________________
૨૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ इमेऽपि यास्यन्ति दशां तमोमयीं,
जडो यथाऽयं ननु नन्दिवर्धनः ।।७४९।। શ્લોકાર્થ:
હા હા ખેદ છે કે લોકો સ્વઅનુભવને આશ્રિત એવી વૈશ્વાનર અને હિંસાની ગતિને=સ્થિતિને, જાણતા પણ નથી. એ પણ=જેઓ હિંસા અને વેશ્વાનરની ગતિને જાણતા નથી એ પણ, તમોમય દશાને પામશે. જે પ્રમાણે ખરેખર જ એવો આ નંદીવર્ધન.
દરેક જીવોને તીવ્ર ગુસ્સાકાળમાં અંતરંગ ક્લેશનો અનુભવ છે અને બીજાને હિંસાકાળમાં તે તે પ્રકારના કૃત્યજન્ય ક્લેશનો અનુભવ છે, તોપણ મૂઢ એવા તેઓ તેને જાણતા નથી. તેઓ દુરંત સંસારના પરિભ્રમણરૂપ અંધકાર દશાને પામશે, જેમ નંદીવર્ધન પામ્યો. II૭૪લા શ્લોક :
संसारिजीवोऽथ प्राह, नीतः श्वेतपुरे ततः ।
कृतश्चाभीररूपोऽहं, भवितव्यतया तया ।।७५०।। શ્લોકાર્ચ -
હવે સંસારી જીવ કહે છે. ત્યારપછી=અનંતી વખત નંદીવર્ધનના જીવે સંસારમાં પરિભ્રમણ કર્યું ત્યારપછી, શ્વેતપુરમાં લઈ જવાયો. અને હું=સંસારી જીવ, તે ભવિતવ્યતા વડે આભીરરૂપ કરાયો.
સંસારી જીવની તેવી ભવિતવ્યતાને કારણે કોઈક ભવમાં કંઈક કર્મો અલ્પ થવાથી ભરવાડનો મનુષ્યભવ પ્રાપ્ત થયો. I૭૫ના શ્લોક :
तद्रूपस्य सतो गतो मम शमं वैश्वानरः किञ्चन, छन्ना निपुणतामतिः प्रववृते दाने च यादृच्छिकी । नाभ्यस्तं तु विशिष्टशीलमधिको धर्मश्च नासेवितो, जातो मध्यगुणस्तदा भवसरित्सङ्घट्टघर्षादहम् ।।७५१।।