ્ત થાય છે જે દરિદ્ર જીવને નિધાન લાભતુલ્ય છે; કેમ કે દરિદ્ર જીવને નિધાન મળે તો સુખ-શાંતિથી જીવી શકે તેમ મનુષ્યભવને પામીને જીવ રત્નસંચય કરી શકે તેવો આ મનુષ્યભવ છે તોપણ જે નિધાન ગ્રહણ કરવામાં વૈતાલો ઊઠે તો તે જીવ નિધાન ગ્રહણ કરી શકે નહીં. તેમ અત્યંત અનિષ્ટ એવા ક્રૂર હિંસાદિ ભાવારૂપ વૈતાલો જીવમાં ઊઠે છે તેથી મનુષ્યભવને પામીને પણ જીવ સ્વસ્થતાપૂર્વક સુખનું વેદન કરી શકતો નથી. ll૧૭ના શ્લોક :
मूढास्तिष्ठन्त्विमे नन्दिवर्धनाद्यास्तपस्विनः ।
कदर्थ्यन्ते कषायाद्यैरप्यर्हन्मतवेदिनः ।।६७२।। શ્લોકાર્ચ -
આ નંદીવર્ધન આદિ મૂઢો દૂર રહો. અરિહંતના મતને જાણનારા તપસ્વીઓ કષાય આદિથી કદર્થના કરાય છે.
જેઓને મનુષ્યભવ પામ્યા પછી ભગવાનના શાસનની લેશ પણ પ્રાપ્તિ નથી તેઓ તો કષાયને વશ સર્વ કદર્થના પામે જ છે. પરંતુ ભગવાનના મતને જાણનારા તપ-સંયમને કરનારા મહાત્માઓ નિમિત્તને પામીને કષાયોથી કદર્થના પામે છે અને સાવધાન ન થાય તો દુરંત સંસારમાં જઈને પડે છે. ll૧૭શા શ્લોક :
विषयामिषगृद्धानां, सन्मार्गाद् दूरवर्तिनाम् ।
नन्दिवर्धनवत् तेषामनन्ता दुःखसन्ततिः ।।६७३।। શ્લોકાર્ચ -
વિષયરૂપી ભોગોમાં વૃદ્ધ સન્માર્ગથી દૂરવર્તી તેઓને નંદીવર્ધનની જેમ અનંત દુઃખની સંતતિ છે. ll૧૭all શ્લોક :
लब्ध्वाऽपि शासनं जैनं, यः क्रोधादिषु रज्यते । स हारयति काचेन, मूढश्चिन्तामणिं हहा ।।६७४।।