________________
૨૯૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૭પ૧-૭પર શ્લોકાર્ચ -
તે રૂપવાળા છતાં મારો કંઈક વૈશ્વાનર શાંત થયો. નિર્ગુણતા મતિઃ હિંસાની મતિ, કંઈક પ્રચ્છન્ન થઈ. અને યાદચ્છિક દાનમાં મતિ પ્રવૃત્ત થઈ. વિશિષ્ટ શીલ અભ્યસ્ત કરાયું નહીં. અને અધિક ધર્મ સેવાયો નથી. ત્યારે ભવસમુદ્રના સંઘટના ઘર્ષણથી હું સંસારી જીવ, મધ્યમ ગુણવાળો થયો.
સંસારી જીવ નંદીવર્ધન પછી અનંતકાળ ભટકીને આભીરણના ભવમાં જાય છે, ત્યાં નદીગોલપાષાણ ન્યાયથી કંઈક કષાયો અલ્પ થાય છે તેથી નંદીવર્ધનના ભવમાં જે ક્રોધ હતો તે કંઈક શાંત થાય છે અને હિંસક મતિ હતી તે પણ કંઈક પ્રચ્છન્ન થાય છે અને ઇચ્છાનુસાર કોઈનું ભલું કરવા આદિ કૃત્યમાં દાન કરે છે. કંઈક શુભ આચારો પાળે છે તોપણ સંસારનો ઉચ્છેદ કરે તેવું વિશિષ્ટ શીલ અભ્યસ્ત કર્યું નહીં. કંઈક ધર્મ સેવે છે તોપણ ભવનો ઉચ્છેદ કરે તેવો અધિક ધર્મ સેવ્યો નહીં, મધ્યમ ગુણવાળો થયો, તેથી સામાન્યથી બીજાનું સારું કરવું, તપ-ત્યાગાદિ બાહ્ય આચારો કરવા તેવી મનોવૃત્તિ થઈ. તોપણ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેનો યથાર્થ નિર્ણય કરીને સંસારનો ઉચ્છેદ થાય તેવી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ નહીં. II૭૫વા શ્લોક :
मामालोक्य तथाविधं गुणकलाभोगप्रदानोन्मुखी, संजाता भवितव्यता शुचिफलासनप्रसन्नाशया । ऊचे साम्प्रतमार्यपुत्र ! सुयशःश्रीसिद्धिशर्माशया,
त्वं सिद्धार्थपुरे व्रज प्रकटितः पुण्योदयस्ते सखा ।।७५२।। શ્લોકાર્ય :
ગુણકલાના આભોગના પ્રદાનને સન્મુખ એવી, શુચિફલને આસન્ન એવી પ્રસન્ન આશયવાળી ભવિતવ્યતા તેવા પ્રકારના મને જોઈને થઈ= શ્લોક-૭૫૧માં કહ્યું તેવા પ્રકારના સંસારી જીવને જોઈને થઈ, સુયશની શ્રીની સિદ્ધિના સુખના આશયવાળી એવી ભવિતવ્યતા બોલી. હે